2002ના રમખાણ પછી ચંડોળા તળાવ વિસ્તારમાં સિયાસત નગરના પાયો નખાયો અને જોત જોતામાં અનેક ગેરકાયદેસર વસાહતો સહિત 5 હજાર ઘરનો વિસ્તાર બની ગયું. આજે ભાસ્કર એક્સપ્લેનરમાં ચંડોળા તળાવની શહેરી વિકાસ, ગરીબી, સ્થળાંતરણ અને વહીવટી પડકારોનું પ્રતિબિંબ કરતો રિપોર્ટ… ahmedabad.org.uk મુજબ, ચંડોળા તળાવ મુઘલ સુલતાનના તાજ ખાન નારી અલીની પત્ની દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેનો મુખ્ય હેતુ પાણીનો સંગ્રહ કરવાનો, ખેતી માટે સિંચાઈ કરવાનો અને ઉદ્યોગોને પાણી પૂરું પાડવાનો હતો. તળાવની બાજુમાં જ શાહ આલમનો રોજો પણ છે, જેનો ગુંબજ આસફ ખાને સોનાથી સજાવ્યો હતો. કમનસીબે, સિંચાઈ અને ઉદ્યોગ માટે બનેલું આ તળાવ આજે ગેરકાયદેસર વસાહતો અને પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું છે. છેલ્લા 15-20 વર્ષમાં ચંડોળા તળાવમાં પાણીનું પ્રમાણ ઘટ્યું છે. 5 હજાર ગેરકાયદેસર મકાનો અને માઈગ્રેશન
આજે ચંડોળા તળાવની આસપાસની આશરે 1200 હેક્ટર જમીનમાં 5 હજારથી વધુ મકાનો ઊભા થઈ ગયા છે, જેમાંના ઘણા ગેરકાયદેસર છે. 2002ના રમખાણ પછી જે લોકોએ ઘર ગુમાવ્યા તેમના માટે અહીં સિયાસત નગર, બંગાળવાસ, અને ચંડોળા છાપરા જેવા વિસ્તારો બન્યા. પરંતુ સમસ્યા વધુ વકરી જ્યારે પૈસા કમાવવા માટે બાંગ્લાદેશ જેવા દેશોમાંથી અને ભારતના બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાંથી લોકો અહીં આવીને વસ્યા. અમદાવાદમાં મોંઘા ભાડા ન પોસાઈ શકે તેવા લોકો માટે ચંડોળા એક સસ્તો આશ્રય બન્યો. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને પડકારો
અહીં વસતા લોકોમાં 29 ટકા કાયમી મજૂરી કરે છે અને 68 ટકા ફેરિયા કે દુકાનદાર છે (સેપ્ટ યુનિવર્સિટીની 2015ની રિસર્ચ મુજબ). બાકીના ભીખ માંગીને કે અન્ય રીતે ગુજરાન ચલાવે છે. સૌથી મોટો અને ગંભીર પડકાર ગેરકાયદેસર બાંગ્લાદેશીઓનો છે. તેઓ પશ્ચિમ બંગાળ થઈને દલાલોની મદદથી ગુજરાત પહોંચે છે અને અહીં નકલી આધાર, પાન કે ચૂંટણી કાર્ડ બનાવે છે. કેટલાક તો ઓળખ છુપાવવા એવા નામ ધારણ કરે છે જે તમામ ધર્મમાં હોય. 2009થી 2025 સુધીમાં 900થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની અટકાયત થઈ છે, જેમાં છેલ્લા 7 વર્ષમાં જ 349 ડિટેન થયા અને 217ને પાછા બાંગ્લાદેશ મોકલાયા. માનવ તસ્કરીમાં પણ અહીંના લોકોની ભૂમિકા સામે આવી છે અને પાછા મોકલેલા પણ અમૂક લોકો ફરી ઘૂસી આવવાનો પ્રયાસ કરે છે. અહીં શૌચાલય, ચોખ્ખું પાણી જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અને વીજળી ચોરી પણ સામાન્ય છે. વહીવટી ઉલઝનો અને વિકાસની આશા
ચંડોળાની જમીનનો વહીવટ પણ બદલાતો રહ્યો છે. વર્ષ 2000 પહેલા સિંચાઈ વિભાગ પાસે રહેલી આ જમીન 2015માં AMCને સોંપાઈ, પણ 2023માં સરકારે TP સ્કીમ 37 મુજબ કલેક્ટરને ચંડોળાની જમીના માલિક બનાવ્યા અને ઓક્ટોબર 2023માં જમીન સંપાદન પૂર્ણ થયું. AMC આ તળાવને કાંકરિયા જેવું વિકસાવવા માંગતું હતું અને બજેટ પણ ફાળવ્યું હતું, પરંતુ ગેરકાયદેસર વસાહતોના કારણે કામ થઈ શક્યું નહિ. 2023માં 24.52 કરોડનો વિકાસ પ્રોજેક્ટ બહાર પડ્યો હતો, જેમાં તળાવની સફાઈ (89 લાખનો કોન્ટ્રાક્ટ) અને ડ્રેનેજ લાઈન નાખવાના કામો સામેલ છે. હાલ ચાલી રહેલા ડિમોલિશન બાદ હવે વિકાસની આશા જાગી છે. ગુજરાત સરકાર, હાઈકોર્ટ અને નાગરિકો ગેરકાયદેસર લોકોને પકડી પાડવાની કાર્યવાહીને યોગ્ય ગણી રહ્યા છે. ચંડોળા તળાવની આ જટિલ ગાથા શહેરી વિકાસ, ગરીબી, સ્થળાંતરણ અને વહીવટી પડકારોનું પ્રતિબિંબ છે. વધુ માહિતી માટે ઉપરના ફોટો પર ક્લિક કરી વીડિયો જુઓ