P24 News Gujarat

કોલકાતાની હોટલમાં આગ, 14નાં મોતનું કોણ જવાબદાર:પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું- બચવાનો એક જ રસ્તો, જો ફાયર બ્રિગેડ ઝડપથી આવી હોત તો લોકો બચી ગયા હોત

‘હોટલની ત્રીજી માળની એક બારી પર અમારી નજર પડી. જોયું કે એક નાનું બાળક પોતાની માતા માટે જોરથી બૂમો પાડી રહ્યું છે. કોઈ તેને બચાવી શકે તે પહેલાં જ આગે તેને પોતાની ચપેટમાં લઈ લીધું.’ કોલકાતાના ભીડભાડવાળા બડા બજારના દુકાનદાર ઋતુરાજ હોટલમાં થયેલી આગની ઘટનાને યાદ કરી ધ્રૂજી ઊઠે છે. 29 એપ્રિલે થયેલી આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા અને 13 લોકો ઘાયલ થયા છે. મોટાભાગના લોકોના મોત ધુમાડામાં ગૂંગળાવાથી થયા અથવા આગથી બચવાના પ્રયાસમાં બિલ્ડિંગમાંથી પડી જવાથી થયા. હોટલના 42 રૂમમાં 88 લોકો રોકાયેલા હતા. આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા 30 એપ્રિલે સવારે 9 વાગ્યા સુધી ચાલી. પ્રત્યક્ષદર્શીઓ મુજબ, ફાયર બ્રિગેડની ગાડીઓને હોટલ સુધી પહોંચતા એક કલાક લાગ્યો. જો સમયસર પહોંચ્યા હોત તો આટલા મોત ન થાત. પ્રત્યક્ષદર્શીઓનું એ પણ કહેવું છે કે આગ આટલી ભયાનક એટલા માટે થઈ કારણ કે હોટલમાં એક્ઝિટ ગેટથી લઈને વેન્ટિલેશનના રસ્તા બંધ હતા. બારીઓ પણ ઈંટો અને કોંક્રીટથી બંધ કરી દેવામાં આવી હતી. સાથે જ ફાયર ફાઇટિંગ સિસ્ટમ પણ કામ કરતી નહોતી. આ અગ્નિકાંડને સમજવા માટે ભાસ્કરની ટીમ કોલકાતામાં દુર્ઘટનાના સ્થળે પહોંચી. આ સાથે અમે પીડિતોના પરિવારો, પ્રત્યક્ષદર્શીઓ અને અધિકારીઓ સાથે વાત કરી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યો આંખે દેખ્યો અહેવાલ…
હોટલમાંથી નીચે ઉતરવાનો એક જ રસ્તો, એટલે લોકોને કૂદવાની ફરજ પડી હોટલમાં આગ લાગવાની રાત્રે શું થયું? આ સમજવા માટે સૌ પ્રથમ અમે કોલકાતાના બડા બજાર પહોંચ્યા. અહીં અમે આસપાસ રહેતા લોકો અને દુકાનદારો સાથે વાત કરી. મનીષ ઋતુરાજ હોટલથી થોડે દૂર આવેલી કરિયાણાની દુકાનમાં કામ કરે છે. તેઓ જણાવે છે, ‘અમે બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો જોયો અને ખૂબ તીવ્ર દુર્ગંધ પણ આવી રહી હતી. અમે કેટલાક છોકરાઓ સાથે આગળ વધ્યા તો જોયું કે હોટલમાં ભયંકર આગ લાગી ગઈ છે. લોકો બારીઓ તોડીને નીકળી રહ્યા હતા. કેટલાક લોકો બાલ્કનીમાંથી કૂદતા પણ દેખાયા.’ ઘટના સમયે ત્યાં હાજર શિવલાલ ગુપ્તા જણાવે છે, ‘રાત્રે 8 વાગ્યે આગ લાગી હતી. તે સમયે હોટલમાં જેટલો સ્ટાફ હતો, બધા જીવ બચાવવા ભાગવા લાગ્યા. આગ આખી બિલ્ડિંગમાં નહોતી લાગી. માત્ર પહેલા માળે આગ લાગી હતી, જે ધીમે ધીમે બાકીના ભાગોમાં પણ ફેલાઈ ગઈ.’ ‘આ દુર્ઘટના આટલી ભયાનક એટલા માટે થઈ, કારણ કે દરેક માળેથી નીચે ઉતરવા માટે એક જ સીડી અને એક જ રસ્તો હતો. એટલે કોઈ નીકળી ન શક્યું. કોઈ પહેલે, કોઈ બીજે તો કોઈ ત્રીજે માળે ભાગવા લાગ્યા. ઘણા લોકો બાલ્કનીમાં નીકળી આવ્યા હતા. મારી સામે એક વ્યક્તિ બાલ્કનીમાંથી કૂદી ગયો અને તેનું ત્યાં જ મોત થયું.’ ‘ફાયર બ્રિગેડની ગાડીઓને હોટલ સુધી પહોંચતા ખૂબ સમય લાગ્યો. બજારમાં ખૂબ ભીડ રહે છે. ગલીઓ પણ સાંકડી છે એટલે અહીં સુધી ગાડીઓ આવતા ઘણો સમય લાગ્યો. જો ફાયર બ્રિગેડ એક કલાક પહેલા આવી હોત, તો કદાચ આટલા મોત ન થાત.’ દુર્ઘટનામાં મોટાભાગના લોકોના મોત ધુમાડાને કારણે ગૂંગળાવાથી થયા. જ્યારે એક વ્યક્તિનું મોત હોટલની બિલ્ડિંગમાંથી કૂદ્યા પછી થયું. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 10 ગાડીઓને લગાવવામાં આવી. ત્યારબાદ રાત્રે 10:30 વાગ્યે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. ત્યારબાદ પોલીસ અને પ્રશાસનની ટીમે બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને મોબાઇલ લાઇટ દ્વારા સિગ્નલ આપવા માટે કહ્યું અને તેમને રેસ્ક્યૂ કરવામાં આવ્યા. બચાવ માટે ઘટનાસ્થળે પહોંચેલી પ્રશાસનની ટીમે હાઇડ્રોલિક સીડીઓ દ્વારા છત અને ઉપરના માળે ફસાયેલા 20થી વધુ લોકોનો જીવ બચાવ્યો. શિવલાલ પણ જણાવે છે, ‘આ પહેલા આજ સુધી અહીં આવી કોઈ ઘટના નથી થઈ. ફાયર વિભાગની ગાડીઓ એક કલાક પછી આવી. જો તેઓ સમયસર આવ્યા હોત તો લોકો બચી શક્યા હોત. તેમની પાસે મોટી સીડી પણ નહોતી. એટલે ઘણા સમય સુધી લોકો ઉપર અટવાયેલા રહ્યા. લોકો કૂદતા નહીં.’ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે વાત…
ભાગવાની જગ્યા ન મળી તો બીજા માળેથી કૂદકો માર્યો, ઘટનાસ્થળે જ મોત હોટલ અગ્નિકાંડમાં જીવ ગુમાવનારા મોટાભાગના લોકો બીજા રાજ્યોમાંથી કોલકાતા કામ કરવા આવ્યા હતા. આમાંના મોટાભાગના લોકો ઓડિશા, તમિલનાડુ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 42 વર્ષના મનોજ કુમાર પાસવાન છેલ્લા 20 વર્ષથી પશ્ચિમ બંગાળમાં કામ કરી રહ્યા હતા. તેઓ ઝારખંડના ગિરિડીહના રહેવાસી છે. મનોજે જીવ બચાવવા માટે હોટલના બીજા માળેથી કૂદકો માર્યો અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું. મોર્ચરી પર અમને મનોજનો પરિવાર મળ્યો. મનોજ કુમારના ગામથી તેમના દાદા અને મિત્ર તેમની મૃતદેહ લેવા આવ્યા હતા. તેમના મિત્ર પ્રભુ રામ જણાવે છે, ‘મનોજ છેલ્લા 20 વર્ષથી કોલકાતામાં રહી રહ્યો છે. તે હોટલમાં કાયમી સ્ટાફ હતો. છેલ્લે તેની સાથે મારી 28 એપ્રિલે વાત થઈ હતી. ઘરમાં તેની પત્ની અને ત્રણ નાના બાળકો છે. તે ઘરમાં એકમાત્ર કમાનાર હતો.’ ‘હું હોટલવાળાઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ તેમનો નંબર બંધ બતાવે છે. હોટલવાળાઓ તરફથી હજુ સુધી કોઈ જવાબ નથી મળ્યો. અમે ઈચ્છીએ છીએ કે સરકાર આ ઘટનાની તપાસ કરાવે.’ મનોજના દાદા માનેસર પાસવાન જણાવે છે, ‘અમારા વિસ્તારમાં રહેતો એક વ્યક્તિ રાત્રે 11 વાગ્યે ધર્મતલ્લાથી પસાર થઈ રહ્યો હતો. તેણે હોટલમાં આગ લાગેલી જોઈ, તો અમને બધાને આ સમાચાર આપ્યા. અમે દોડીને હોટલ આવ્યા. અમને જાણવા મળ્યું કે બધા ઘાયલોને મેડિકલ કૉલેજ મોકલી દેવામાં આવ્યા છે. મેડિકલ કૉલેજ પહોંચ્યા તો જોયું કે મારા પૌત્રનો મૃતદેહ પડ્યો હતો.’ મનોજની સાથે જ એક અન્ય વ્યક્તિ પણ ગટરની પાઇપ પરથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે જ સમયે તે નીચે પડી ગયો, જેથી તેના પગમાં ફ્રેક્ચર થયું. ત્યારબાદ પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમે લાઉડસ્પીકર દ્વારા લોકોને ન કૂદવાની અપીલ કરી. અંદર ફસાયેલા લોકોને ખાતરી આપવામાં આવી કે તેમના બચાવ માટે હાઇડ્રોલિક સીડીઓ પહોંચી રહી છે. દુષ્મંતના ભાઈએ કહ્યું – હવે પરિવારને કોણ સંભાળશે
47 વર્ષના દુષ્મંત કુમાર સ્વૈનનું પણ આ અગ્નિકાંડમાં મોત થયું છે. ઓડિશાના રહેવાસી દુષ્મંત છેલ્લા 25 વર્ષથી પરિવાર સાથે નોર્થ 24 પરગનાના નટુન પલ્લી વિસ્તારમાં રહી રહ્યા હતા. દુષ્મંતના મોત પછીથી તેમનો પુત્ર આઘાતમાં છે. પરિવારને દુર્ઘટના વિશે ઘટનાની રાત્રે જ જાણ થઈ ગઈ હતી. દુષ્મંતનો 20 વર્ષનો પુત્ર સુભ્રાંગશુ છે. તે જણાવે છે, ‘અમે બધા ઓડિશાના સોમપુરના રહેવાસી છીએ. છેલ્લા 25 વર્ષથી પશ્ચિમ બંગાળમાં રહી રહ્યા હતા. પિતા 2018થી હોટલમાં કામ કરી રહ્યા હતા. ઘરમાં અમે બે ભાઈ અને બે બહેનો છીએ. અમે પિતાજીનો મૃતદેહ લઈને પાછા ઓડિશા જઈ રહ્યા છીએ. તેમનો અંતિમ સંસ્કાર પરિવાર સાથે ગામમાં જ કરીશું.’ જ્યારે દુષ્મંતના ભાઈ ત્રિલોકપતિ જણાવે છે, ‘દુષ્મંત ઘરમાં સૌથી મોટા ભાઈ હતા એટલે પરિવારની મોટાભાગની જવાબદારીઓ તેમના પર હતી. ઘરમાં માતા-પિતા, પત્ની અને બાળકો છે. હું તો હમણાં જ ગામથી આવ્યો છું. હવે પરિવાર કેવી રીતે ચાલશે.’ દુષ્મંત સાથે કામ કરનારા અને તેમના પડોશી સની પારુઈ જણાવે છે, ‘અમે સાથે કામ પર જતા હતા. ઘટનાના દિવસે મારી રજા હતી. ન્યૂઝ જોયા ત્યારે દુર્ઘટના વિશે જાણવા મળ્યું. દુષ્મંત 2018થી આ હોટલમાં નોકરી કરી રહ્યો હતો. તેનો કોઈ મિત્ર હોટલમાં કામ કરતો હતો, તેણે જ દુષ્મંતને નોકરી અપાવી હતી. આ પહેલા દુષ્મંત એક નાનો વ્યવસાય કરતો હતો, પરંતુ કોવિડમાં તે બધું ખતમ થઈ ગયું.’ હોટલનો એક્ઝિટ ગેટ બંધ, બારીઓ ઈંટોથી જામ એટલે ફેલાઈ આગ
હોટલમાં આગ ચોથા માળે વીજળીના મીટરમાં શોર્ટ સર્કિટ થવાથી લાગી. આ આગે આટલું ભયાનક સ્વરૂપ કેવી રીતે લીધું, તે સમજવા માટે અમે ઋતુરાજ હોટલ પહોંચ્યા. અહીં અમને હોટલનો એક્ઝિટ ગેટ બંધ મળ્યો. હોટલમાં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું હતું. અહીં લગાવેલા સ્પ્રિંકલર કામ કરતા નહોતા. હોટલમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ સામાન પણ રાખવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે મળેલા એક પ્રત્યક્ષદર્શીએ અમને જણાવ્યું, ‘આગ પહેલા માળે લાગી. જ્યાં બારીઓ ઈંટો અને કોંક્રીટથી બંધ હતી અને કોઈ વેન્ટિલેશન પણ નહોતું. ધુમાડો ગલીઓ સાથે બીજા અને ત્રીજા માળે હોટલના રૂમની અંદર સુધી ફેલાઈ ગયો.’ સીનિયર ફાયર ઓફિસર મુજબ, હોટલે ઘણા સુરક્ષા નિયમોની અવગણના કરી રાખી હતી. સીડીઓ બંધ પડી હતી. બધા વેન્ટિલેશનની જગ્યાઓ સીલ હતી. હોટલમાં પરવાનગી વગર બાર બનાવવામાં આવી રહ્યો હતો. હોટલ મેનેજમેન્ટની બેદરકારી સામે આવી
ત્યારબાદ ઘટના અંગે અમે પશ્ચિમ બંગાળના ઈમરજન્સી સર્વિસ મિનિસ્ટર સુજીત બોસ સાથે પણ વાત કરી. તેઓ જણાવે છે, ‘પ્રારંભિક રિપોર્ટથી જાણવા મળે છે કે ફાયર ફાઇટિંગ સિસ્ટમ કામ કરતી નહોતી. એલાર્મ પણ વાગ્યો નહીં. હોટલમાં ડાન્સ ફ્લોર બનાવવામાં આવી રહ્યો હતો, જેના માટે જ્વલનશીલ પદાર્થો હોટલની અંદર રાખવામાં આવ્યા હતા. બધા ઘાયલોને સારવાર માટે કોલકાતા મેડિકલ કૉલેજ, NRS હોસ્પિટલ અને RG કર મેડિકલ કૉલેજ લઈ જવામાં આવ્યા. આ ઘટનાની તપાસ માટે એક વિશેષ તપાસ દળ એટલે કે SIT બનાવવામાં આવી છે. કોલકાતામાં પહેલા પણ આગ લાગવાની મોટી ઘટનાઓ થઈ
કોલકાતામાં ફાયર સેફ્ટી નિયમોની અવગણના કારણે આ પહેલા પણ આગ લાગવાની ઘણી મોટી ઘટનાઓ સામે આવી ચૂકી છે. માર્ચ 2010માં કોલકાતાની પાર્ક સ્ટ્રીટની સ્ટીફન કોર્ટ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ ઘટનામાં 43 લોકોના જીવ ગયા હતા. જ્યારે, ડિસેમ્બર 2011માં AMRI હોસ્પિટલમાં લાગેલી આગે નિયમોની અવગણનાને કારણે ભયાનક સ્વરૂપ લીધું હતું. આ ઘટનામાં 90 લોકોના મોત થયા હતા.

​’હોટલની ત્રીજી માળની એક બારી પર અમારી નજર પડી. જોયું કે એક નાનું બાળક પોતાની માતા માટે જોરથી બૂમો પાડી રહ્યું છે. કોઈ તેને બચાવી શકે તે પહેલાં જ આગે તેને પોતાની ચપેટમાં લઈ લીધું.’ કોલકાતાના ભીડભાડવાળા બડા બજારના દુકાનદાર ઋતુરાજ હોટલમાં થયેલી આગની ઘટનાને યાદ કરી ધ્રૂજી ઊઠે છે. 29 એપ્રિલે થયેલી આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા અને 13 લોકો ઘાયલ થયા છે. મોટાભાગના લોકોના મોત ધુમાડામાં ગૂંગળાવાથી થયા અથવા આગથી બચવાના પ્રયાસમાં બિલ્ડિંગમાંથી પડી જવાથી થયા. હોટલના 42 રૂમમાં 88 લોકો રોકાયેલા હતા. આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા 30 એપ્રિલે સવારે 9 વાગ્યા સુધી ચાલી. પ્રત્યક્ષદર્શીઓ મુજબ, ફાયર બ્રિગેડની ગાડીઓને હોટલ સુધી પહોંચતા એક કલાક લાગ્યો. જો સમયસર પહોંચ્યા હોત તો આટલા મોત ન થાત. પ્રત્યક્ષદર્શીઓનું એ પણ કહેવું છે કે આગ આટલી ભયાનક એટલા માટે થઈ કારણ કે હોટલમાં એક્ઝિટ ગેટથી લઈને વેન્ટિલેશનના રસ્તા બંધ હતા. બારીઓ પણ ઈંટો અને કોંક્રીટથી બંધ કરી દેવામાં આવી હતી. સાથે જ ફાયર ફાઇટિંગ સિસ્ટમ પણ કામ કરતી નહોતી. આ અગ્નિકાંડને સમજવા માટે ભાસ્કરની ટીમ કોલકાતામાં દુર્ઘટનાના સ્થળે પહોંચી. આ સાથે અમે પીડિતોના પરિવારો, પ્રત્યક્ષદર્શીઓ અને અધિકારીઓ સાથે વાત કરી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યો આંખે દેખ્યો અહેવાલ…
હોટલમાંથી નીચે ઉતરવાનો એક જ રસ્તો, એટલે લોકોને કૂદવાની ફરજ પડી હોટલમાં આગ લાગવાની રાત્રે શું થયું? આ સમજવા માટે સૌ પ્રથમ અમે કોલકાતાના બડા બજાર પહોંચ્યા. અહીં અમે આસપાસ રહેતા લોકો અને દુકાનદારો સાથે વાત કરી. મનીષ ઋતુરાજ હોટલથી થોડે દૂર આવેલી કરિયાણાની દુકાનમાં કામ કરે છે. તેઓ જણાવે છે, ‘અમે બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો જોયો અને ખૂબ તીવ્ર દુર્ગંધ પણ આવી રહી હતી. અમે કેટલાક છોકરાઓ સાથે આગળ વધ્યા તો જોયું કે હોટલમાં ભયંકર આગ લાગી ગઈ છે. લોકો બારીઓ તોડીને નીકળી રહ્યા હતા. કેટલાક લોકો બાલ્કનીમાંથી કૂદતા પણ દેખાયા.’ ઘટના સમયે ત્યાં હાજર શિવલાલ ગુપ્તા જણાવે છે, ‘રાત્રે 8 વાગ્યે આગ લાગી હતી. તે સમયે હોટલમાં જેટલો સ્ટાફ હતો, બધા જીવ બચાવવા ભાગવા લાગ્યા. આગ આખી બિલ્ડિંગમાં નહોતી લાગી. માત્ર પહેલા માળે આગ લાગી હતી, જે ધીમે ધીમે બાકીના ભાગોમાં પણ ફેલાઈ ગઈ.’ ‘આ દુર્ઘટના આટલી ભયાનક એટલા માટે થઈ, કારણ કે દરેક માળેથી નીચે ઉતરવા માટે એક જ સીડી અને એક જ રસ્તો હતો. એટલે કોઈ નીકળી ન શક્યું. કોઈ પહેલે, કોઈ બીજે તો કોઈ ત્રીજે માળે ભાગવા લાગ્યા. ઘણા લોકો બાલ્કનીમાં નીકળી આવ્યા હતા. મારી સામે એક વ્યક્તિ બાલ્કનીમાંથી કૂદી ગયો અને તેનું ત્યાં જ મોત થયું.’ ‘ફાયર બ્રિગેડની ગાડીઓને હોટલ સુધી પહોંચતા ખૂબ સમય લાગ્યો. બજારમાં ખૂબ ભીડ રહે છે. ગલીઓ પણ સાંકડી છે એટલે અહીં સુધી ગાડીઓ આવતા ઘણો સમય લાગ્યો. જો ફાયર બ્રિગેડ એક કલાક પહેલા આવી હોત, તો કદાચ આટલા મોત ન થાત.’ દુર્ઘટનામાં મોટાભાગના લોકોના મોત ધુમાડાને કારણે ગૂંગળાવાથી થયા. જ્યારે એક વ્યક્તિનું મોત હોટલની બિલ્ડિંગમાંથી કૂદ્યા પછી થયું. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 10 ગાડીઓને લગાવવામાં આવી. ત્યારબાદ રાત્રે 10:30 વાગ્યે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. ત્યારબાદ પોલીસ અને પ્રશાસનની ટીમે બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને મોબાઇલ લાઇટ દ્વારા સિગ્નલ આપવા માટે કહ્યું અને તેમને રેસ્ક્યૂ કરવામાં આવ્યા. બચાવ માટે ઘટનાસ્થળે પહોંચેલી પ્રશાસનની ટીમે હાઇડ્રોલિક સીડીઓ દ્વારા છત અને ઉપરના માળે ફસાયેલા 20થી વધુ લોકોનો જીવ બચાવ્યો. શિવલાલ પણ જણાવે છે, ‘આ પહેલા આજ સુધી અહીં આવી કોઈ ઘટના નથી થઈ. ફાયર વિભાગની ગાડીઓ એક કલાક પછી આવી. જો તેઓ સમયસર આવ્યા હોત તો લોકો બચી શક્યા હોત. તેમની પાસે મોટી સીડી પણ નહોતી. એટલે ઘણા સમય સુધી લોકો ઉપર અટવાયેલા રહ્યા. લોકો કૂદતા નહીં.’ દુર્ઘટનાના પીડિત પરિવારો સાથે વાત…
ભાગવાની જગ્યા ન મળી તો બીજા માળેથી કૂદકો માર્યો, ઘટનાસ્થળે જ મોત હોટલ અગ્નિકાંડમાં જીવ ગુમાવનારા મોટાભાગના લોકો બીજા રાજ્યોમાંથી કોલકાતા કામ કરવા આવ્યા હતા. આમાંના મોટાભાગના લોકો ઓડિશા, તમિલનાડુ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 42 વર્ષના મનોજ કુમાર પાસવાન છેલ્લા 20 વર્ષથી પશ્ચિમ બંગાળમાં કામ કરી રહ્યા હતા. તેઓ ઝારખંડના ગિરિડીહના રહેવાસી છે. મનોજે જીવ બચાવવા માટે હોટલના બીજા માળેથી કૂદકો માર્યો અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું. મોર્ચરી પર અમને મનોજનો પરિવાર મળ્યો. મનોજ કુમારના ગામથી તેમના દાદા અને મિત્ર તેમની મૃતદેહ લેવા આવ્યા હતા. તેમના મિત્ર પ્રભુ રામ જણાવે છે, ‘મનોજ છેલ્લા 20 વર્ષથી કોલકાતામાં રહી રહ્યો છે. તે હોટલમાં કાયમી સ્ટાફ હતો. છેલ્લે તેની સાથે મારી 28 એપ્રિલે વાત થઈ હતી. ઘરમાં તેની પત્ની અને ત્રણ નાના બાળકો છે. તે ઘરમાં એકમાત્ર કમાનાર હતો.’ ‘હું હોટલવાળાઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ તેમનો નંબર બંધ બતાવે છે. હોટલવાળાઓ તરફથી હજુ સુધી કોઈ જવાબ નથી મળ્યો. અમે ઈચ્છીએ છીએ કે સરકાર આ ઘટનાની તપાસ કરાવે.’ મનોજના દાદા માનેસર પાસવાન જણાવે છે, ‘અમારા વિસ્તારમાં રહેતો એક વ્યક્તિ રાત્રે 11 વાગ્યે ધર્મતલ્લાથી પસાર થઈ રહ્યો હતો. તેણે હોટલમાં આગ લાગેલી જોઈ, તો અમને બધાને આ સમાચાર આપ્યા. અમે દોડીને હોટલ આવ્યા. અમને જાણવા મળ્યું કે બધા ઘાયલોને મેડિકલ કૉલેજ મોકલી દેવામાં આવ્યા છે. મેડિકલ કૉલેજ પહોંચ્યા તો જોયું કે મારા પૌત્રનો મૃતદેહ પડ્યો હતો.’ મનોજની સાથે જ એક અન્ય વ્યક્તિ પણ ગટરની પાઇપ પરથી નીચે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે જ સમયે તે નીચે પડી ગયો, જેથી તેના પગમાં ફ્રેક્ચર થયું. ત્યારબાદ પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમે લાઉડસ્પીકર દ્વારા લોકોને ન કૂદવાની અપીલ કરી. અંદર ફસાયેલા લોકોને ખાતરી આપવામાં આવી કે તેમના બચાવ માટે હાઇડ્રોલિક સીડીઓ પહોંચી રહી છે. દુષ્મંતના ભાઈએ કહ્યું – હવે પરિવારને કોણ સંભાળશે
47 વર્ષના દુષ્મંત કુમાર સ્વૈનનું પણ આ અગ્નિકાંડમાં મોત થયું છે. ઓડિશાના રહેવાસી દુષ્મંત છેલ્લા 25 વર્ષથી પરિવાર સાથે નોર્થ 24 પરગનાના નટુન પલ્લી વિસ્તારમાં રહી રહ્યા હતા. દુષ્મંતના મોત પછીથી તેમનો પુત્ર આઘાતમાં છે. પરિવારને દુર્ઘટના વિશે ઘટનાની રાત્રે જ જાણ થઈ ગઈ હતી. દુષ્મંતનો 20 વર્ષનો પુત્ર સુભ્રાંગશુ છે. તે જણાવે છે, ‘અમે બધા ઓડિશાના સોમપુરના રહેવાસી છીએ. છેલ્લા 25 વર્ષથી પશ્ચિમ બંગાળમાં રહી રહ્યા હતા. પિતા 2018થી હોટલમાં કામ કરી રહ્યા હતા. ઘરમાં અમે બે ભાઈ અને બે બહેનો છીએ. અમે પિતાજીનો મૃતદેહ લઈને પાછા ઓડિશા જઈ રહ્યા છીએ. તેમનો અંતિમ સંસ્કાર પરિવાર સાથે ગામમાં જ કરીશું.’ જ્યારે દુષ્મંતના ભાઈ ત્રિલોકપતિ જણાવે છે, ‘દુષ્મંત ઘરમાં સૌથી મોટા ભાઈ હતા એટલે પરિવારની મોટાભાગની જવાબદારીઓ તેમના પર હતી. ઘરમાં માતા-પિતા, પત્ની અને બાળકો છે. હું તો હમણાં જ ગામથી આવ્યો છું. હવે પરિવાર કેવી રીતે ચાલશે.’ દુષ્મંત સાથે કામ કરનારા અને તેમના પડોશી સની પારુઈ જણાવે છે, ‘અમે સાથે કામ પર જતા હતા. ઘટનાના દિવસે મારી રજા હતી. ન્યૂઝ જોયા ત્યારે દુર્ઘટના વિશે જાણવા મળ્યું. દુષ્મંત 2018થી આ હોટલમાં નોકરી કરી રહ્યો હતો. તેનો કોઈ મિત્ર હોટલમાં કામ કરતો હતો, તેણે જ દુષ્મંતને નોકરી અપાવી હતી. આ પહેલા દુષ્મંત એક નાનો વ્યવસાય કરતો હતો, પરંતુ કોવિડમાં તે બધું ખતમ થઈ ગયું.’ હોટલનો એક્ઝિટ ગેટ બંધ, બારીઓ ઈંટોથી જામ એટલે ફેલાઈ આગ
હોટલમાં આગ ચોથા માળે વીજળીના મીટરમાં શોર્ટ સર્કિટ થવાથી લાગી. આ આગે આટલું ભયાનક સ્વરૂપ કેવી રીતે લીધું, તે સમજવા માટે અમે ઋતુરાજ હોટલ પહોંચ્યા. અહીં અમને હોટલનો એક્ઝિટ ગેટ બંધ મળ્યો. હોટલમાં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું હતું. અહીં લગાવેલા સ્પ્રિંકલર કામ કરતા નહોતા. હોટલમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ સામાન પણ રાખવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે મળેલા એક પ્રત્યક્ષદર્શીએ અમને જણાવ્યું, ‘આગ પહેલા માળે લાગી. જ્યાં બારીઓ ઈંટો અને કોંક્રીટથી બંધ હતી અને કોઈ વેન્ટિલેશન પણ નહોતું. ધુમાડો ગલીઓ સાથે બીજા અને ત્રીજા માળે હોટલના રૂમની અંદર સુધી ફેલાઈ ગયો.’ સીનિયર ફાયર ઓફિસર મુજબ, હોટલે ઘણા સુરક્ષા નિયમોની અવગણના કરી રાખી હતી. સીડીઓ બંધ પડી હતી. બધા વેન્ટિલેશનની જગ્યાઓ સીલ હતી. હોટલમાં પરવાનગી વગર બાર બનાવવામાં આવી રહ્યો હતો. હોટલ મેનેજમેન્ટની બેદરકારી સામે આવી
ત્યારબાદ ઘટના અંગે અમે પશ્ચિમ બંગાળના ઈમરજન્સી સર્વિસ મિનિસ્ટર સુજીત બોસ સાથે પણ વાત કરી. તેઓ જણાવે છે, ‘પ્રારંભિક રિપોર્ટથી જાણવા મળે છે કે ફાયર ફાઇટિંગ સિસ્ટમ કામ કરતી નહોતી. એલાર્મ પણ વાગ્યો નહીં. હોટલમાં ડાન્સ ફ્લોર બનાવવામાં આવી રહ્યો હતો, જેના માટે જ્વલનશીલ પદાર્થો હોટલની અંદર રાખવામાં આવ્યા હતા. બધા ઘાયલોને સારવાર માટે કોલકાતા મેડિકલ કૉલેજ, NRS હોસ્પિટલ અને RG કર મેડિકલ કૉલેજ લઈ જવામાં આવ્યા. આ ઘટનાની તપાસ માટે એક વિશેષ તપાસ દળ એટલે કે SIT બનાવવામાં આવી છે. કોલકાતામાં પહેલા પણ આગ લાગવાની મોટી ઘટનાઓ થઈ
કોલકાતામાં ફાયર સેફ્ટી નિયમોની અવગણના કારણે આ પહેલા પણ આગ લાગવાની ઘણી મોટી ઘટનાઓ સામે આવી ચૂકી છે. માર્ચ 2010માં કોલકાતાની પાર્ક સ્ટ્રીટની સ્ટીફન કોર્ટ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ ઘટનામાં 43 લોકોના જીવ ગયા હતા. જ્યારે, ડિસેમ્બર 2011માં AMRI હોસ્પિટલમાં લાગેલી આગે નિયમોની અવગણનાને કારણે ભયાનક સ્વરૂપ લીધું હતું. આ ઘટનામાં 90 લોકોના મોત થયા હતા. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *