અમદાવાદ: ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (GTU) દ્વારા તાજેતરમાં ભરતનાટ્યમ (Bharatnatyam) કોર્સની શરૂઆત કરવામાં આવી છે. આ કોર્સ દ્વારા નૃત્ય ક્ષેત્રે વિદ્યાર્થીઓને એક નવીનતમ તક પુરી પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભરતનાટ્યમ (Bharatnatyam) એ ભારતીય શાસ્ત્રીય નૃત્યનું મુખ્ય હિંદુ સ્વરૂપ છે જે તમિલનાડુના આધુનિક પ્રદેશમાં ઉદ્દભવ્યું છે. ભરત મુનિ દ્વારા નાટ્ય શાસ્ત્ર અને નંદીકેશ્વર દ્વારા અભિનય દર્પણ (હાવભાવનો અરીસો) એ ભરતનાટ્યમ (ભારતીય શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ) ના મૂળ સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે.
ભરતનાટ્યમ પ્રાચીન સમયથી દક્ષિણ ભારતના મંદિરો અને દરબારોમાં વિકસ્યું છે. તે વ્યાપક રીતે આઠ માન્ય ભારતીય શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપોમાંનું એક છે અને તે દક્ષિણ ભારતીય ધાર્મિક વિષયો, આધ્યાત્મિક વિચારો અને ખાસ કરીને શૈવવાદ, વૈષ્ણવ અને શક્તિવાદ, સામૂહિક રીતે હિંદુ ધર્મને વ્યક્ત કરે છે.
આ પણ વાંચો:
ખંભાળિયામાં યુવકે બે સગીબહેનો પર દુષ્કર્મ આચર્યુ, હમચચાવી નાખતી ઘટના
આ તાલીમમાં ભરતનાટ્યમનો પરિચય, શાસ્ત્રીય નૃત્ય, નૃત્ય કળા (પદમ), નૃત્ય (Dance) કળા દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પદ્ધતિ વિશેની વાર્તા, વિવિધ મુદ્રાઓ (ભારતીય નૃત્યમાં હાથના હાવભાવનો ઉપયોગ થાય છે), અભિનય (વાર્તા કહેવાની કળા), રસ સિદ્ધાંત (નવ લાગણીઓ) અને આ લાગણીઓ આપણા જીવનમાં કેવી રીતે જોડાયેલી છે, વગેરે જેવા વિષયો વિશે વિસ્તારથી શીખવવામાં આવશે.
આ પણ વાંચો:
આ ઉનાળામાં કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી
આ કોર્સની તાલીમ (Training) જુદા જુદા સમયે શરૂ કરવામાં આવી છે. તેમજ આ કોર્સની ફી રૂપિયા 1200 રાખવામાં આવી છે. જેનો સમયગાળો 2 અઠવાડિયાનો રહેશે. જેમાં દરરોજ 1 કલાકના એવા 12 સત્રો રહેશે. આ સત્રોમાં થિયરી (Theory) અને પ્રેક્ટિકલ (Practical) એમ બંને પ્રકારની સાથે તાલીમ આપવામાં આવશે.
આ કોર્સની વયમર્યાદા ઓછામાં ઓછી 7 વર્ષ કે તેથી વધુ વય ધરાવતી વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે. આ કોર્સના તાલીમાર્થીઓની સંખ્યા 15 ઉમેદવારની રહેશે. તથા આની તાલીમ ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટી, ચાંદખેડા, અમદાવાદ ખાતેથી મેળવવાની રહેશે. આ તાલીમના અંતે સફળ ઉમેદવારને સર્ટિફિકેટ (Certificate) પણ આપવામાં આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
