P24 News Gujarat

જંત્રીમાં સૂચિત ભાવ વધારામાં ઘટાડો થઈ શકે છે:આ સપ્તાહમાં ગમે ત્યારે રાજ્ય સરકાર કરી શકે છે જાહેરાત, ઘર ખરીદવા માંગતા લોકો માટે રાહતના સમાચાર

ઘરનું ઘર ખરીદવા માંગતા લોકો માટે રાહતના સમાચાર છે. જંત્રીમાં સૂચિત ભાવ વધારામાં ઘટાડો આવી શકે છે. આગામી અઠવાડિયે રાજય સરકાર જંત્રીમાં ઝીંકેલો ભાવ વધારો પાછો ખેંચી શકે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. જોકે જંત્રીમાં સૂચિત વધારામાં પૂર્ણ રાહત મળશે કે આંશિક એ જાણી શકાયું નથી. દિવ્ય ભાસ્કરને મળેલી માહિતી મુજબ લોકો પર બહુ બોજો ન આવે તે રીતના દરો ગુજરાત સરકાર ટૂંક સમયમાં જ જાહેર કરશે. નોંધનીય છે કે નવેમ્બર 2024ના રાજ્ય સરકારે સૂચિત જંત્રીની જાહેરાત કરી હતી. જેમાં સરેરાશ 200થી 2000 ટકા સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. આ સાથે રાજ્ય સરકારે નવી સૂચિત જંત્રી સામે વાંધા-અરજી માટે 30 દિવસનો સમય આપ્યો હતો. સરકારના આ પગલાં સામે રિયલ એસ્ટેટ માર્કેટ અને બિલ્ડરોએ જબરદસ્ત વિરોધ નોંધાવ્યો હતો. સરકારને કમ્મરતોડ વધારા સામે ફેરવિચારણા કરવા રજૂઆત કરી હતી અને તેનો અમલ અમુક સમય સુધી રોકી દેવા અનુરોધ કર્યો હતો. જેના પગલે રાજ્ય સરકારે ભાવ-વધારા સાથેની નવી જંત્રીનો અમલ મોકૂફ રાખ્યો હતો. દરમિયાન રાજ્ય સરકારે જંત્રીમાં સૂચિત ભાવ વધારા સામે ઘટાડો કરવાનો નિર્ણય લીધાની માહિતી મળી છે. જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. 11 હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા હતા
સરકારને જંત્રી અંગે અંદાજે 11 હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા હતા. જેમાં જંત્રી ઘટાડા માટેના 6 હજાર અને જંત્રી વધારવા માટે 1700 જેટલા સૂચનો મળ્યા હતા. નવેમ્બરમાં જંત્રીમાં સૂચિત નવા દર જાહેર કરતાં પહેલા રાજ્ય સરકારે શહેરી વિસ્તારના કુલ 23,846 વેલ્યુઝોન અને ગ્રામ્ય વિસ્તારમાં 17,131 ગામોનો માટે ફિલ્ડ સર્વે કરાવ્યો હતો. સૌથી પહેલા એ જાણી લઈએ કે જંત્રી એટલે શું?
જંત્રી એટલે જમીન કે કોઇપણ પ્રોપર્ટીના ખરીદ-વેચાણ માટેને સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલો લઘુતમ ભાવ છે. જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રીદર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમે એ મિલકતના માલિક તરીકે નોંધણી થશે. એ એક કાયદાકીય પુરાવો છે, જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો ભાવ દર્શાવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો એ નક્કી કરવામાં મદદ મળે છે. જંત્રી નક્કી કરવાના માપદંડ શું હોય છે?
જે-તે એરિયાના ડેવલપમેન્ટ, એ એરિયાના દસ્તાવેજની સરેરાશ કિંમતને આધારે જંત્રીની કિંમત નક્કી કરાતી હોય છે. મોટેભાગે જે-તે એરિયાના સૌથી મોંઘા દસ્તાવેજ અને સૌથી સસ્તા દસ્તાવેજની સરેરાશ કાઢવામાં આવે છે. આ સરેરાશ જે-તે વિસ્તારની જંત્રીની કિંમત હોય છે. FSI અને જમીનનું પ્રીમિયમ એટલે શું?
કોઈપણ જગ્યા, જે સરકારે અગાઉ લોકોના વપરાશ માટે ગણોત ધારા હેઠળ જમીન ફાળવેલી હોય છે. આ જગ્યા કેટલીક રકમ ચૂકવ્યા બાદ રેગ્યુલર એટલે કે ટાઈટલ ક્લિયર કરી આપે છે, જેને પ્રીમિયમ કહેવાય છે. FSI દરેક એરિયા પ્રમાણે સરકારે નક્કી કરેલી હોય છે. FSI એટલે તમે અહીં આટલા ગણું બાંધકામ કરી શકો, જેમ કે R2 ઝોનમાં 1.2(કુલ બિલ્ટઅપ એરિયા) FSI છે, એટલે કે તમે ત્યાં 120% થી લઈ 180% સુધી બાંધકામ કરી શકો છો. જો 120%થી વધારે બાંધકામ કરવું હોય તો તમારે ચોક્કસ રકમ ચૂકવવી પડશે. હવે જો કોઈને 180% પણ વધારે કોઈને બાંધકામ કરવું હોય તો જે-તે વિસ્તાર અને એની આસપાસના રોડના આધારે એની કિંમત નક્કી થતી હોય છે એને FSI કહેવાય છે.

​ઘરનું ઘર ખરીદવા માંગતા લોકો માટે રાહતના સમાચાર છે. જંત્રીમાં સૂચિત ભાવ વધારામાં ઘટાડો આવી શકે છે. આગામી અઠવાડિયે રાજય સરકાર જંત્રીમાં ઝીંકેલો ભાવ વધારો પાછો ખેંચી શકે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે. જોકે જંત્રીમાં સૂચિત વધારામાં પૂર્ણ રાહત મળશે કે આંશિક એ જાણી શકાયું નથી. દિવ્ય ભાસ્કરને મળેલી માહિતી મુજબ લોકો પર બહુ બોજો ન આવે તે રીતના દરો ગુજરાત સરકાર ટૂંક સમયમાં જ જાહેર કરશે. નોંધનીય છે કે નવેમ્બર 2024ના રાજ્ય સરકારે સૂચિત જંત્રીની જાહેરાત કરી હતી. જેમાં સરેરાશ 200થી 2000 ટકા સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો હતો. આ સાથે રાજ્ય સરકારે નવી સૂચિત જંત્રી સામે વાંધા-અરજી માટે 30 દિવસનો સમય આપ્યો હતો. સરકારના આ પગલાં સામે રિયલ એસ્ટેટ માર્કેટ અને બિલ્ડરોએ જબરદસ્ત વિરોધ નોંધાવ્યો હતો. સરકારને કમ્મરતોડ વધારા સામે ફેરવિચારણા કરવા રજૂઆત કરી હતી અને તેનો અમલ અમુક સમય સુધી રોકી દેવા અનુરોધ કર્યો હતો. જેના પગલે રાજ્ય સરકારે ભાવ-વધારા સાથેની નવી જંત્રીનો અમલ મોકૂફ રાખ્યો હતો. દરમિયાન રાજ્ય સરકારે જંત્રીમાં સૂચિત ભાવ વધારા સામે ઘટાડો કરવાનો નિર્ણય લીધાની માહિતી મળી છે. જેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. 11 હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા હતા
સરકારને જંત્રી અંગે અંદાજે 11 હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા હતા. જેમાં જંત્રી ઘટાડા માટેના 6 હજાર અને જંત્રી વધારવા માટે 1700 જેટલા સૂચનો મળ્યા હતા. નવેમ્બરમાં જંત્રીમાં સૂચિત નવા દર જાહેર કરતાં પહેલા રાજ્ય સરકારે શહેરી વિસ્તારના કુલ 23,846 વેલ્યુઝોન અને ગ્રામ્ય વિસ્તારમાં 17,131 ગામોનો માટે ફિલ્ડ સર્વે કરાવ્યો હતો. સૌથી પહેલા એ જાણી લઈએ કે જંત્રી એટલે શું?
જંત્રી એટલે જમીન કે કોઇપણ પ્રોપર્ટીના ખરીદ-વેચાણ માટેને સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલો લઘુતમ ભાવ છે. જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રીદર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમે એ મિલકતના માલિક તરીકે નોંધણી થશે. એ એક કાયદાકીય પુરાવો છે, જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો ભાવ દર્શાવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો એ નક્કી કરવામાં મદદ મળે છે. જંત્રી નક્કી કરવાના માપદંડ શું હોય છે?
જે-તે એરિયાના ડેવલપમેન્ટ, એ એરિયાના દસ્તાવેજની સરેરાશ કિંમતને આધારે જંત્રીની કિંમત નક્કી કરાતી હોય છે. મોટેભાગે જે-તે એરિયાના સૌથી મોંઘા દસ્તાવેજ અને સૌથી સસ્તા દસ્તાવેજની સરેરાશ કાઢવામાં આવે છે. આ સરેરાશ જે-તે વિસ્તારની જંત્રીની કિંમત હોય છે. FSI અને જમીનનું પ્રીમિયમ એટલે શું?
કોઈપણ જગ્યા, જે સરકારે અગાઉ લોકોના વપરાશ માટે ગણોત ધારા હેઠળ જમીન ફાળવેલી હોય છે. આ જગ્યા કેટલીક રકમ ચૂકવ્યા બાદ રેગ્યુલર એટલે કે ટાઈટલ ક્લિયર કરી આપે છે, જેને પ્રીમિયમ કહેવાય છે. FSI દરેક એરિયા પ્રમાણે સરકારે નક્કી કરેલી હોય છે. FSI એટલે તમે અહીં આટલા ગણું બાંધકામ કરી શકો, જેમ કે R2 ઝોનમાં 1.2(કુલ બિલ્ટઅપ એરિયા) FSI છે, એટલે કે તમે ત્યાં 120% થી લઈ 180% સુધી બાંધકામ કરી શકો છો. જો 120%થી વધારે બાંધકામ કરવું હોય તો તમારે ચોક્કસ રકમ ચૂકવવી પડશે. હવે જો કોઈને 180% પણ વધારે કોઈને બાંધકામ કરવું હોય તો જે-તે વિસ્તાર અને એની આસપાસના રોડના આધારે એની કિંમત નક્કી થતી હોય છે એને FSI કહેવાય છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *