P24 News Gujarat

માધવને બ્રિટિશ આર્મીમાં ટ્રેનિંગ લીધી, ભારતીય સેનામાં કેમ જોડાયો નહીં?:બ્રાહ્મણ હોવાથી દર વર્ષે રક્ષાબંધને જનોઈ બદલે, 55ની ઉંમરે યુવતીઓ સાથે ફ્લર્ટ કરે?

ગયા અઠવાડિયે રિલીઝ થયેલી અક્ષય કુમાર તથા આર. માધવનની ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’ ચાહકોને ઘણી જ પસંદ આવી રહી છે. જલિયાંવાલા બાગ નરસંહાર પર આધારિત આ ફિલ્મમાં માધવન તથા અક્ષય કુમાર વકીલના રોલમાં છે અને કોર્ટરૂમ ડ્રામામાં માધવન ઘણા સીન્સમાં અક્ષય કુમારને હંફાવી દે છે. માધવને નાનપણમાં ક્યારેય બોલિવૂડ એક્ટર બનવા અંગે વિચાર્યું નહોતું. પરિવારની ઈચ્છા હતી કે માધવન ભણી-ગણીને ટાટા સ્ટીલમાં જૉબ કરે. ‘ફિલ્મી ફેમિલી’માં આજે આપણે વાત કરીશું માધવન પરિવારની. માધવને ટીવીમાં કામ કરવાની શરૂઆત કેમ કરી? દુબઈમાં માધવને કેમ બોટ ચલાવવાનું લાઇસન્સ લીધું? માધવન પત્ની સરિતાને કેવી રીતે મળ્યો? માધવનના પરિવારમાં કેમ માતાનો પગાર બચાવીને રાખવામાં આવતો? માધવન હવે દીકરાના નામથી ઓળખાવા લાગ્યો છે. માધવન 55 વર્ષની ઉંમરે પણ ફિટ કેવી રીતે રહે છે? ફિલ્મ માટે વજન વધાર્યું એ પછી જિમ ગયા વગર કેવી રીતે વજન ઘટાડ્યું? માધવનને આ ઉંમરે પણ યુવતીઓ લગ્ન માટે પ્રપોઝ કરે છે. બિહારના જમદેશપુર (હાલમાં ઝારખંડ)માં તમિળ બ્રાહ્મણ પરિવારમાં જૂન, 1970માં જન્મેલા માધવનના પિતા રંગનાથન ટાટા સ્ટીલમાં મેનેજમેન્ટ એક્ઝિક્યૂટિવ હતા. માતા સરોજા બેંક ઑફ ઇન્ડિયામાં મેનેજર હતાં. એ સમયે બિહારમાં બેંક ઑફ ઇન્ડિયામાં ચીફ મેનેજર તરીકે એક માત્ર મહિલા માધવનનાં માતા હતાં. પરિવારમાં બે સંતાન- માધવન તથા દીકરી દેવિકા. દેવિકા કુચિપુડી ડાન્સર છે અને તે જ કારણે પરિવારને એવું હતું કે દેવિકા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જશે અને માધવન ટેક્નિકલ ફિલ્ડમાં આગળ વધશે, પરંતુ ભગવાને કંઈક અલગ જ વિચારીને રાખ્યું હતું. ઘણાને આ વાત જાણીને નવાઈ લાગશે કે માધવનના ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિઓ સાથે જમશેદજી ટાટાનો પણ ફોટો મૂકવામાં આવ્યો છે. આટલું જ નહીં, ભગવાનની જેમ તેમને પણ હાર પહેરાવ્યો છે અને તેમની પણ પૂજા કરવામાં આવે છે. પિતાએ માતાનો પગાર વાપરવાની ચોખ્ખી ના પાડી
માધવને એક ઇન્ટરવ્યૂમાં પરિવારની વાત કરતાં કહ્યું હતું, ‘મારા ઘરમાં મમ્મી-પપ્પા બંનેનો પગાર લગભગ સરખો હતો અને બંને સારી પોસ્ટ પર હતાં. જોકે પપ્પાનો નિયમ હતો કે તે ઘરમાં ક્યારેય મમ્મીનો પગાર વાપરશે નહીં. આ જ કારણે અમે એ રીતે લૅવિશ ને લક્ઝુરિયસ લાઇફ જીવ્યા નહોતા. ઘરમાં પપ્પાના પગારમાંથી જ બધું પૂરું કરવાનું હતું. પપ્પા માનતા કે તે ઘરના મુખ્ય કમાનારી વ્યક્તિ છે તો તેમની જ કમાણીમાંથી ઘર ચાલવું જોઈએ. મમ્મીનો પગાર રિટાયરમેન્ટ બાદ તેઓ વાપરશે.’ કેનેડામાં ઘોડા પર સ્કૂલે જતો, બ્રિટિશ આર્મીમાં ટ્રેનિંગ લીધી
માધવને શરૂઆતનો અભ્યાસ જમશેદપુરની D.B.M.S. અંગ્રેજી સ્કૂલમાંથી કર્યો. નાનપણમાં માધવન IIT, IIMમાં અભ્યાસ કરીને ટાટા સ્ટીલમાં જૉબ કરવાનું સપનું જોતો હતો. એ વાત અલગ છે કે માધવનને બોર્ડ એક્ઝામમાં 58% જ આવ્યા. 1988માં માધવનને રોટરી ઇન્ટરનેશનલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ કોલ્હાપુરની રાજારામ કોલેજમાંથી સ્કોલરશિપ મળી અને તે એક વર્ષ કેનેડાના આલ્બર્ટામાં કલ્ચર એમ્બેસેડર તરીકે રહ્યો. ત્યાં માધવન ઘોડા પર સ્કૂલે જતો. એક વર્ષ બાદ માધવન કોલ્હાપુર પરત ફર્યો ને BSc ઇન ઇલેક્ટ્રોનિક્સ કર્યું. કોલેજકાળમાં માધવને મિલિટરી ટ્રેનિંગ લીધી હતી. 22 વર્ષની ઉંમરે માધવન મહારાષ્ટ્રની NCC કેડેટ્સને લીડ કરતો. આ જ કારણે તે અન્ય સાત NCC કેડેટ્સ સાથે ઇંગ્લેન્ડ પ્રવાસે ગયો હતો. આ દરમિયાન માધવનને બ્રિટિશ આર્મી રૉયલ નેવી તથા રૉયલ એરફોર્સમાં ટ્રેનિંગ લેવાની તક મળી. કટ ઑફ એજને કારણે આર્મીમાં જવાથી ચૂક્યો
માધવન દેશસેવા કરવા માગતો હતો અને તેથી જ તે ઇન્ડિયન આર્મીમાં કામ કરવા ઉત્સુક હતો. જ્યારે આર્મીના જોઇનિંગ પ્રોગ્રામની જાહેરાત થઈ ત્યારે માધવન કટ ઑફ એજ કરતાં છ મહિના મોટો હતો. આ જ કારણે તે આર્મીમાં જોડાઈ શક્યો નહીં. આર્મીમાં જોડાવાનું સપનું તૂટતાં માધવન કોલ્હાપુર પરત ફર્યો. માધવનને ખ્યાલ આવ્યો કે તે પબ્લિક સ્પિકિંગ ને પર્સનાલિટી ડેવલપ્મેન્ટના ક્લાસ ચલાવી શકે છે. આ જ કારણે શરૂઆતમાં માધવને ધાબે ક્લાસ શરૂ કર્યા. ટીચિંગ જૉબમાં માધવનને મજા આવવા લાગી અને માધવનને ખ્યાલ નહોતો કે આ ક્લાસ થોડા સમયમાં જ આટલા ફેમસ થશે અને તેને પૈસા પણ મળવા લાગશે. આ જ કારણે પછી તેને લાગ્યું કે તેણે મુંબઈ જઈને આ જ ફિલ્ડમાં આગળ ભણવું જોઈએ તો તેણે મુંબઈની કિશનચંદ છેલારામ કોલેજમાંથી પબ્લિક સ્પિકિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. આ દરમિયાન માધવને પબ્લિક સ્પિકિંગની ઇન્ડિયન ચેમ્પિયનશિપ જીતી. 1992માં માધવનને જાપાનમાં યોજાયેલા યંગ બિઝનેસમેન કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. મુંબઈમાં વિદ્યાર્થીએ ઝડપથી પૈસા કમાવાની ટ્રિક બતાવી
મુંબઈમાં માધવનને તેના જ એક સ્ટૂડન્ટે એવું કહ્યું કે તે દેખાવમાં હેન્ડસમ છે તો કેમ કોઈ એડ એજન્સીને ફોટા નથી મોકલાવતો? મોડલ તરીકે ઝડપથી પૈસા મળશે. માધવને વિદ્યાર્થીની વાત માનીને વિચાર્યું કે તેની પાસે ઝડપથી પૈસા આવશે તો તે મુંબઈમાં ઑફિસ ખરીદી શકશે. આ જ કારણે તેને એડ એજન્સીના કેટલાક લોકોને મેઇલ કરીને ફોટો મોકલ્યા. આ દરમિયાન તેને ટીવી જાહેરાતમાં મળતી થઈ અને તેણે ઝીની પહેલી સિરિયલ ‘યુલ લવ સ્ટોરી’માં ચાર વર્ષ કામ કર્યું. આ ઉપરાંત માધવન ટીવી સિરિયલ ‘બનેગી અપની બાત’, ‘સાયા’, ‘ઘર જમાઈ’, ‘સી હૉક્સ’માં જોવા મળ્યો અને તે ઘેર-ઘેર લોકપ્રિય થયો. જાહેરાતના શૂટિંગ દરમિયાન માધવનની ઓળખાણ કેમેરામેન સંતોષ સિવાન સાથે થઈ. અંગ્રેજી ફિલ્મમાં પણ કામ કર્યું
માધવને હિંદી ફિલ્મ ‘ઇસ રાત કી સુબહ નહીં’ના ગીત ‘ચુપ તુમ રહો…’માં કેમિયો કર્યો હતો. ત્યાર બાદ 1997માં અંગ્રેજી ફિલ્મ ‘ઇન્ફર્નો’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું. 1998માં કન્નડ ફિલ્મ ‘શાંતિ શાંતિ શાંતિ’ કરી. માધવન સાઉથની અલગ-અલગ ભાષામાં નાના-મોટા રોલ પ્લે કરતો અને આ દરમિયાન કેમેરામેન સંતોષે જ ડિરેક્ટર મણિ રત્નમને માધવનના નામની ભલામણ કરતા વર્ષ 2000માં એક્ટરને પહેલી તમિળ ફિલ્મ ‘અલાઈપાયુથે’ મળી. 2001માં માધવનની તમિળ ફિલ્મ ‘મિન્નલે’ આવી. માધવન સાઉથમાં રોમેન્ટિક હીરો તરીકે છવાઈ ગયો. તમિળ ફિલ્મ ‘રન’થી એક્શન હીરો તરીકે જોવા મળ્યો. ‘એક લડકી દેખી બિલકુલ બિજલી કી તરહ, એક ચમક ઔર મૈં અપના દિલ ખો બેઠા…બસ અબ એક હી તમન્ના હૈ…રહના હૈ ઉસકે દિલ મેં…’ હિંદી ફિલ્મ ‘રહના હૈ તેરે દિલ મેં’માં આ ડાયલૉગ બોલીને માધવન છવાઈ ગયો. 2001માં આ ફિલ્મથી એક્ટરે બોલિવૂડ ડેબ્યૂ કર્યું. ફિલ્મમાં માધવનને માધવ (મેડી)નો રોલ પ્લે કર્યો. રોમેન્ટિક ઇમેજમાં માધવન યુવા વર્ગમાં ‘મેડી’ના નામથી લોકપ્રિય થયો. માધવને સાઉથ સિનેમાને બદલે બોલિવૂડમાં કામ વધુ કર્યું. ‘ગુરુ’નો પત્રકાર શ્યામ સક્સેના હોય, ‘મુંબઈ મેરી જાન’નો નિખિલ હોય કે પછી ‘રંગ દે બસંતી’નો ફ્લાઇટ લેફ્ટનન્ટ અજય સિંહ રાઠોડ કે ‘3 ઇડિયટ્સ’નો ફરહાન…માધવન તમામ રોલમાં છવાયો. ‘3 ઇડિયટ્સ’ બાદ માધવનનું નસીબ ખૂલી ગયું. માધવનની એક પછી એક ફિલ્મો હિટ થઈ અને બોલિવૂડમાં માધવને અલગ ઓળખ ઊભી કરી. ‘રોકેટરીઃ ધ નામ્બી ઇફેક્ટ’ માટે વજન વધાર્યું
માધવને ફિલ્મ ‘રોકેટરીઃ ધ નામ્બિયાર ઇફેક્ટ’ માટે વજન વધાર્યું હતું. 52ની ઉંમરે માધવને હાર્ડ વર્કઆઉટ કરવાને બદલે માત્ર ડાયટ ને વૉકથી વધારાનું વજન ઉતાર્યું હતું. માધવને વેઇટ લોસ જર્ની અંગે વાત કરતા જણાવ્યું હતું, ‘હું જમતી વખતે એક કોળિયો 45-60વાર ચાવીને જમું છું. હું સાંજે પોણા સાતે જમી લઉં છું અને પછી કંઈ જ લેતો નથી. સૂતા પહેલાંની 90 મિનિટ સુધી મોબાઇલ કે ટીવી જોતો નથી. આખો દિવસ પુષ્કળ પ્રવાહી લઉં છું. ગ્રીન વેજિટેબલ્સની માત્રા વધારે હોય છે. વહેલી સવારે કલાકથી પણ વધુ વૉક કરું છું.’ એક્ટર કારનો શોખીન
માધવન પણ અન્ય સ્ટાર્સની જેમ લક્ઝુરિયસ ગાડીઓનો શોખીન છે. માધવન પાસે રેન્જ રોવર, મર્સિડીઝ બેન્ઝ જેવી કાર છે. આ ઉપરાંત માધવનને બાઇક ચલાવવી પણ એટલી જ ગમે છે તો તેની પાસે યામાહા V મેક્સ, BMW 1600 GTL તથા ડુકાટી ડાયવેલ બાઇક છે. ફિલ્મી છે માધવનની લવસ્ટોરી
બોલિવૂડમાંથી ઘણા ઓછા એવા સ્ટાર્સ છે, જેમનું નામ ક્યારેય અન્ય કોઈ એક્ટ્રેસ સાથે ના જોડાયું હોય અને તેમાંથી એક માધવન છે. માધવનના પબ્લિક સ્પીકિંગ ક્લાસમાં સરિતા પોતાની કઝિન સાથે સ્ટુડન્ટ તરીકે આવતી. આ રીતે પહેલી જ વાર બંનેની મુલાકાત થઈ. આ દરમિયાન માધવનને ક્યારેય સરિતા માટે કોઈ લાગણી થઈ નહોતી. સરિતાને આ ક્લાસ કર્યા બાદ એરહોસ્ટેસની નોકરી મળી. સરિતા એમ જ માને છે કે માધવનને કારણે જ તે પોતાનું સપનું પૂરું કરી શકી અને તેને નોકરી મળી. સરિતાએ પોતાના સર માધવનને થેન્ક યુ કહ્યું ને ડિનર માટે ઇન્વાઇટ કર્યા. થોડા દિવસ બાદ બંને ફરી એકવાર ડિનર માટે ગયાં. આ દરમિયાન માધવને સરિતાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બંનેએ આઠ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં ને 1999માં તમિળ વિધિથી લગ્ન કર્યાં. માધવન માટે પત્ની શુકનિયાળ સાબિત થઈ. લગ્ન બાદ માધવનની ફિલ્મી કરિયરની ગાડી ચાલવા લાગી. માધવન ને સરિતા ઓગસ્ટ, 2005માં દીકરા વેદાંતનાં પેરેન્ટ્સ બન્યાં. બંનેએ વેદાંતને લાઇમલાઇટથી દૂર રાખવાનું નક્કી કર્યું. જોકે, મોરનાં ઈંડાં ચિતરવા ના પડે તે રીતે વેદાંતે પિતાની જેમ જ નાની ઉંમરે પોતાની અલગ ઓળખ બનાવી. માધવનને 18 વર્ષની યુવતીએ વેડિંગ પ્રપોઝલ મોકલી
માધવન યુવતીઓમાં ખાસ્સો લોકપ્રિય છે. આ જ કારણે માધવનને અવાર-નવાર લગ્નની પ્રપોઝલ મળતી રહે છે. 49 વર્ષની ઉંમરે માધવનને 18 વર્ષની યુવતીએ લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. માધવને એ સમયે જવાબ આપ્યો હતો કે તમને બીજી કોઈ સારી વ્યક્તિ મળી જશે. 55 વર્ષીય માધવન યુવતીઓ સાથે ફ્લર્ટ કરે છે?
થોડા સમય પહેલાં જ ચર્ચા હતી કે માધવન યુવતીઓ સાથે સો.મીડિયા ચેટમાં ફ્લર્ટિંગ કરે છે. આ અંગે માધવને વાત કરતાં કહ્યું હતું, ‘હું એક્ટર છું અને મને સોશિયલ મીડિયામાં ઢગલો મેસેજ આવતા હોય છે. થોડા સમય પહેલાં જ એક યુવતીએ મેસેજમાં કહ્યું હતું કે તેણે મારી ફિલ્મ જોઈ અને તેને બહુ જ ગમી. હું તેને પ્રેરણા આપું છું. ત્યારબાદ તેણે હાર્ટ ને કિસની ઢગલો ઇમોજી મૂકી હતી. ચાહકો આવું કરતા હોય છે અને આ બાબત ઘણી જ સામાન્ય છે. હું હંમેશાં થેંક્યૂ, વેરી કાઇન્ડ ઑફ યુ, ગોડ બ્લેસ યુ… જેવો રિપ્લાય આપતો હોઉં છું ને આ જ રીતે તેને રિપ્લાય આપ્યો. હવે તે યુવતીએ આ મેસેજનો સ્ક્રીનશોટ સો.મીડિયામાં વાઇરલ કર્યો. લોકોએ મેસેજ ના જોયો, પરંતુ એમ જ વિચાર્યું કે માધવનને હાર્ટ ને કિસની ઇમોજી ગમે છે. માધવન યુવતીઓ આ બધું લખીને મોકલાવે તો જ રિપ્લાય આપે છે. મારા માટે આ વાત નાની છે, પરંતુ ચાહકો માત્ર ને માત્ર કિસ ને હાર્ટ જુએ છે. મને ડર લાગે છે કે ચાહકો આ રીત રિએક્ટ કરે તો કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકે છે.’ સ્વિમિંગની પ્રેક્ટિસ બંધ થતાં દુબઈની સ્કૂલમાં એડમિશન લીધું
માધવનના દીકરા વેદાંતની વાત કરીએ તો, તે સ્કૂલિંગ દરમિયાન જ્યોર્જિયો સ્પોર્ટ્સ ક્લબમાં સ્વિમિંગ શીખવા જોડાયો. ત્યારબાદ 2017માં ગ્લેન્માર્ક એક્વાટિક ફાઉન્ડેશનમાં ગયો અને નેશનલ લેવલની સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લેવા લાગ્યો. 2018માં માધવને સ્વિમિંગની પહેલી ઇન્ટરનેશનલ સ્પર્ધા થાઇલેન્ડ ઓપનમાં ભાગ લીધો અને બ્રોન્ઝ મેડલ જીત્યો. કોરોના ટાઇમમાં ભારતમાં તમામ સ્વિમિંગ પૂલ બંધ કરી દેવામાં આવ્યા હતા. વેદાંત ઇન્ટરનેશનલ સ્વિમર તરીકે આગળ વધવા માગે છે અને જો તે પ્રેક્ટિસ કરવાનું બંધ કરી દે તો તેની કરિયર ત્યાં જ પૂરી થઈ જાય. આ જ સમયે જર્મની, ફ્રાન્સ તથા દુબઈ જેવા દેશોએ સ્વિમિંગ પૂલ ચાલુ રાખ્યા હતા અને ટ્રેનિંગની ઑફર આપી હતી. વેદાંત માટે આ જરૂરી હતું અને તે જ કારણે વેદાંતે દુબઈની યુનિવર્સલ અમેરિકન સ્કૂલમાં એડમિશન લીધું અને દુબઈની એક્વાટિક એન્ડ ફિટનેસ એકેડેમી જોઇન કરી. ત્યાં વેદાંતે ઓલમ્પિક સ્વિમર સાજન પ્રકાશ પાસેથી ટ્રેઇનિંગ લીધી. આ ઉપરાંત વેદાંત ઇન્ડિયન ઓલમ્પિક સ્વિમિંગ ટીમ પાસેથી પણ ટ્રેનિંગ લેતો. 2019માં એશિયન એજ ગ્રૂપ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. વેદાંતે ઇન્ટરનેશનલ લેવલની અલગ-અલગ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર-બ્રોન્ઝ મેડલ જીત્યા છે. 2023માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં વેદાંતે 5 ગોલ્ડ ને 2 સિલ્વર એમ થઈને 7 મેડલ જીત્યા. સ્કૂલિંગ બાદ વેદાંતે વર્જિનિયા ટેક કોલેજમાં એડમિશન લીધું. માધવન પાસે યૉટ ચલાવવાનું લાઇસન્સ પણ છે
દુબઈમાં દીકરો આખો દિવસ સ્વિમિંગની પ્રેક્ટિસ કરે ત્યારે માધવન મોટાભાગે ગોલ્ફ, મોટરસાયકલિંગ ને યૉટમાં સમય પસાર કરતો. બહુ ઓછા ચાહકોને ખ્યાલ હશે કે દુબઈમાં માધવનની પોતાની બોટ છે. માધવને બોટ ચલાવવા માટે થિયોરેટિકલ તથા પ્રેક્ટિકલ એમ બંને એક્ઝામ આપી છે. માધવન માને છે કે દરિયામાં બોટ ચલાવવી ઘણી જ સહેલી છે, પરંતુ જ્યારે ડૉક પર બોટ મૂકવાની હોય તે ઘણું જ અઘરું છે. ડૉકિંગ પર બોટ અન્ય બોટ સાથે અથડાય નહીં તે રીતે મૂકવી એક પડકાર છે. માધવન તમિળ બ્રાહ્મણ હોવાથી રીત-રિવાજો માને છે
માધવન તમિળ બ્રાહ્મણ હોવાને કારણે તમામ રીત રિવાજો અનુસરતો હોય છે. દર રક્ષાબંધને તે, દીકરા તથા પિતા સાથે મળીને જનોઈ બદલતો હોય છે. માધવન ચાહકોમાં આ જ કારણે લોકપ્રિય છે. ચાહકોને લાગે છે કે સ્ટાર હોવા છતાં માધવન હિંદુ ધર્મનાં રીત-રિવાજો ભૂલ્યો નથી. માધવને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘જ્યારે નજીકમાં મંદિર ના હોય તો તે દરગાહ, ગુરુદ્વારા કે પછી ચર્ચમાં જઈને ભગવાનનાં દર્શન કરે છે. હિંદુ હોવાને કારણે તે તમામ ધર્મનો આદર કરે છે.’

​ગયા અઠવાડિયે રિલીઝ થયેલી અક્ષય કુમાર તથા આર. માધવનની ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’ ચાહકોને ઘણી જ પસંદ આવી રહી છે. જલિયાંવાલા બાગ નરસંહાર પર આધારિત આ ફિલ્મમાં માધવન તથા અક્ષય કુમાર વકીલના રોલમાં છે અને કોર્ટરૂમ ડ્રામામાં માધવન ઘણા સીન્સમાં અક્ષય કુમારને હંફાવી દે છે. માધવને નાનપણમાં ક્યારેય બોલિવૂડ એક્ટર બનવા અંગે વિચાર્યું નહોતું. પરિવારની ઈચ્છા હતી કે માધવન ભણી-ગણીને ટાટા સ્ટીલમાં જૉબ કરે. ‘ફિલ્મી ફેમિલી’માં આજે આપણે વાત કરીશું માધવન પરિવારની. માધવને ટીવીમાં કામ કરવાની શરૂઆત કેમ કરી? દુબઈમાં માધવને કેમ બોટ ચલાવવાનું લાઇસન્સ લીધું? માધવન પત્ની સરિતાને કેવી રીતે મળ્યો? માધવનના પરિવારમાં કેમ માતાનો પગાર બચાવીને રાખવામાં આવતો? માધવન હવે દીકરાના નામથી ઓળખાવા લાગ્યો છે. માધવન 55 વર્ષની ઉંમરે પણ ફિટ કેવી રીતે રહે છે? ફિલ્મ માટે વજન વધાર્યું એ પછી જિમ ગયા વગર કેવી રીતે વજન ઘટાડ્યું? માધવનને આ ઉંમરે પણ યુવતીઓ લગ્ન માટે પ્રપોઝ કરે છે. બિહારના જમદેશપુર (હાલમાં ઝારખંડ)માં તમિળ બ્રાહ્મણ પરિવારમાં જૂન, 1970માં જન્મેલા માધવનના પિતા રંગનાથન ટાટા સ્ટીલમાં મેનેજમેન્ટ એક્ઝિક્યૂટિવ હતા. માતા સરોજા બેંક ઑફ ઇન્ડિયામાં મેનેજર હતાં. એ સમયે બિહારમાં બેંક ઑફ ઇન્ડિયામાં ચીફ મેનેજર તરીકે એક માત્ર મહિલા માધવનનાં માતા હતાં. પરિવારમાં બે સંતાન- માધવન તથા દીકરી દેવિકા. દેવિકા કુચિપુડી ડાન્સર છે અને તે જ કારણે પરિવારને એવું હતું કે દેવિકા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જશે અને માધવન ટેક્નિકલ ફિલ્ડમાં આગળ વધશે, પરંતુ ભગવાને કંઈક અલગ જ વિચારીને રાખ્યું હતું. ઘણાને આ વાત જાણીને નવાઈ લાગશે કે માધવનના ઘરના મંદિરમાં ભગવાનની મૂર્તિઓ સાથે જમશેદજી ટાટાનો પણ ફોટો મૂકવામાં આવ્યો છે. આટલું જ નહીં, ભગવાનની જેમ તેમને પણ હાર પહેરાવ્યો છે અને તેમની પણ પૂજા કરવામાં આવે છે. પિતાએ માતાનો પગાર વાપરવાની ચોખ્ખી ના પાડી
માધવને એક ઇન્ટરવ્યૂમાં પરિવારની વાત કરતાં કહ્યું હતું, ‘મારા ઘરમાં મમ્મી-પપ્પા બંનેનો પગાર લગભગ સરખો હતો અને બંને સારી પોસ્ટ પર હતાં. જોકે પપ્પાનો નિયમ હતો કે તે ઘરમાં ક્યારેય મમ્મીનો પગાર વાપરશે નહીં. આ જ કારણે અમે એ રીતે લૅવિશ ને લક્ઝુરિયસ લાઇફ જીવ્યા નહોતા. ઘરમાં પપ્પાના પગારમાંથી જ બધું પૂરું કરવાનું હતું. પપ્પા માનતા કે તે ઘરના મુખ્ય કમાનારી વ્યક્તિ છે તો તેમની જ કમાણીમાંથી ઘર ચાલવું જોઈએ. મમ્મીનો પગાર રિટાયરમેન્ટ બાદ તેઓ વાપરશે.’ કેનેડામાં ઘોડા પર સ્કૂલે જતો, બ્રિટિશ આર્મીમાં ટ્રેનિંગ લીધી
માધવને શરૂઆતનો અભ્યાસ જમશેદપુરની D.B.M.S. અંગ્રેજી સ્કૂલમાંથી કર્યો. નાનપણમાં માધવન IIT, IIMમાં અભ્યાસ કરીને ટાટા સ્ટીલમાં જૉબ કરવાનું સપનું જોતો હતો. એ વાત અલગ છે કે માધવનને બોર્ડ એક્ઝામમાં 58% જ આવ્યા. 1988માં માધવનને રોટરી ઇન્ટરનેશનલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ કોલ્હાપુરની રાજારામ કોલેજમાંથી સ્કોલરશિપ મળી અને તે એક વર્ષ કેનેડાના આલ્બર્ટામાં કલ્ચર એમ્બેસેડર તરીકે રહ્યો. ત્યાં માધવન ઘોડા પર સ્કૂલે જતો. એક વર્ષ બાદ માધવન કોલ્હાપુર પરત ફર્યો ને BSc ઇન ઇલેક્ટ્રોનિક્સ કર્યું. કોલેજકાળમાં માધવને મિલિટરી ટ્રેનિંગ લીધી હતી. 22 વર્ષની ઉંમરે માધવન મહારાષ્ટ્રની NCC કેડેટ્સને લીડ કરતો. આ જ કારણે તે અન્ય સાત NCC કેડેટ્સ સાથે ઇંગ્લેન્ડ પ્રવાસે ગયો હતો. આ દરમિયાન માધવનને બ્રિટિશ આર્મી રૉયલ નેવી તથા રૉયલ એરફોર્સમાં ટ્રેનિંગ લેવાની તક મળી. કટ ઑફ એજને કારણે આર્મીમાં જવાથી ચૂક્યો
માધવન દેશસેવા કરવા માગતો હતો અને તેથી જ તે ઇન્ડિયન આર્મીમાં કામ કરવા ઉત્સુક હતો. જ્યારે આર્મીના જોઇનિંગ પ્રોગ્રામની જાહેરાત થઈ ત્યારે માધવન કટ ઑફ એજ કરતાં છ મહિના મોટો હતો. આ જ કારણે તે આર્મીમાં જોડાઈ શક્યો નહીં. આર્મીમાં જોડાવાનું સપનું તૂટતાં માધવન કોલ્હાપુર પરત ફર્યો. માધવનને ખ્યાલ આવ્યો કે તે પબ્લિક સ્પિકિંગ ને પર્સનાલિટી ડેવલપ્મેન્ટના ક્લાસ ચલાવી શકે છે. આ જ કારણે શરૂઆતમાં માધવને ધાબે ક્લાસ શરૂ કર્યા. ટીચિંગ જૉબમાં માધવનને મજા આવવા લાગી અને માધવનને ખ્યાલ નહોતો કે આ ક્લાસ થોડા સમયમાં જ આટલા ફેમસ થશે અને તેને પૈસા પણ મળવા લાગશે. આ જ કારણે પછી તેને લાગ્યું કે તેણે મુંબઈ જઈને આ જ ફિલ્ડમાં આગળ ભણવું જોઈએ તો તેણે મુંબઈની કિશનચંદ છેલારામ કોલેજમાંથી પબ્લિક સ્પિકિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. આ દરમિયાન માધવને પબ્લિક સ્પિકિંગની ઇન્ડિયન ચેમ્પિયનશિપ જીતી. 1992માં માધવનને જાપાનમાં યોજાયેલા યંગ બિઝનેસમેન કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી. મુંબઈમાં વિદ્યાર્થીએ ઝડપથી પૈસા કમાવાની ટ્રિક બતાવી
મુંબઈમાં માધવનને તેના જ એક સ્ટૂડન્ટે એવું કહ્યું કે તે દેખાવમાં હેન્ડસમ છે તો કેમ કોઈ એડ એજન્સીને ફોટા નથી મોકલાવતો? મોડલ તરીકે ઝડપથી પૈસા મળશે. માધવને વિદ્યાર્થીની વાત માનીને વિચાર્યું કે તેની પાસે ઝડપથી પૈસા આવશે તો તે મુંબઈમાં ઑફિસ ખરીદી શકશે. આ જ કારણે તેને એડ એજન્સીના કેટલાક લોકોને મેઇલ કરીને ફોટો મોકલ્યા. આ દરમિયાન તેને ટીવી જાહેરાતમાં મળતી થઈ અને તેણે ઝીની પહેલી સિરિયલ ‘યુલ લવ સ્ટોરી’માં ચાર વર્ષ કામ કર્યું. આ ઉપરાંત માધવન ટીવી સિરિયલ ‘બનેગી અપની બાત’, ‘સાયા’, ‘ઘર જમાઈ’, ‘સી હૉક્સ’માં જોવા મળ્યો અને તે ઘેર-ઘેર લોકપ્રિય થયો. જાહેરાતના શૂટિંગ દરમિયાન માધવનની ઓળખાણ કેમેરામેન સંતોષ સિવાન સાથે થઈ. અંગ્રેજી ફિલ્મમાં પણ કામ કર્યું
માધવને હિંદી ફિલ્મ ‘ઇસ રાત કી સુબહ નહીં’ના ગીત ‘ચુપ તુમ રહો…’માં કેમિયો કર્યો હતો. ત્યાર બાદ 1997માં અંગ્રેજી ફિલ્મ ‘ઇન્ફર્નો’થી એક્ટિંગ ડેબ્યૂ કર્યું. 1998માં કન્નડ ફિલ્મ ‘શાંતિ શાંતિ શાંતિ’ કરી. માધવન સાઉથની અલગ-અલગ ભાષામાં નાના-મોટા રોલ પ્લે કરતો અને આ દરમિયાન કેમેરામેન સંતોષે જ ડિરેક્ટર મણિ રત્નમને માધવનના નામની ભલામણ કરતા વર્ષ 2000માં એક્ટરને પહેલી તમિળ ફિલ્મ ‘અલાઈપાયુથે’ મળી. 2001માં માધવનની તમિળ ફિલ્મ ‘મિન્નલે’ આવી. માધવન સાઉથમાં રોમેન્ટિક હીરો તરીકે છવાઈ ગયો. તમિળ ફિલ્મ ‘રન’થી એક્શન હીરો તરીકે જોવા મળ્યો. ‘એક લડકી દેખી બિલકુલ બિજલી કી તરહ, એક ચમક ઔર મૈં અપના દિલ ખો બેઠા…બસ અબ એક હી તમન્ના હૈ…રહના હૈ ઉસકે દિલ મેં…’ હિંદી ફિલ્મ ‘રહના હૈ તેરે દિલ મેં’માં આ ડાયલૉગ બોલીને માધવન છવાઈ ગયો. 2001માં આ ફિલ્મથી એક્ટરે બોલિવૂડ ડેબ્યૂ કર્યું. ફિલ્મમાં માધવનને માધવ (મેડી)નો રોલ પ્લે કર્યો. રોમેન્ટિક ઇમેજમાં માધવન યુવા વર્ગમાં ‘મેડી’ના નામથી લોકપ્રિય થયો. માધવને સાઉથ સિનેમાને બદલે બોલિવૂડમાં કામ વધુ કર્યું. ‘ગુરુ’નો પત્રકાર શ્યામ સક્સેના હોય, ‘મુંબઈ મેરી જાન’નો નિખિલ હોય કે પછી ‘રંગ દે બસંતી’નો ફ્લાઇટ લેફ્ટનન્ટ અજય સિંહ રાઠોડ કે ‘3 ઇડિયટ્સ’નો ફરહાન…માધવન તમામ રોલમાં છવાયો. ‘3 ઇડિયટ્સ’ બાદ માધવનનું નસીબ ખૂલી ગયું. માધવનની એક પછી એક ફિલ્મો હિટ થઈ અને બોલિવૂડમાં માધવને અલગ ઓળખ ઊભી કરી. ‘રોકેટરીઃ ધ નામ્બી ઇફેક્ટ’ માટે વજન વધાર્યું
માધવને ફિલ્મ ‘રોકેટરીઃ ધ નામ્બિયાર ઇફેક્ટ’ માટે વજન વધાર્યું હતું. 52ની ઉંમરે માધવને હાર્ડ વર્કઆઉટ કરવાને બદલે માત્ર ડાયટ ને વૉકથી વધારાનું વજન ઉતાર્યું હતું. માધવને વેઇટ લોસ જર્ની અંગે વાત કરતા જણાવ્યું હતું, ‘હું જમતી વખતે એક કોળિયો 45-60વાર ચાવીને જમું છું. હું સાંજે પોણા સાતે જમી લઉં છું અને પછી કંઈ જ લેતો નથી. સૂતા પહેલાંની 90 મિનિટ સુધી મોબાઇલ કે ટીવી જોતો નથી. આખો દિવસ પુષ્કળ પ્રવાહી લઉં છું. ગ્રીન વેજિટેબલ્સની માત્રા વધારે હોય છે. વહેલી સવારે કલાકથી પણ વધુ વૉક કરું છું.’ એક્ટર કારનો શોખીન
માધવન પણ અન્ય સ્ટાર્સની જેમ લક્ઝુરિયસ ગાડીઓનો શોખીન છે. માધવન પાસે રેન્જ રોવર, મર્સિડીઝ બેન્ઝ જેવી કાર છે. આ ઉપરાંત માધવનને બાઇક ચલાવવી પણ એટલી જ ગમે છે તો તેની પાસે યામાહા V મેક્સ, BMW 1600 GTL તથા ડુકાટી ડાયવેલ બાઇક છે. ફિલ્મી છે માધવનની લવસ્ટોરી
બોલિવૂડમાંથી ઘણા ઓછા એવા સ્ટાર્સ છે, જેમનું નામ ક્યારેય અન્ય કોઈ એક્ટ્રેસ સાથે ના જોડાયું હોય અને તેમાંથી એક માધવન છે. માધવનના પબ્લિક સ્પીકિંગ ક્લાસમાં સરિતા પોતાની કઝિન સાથે સ્ટુડન્ટ તરીકે આવતી. આ રીતે પહેલી જ વાર બંનેની મુલાકાત થઈ. આ દરમિયાન માધવનને ક્યારેય સરિતા માટે કોઈ લાગણી થઈ નહોતી. સરિતાને આ ક્લાસ કર્યા બાદ એરહોસ્ટેસની નોકરી મળી. સરિતા એમ જ માને છે કે માધવનને કારણે જ તે પોતાનું સપનું પૂરું કરી શકી અને તેને નોકરી મળી. સરિતાએ પોતાના સર માધવનને થેન્ક યુ કહ્યું ને ડિનર માટે ઇન્વાઇટ કર્યા. થોડા દિવસ બાદ બંને ફરી એકવાર ડિનર માટે ગયાં. આ દરમિયાન માધવને સરિતાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. બંનેએ આઠ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં ને 1999માં તમિળ વિધિથી લગ્ન કર્યાં. માધવન માટે પત્ની શુકનિયાળ સાબિત થઈ. લગ્ન બાદ માધવનની ફિલ્મી કરિયરની ગાડી ચાલવા લાગી. માધવન ને સરિતા ઓગસ્ટ, 2005માં દીકરા વેદાંતનાં પેરેન્ટ્સ બન્યાં. બંનેએ વેદાંતને લાઇમલાઇટથી દૂર રાખવાનું નક્કી કર્યું. જોકે, મોરનાં ઈંડાં ચિતરવા ના પડે તે રીતે વેદાંતે પિતાની જેમ જ નાની ઉંમરે પોતાની અલગ ઓળખ બનાવી. માધવનને 18 વર્ષની યુવતીએ વેડિંગ પ્રપોઝલ મોકલી
માધવન યુવતીઓમાં ખાસ્સો લોકપ્રિય છે. આ જ કારણે માધવનને અવાર-નવાર લગ્નની પ્રપોઝલ મળતી રહે છે. 49 વર્ષની ઉંમરે માધવનને 18 વર્ષની યુવતીએ લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. માધવને એ સમયે જવાબ આપ્યો હતો કે તમને બીજી કોઈ સારી વ્યક્તિ મળી જશે. 55 વર્ષીય માધવન યુવતીઓ સાથે ફ્લર્ટ કરે છે?
થોડા સમય પહેલાં જ ચર્ચા હતી કે માધવન યુવતીઓ સાથે સો.મીડિયા ચેટમાં ફ્લર્ટિંગ કરે છે. આ અંગે માધવને વાત કરતાં કહ્યું હતું, ‘હું એક્ટર છું અને મને સોશિયલ મીડિયામાં ઢગલો મેસેજ આવતા હોય છે. થોડા સમય પહેલાં જ એક યુવતીએ મેસેજમાં કહ્યું હતું કે તેણે મારી ફિલ્મ જોઈ અને તેને બહુ જ ગમી. હું તેને પ્રેરણા આપું છું. ત્યારબાદ તેણે હાર્ટ ને કિસની ઢગલો ઇમોજી મૂકી હતી. ચાહકો આવું કરતા હોય છે અને આ બાબત ઘણી જ સામાન્ય છે. હું હંમેશાં થેંક્યૂ, વેરી કાઇન્ડ ઑફ યુ, ગોડ બ્લેસ યુ… જેવો રિપ્લાય આપતો હોઉં છું ને આ જ રીતે તેને રિપ્લાય આપ્યો. હવે તે યુવતીએ આ મેસેજનો સ્ક્રીનશોટ સો.મીડિયામાં વાઇરલ કર્યો. લોકોએ મેસેજ ના જોયો, પરંતુ એમ જ વિચાર્યું કે માધવનને હાર્ટ ને કિસની ઇમોજી ગમે છે. માધવન યુવતીઓ આ બધું લખીને મોકલાવે તો જ રિપ્લાય આપે છે. મારા માટે આ વાત નાની છે, પરંતુ ચાહકો માત્ર ને માત્ર કિસ ને હાર્ટ જુએ છે. મને ડર લાગે છે કે ચાહકો આ રીત રિએક્ટ કરે તો કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકે છે.’ સ્વિમિંગની પ્રેક્ટિસ બંધ થતાં દુબઈની સ્કૂલમાં એડમિશન લીધું
માધવનના દીકરા વેદાંતની વાત કરીએ તો, તે સ્કૂલિંગ દરમિયાન જ્યોર્જિયો સ્પોર્ટ્સ ક્લબમાં સ્વિમિંગ શીખવા જોડાયો. ત્યારબાદ 2017માં ગ્લેન્માર્ક એક્વાટિક ફાઉન્ડેશનમાં ગયો અને નેશનલ લેવલની સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લેવા લાગ્યો. 2018માં માધવને સ્વિમિંગની પહેલી ઇન્ટરનેશનલ સ્પર્ધા થાઇલેન્ડ ઓપનમાં ભાગ લીધો અને બ્રોન્ઝ મેડલ જીત્યો. કોરોના ટાઇમમાં ભારતમાં તમામ સ્વિમિંગ પૂલ બંધ કરી દેવામાં આવ્યા હતા. વેદાંત ઇન્ટરનેશનલ સ્વિમર તરીકે આગળ વધવા માગે છે અને જો તે પ્રેક્ટિસ કરવાનું બંધ કરી દે તો તેની કરિયર ત્યાં જ પૂરી થઈ જાય. આ જ સમયે જર્મની, ફ્રાન્સ તથા દુબઈ જેવા દેશોએ સ્વિમિંગ પૂલ ચાલુ રાખ્યા હતા અને ટ્રેનિંગની ઑફર આપી હતી. વેદાંત માટે આ જરૂરી હતું અને તે જ કારણે વેદાંતે દુબઈની યુનિવર્સલ અમેરિકન સ્કૂલમાં એડમિશન લીધું અને દુબઈની એક્વાટિક એન્ડ ફિટનેસ એકેડેમી જોઇન કરી. ત્યાં વેદાંતે ઓલમ્પિક સ્વિમર સાજન પ્રકાશ પાસેથી ટ્રેઇનિંગ લીધી. આ ઉપરાંત વેદાંત ઇન્ડિયન ઓલમ્પિક સ્વિમિંગ ટીમ પાસેથી પણ ટ્રેનિંગ લેતો. 2019માં એશિયન એજ ગ્રૂપ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો. વેદાંતે ઇન્ટરનેશનલ લેવલની અલગ-અલગ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર-બ્રોન્ઝ મેડલ જીત્યા છે. 2023માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં વેદાંતે 5 ગોલ્ડ ને 2 સિલ્વર એમ થઈને 7 મેડલ જીત્યા. સ્કૂલિંગ બાદ વેદાંતે વર્જિનિયા ટેક કોલેજમાં એડમિશન લીધું. માધવન પાસે યૉટ ચલાવવાનું લાઇસન્સ પણ છે
દુબઈમાં દીકરો આખો દિવસ સ્વિમિંગની પ્રેક્ટિસ કરે ત્યારે માધવન મોટાભાગે ગોલ્ફ, મોટરસાયકલિંગ ને યૉટમાં સમય પસાર કરતો. બહુ ઓછા ચાહકોને ખ્યાલ હશે કે દુબઈમાં માધવનની પોતાની બોટ છે. માધવને બોટ ચલાવવા માટે થિયોરેટિકલ તથા પ્રેક્ટિકલ એમ બંને એક્ઝામ આપી છે. માધવન માને છે કે દરિયામાં બોટ ચલાવવી ઘણી જ સહેલી છે, પરંતુ જ્યારે ડૉક પર બોટ મૂકવાની હોય તે ઘણું જ અઘરું છે. ડૉકિંગ પર બોટ અન્ય બોટ સાથે અથડાય નહીં તે રીતે મૂકવી એક પડકાર છે. માધવન તમિળ બ્રાહ્મણ હોવાથી રીત-રિવાજો માને છે
માધવન તમિળ બ્રાહ્મણ હોવાને કારણે તમામ રીત રિવાજો અનુસરતો હોય છે. દર રક્ષાબંધને તે, દીકરા તથા પિતા સાથે મળીને જનોઈ બદલતો હોય છે. માધવન ચાહકોમાં આ જ કારણે લોકપ્રિય છે. ચાહકોને લાગે છે કે સ્ટાર હોવા છતાં માધવન હિંદુ ધર્મનાં રીત-રિવાજો ભૂલ્યો નથી. માધવને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘જ્યારે નજીકમાં મંદિર ના હોય તો તે દરગાહ, ગુરુદ્વારા કે પછી ચર્ચમાં જઈને ભગવાનનાં દર્શન કરે છે. હિંદુ હોવાને કારણે તે તમામ ધર્મનો આદર કરે છે.’ 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *