P24 News Gujarat

BSF જવાનને પાકિસ્તાને પકડ્યો, પરત નથી કરતા:પ્રેગ્નેન્ટ પત્નીએ કહ્યું- ચૂપ નહીં રહું, PMO જવાબ આપે; ભારત કેવી રીતે બચાવશે?

પહેલગામમાં આતંકવાદી હુમલા પછીના દિવસે 23 એપ્રિલે પાકિસ્તાની રેન્જર્સે બે ફોટા જારી કર્યા. દાવો કર્યો કે તેમણે BSF જવાન પૂર્ણવ કુમાર સાવને પકડ્યો છે. પહેલા ફોટામાં જવાન ઝાડ નીચે ઊભો છે અને તેની રાઈફલ, પાણીની બોટલ, બેગ જમીન પર પડેલાં છે. બીજા ફોટામાં જવાનની આંખો પર પટ્ટી બાંધેલી છે. પૂર્ણવ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં રહે છે. ગામનું નામ રિસડા છે. પૂર્ણવની મુક્તિ માટે BSFએ ત્રણ વખત ફ્લેગ મિટિંગ બોલાવી છે, પરંતુ પાકિસ્તાને કોઈ પ્રતિસાદ આપ્યો નથી. ‘ટીવી પર ન્યૂઝ જોઈ તો ખબર પડી કે પૂર્ણવ પાકિસ્તાનના કબજામાં છે’
પૂર્ણવના પરિવારમાં માતા દેવંતી દેવી, પિતા ભોલાનાથ, પત્ની રજની, ભાઈ શ્યામ સુંદર છે. પૂર્ણવને BSF જોઈન કર્યે 17 વર્ષ થયાં, પરંતુ પહેલી વાર પરિવાર ડરેલો છે. આનું કારણ પહેલગામ હુમલા પછી બનેલું વાતાવરણ અને ભારત-પાકિસ્તાન વચ્ચે વધેલી તંગદિલી છે. આ દરમિયાન ભાસ્કર પૂર્ણવના ઘરે પહોંચ્યું. તેમની પત્ની રજની ગર્ભવતી છે. તેમની તબિયત ખરાબ છે, એટલે તેઓ પથારીમાં સૂતેલાં હતાં. માતા-પિતા વાત કરવા માંગતાં ન હતાં. અમે પૂર્ણવના મોટા ભાઈ શ્યામ સુંદર સાથે વાત કરી. તેમને પૂછ્યું કે પૂર્ણવ પાકિસ્તાનની કસ્ટડીમાં હોવાના સમાચાર કેવી રીતે મળ્યા? શ્યામ જવાબ આપે છે, ‘મારા એક મિત્રનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે ટીવી પર પૂર્ણવના સમાચાર ચાલી રહ્યા છે. મેં ટીવી ચાલુ કર્યું, તો જોયું કે તેને પાકિસ્તાનના રેન્જર્સે પકડી લીધો છે. અમે ખૂબ ગભરાઈ ગયા. BSF કે સરકાર તરફથી કોઈ વાત કરવામાં આવી નથી. બીજા દિવસે અમારા સમાજના અધ્યક્ષ વિજય મિશ્રાએ સાંસદ કલ્યાણ બેનર્જી સાથે વાત કરી. કલ્યાણ બેનર્જીએ મને કૉલ કર્યો. તેમણે કહ્યું કે પૂર્ણવને ભારત લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. તેમણે કેન્દ્ર સરકાર સાથે વાત કરી છે.’ શ્યામ આગળ કહે છે, ‘મેં ભાઈનો ફોટો જોયો, તો ખૂબ દુઃખ થયું. તેના હાથ બંધાયેલા હતા. આંખો પર પટ્ટી હતી. આ સ્થિતિમાં તેને પાકિસ્તાન લઈ ગયા. પહેલા તો લાગ્યું કે તેને મારી નાખ્યો હશે, પરંતુ ભગવાનના આશીર્વાદથી તે જીવિત છે. સેના તેને પાછો લાવવાનો પ્રયાસ કરી રહી છે.’ ‘મેં તેના મિત્ર સાથે વાત કરી હતી. તેણે જણાવ્યું કે પૂર્ણવ ડ્યૂટી પર હતો. તેની તબિયત સારી નહોતી, એટલે તે આરામ કરવા માટે એક ઝાડ નીચે બેસી ગયો. ત્યાં જ તેને ઊંઘ આવી ગઈ. તે સમયે પાકિસ્તાની રેન્જર આવ્યા અને તેની રાઈફલ છીનવી લીધી. તેને પોતાની સાથે લઈ ગયા.’ ‘પહેલગામમાં જે થયું, તેનાથી હું ખૂબ પરેશાન હતો. આખા દેશને આનું દુઃખ છે. આશા નહોતી કે મારા ભાઈ સાથે આવું થશે. અમને જણાવવામાં આવ્યું છે કે મુક્તિ માટે વાતચીત ચાલી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. આશા છે કે તે સુરક્ષિત પાછો આવશે.’ પત્નીએ કહ્યું – સરકાર પતિને પાછા લાવે
પૂર્ણવની પત્ની રજની પતિની મુક્તિ માટે સરકાર અને BSFને અપીલ કરી રહ્યાં છે. અધિકારીઓ સાથે વાત કરવા માટે ફિરોજપુર અને દિલ્હી જવાની તૈયારી કરી રહ્યાં છે. એક મીડિયા હાઉસ સાથે વાત કરતા રજનીએ કહ્યું છે કે હું અહીં હંમેશાં માટે બેસીને રાહ નહીં જોઈ શકું. આટલો સમય વીતી ગયો, પરંતુ મેં કંઈ કહ્યું નથી. જો મને મદદ નહીં મળે, તો હું દિલ્હી જઈશ અને PMO પાસેથી જવાબ માંગીશ.’ અમે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તેઓ કેમેરા પર વાત કરવા માંગતા નહોતાં. ઓફ કેમેરા જણાવે છે, ‘મેં તેમની (પૂર્ણવ) સાથે છેલ્લે મંગળવારે રાત્રે 1 વાગ્યે વાત કરી હતી. બુધવારે સવારે લગભગ 6 વાગ્યે તેમને પાકિસ્તાની રેન્જર્સે પકડી લીધા. હું ભારત સરકારને અપીલ કરું છું કે તેમને સુરક્ષિત પાછા લાવે.’ પૂર્ણવના ભત્રીજા રાહુલ જણાવે છે, ‘કાકા છેલ્લે હોળી પર ઘરે આવ્યા હતા. 31 માર્ચે પઠાણકોટ પાછા ગયા હતા. તેમણે ખૂબ નાની ઉંમરથી કામ કરવાનું શરૂ કરી દીધું હતું. પરિવારની જવાબદારી તેમના પર જ છે. પિતા ઈ-રિક્ષા ચલાવે છે. કાકાના સમાચાર સાંભળ્યા પછીથી આઘાતમાં છીએ.’ રાહુલ કહે છે, ‘કાકા 2008માં BSFમાં ભરતી થયા હતા. ત્યારે તેમની ઉંમર 20 વર્ષની હતી. 17 વર્ષથી BSFમાં છે. તેઓ ભૂલથી સીમા પાર કરી ગયા, આ માનવું થોડું મુશ્કેલ છે. પંજાબ પહેલાં તેમની પોસ્ટિંગ પ્રયાગરાજમાં હતી. ગયા વર્ષે જ તેમને પંજાબ મોકલવામાં આવ્યા.’ ખેડૂતોની સુરક્ષા માટે ગયા હતા, ભૂલથી બૉર્ડર પાર કરી ગયા
પૂર્ણવ ફિરોજપુર નજીક બૉર્ડર પર ઝીરો લાઈનના જે વિસ્તારમાં તહેનાત હતા, ત્યાં હાલમાં ઘઉંની કાપણી ચાલી રહી છે. ખેડૂતોના ખેતર બૉર્ડરની ફેન્સિંગ પર લાગેલા ગેટ નંબર-208/1 પાસે છે. બૉર્ડર પર કાંટાળી ફેન્સિંગ છે, પરંતુ કેટલાંક ખેતર ફેન્સિંગની પાર પણ છે. તેમને BSFની દેખરેખમાં નિશ્ચિત સમય માટે ખેતરોમાં જવાની પરમિશન મળે છે. ઉનાળામાં ખેડૂતો સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ખેતરોમાં કામ કરી શકે છે. અહીં ડ્યૂટી પર તહેનાત BSF જવાનોને કિસાન ગાર્ડ કહેવામાં આવે છે. 23 એપ્રિલે ખેડૂતોની દેખરેખ માટે BSFના બે જવાન મોકલવામાં આવ્યા હતા. આમાં પૂર્ણવ પણ હતા. તેઓ ભૂલથી ઈન્ટરનેશનલ બૉર્ડર પાર કરી પાકિસ્તાન તરફના વિસ્તારમાં ચાલ્યા ગયા. ત્યારે પાકિસ્તાની રેન્જર્સે તેમને પકડી લીધા. તે જ દિવસે પૂર્ણવનો ફોટો જારી કર્યો. આ અંગે જાણ થતાં જ BSFએ પૂર્ણવની મુક્તિ માટે પ્રયાસો શરૂ કરી દીધા. તેઓ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા અને પાકિસ્તાની રેન્જર્સ સાથે વાતચીત કરી. જોકે, 4 દિવસ પછી પણ પાકિસ્તાને પૂર્ણવને છોડ્યો નથી. BSF અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે ત્રણ વખત ફ્લેગ મિટિંગ થઈ ચૂકી છે, પરંતુ કોઈ સકારાત્મક પરિણામ નીકળ્યું નથી. આ ઘટના પછીથી જ ભારત-પાકિસ્તાન બૉર્ડર પર તહેનાત તમામ યુનિટ્સને હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યાં છે. BSFના DG દલજિત ચૌધરી હોમ સેક્રેટરીને પૂર્ણવની વાપસી માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની અપડેટ આપી રહ્યા છે. કેન્દ્ર સરકારે પણ સ્પષ્ટ કર્યું છે કે જવાનની વાપસીમાં કોઈપણ પ્રકારના વિલંબને ગંભીરતાથી લેવામાં આવશે અને જરૂરી પગલાં લેવામાં આવશે. પહેલગામ હુમલા પછી માહોલ બગડ્યો, આગળ શું થઈ શકે છે…
BSFના અધિકારીઓએ પાકિસ્તાની રેન્જર્સને જણાવ્યું કે પૂર્ણવ કુમાર સાવ તાજેતરમાં ટ્રાન્સફર થઈને આવ્યા છે. તેમને આ વિસ્તાર અને ઝીરો લાઈન વિશે ચોક્કસ જાણકારી નહોતી. આ કારણે તેઓ અજાણતાં બૉર્ડર પાર કરી ગયા. ભારતીય અધિકારીઓએ તરત જ જવાનની મુક્તિની માંગ કરી, પરંતુ પાકિસ્તાની રેન્જર્સે તેમને છોડવાનો ઇનકાર કરી દીધો. સૂત્રો જણાવે છે, ‘પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. આ કારણે પાકિસ્તાન BSF જવાનને પરત કરવામાં આનાકાની કરી રહ્યું છે. પાકિસ્તાન આનો ફાયદો ઉઠાવીને દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત જવાનની મુક્તિ માટે પાકિસ્તાની રેન્જર્સ સાથે ફિલ્ડ કમાન્ડર લેવલની મિટિંગ માટે વાત કરી શકે છે.’ ઝીરો લાઈન શું છે
ઝીરો લાઈન ભારત અને પાકિસ્તાન વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદ પર બિલકુલ મધ્યમાં માનવામાં આવે છે. આ લાઈન ખરેખર જમીન પર દેખાતી નથી, પરંતુ સુરક્ષા દળો માટે ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. BSF અને પાકિસ્તાન રેન્જર્સ બંનેને ખબર હોય છે કે ઝીરો લાઈનની આ બાજુ અને પેલી બાજુ કોણ છે. આ લાઈનને ભૂલથી પણ ઓળંગવી ગંભીર બાબત માનવામાં આવે છે. BSF અને પાકિસ્તાન રેન્જર્સને ઝીરો લાઈનની નજીક પેટ્રોલિંગ કરવાનો અધિકાર છે, પરંતુ તેને ઓળંગવાની મનાઈ છે. અહીં મર્યાદિત સમય માટે ખેડૂતોને ખેતી કરવાની પરવાનગી આપવામાં આવે છે. તેમની સુરક્ષા માટે ભારત તરફથી BSFના જવાનો તહેનાત કરવામાં આવે છે. જો ભૂલથી કોઈ જવાન ઝીરો લાઈન ઓળંગી જાય તો તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવે છે. ત્યારબાદ બંને દેશો વચ્ચે ફ્લેગ મિટિંગ બોલાવવામાં આવે છે. જવાનના ભૂલથી જવાનું કારણ જણાવવામાં આવે છે. જો એ સ્પષ્ટ થઈ જાય કે તેનો દુશ્મનાવટનો ઇરાદો નહોતો, તો જવાનને સાંકેતિક ચેતવણી આપીને પાછો મોકલી દેવામાં આવે છે. જો કોઈ સામાન્ય વ્યક્તિ ઝીરો લાઈન ઓળંગે છે, તો તેની પૂછપરછ અને મુક્તિનો પણ પ્રોટોકોલ હોય છે. કેટલાક કિસ્સાઓમાં જાસૂસી કે ઘૂસણખોરીનો આરોપ પણ લગાવી શકાય છે. જો બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હોય, તો જવાન કે નાગરિકને તરત પાછો મોકલવાને બદલે લાંબી પૂછપરછ કરવામાં આવે છે. પહેલાં પણ ભૂલથી સરહદ ઓળંગી ગયા છે જવાનો
એવું ઘણી વખત બન્યું છે કે BSF કે ભારતીય સેનાનો કોઈ જવાન ભૂલથી ઝીરો લાઈન ઓળંગી ગયો હોય અને તેને પાકિસ્તાની રેન્જર્સે પકડી લીધો હોય. પછીથી તેમને મુક્ત પણ કરી દેવામાં આવ્યા. આવા કેટલાક મોટા કિસ્સાઓ જાણી લો… વર્ષ: 2016 પઠાણકોટ હુમલા પછી BSFનો એક જવાન ભૂલથી જમ્મુ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગી ગયો હતો. પાકિસ્તાની રેન્જર્સે તેને પકડી લીધો. ફ્લેગ મિટિંગ પછી સાબિત થઈ ગયું કે જવાને ભૂલથી સરહદ ઓળંગી હતી. તેને 24 કલાકની અંદર પાછો મોકલી દેવામાં આવ્યો. વર્ષ: 2020 એક અન્ય BSF જવાન પેટ્રોલિંગ દરમિયાન ફેન્સિંગની પાર ચાલ્યો ગયો. પાકિસ્તાન રેન્જર્સે તેને હિરાસતમાં લઈ લીધો. કેટલાક કલાકોની વાતચીત અને તપાસ પછી તેને સુરક્ષિત ભારતને સોંપી દેવામાં આવ્યો. અત્યાર સુધી મોટાભાગના કિસ્સાઓમાં ભૂલથી સરહદ ઓળંગી ગયેલા જવાનોને પાકિસ્તાની રેન્જર્સે પાછા મોકલી દીધા છે. કેટલાક કિસ્સાઓમાં પાકિસ્તાને જવાનને લાંબા સમય સુધી હિરાસતમાં રાખ્યો કે તરત મુક્તિનો ઇનકાર કરી દીધો. આવું ખાસ કરીને ત્યારે થયું જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો હોય. 2011માં BSFનો એક જવાન ભૂલથી સરહદ ઓળંગી ગયો હતો. પાકિસ્તાને તેને લગભગ 10 દિવસ સુધી હિરાસતમાં રાખ્યો. પછીથી ફ્લેગ મિટિંગ અને રાજનૈતિક દબાણ પછી તેને મુક્ત કરવામાં આવ્યો. જોકે, એવું ક્યારેય નથી થયું કે પાકિસ્તાને કોઈ BSF જવાનને હંમેશ માટે કેદ કરી લીધો હોય કે ગાયબ કરી દીધો હોય.

​પહેલગામમાં આતંકવાદી હુમલા પછીના દિવસે 23 એપ્રિલે પાકિસ્તાની રેન્જર્સે બે ફોટા જારી કર્યા. દાવો કર્યો કે તેમણે BSF જવાન પૂર્ણવ કુમાર સાવને પકડ્યો છે. પહેલા ફોટામાં જવાન ઝાડ નીચે ઊભો છે અને તેની રાઈફલ, પાણીની બોટલ, બેગ જમીન પર પડેલાં છે. બીજા ફોટામાં જવાનની આંખો પર પટ્ટી બાંધેલી છે. પૂર્ણવ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં રહે છે. ગામનું નામ રિસડા છે. પૂર્ણવની મુક્તિ માટે BSFએ ત્રણ વખત ફ્લેગ મિટિંગ બોલાવી છે, પરંતુ પાકિસ્તાને કોઈ પ્રતિસાદ આપ્યો નથી. ‘ટીવી પર ન્યૂઝ જોઈ તો ખબર પડી કે પૂર્ણવ પાકિસ્તાનના કબજામાં છે’

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *