’19 એપ્રિલની રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે હું ટેન્કર લઈને રામબન પહોંચ્યો હતો. ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો હતો. વરસાદ બંધ ન થતાં ટેન્કરને સાઇડમાં રોકી દીધું. આગળ-પાછળ જામ લાગ્યો હતો. એટલે હું ગાડીમાં જ સૂઈ ગયો. સવાર થતાં સુધીમાં આખું ટેન્કર કાટમાળમાં દબાઈ ગયું. હું એમાં જ ફસાઈ ગયો. બહાર નીકળવાનો કોઈ રસ્તો ન હતો. ડ્રાઇવિંગ સીટ પાસે એક નાની બારી હોય છે. એને તોડીને બહાર નીકળ્યો.’ સુદર્શન જે ટેન્કરથી જમ્મુના રામબન આવ્યા હતા, તે કાટમાળમાં દબાયેલું છે. સુદર્શન એને છોડીને જઈ શકતા નથી, એટલે ત્રણ દિવસથી અહીં જ ફસાયેલા છે. રામબનમાં 19 એપ્રિલે ભારે વરસાદ બાદ ત્રણ જગ્યાએ ભૂસ્ખલન થયું. એનો કાટમાળ 10 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. સૌથી વધુ નુકસાન કરોલમાં થયું છે. અહીં દુકાનોમાં કાટમાળ ભરાઈ ગયો છે. લોકો કહે છે કે રામબનમાં પહેલા પણ ભારે વરસાદ થતો રહ્યો છે, પરંતુ આવી દુર્ઘટના પહેલી વાર થઈ છે. હજુ કાટમાળ નીચે કેટલી ગાડીઓ ફસાયેલી છે, કેટલા લોકો ફસાયેલા છે, કંઈ ખબર નથી ભાસ્કરની ટીમ રામબનમાં ભૂસ્ખલન વાળી જગ્યાએ પહોંચી. અમે જમ્મુના રસ્તે કરોલ પહોંચ્યા. અહીં સામાન્ય લોકો ઉપરાંત ભૂસ્ખલનના કારણો અંગે નિષ્ણાતો સાથે વાત કરી. આમાં બે બાબતો સમજાઈ: 1. લોકો મુજબ, ભૂસ્ખલન વાળી જગ્યાએ પહેલાં પાણી અને કાટમાળ નીકળવા માટે મોટી ગટર હતી. અહીં હાઈવેનું કામ શરૂ થયું ત્યારે તેને બ્લોક કરી દેવામાં આવી. પહાડી તરફથી કાટમાળ આવવા માટે 25થી 30 ફૂટ પહોળી જગ્યા હતી. હાઈવે પર પુલિયા બનાવીને તેને માત્ર 2થી 4 ફૂટની કરી દેવામાં આવી. આના કારણે પાણી સાથે આવેલો કાટમાળ મુખ્ય રસ્તા પાસે આવીને અટકી ગયો. આગળ રસ્તો ન હોવાથી ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયો. 2. જમ્મુ-કાશ્મીરના તમામ 20 જિલ્લાઓમાં રામબન ભૂસ્ખલનની દ્રષ્ટિએ સૌથી વધુ જોખમી કેટેગરીમાં છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાએ 2020માં આ વિસ્તારમાં સર્વે કર્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું કે મારુબથી રામબનનો વિસ્તાર સૌથી વધુ સંવેદનશીલ છે. હવે 5 વર્ષ બાદ આ જ જગ્યાએ ભૂસ્ખલન થયું છે, જેમાં ત્રણ લોકોના મોત થયા. લગભગ 250 ઘર તૂટી ગયા. દુકાનોમાં ઘૂસ્યો કાટમાળ, સ્થિતિ સુધારતા 2થી 3 મહિના લાગશે
કાર્તિકેયની રામબનના મુખ્ય હાઈવે પર હાર્ડવેરની દુકાન છે. દુકાનમાં પહાડો પરથી આવેલો કાટમાળ ભરાયેલો છે. કાર્તિકેય જણાવે છે કે ફરીથી દુકાન શરૂ કરતા 2થી 3 મહિના લાગી શકે છે. કાર્તિકેય કહે છે, ‘આ સંપૂર્ણ ભૂલ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓની છે. જો તેઓ પાણી નીકળવા માટે રસ્તો છોડી દેત તો આ સમસ્યા ન થાત. હું માનું છું કે આ કુદરતી આપત્તિ છે, પરંતુ આટલું મોટું નુકસાન હાઈવે ઓથોરિટીના કારણે થયું છે.’ ‘કાટમાળમાં ફસાયેલું ટેન્કર, પૈસા-ફોન એમાં જ, કોઈએ ખાવા માટે પણ નથી પૂછ્યું’
કરોલમાં ભૂસ્ખલનના કારણે હાઈવે બંધ થઈ ગયો. દરેક તરફ કાટમાળ જ કાટમાળ હતો. આ કાટમાળમાં એક ટેન્કર ફસાયેલું દેખાયું. તેના ડ્રાઈવર સુદર્શન કહે છે, ‘હું જમ્મુથી ટેન્કર લઈને શ્રીનગર જઈ રહ્યો હતો. તે દિવસથી અત્યાર સુધી ફસાયેલો છું. મારી પાછળ કેટલી ગાડીઓ હતી, તે ખબર નથી. રવિવાર સવારથી બધા ફસાયેલા છે. કોઈ મદદ નથી કરી રહ્યું. પ્રશાસને ખાવા-પીવા માટે પણ નથી પૂછ્યું. હું સૂઈ પણ નથી શકતો. મારા પૈસા, ફોન બધું ટેન્કરની અંદર જ છે.’ સુદર્શન સાથે એક બીજા ટેન્કર ડ્રાઈવર કૃષ્ણા મળ્યા. તેઓ કહે છે, ‘સુદર્શનના ટેન્કરથી આગળ મારું ટેન્કર હતું. મારું ટેન્કર બચી ગયું. વારંવાર હવામાન ખરાબ થઈ રહ્યું છે. એટલે મુશ્કેલી થઈ રહી છે. આખો રસ્તો બંધ છે. આ કાટમાળ નીચે કોણ-કોણ દબાયું છે, કોઈ ગાડી દબાઈ છે કે નહીં, અત્યારે કહી નથી શકતા.’ અમે કરોલમાં કામ કરી રહેલા નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે વાત કરી. તેમની પાસેથી પૂછ્યું કે કાટમાળમાં કોઈ ગાડી કે માણસ તો નથી ફસાયા. કેમેરા પર આવ્યા વિના તેમણે જણાવ્યું કે અમને ખબર નથી. કોઈએ હજુ સુધી ફરિયાદ નથી કરી. અમે રસ્તો સાફ કરાવી રહ્યા છીએ. ટ્રક ડ્રાઈવરો બોલ્યા – ખરાબ હવામાનની ચેતવણી હતી, ટ્રાફિક પોલીસે કેમ ન રોક્યા
ટ્રક ડ્રાઈવર અમરીક સિંહ પણ ત્રણ દિવસથી રસ્તામાં ફસાયેલા છે. તેઓ જણાવે છે, ‘હું ટ્રક લઈને જમ્મુથી બનહાલ જઈ રહ્યો હતો. 19 એપ્રિલની રાત્રે 8 વાગ્યે વરસાદના કારણે રોકાઈ ગયો. અહીં 3-4 ગાડીઓ હતી. રાત્રે અઢી વાગ્યે ભૂસ્ખલન થયું. આમાં ટ્રાફિક પોલીસની પણ બેદરકારી છે. એટલો વરસાદ પડી રહ્યો હતો. તે જ સમયે બંને તરફનો ટ્રાફિક રોકવો જોઈતો હતો.’ ‘બધાને ખબર છે કે રામબનમાં અવારનવાર આવી દુર્ઘટનાઓ થાય છે. તમે જુઓ જમ્મુથી આવતા રસ્તાઓ પર સેંકડો ટ્રક ઊભા છે. અહીંથી નીકળતા હજુ પણ 3-4 દિવસ લાગી શકે છે.’ ‘વરસાદ પહેલા પણ થયો, પરંતુ આવી દુર્ઘટના આ વખતે જ જોઈ’
રામબનના રહેવાસી શકીલ અહમદ જણાવે છે, ‘સવારે 5 વાગ્યાની આસપાસ ભૂસ્ખલનની જાણ થઈ. આ પહેલા કલાકો સુધી સતત વરસાદ પડ્યો હતો. અહીં તો માત્ર રોડ બંધ થયો. થોડું આગળ તો લોકોના જીવ ગયા છે. 30-35 ઘર તણાઈ ગયા. 20 એપ્રિલથી કાટમાળ હટાવવાનું કામ ચાલી રહ્યું છે. અહીં વરસાદ થતો રહે છે, પરંતુ પહેલી વાર આટલી મોટી દુર્ઘટના જોઈ છે.’ લોકો રેસ્ટોરન્ટ-હોટલમાં ફસાયા, કાટમાળમાંથી બે કાર નીકળી
કરોલ વિસ્તારથી આગળ પણ બે જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. પહેલો વિસ્તાર કરોલથી લગભગ 4-5 કિમી દૂર છે. અહીં હાઈવે પર રેસ્ટોરન્ટ અને દુકાનો હતી. તેમની અંદર કાટમાળ ભરાઈ ગયો છે. વીજળીના થાંભલા તૂટી ગયા છે. એક રેસ્ટોરન્ટની સામે કાટમાળ હટાવવામાં આવી રહ્યો હતો. ત્યારે કાટમાળમાંથી બે કાર નીકળી. અમે રેસ્ટોરન્ટના માલિક ગિરિ સાથે વાત કરી. તેઓ જણાવે છે, ’19 એપ્રિલે આખી રાત વરસાદ પડ્યો. સવારે લગભગ 4 વાગ્યે અચાનક કાટમાળ આવવાનું શરૂ થયું. માત્ર 15-20 મિનિટમાં આટલો કાટમાળ આવી ગયો. તે સમયે રેસ્ટોરન્ટમાં સ્ટાફના 15 લોકો અને 20-25 મહેમાનો હતા. બધા સુરક્ષિત છે.’ ગિરિ આગળ કહે છે, ‘આ બધું નેશનલ હાઈવે પ્રોજેક્ટના કારણે થયું છે. પહાડની તરફથી 6 મીટરનો ગેપ છે. આગળ માત્ર 2થી 3 મીટરનો જ રસ્તો છે. ત્યાં પણ દીવાલ ઊંચી કરી દીધી. માત્ર પાણી નીકળવા માટે જગ્યા છોડવામાં આવી. આથી ત્યાં કાટમાળ બ્લોક થઈ ગયો અને ચારે તરફ ફેલાઈ ગયો. ‘જો આ રસ્તો બ્લોક ન થયો હોત, તો પહાડથી આવેલો કાટમાળ સીધો નીચે જતો રહેત. અમે જાતે 20-30 મજૂરો લગાવીને સફાઈ કરાવી રહ્યા છીએ.’ અહીં સરકારે પ્રોટેક્શન વૉલ બનાવવી જોઈએ જેથી પહાડોથી કાટમાળ આવે તો કોઈ ઘર કે દુકાનને નુકસાન ન થાય. આ આપત્તિથી મને 80 લાખથી 1 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.’ અહીં દુકાન ચલાવતા તીરથ સિંહ કહે છે, ‘અમારો પરિવાર દુકાનોથી જ ચાલે છે. હવે કાટમાળ હટાવતા 3-4 દિવસ લાગશે. તેના 2-3 મહિનામાં દુકાનો ખૂલી શકશે.’ NHAIના અધિકારી બોલ્યા – તીવ્ર વરસાદથી આપત્તિ આવી, અમારી ભૂલ નથી
લોકોના આરોપો પર અમે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે NHAIના પ્રોજેક્ટ ડાયરેક્ટર પુરુષોત્તમ કુમાર સાથે વાત કરી. તેઓ જણાવે છે, ‘કુલ 10 કિમી વિસ્તારમાં ભૂસ્ખલન થયું છે. તેની અસર કરોલથી મરોબ વિસ્તાર સુધી છે. અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે રસ્તો ખૂલી જાય. મુશ્કેલી એ છે કે કાટમાળને કોઈપણ જગ્યાએ નાખી શકતા નથી. તેના માટે યોગ્ય જગ્યા જોઈ રહ્યા છીએ. 4થી 5 દિવસમાં કાટમાળ હટાવીને રસ્તો શરૂ કરી દઈશું.’ કાટમાળમાં કોઈ ફસાયું તો નથી? આ સવાલ પર પુરુષોત્તમ કહે છે, ‘અમને હજુ સુધી કોઈના ફસાયા હોવાની જાણકારી મળી નથી. જો કોઈ ગાડી ફસાઈ હોત, તો તેની પાછળવાળાઓ પાસેથી માહિતી મળી જાત. હાલ તો કોઈએ માહિતી આપી નથી.’ લોકો કહી રહ્યા છે કે હાઈવેના કામના કારણે કાટમાળ નીકળવાની જગ્યા નથી રહી, શું ખરેખર આવું છે? પુરુષોત્તમ કુમાર જવાબ આપે છે, ‘એવું નથી. લોકોને ગેરસમજ થઈ છે. આનું પૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ આપત્તિ પાછળ વાદળ ફાટવાનું કારણ છે.’ થોડા કલાકોમાં જ મુશળધાર વરસાદ થવાથી પહાડો પરથી કાટમાળ એક સાથે આવી ગયો. તમે જોઈ શકો છો કે કેટલે દૂર સુધી કાટમાળ ફેલાયેલો છે. રામબન પહેલેથી સંવેદનશીલ વિસ્તાર છે. સતત કલાકો સુધી તીવ્ર વરસાદ થવાથી આ બધું થયું છે. જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનથી 30 વર્ષમાં 1 હજાર મૃત્યુ, સૌથી વધુ જોખમ રામબનમાં
રામબનમાં જ આટલી મોટી દુર્ઘટના કેમ થઈ, તેનું કારણ સમજવા માટે અમે જિયોલોજિસ્ટ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇડ્રોલોજીના વૈજ્ઞાનિક રિયાઝ અહમદ મીર સાથે વાત કરી. રિયાઝે જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલનની દ્રષ્ટિએ સૌથી સંવેદનશીલ વિસ્તાર પર સંશોધન અહેવાલ તૈયાર કર્યો છે. અહેવાલ મુજબ, સૌથી વધુ સંવેદનશીલ અને જોખમી વિસ્તાર રામબન જ છે. 1990થી 2020 સુધીના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ભૂસ્ખલનથી જમ્મુ-કાશ્મીરમાં લગભગ 1 હજાર મૃત્યુ થયા છે. 267 લોકો ઘાયલ થયા છે. અહેવાલમાં લખ્યું છે કે જમ્મુ-કાશ્મીરના 20 જિલ્લામાંથી 16માં ભૂસ્ખલનનું જોખમ છે. રસ્તાઓ પહોળા કરવા અને ટનલ બનાવવાના કારણે પહાડોના ઢોળાવો નબળા પડી ગયા છે. રામબન સૌથી વધુ જોખમી કેટેગરીમાં છે. રામબન અને તેની આસપાસના વિસ્તારમાં ઘણું બાંધકામ થયું છે. બિલ્ડિંગ અને 4 લેન હાઈવે બન્યા છે. રેલવે ટનલ બની છે. આથી અહીં કાટમાળ પડવા અને ખડકો ખસવાનું સૌથી વધુ જોખમ છે. રામબનમાં 10 કિમી વિસ્તારમાં સૌથી વધુ જોખમ
રિયાઝ અહમદ મીર જણાવે છે, ‘જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા માટે 2020માં અમે આ વિસ્તારનો સર્વે કર્યો હતો. અભ્યાસમાં જાણવા મળ્યું કે મારુબથી રામબન સુધીનો વિસ્તાર ભૂસ્ખલનના જોખમની દ્રષ્ટિએ સૌથી વધુ સંવેદનશીલ છે.’ અભ્યાસમાં પહેલેથી જ જણાવ્યું હતું કે આ વિસ્તાર લગભગ 10 કિમીનો છે. આ વિસ્તાર પહાડોના ફ્રેક્ચર ઝોનમાં આવે છે. અહીંના પહાડો ખૂબ નબળા છે. આથી વધુ વરસાદ થવાથી તૂટીને નીચે આવી ગયા. ‘અહીં વાદળ ફાટવા વિશે પહેલેથી અનુમાન લગાવવું મુશ્કેલ છે. જોકે હવામાન વિભાગે આખા વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપી હતી, પરંતુ આટલા વરસાદનો અંદાજ નહોતો. CM ઉમર અબ્દુલ્લાએ કહ્યું – નેશનલ હાઈવેના કામમાં ગરબડ
રામબન વિસ્તારના સેરી બાગનામાં 3 લોકોનાં મૃત્યુ થયાં છે. 100થી વધુ લોકોને બચાવવામાં આવ્યા. CM ઉમર અબ્દુલ્લાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે. તેમણે કહ્યું કે ‘લોકોએ ફરિયાદ કરી છે કે નેશનલ હાઈવેના કોન્ટ્રાક્ટરોએ કલવર્ટ (પુલિયા) બનાવવામાં ગરબડ કરી છે. આના કારણે જ નુકસાન વધુ થયું છે. અધિકારીઓએ જોવું પડશે કે તેમના ખોટા કામનો ખામિયાજો લોકોને ન ભોગવવો પડે. સુવિધા માટે બનેલો આ રસ્તો હવે નુકસાન પહોંચાડી રહ્યો છે.’ દરમિયાન, પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે આ કોઈ કુદરતી આપત્તિ નથી. જંગલોના આડેધડ કાપણી અને પર્વતો તોડવાને કારણે આવું બન્યું છે.