Woman In Cave 500 Days:
તમને એક જગ્યાએ એક, બે, પચાસ નહિ પરંતુ 500 દિવસ માટે પુરી દેવામાં આવે તો તમારી હાલત શું થાય ? અને એ 500 દિવસ પછી બહાર આવીને તમે દુનિયાને કઈ રીતે જોઈ શકો ? વિચિત્ર લાગે ને? પરંતુ આવું ખરેખર બન્યું છે. એક મહિલા ગુફામાં 500 દિવસ રહ્યા બાદ હવે બહાર આવી છે. દુનિયા કોરોના મહામારીનો સામનો કરી રહી હતી ત્યારે ગુફામાં ગયેલી આ મહિલાને એલિઝાબેથ ક્વિનના નિધન કે રશિયાના યુદ્ધ અંગે ખબર નથી
ઘટના એમ છે કે સ્પેનમાં ગ્રેનાડામાં 20 નવેમ્બર 2021ના રોજ આ મહિલા ગુફામાં ગઈ હતી. અંદાજે 500 દિવસ તે ગુફામાં રહીને બહાર આવી છે. એક્સ્ટ્રીમ એથ્લેટ બીટ્રિઝ ફ્લેમિની 20 નવેમ્બર, 2021ના રોજ ગુફામાં ગઈ હતી અને હવે બહાર નીકળવા પર તેમને પૂછવામાં આવ્યું કે તમે શું અનુભવો છો તો તેણીએ કહ્યું કે હું હજુ પણ 21 નવેમ્બર, 2021માં જ અટવાયેલી છું. હું દુનિયા વિશે કંઈ જાણતી જ નથી.
48 વર્ષની બીટ્રિઝે 70 મીટર ઉંડી ગુફાની અંદર જ પોતાના બે જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમની સપોર્ટ ટીમ અનુસાર બીટ્રિઝે પોતાનો મોટાભાગનો સમય વ્યાયામ, ચિત્ર દોરવા અને વૂલન કેપ્સ ગૂંથવામાં પસાર કર્યો હતો. આ સમયગાળા દરમિયાન તેણે 1000 લિટર પાણી પીધું છે અને 60 પુસ્તકો વાંચ્યા છે પરંતુ તમને હજી એ જ પ્રશ્ન હશે કે તે ગુફામાં શા માટે ગઈ હતી ?
આ પણ વાંચો:
DOWN SYNDROME: ગુજરાતનાં જાણીતા કમાભાઈને કઈ બીમારી છે? આ રોગ કઈ રીતે થાય? બચવા માટે શું કરી શકાય?
કેમ ગુફામાં રહી મહિલા ?
વાસ્તવમાં તે સાયન્સના એક પ્રયોગ માટે ગુફાની અંદર રહેતી હતી. માનવીય શરીરના સમય અને મનને સમજવા માટે આ એક પ્રયોગ કરવામાં આવ્યો હતો. ગુફાઓનો અભ્યાસ કરતા મનોવૈજ્ઞાનિકો, સંશોધકો અને સ્પેલિઓલોજિસ્ટ્સ દ્વારા બીટ્રિસ પર નજર રાખવામાં આવી રહી હતી. જોકે તેમાંથી કોઈએ તેનો સંપર્ક કર્યો ન હતો અને બીટ્રિઝે લગભગ દોઢ વર્ષ કોઈની સાથે બોલ્યા વિના જ ગુફામાં વિતાવ્યા હતા. જોકે શુક્રવારે 500 દિવસે બહાર આવીને બીટ્રિઝ ખુશ હતી. તેણે પોતાની ટીમના સભ્યોને હસતા-હસતા ગળે લગાવ્યા અને કહ્યું, ‘આ મારા જીવવનો અદ્દભુત સમય હતો. હું ખૂબ જ શાંત રહી હતી. મેં કોઈની સાથે વાત કરી નથી પરંતુ હું મારી સાથે જ વાત કરતી રહેતી હતી.
કેવો રહ્યો બીટ્રિઝનો અનુભવ ?
અનુભવ વિશે પૂછવામાં આવતા તો તેણીએ જવાબ આપવાની જ ના પાડી કે ના પહેલા મને સ્નાન કરી લેવા દો પછી વાત કરીશ. બાદમાં બીટ્રિઝે કહ્યું કે બે મહિના પછી તો મારો એવો કપરો સમય આવી ગતો હતો કે હું સમયની જ નોંધ રાખવાનું ભૂલી ગઈ હતી. મને લાગ્યું કે હું 160-170 દિવસ જ ગુફામાં રહી છું.
ગુફામાં આટલા ઉંડે એકલા રહેતા એક સમયે એવી પરિસ્થિતિ આવી ગઈ કે મને વિચિત્ર અવાજો સંભળાતા હતા. આજકાલના માણસનું મન વધુ પડતું શાંત રહે તો મન જ આવા અવાજો કરવા લાગે છે, સાંભળવા લાગે છે. ગુફાના 500 દિવસોમાંથી સૌથી મુશ્કેલ સમય વિશે તેમણે કહ્યું કે એકવાર ગુફામાં કીડા આવ્યા અને મારે તેમની સાથે જ રહેવું પડ્યું હતુ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
