P24 News Gujarat

આ વર્ષે તમારો કેટલો પગાર વધશે?:એપ્રેઝલ એપ્રિલમાં જ કેમ? મોટા કરતા નાના શહેરોમાં વધુ પગાર વધે; કાયદાનુસાર કંપનીએ પગાર વધારવો ફરજિયાત?

એપ્રિલમાં જ એપ્રેઝલ કેમ આવે? આ વર્ષે તમારો કેટલો પગાર વધી શકે? ચાલો જાણીએ આજના ભાસ્કર એક્સપ્લેનરમાં… એપ્રિલમાં પગાર વધારો આવે તેનું કારણ છે પહેલી એપ્રિલથી શરૂ થતું નવું નાણાકીય વર્ષ. આ પ્રથા બ્રિટિશ શાસનકાળથી ચાલી આવે છે. કંપનીઓ માર્ચ મહિનામાં આખા વર્ષનો હિસાબ-કિતાબ કરે છે, નફો-નુકસાન જુએ છે અને તે પ્રમાણે કર્મચારીઓના પગારમાં વધારો કરે છે. આ ઉપરાંત, ફેબ્રુઆરી-માર્ચમાં ખેડૂતો પાક વેચીને નાણા મેળવે છે, તેમજ ટેક્સ અને બજેટરી પ્લાનિંગ પણ આ જ સમયગાળામાં થાય છે. આ સિવાય, ભારતમાં વર્ષના અંતે તહેવારોની રજાઓ વધુ હોય છે, તેથી એપ્રિલ પગાર વધારા માટે યોગ્ય સમય ગણાય છે. 1991ના LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઈઝેશન, ગ્લોબલાઈઝેશન) પછી, કંપનીઓએ નફાના આધારે પગાર વધારવાનું શરૂ કર્યું, જ્યારે 1991 પહેલા સરકારી યોજનાઓ મુજબ વધારો થતો હતો. મોટા શહેરો કરતા નાના શહેરોનો પગાર વધારે વધ્યો
ડેટા પર નજર કરીએ તો, 2023-24માં મોટા શહેરો (ટીયર 1)માં સરેરાશ પગારમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો. એટલે કે જો કોઈનો પગાર 50 હજાર હોય, તો તે વધીને 57,500 રૂપિયા થયો. જ્યારે નાના અને મધ્યમ શહેરો (ટીયર 2 અને 3)માં તો 22 ટકાનો વધારો થયો, એટલે કે 50 હજારનો પગાર વધીને 61 હજાર થયો. 2023-24માં મેટ્રો સિટીઝ કરતાં ટીયર 2-3 શહેરોમાં પગાર વધારાની ટકાવારી વધુ રહી. IT અને હેલ્થ સેક્ટરમાં સૌથી વધુ પગાર વધે
કંપનીઓ KRA એટલે કે Key Responsibility Area, સ્કિલ્સ, રિમોટ વર્ક, સતત મળતો ફીડબેક, પર્ફોર્મન્સ અને વેરીએબલ પે જોઈને ઇન્ક્રીમેન્ટ આપે છે. આઇટી અને હેલ્થકેર જેવા સેક્ટરમાં પગાર વધુ વધે છે, જ્યારે મેન્યુફેક્ચરિંગ જેવા સેક્ટરમાં અલગ ટ્રેન્ડ જોવા મળે છે. કંપની ફરજિયાત પગાર વધારે એવો નિયમ નથી
ઘણા લોકોને લાગે છે કે કંપનીએ આટલો પગાર વધારવો જ પડે, પણ કાયદા મુજબ આવા કોઈ નિયમો નથી. ગુજરાતની વાત કરીએ તો, તાજેતરમાં જ રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું (DA) 2 ટકા વધાર્યું, જેનો ફાયદો 4.37 લાખ ગુજરાતી સરકારી કર્મચારીઓ અને 2.81 લાખ પેન્શનરોને મળ્યો. વર્ષ 2023-24માં રાષ્ટ્રીય સ્તરના ટીયર 1 શહેરોમાં 15 ટકા, ટીયર 2 (અમદાવાદ) અને ટીયર 3 (વડોદરા) શહેરોમાં 22 ટકા પગાર વધ્યો હતો. જે તે શહેરના ખર્ચ (Cost of Living) અને ઇન્ડસ્ટ્રી પર પગાર વધારો આધાર રાખે છે. વિશ્વભરમાં લગભગ 385 કરોડ લોકો નોકરી કરીને ગુજરાન ચલાવે છે, જેમાં 340 કરોડ પ્રાઇવેટ અને 45 કરોડ સરકારી નોકરી કરે છે. આ બધાને પગાર વધારાની ઘણી આશા હોય છે. વર્ષ 2025ની વાત કરીએ તો WTWના સર્વે મુજબ, ભારતમાં સરેરાશ પગાર વધારો 9.5 ટકા રહી શકે છે. એટલે કે ૫૦ હજારના પગારમાં 4,750 રૂપિયાનો વધારો સંભવ છે. વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરો

​એપ્રિલમાં જ એપ્રેઝલ કેમ આવે? આ વર્ષે તમારો કેટલો પગાર વધી શકે? ચાલો જાણીએ આજના ભાસ્કર એક્સપ્લેનરમાં… એપ્રિલમાં પગાર વધારો આવે તેનું કારણ છે પહેલી એપ્રિલથી શરૂ થતું નવું નાણાકીય વર્ષ. આ પ્રથા બ્રિટિશ શાસનકાળથી ચાલી આવે છે. કંપનીઓ માર્ચ મહિનામાં આખા વર્ષનો હિસાબ-કિતાબ કરે છે, નફો-નુકસાન જુએ છે અને તે પ્રમાણે કર્મચારીઓના પગારમાં વધારો કરે છે. આ ઉપરાંત, ફેબ્રુઆરી-માર્ચમાં ખેડૂતો પાક વેચીને નાણા મેળવે છે, તેમજ ટેક્સ અને બજેટરી પ્લાનિંગ પણ આ જ સમયગાળામાં થાય છે. આ સિવાય, ભારતમાં વર્ષના અંતે તહેવારોની રજાઓ વધુ હોય છે, તેથી એપ્રિલ પગાર વધારા માટે યોગ્ય સમય ગણાય છે. 1991ના LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઈઝેશન, ગ્લોબલાઈઝેશન) પછી, કંપનીઓએ નફાના આધારે પગાર વધારવાનું શરૂ કર્યું, જ્યારે 1991 પહેલા સરકારી યોજનાઓ મુજબ વધારો થતો હતો. મોટા શહેરો કરતા નાના શહેરોનો પગાર વધારે વધ્યો
ડેટા પર નજર કરીએ તો, 2023-24માં મોટા શહેરો (ટીયર 1)માં સરેરાશ પગારમાં 15 ટકાનો વધારો જોવા મળ્યો. એટલે કે જો કોઈનો પગાર 50 હજાર હોય, તો તે વધીને 57,500 રૂપિયા થયો. જ્યારે નાના અને મધ્યમ શહેરો (ટીયર 2 અને 3)માં તો 22 ટકાનો વધારો થયો, એટલે કે 50 હજારનો પગાર વધીને 61 હજાર થયો. 2023-24માં મેટ્રો સિટીઝ કરતાં ટીયર 2-3 શહેરોમાં પગાર વધારાની ટકાવારી વધુ રહી. IT અને હેલ્થ સેક્ટરમાં સૌથી વધુ પગાર વધે
કંપનીઓ KRA એટલે કે Key Responsibility Area, સ્કિલ્સ, રિમોટ વર્ક, સતત મળતો ફીડબેક, પર્ફોર્મન્સ અને વેરીએબલ પે જોઈને ઇન્ક્રીમેન્ટ આપે છે. આઇટી અને હેલ્થકેર જેવા સેક્ટરમાં પગાર વધુ વધે છે, જ્યારે મેન્યુફેક્ચરિંગ જેવા સેક્ટરમાં અલગ ટ્રેન્ડ જોવા મળે છે. કંપની ફરજિયાત પગાર વધારે એવો નિયમ નથી
ઘણા લોકોને લાગે છે કે કંપનીએ આટલો પગાર વધારવો જ પડે, પણ કાયદા મુજબ આવા કોઈ નિયમો નથી. ગુજરાતની વાત કરીએ તો, તાજેતરમાં જ રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓનો મોંઘવારી ભથ્થું (DA) 2 ટકા વધાર્યું, જેનો ફાયદો 4.37 લાખ ગુજરાતી સરકારી કર્મચારીઓ અને 2.81 લાખ પેન્શનરોને મળ્યો. વર્ષ 2023-24માં રાષ્ટ્રીય સ્તરના ટીયર 1 શહેરોમાં 15 ટકા, ટીયર 2 (અમદાવાદ) અને ટીયર 3 (વડોદરા) શહેરોમાં 22 ટકા પગાર વધ્યો હતો. જે તે શહેરના ખર્ચ (Cost of Living) અને ઇન્ડસ્ટ્રી પર પગાર વધારો આધાર રાખે છે. વિશ્વભરમાં લગભગ 385 કરોડ લોકો નોકરી કરીને ગુજરાન ચલાવે છે, જેમાં 340 કરોડ પ્રાઇવેટ અને 45 કરોડ સરકારી નોકરી કરે છે. આ બધાને પગાર વધારાની ઘણી આશા હોય છે. વર્ષ 2025ની વાત કરીએ તો WTWના સર્વે મુજબ, ભારતમાં સરેરાશ પગાર વધારો 9.5 ટકા રહી શકે છે. એટલે કે ૫૦ હજારના પગારમાં 4,750 રૂપિયાનો વધારો સંભવ છે. વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરો 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *