30 એપ્રિલ 2025ની રાત્રે લગભગ 8 વાગ્યે, નૈનીતાલના મલ્લીતાલ પોલીસ સ્ટેશનમાં એક મહિલા પોતાની 12 વર્ષની પુત્રી સાથે પહોંચી. બાળકી સાથે બળાત્કારની ઘટના બની હતી, અને આરોપ 73 વર્ષના ઠેકેદાર મોહમ્મદ ઉસ્માન પર હતો. પીડિતાના પરિવારે FIR નોંધાવી જ હતી, ત્યારે જ સ્ટેશનની બહાર ભીડ એકઠી થઈ ગઈ. ભીડે આરોપી ઉસ્માનને સોંપવાની માંગ સાથે નારેબાજી શરૂ કરી. થોડી જ વારમાં, સ્ટેનનની બીજી બાજુ બડા બજારમાં ભીડે પથ્થરમારો શરૂ કર્યો અને દુકાનોમાં તોડફોડ કરવાનું શરૂ કર્યું. જે કોઈએ આનો વિરોધ કર્યો, તેને મારવામાં-પીટવામાં આવ્યો. ભીડ અહીં અટકી નહીં; નજીકમાં આવેલી જામા મસ્જિદ પર પણ પથ્થરમારો કર્યો. દુકાનદારોનો આરોપ છે કે ભીડે ફક્ત મુસ્લિમોની દુકાનોને જ નિશાન બનાવી. ભીડમાં નારા લગાવવામાં આવી રહ્યા હતા- “મુલ્લાઓને કાપી નાખો.” સ્થાનિક લોકો અને નૈનીતાલ વેપાર મંડળના અધ્યક્ષ કિશન નેગી પણ માને છે કે મુસ્લિમોની દુકાનો આયોજનબદ્ધ રીતે તોડવામાં આવી.
પોલીસે હિંસા અને તોડફોડ માટે કેસ નોંધ્યો છે. બળાત્કારનો આરોપી મોહમ્મદ ઉસ્માન પણ પોલીસની કસ્ટડીમાં છે. ઘટના બાદ ભાસ્કર ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું અને ત્યાં સુધી શું-શું થયું તે સમજવાનો પ્રયાસ કર્યો. સૌથી પહેલાં બળાત્કારનો મામલો, જેના પછી આ હિંસા ભડકી…
પૈસાની લાલચ આપીને ઘરે બોલાવી, કારમાં ગુનો આચર્યો
ઘટના 12 એપ્રિલ 2025ની છે. રિપોર્ટ મુજબ, બાળકી રોજની જેમ સ્કૂલે જવા નીકળી હતી. રસ્તામાં આરોપી ઉસ્માને 200 રૂપિયા આપવાનું બહાનું બનાવીને બાળકીને ઘરે બોલાવી અને ગેરેજમાં ઊભેલી ગાડીમાં તેની સાથે બળાત્કાર કર્યો. ઘરે કંઈપણ કહેવા પર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેને છોડી દીધી. પીડિતા અને આરોપી એક જ વિસ્તારના રહેવાસી છે. બાળકી એટલી ડરી ગઈ કે ઘરે પાછી ફર્યા બાદ પણ તેણે કંઈ જ ન કહ્યું. તેણે સ્કૂલે જવાનું પણ બંધ કરી દીધું. તેની મોટી બહેને ઘણી વખત તેના ચૂપ રહેવા અને ડરવાનું કારણ પૂછ્યું, પરંતુ તે વખતે પણ તેણે કંઈ ન કહ્યું. જ્યારે પરિવારે સમજાવટ કરીને બાળકી પાસેથી કારણ જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે ઘટના વિશે જણાવ્યું. માતા બાળકીને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ડૉક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવવા અને મેડિકલ કરાવવાનું કહ્યું. જોકે, તે ફરિયાદ નોંધાવ્યા વિના ઘરે પાછી ફરી. 30 એપ્રિલની રાત્રે 8 વાગ્યે બાળકીની માતા મલ્લીતાલ સ્ટેશન પહોંચી અને આરોપી મોહમ્મદ ઉસ્માન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. નૈનીતાલમાં બાળકી પર બળાત્કારની ઘટના બાદ ભડકેલો ગુસ્સો
ભીડે પોલીસ સ્ટેશન બહાર નારેબાજી કરી, દુકાનોમાં તોડફોડ કરી
નૈનીતાલના રુકુટ કમ્પાઉન્ડ વિસ્તારમાં રાત્રે 8:30 વાગ્યે બાળકી પર બળાત્કારના સમાચાર ફેલાયા. થોડી જ વારમાં મલ્લીતાલ પોલીસ સ્ટેશન બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ. મલ્લીતાલ પોલીસ સ્ટેશનની એક બાજુ મસ્જિદ છે અને બીજી બાજુ મોટું બજાર, જ્યાં મોટાભાગની દુકાનો મુસ્લિમોની છે. ભીડનો ગુસ્સો સૌથી પહેલાં અહીં ફાટી નીકળ્યો. ભીડે દુકાનોમાં તોડફોડ કરી અને દુકાનદારો પર હુમલો કર્યો. અહીં કાફે અને દુકાન ચલાવતા અહમદ અંસારીને આ હુમલામાં ગંભીર ઈજાઓ થઈ. અંસારી જણાવે છે, “આ ઘટના રાત્રે 9:30 વાગ્યાની આસપાસની છે. શરૂઆતમાં થોડાં લોકો નાકે એકઠા થયા હતા. ધીમે-ધીમે તેમની સંખ્યા 100ની નજીક પહોંચી. આ લોકોએ જ તોડફોડ અને મારપીટ કરી.” “હિંસા ભડકાવનારાઓમાં કેટલાક સ્થાનિક લોકો હતા, પરંતુ મોટાભાગના બહારના લાગતા હતા. તેઓ સાંપ્રદાયિક નારા લગાવી રહ્યા હતા અને દુકાનો તોડવાનું કહી રહ્યા હતા. તેઓ ચીસો પાડી રહ્યા હતા, ‘મુલ્લાઓને કાપી નાખો, દુકાનો બંધ કરો.’ “તેમણે મારી દુકાન પર હુમલો કરીને તોડફોડ કરી. હું ફક્ત એટલું જ પૂછી રહ્યો હતો કે તેઓ તોડફોડ શા માટે કરી રહ્યા છે. ત્યારે 10-12 લોકોએ મને ઘેરી લીધો. મને પણ ગંભીર ઈજાઓ થઈ. મારા પગ અને પેટ પાસે પાંચ ટાંકા આવ્યા છે.” અંસારી આગળ કહે છે, “તેઓ શાંતિથી આવીને કહી શકતા હતા કે માહોલ ખરાબ છે, દુકાનો બંધ કરો. અમે ખુશીથી દુકાનો બંધ કરીને ઘરે જતા. તેમણે ફક્ત મુસ્લિમ દુકાનદારોને જ નિશાન બનાવ્યા. જો કોઈએ ખોટું કામ કર્યું હોય, તો તે ગુનેગાર છે અને તેને સજા થવી જોઈએ.” “આવા માહોલની અસર અમારા વેપાર પર પડશે. આ ઘટનાઓના કારણે પ્રવાસીઓ અહીં આવવા નહીં માગે. હું પણ મારી દુકાન ફરીથી ખોલવાથી ડરું છું. કોણ જાણે આ લોકો ક્યારે ફરીથી હુમલો કરે.” ભીડે મલ્લીતાલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર પર હુમલો કર્યો
30 એપ્રિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભીડે મલ્લીતાલ પોલીસ સ્ટેશનમાં તૈનાત ઈન્સ્પેક્ટર આસિફ ખાન પર હુમલો કર્યો. તેમનો યુનિફોર્મ ખેંચ્યો, ગાળો આપી અને તેમની સાથે મારપીટનો પ્રયાસ કર્યો. કહેવાય છે કે આ વીડિયો દુકાનોમાં તોડફોડ પહેલાંનો છે. મસ્જિદ પર પથ્થરમારો, ભીડે કહ્યું- મસ્જિદને આગ લગાવો
દુકાનદારો પર મારપીટ અને તોડફોડ બાદ ભીડ મસ્જિદ તરફ આગળ વધી. રાત્રે 11 વાગ્યે ભીડે નારેબાજી કરતાં મસ્જિદ પર પથ્થરમારો શરૂ કર્યો. આ દરમિયાન જામા મસ્જિદ અંજુમન સમિતિના અધ્યક્ષ મોહમ્મદ જુએબ મસ્જિદમાં જ હતા. તેઓ જણાવે છે, “અમે ઈશાની નમાઝ પઢીને ઊભા થયા હતા. મોટાભાગના લોકો જતા રહ્યા હતા. અમે 4-5 લોકો જ મસ્જિદમાં હતા. અચાનક બૂમોનો અવાજ આવ્યો. મસ્જિદ બહાર 50-60 લોકો એકઠા થયા હતા. મેં તરત જ મસ્જિદનો દરવાજો બંધ કર્યો. તેઓ નારા લગાવી રહ્યા હતા, ‘આજે જો હિંદુ નહીં જાગે, તો તેમનું લોહી નહીં પાણી છે.’ “નારા લગાવ્યાના 10-15 મિનિટ બાદ તેઓ ચાલ્યા ગયા. થોડી વાર બાદ ફરીથી 300 લોકોની ભીડ આવી. તેઓ નારા લગાવી રહ્યા હતા, ‘મસ્જિદને આગ લગાવો, સળગાવી દો.’ ભીડે દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો. આ બધું રાત્રે 2:30 વાગ્યા સુધી ચાલ્યું. તે સમયે મસ્જિદમાં અમારી સાથે સદર સાહેબ પણ હતા. તેમણે તરત જ DIG અને કમિશનરને આની જાણ કરી.”
શું ભીડમાં સ્થાનિક લોકો જ હતા? આના જવાબમાં તેઓ કહે છે, “મારા માટે તેમની ઓળખ કરવી મુશ્કેલ છે કારણ કે તેઓ ભીડમાં આવ્યા હતા. અંધારું હતું, ચહેરા સ્પષ્ટ દેખાતા નહોતા.” “આ મસ્જિદ 1872ના સમયની છે. અમે ચોથી પેઢી છીએ જે આ મસ્જિદની સંભાળ રાખી રહ્યા છે. આજ સુધી મસ્જિદ પર આવો હુમલો ક્યારેય થયો નથી.” જુએબ આગળ કહે છે, “કેટલાક લોકો લાંબા સમયથી આ વિસ્તારનો માહોલ બગાડવા માગે છે. નૈનીતાલમાં હિંદુ-મુસ્લિમ બધા સાથે મળીને રહેતા હતા. અહીં મંદિર અને ગુરુદ્વારા પણ છે. થોડા સમયથી કેટલાક બહારના લોકો આવ્યા, જેમણે ‘હિંદુ-હિંદુ, ભાઈ-ભાઈ’ની વાતો શરૂ કરી. અમે પણ આ દેશના નાગરિકો છીએ. આજે આ મસ્જિદમાં થયું. કાલે આ ભીડ મંદિર અને ગુરુદ્વારા ન પહોંચી જાય, તે પહેલાં વહીવટીતંત્રએ કાર્યવાહી કરવી જોઈએ.” પ્રદર્શનકારીઓએ કહ્યું- ઉસ્માનનું ઘર ગેરકાયદેસર છે, તેના પર બુલડોઝર ચલાવવામાં આવશે
ભીડનો ભાગ રહેલા મનોજ જોશી જણાવે છે, “મોહમ્મદ ઉસ્માને જે કર્યું તેનાથી નૈનીતાલના લોકોમાં ગુસ્સો છે. અમારી મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને DIG સાથે વાત થઈ છે. તેમણે કહ્યું છે કે આ મામલે કડક કાર્યવાહી થશે. ઉસ્માનનું ઘર ગેરકાયદેસર છે. થોડા દિવસોમાં તેના પર બુલડોઝર ચલાવવામાં આવશે.” ભીડમાં સામેલ વિવેક વર્મા કહે છે, “આરોપી છેલ્લા 3 મહિનાથી નાની બાળકીનું યૌન શોષણ કરી રહ્યો હતો. પરિવારે કોતવાલીમાં FIR નોંધાવી છે. બાળકીના નિવેદનો પણ લેવાયા છે. નૈનીતાલના લોકોમાં આને લઈને ખૂબ નારાજગી છે. હું અપીલ કરું છું કે આના વિરોધમાં નૈનીતાલના તમામ બજારો બંધ રહે.” પ્રદર્શનકારીઓની માંગ: હિન્દુસ્તાન-નૈનીતાલમાંથી મુસ્લિમોનો સફાયો થવો જોઈએ
બીજા દિવસે, એટલે કે 1 મેની સવારે, સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનોએ આરોપી મોહમ્મદ ઉસ્માનીના વિરોધમાં પ્રદર્શન કર્યું. 100થી વધુ લોકોની ભીડ આરોપીના ઘર તરફ જઈ રહી હતી. પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભીડ બજારમાં ઘૂસી ગઈ. ભીડમાં સામેલ રીના કશ્યપ કહે છે, “અમારા હિન્દુસ્તાન અને નૈનીતાલમાંથી આ લોકોનું (મુસ્લિમોનું) સફાયું થવું જોઈએ. આ મુલ્લાઓ કોઈના નથી. મોહમ્મદ ઉસ્માનને ફાંસી આપવી જોઈએ. તેના પરિવારને અહીંથી હાંકી કાઢવો જોઈએ. તેનું ઘર તોડી નાખવું જોઈએ.” “તેણે વિસ્તારમાં ઘણાં મકાનો ભાડે આપ્યાં છે. અમારી વહુઓ અને દીકરીઓ અહીં સુરક્ષિત નથી. જો વહીવટીતંત્ર કંઈ ન કરી શકે, તો ઉસ્માનને અમારા હવાલે કરી દે.” ભીડને રોકનાર શૈલા નેગી, જેમને ધમકીઓ મળી રહી છે
મોટા બજારમાં દુકાન ચલાવતી શૈલા નેગીએ ભીડને રોકવાનો પ્રયાસ કર્યો. આનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં શૈલા પ્રદર્શનકારીઓને કહે છે, “તમે નિર્દોષ દુકાનદારોને શા માટે મારો છો? હિન્દુ-મુસ્લિમ શા માટે કરો છો? પીડિતા અને બળાત્કારી વિશે કોઈ વાત નથી કરતું. એવું નથી કે ફક્ત મુસ્લિમો જ બળાત્કાર કરે છે.” શૈલાએ ઘટના વિશે વાત કરતાં જણાવ્યું, “અમારી અહીં દુકાન છે. ઘટનાના દિવસે અમારી દુકાન પણ ખુલ્લી હતી કારણ કે વહીવટીતંત્રે દુકાનો બંધ કરવાનો કોઈ આદેશ આપ્યો નહોતો.” “ત્યારે ભીડમાં સામેલ એક મહિલાએ મારા પિતાને પૂછ્યું- તમે અહીં દુકાન ખોલી રાખી છે, તમે હિન્દુ છો કે મુસલમાન? મને આ સવાલ અટપટો લાગ્યો. મેં તેનો વિરોધ કરતાં તે મહિલાને કહ્યું કે જે પીડિત બાળકી માટે તમે રેલી કાઢો છો, તેના સમર્થનમાં તો તમે કંઈ બોલતા નથી. ન તો તેના માટે ન્યાય માગો છો. ફક્ત સાંપ્રદાયિક રમખાણો માટે માહોલ બનાવો છો.”
“મેં કોઈને કંઈ ખોટું નથી કહ્યું. તેમ છતાં મને ધમકીઓ મળી રહી છે કે આની સાથે ખોટું કામ થવું જોઈએ, આને પાકિસ્તાન મોકલો.”
“આ કોઈ ધાર્મિક મામલો નથી. દુકાનો તોડવી એકદમ ખોટું છે. આવતી કાલે આ જ લોકો કાયદો પોતાના હાથમાં લેશે અને દુકાનો સાથે અમને પણ સળગાવી દેશે. આનાથી નુકસાન અમારું જ થઈ રહ્યું છે. રસ્તાઓ ખાલી થઈ ગયા છે. બધાનો વેપાર-ધંધો ચોપટ થઈ ગયો છે.” દુકાનોમાં તોડફોડ અને હુમલો બધું આયોજનબદ્ધ હતું
સ્થાનિક લોકોનો દાવો છે કે આ બધું આયોજનબદ્ધ હતું. ભીડમાં BJP નગર મંડળ, રામસેવા દળ, બજરંગ દળ, શિવસેના, વેપાર મંડળ અને અધિવક્તા સંઘના કાર્યકરો સામેલ હતા. ભીડનો ઉદ્દેશ્ય મુસ્લિમ દુકાનદારોને નિશાન બનાવવાનો હતો. ઘણા દિવસોથી તેઓ આની કોશિશ કરી રહ્યા હતા. મોહમ્મદ ઉસ્માનની ધરપકડે તેમને બહાનું આપી દીધું. વેપાર મંડળના અધ્યક્ષ કિશન સિંહ નેગી પણ આ વાત સ્વીકારે છે કે બધું પૂર્વઆયોજિત હતું. કિશન જણાવે છે, “મને રાત્રે 10 વાગે બજારમાંથી એક સાથીનો ફોન આવ્યો કે લોકો દુકાનોમાં તોડફોડ કરી રહ્યા છે. હું પહોંચીને તોડફોડનું કારણ જાણવા માગ્યું. ખબર પડી કે ઠેકેદાર મોહમ્મદ ઉસ્માને એક બાળકી સાથે ખોટું કામ કર્યું હતું, આ તેનો વિરોધ છે. ઉસ્માનને પોલીસે ધરપકડ કરી લીધો હતો. બજારમાં ઉસ્માનની કોઈ દુકાન પણ નથી.” “મોહમ્મદ ઉસ્માનનું ઘર બજારથી દોઢ કિલોમીટર દૂર છે. આ ઘટનાનો દુકાનદારો સાથે કોઈ સંબંધ નથી. તેથી સ્પષ્ટ છે કે એક ષડયંત્ર હેઠળ મુસ્લિમ દુકાનદારો પર હુમલો કરવામાં આવ્યો. ભીડમાં મોટાભાગના લોકો બહારથી આવ્યા હતા. તેમણે દુકાનદારોને માર્યા અને દુકાનો તોડી નાખી. દુકાનદારોને ટાંકા લાગ્યા છે. એક દુકાનદાર તો મરતા-મરતા બચ્યો.” “આ બધું આયોજનબદ્ધ હતું. આ લોકોનું જૂથ પહેલેથી જ તૈયાર હતું. દુકાનદારો પર બે વખત હુમલા થઈ ચૂક્યા છે. બે મહિના પહેલાં કરીમ રેસ્ટોરન્ટમાં એક નશામાં ધૂત વ્યક્તિ ખાવા આવ્યો અને તેણે પૈસા ન આપ્યા. આને લઈને ગ્રાહક અને માલિક વચ્ચે ઝઘડો થયો. ત્યારે આને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તે સમયે ભીડનું નેતૃત્વ મનોજ વર્મા અને મનોજ જોશી કરી રહ્યા હતા.” “આ બધા સ્થાનિક લોકો હતા. તેઓ એ પણ જણાવી રહ્યા હતા કે તેઓ VHP અને બજરંગ દળના છે. અમે ઈચ્છીએ છીએ કે જેમણે આ બધું કર્યું તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. આ ઘટનાને કારણે પ્રવાસન ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે. મે મહિનામાં છેલ્લા 10 દિવસથી કામ ધીમું પડી ગયું છે. દુકાનો તોડી નાખવામાં આવી. દુકાનદારોને લાખોનું નુકસાન થયું છે. આખા દેશમાં નૈનીતાલની બદનામી થઈ, જેના કારણે પ્રવાસીઓ અહીં આવવાથી ડરી રહ્યા છે.” પોલીસે અજાણ્યા લોકો સામે FIR નોંધી
30 એપ્રિલે પ્રદર્શન દરમિયાન મસ્જિદ, દુકાનો અને દુકાનદારો પર થયેલા હુમલાને લઈને પોલીસે BNSSની કલમ 115(2), 324(2), 191(2), અને 126(2) હેઠળ અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. બળાત્કારના મામલે આરોપી મોહમ્મદ ઉસ્માન સામે BNSSની કલમ 65(1), 351(2) અને POCSO હેઠળ કેસ નોંધીને પોલીસ કાર્યવાહી કરી રહી છે. એસપી પ્રહ્લાદ નારાયણ મીણા જણાવે છે, “30 એપ્રિલે હંગામા અને પ્રદર્શન બાદ પોલીસે ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કેટલાક લોકો એક પોલીસકર્મી સાથે અભદ્ર વર્તન કરતા જોવા મળ્યા હતા. અમે FIR નોંધી લીધી છે.” “પોલીસ આ લોકોની ઓળખ કરી રહી છે. આ મામલે જે પણ લોકો સામેલ છે, તેમની ઓળખ કરીને કાર્યવાહી કરવામાં આવશે, પછી ભલે તે દુકાનોમાં તોડફોડ કરનારા હોય કે સાંપ્રદાયિક માહોલ બગાડવાનો પ્રયાસ કરનારા હોય.” સ્ટોરીમાં સહયોગ: રિહાન ખાન