પાકિસ્તાની એક્ટ્રેસ ફવાદ ખાન ફિલ્મ ‘અબીર ગુલાલ’થી બોલિવૂડમાં કમબેક કરવાનો હતો. આ ફિલ્મ 9 મેના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ તેની રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી. હવે ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA) એ ફિલ્મની રિલીઝ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દીધો છે. હવે આ ફિલ્મ ન તો થિયેટરોમાં રિલીઝ થશે કે ન તો OTT પર. આ સાથે, AICWA એ ફિલ્મના નિર્માતાઓ પાસેથી સ્પષ્ટતા પણ માગી છે કે શું તેઓ ભવિષ્યમાં આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ કરવા માંગે છે કે OTT પર. AICWA એ પોસ્ટ પર લખ્યું, ફિલ્મ ‘અબીર ગુલાલ’ માં પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન છે, તેથી આ ફિલ્મ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફવાદ ખાન એ દેશનો છે જે વારંવાર ભારત પર હુમલો કરે છે. આ એ જ AICWA છે જેણે પુલવામા હુમલા પછી ભારતમાં તમામ પાકિસ્તાની કલાકારો, ગાયકો, ફિલ્મ નિર્માતાઓ અને ફાઇનાન્સરો પર પ્રતિબંધ મૂક્યો હતો. જો ‘અબીર ગુલાલ’ને ભારતમાં રિલીઝ થવાની મંજૂરી આપવામાં આવે તો તે આપણા દેશ સાથે વિશ્વાસઘાત અને આપણા શહીદોના બલિદાનનું અપમાન હશે. ભારત વિરુદ્ધ ઊભા રહેલા અભિનેતાને કેમ ટેકો આપવો? AICWA એ લખ્યું, AICWA ફિલ્મમાં ફવાદ ખાનના સમાવેશની સખત નિંદા કરે છે. આ એ જ ફવાદ ખાન છે જે ભારત વિરુદ્ધ ઊભો રહ્યો હતો અને જ્યારે ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓનો નાશ કર્યો ત્યારે પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. આતંકીઓના તે અડ્ડાઓ પાકિસ્તાન સરકાર દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યા હતા. શાંતિ અને ન્યાયને ટેકો આપવાને બદલે, ફવાદ ખાને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા અને ભારતની કાર્યવાહીની ટીકા કરી. જ્યારે કોઈ એક્ટર આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશનું સમર્થન કરે છે, ત્યારે તેને આતંકવાદ સમર્થક કહેવું ખોટું નથી, તે સાચું છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગને AICWAએ પ્રશ્ન પૂછ્યો AICWA એ ભારતીય ફિલ્મ ઉદ્યોગને એક પ્રશ્ન પૂછ્યો છે કે, દુનિયામાં આટલા બધા વિકલ્પો હોવા છતાં, કેટલાક લોકો પાકિસ્તાની એક્ટરો, એક્ટ્રેસિસ, સિગર્સ અને ફિલ્મ નિર્માતાઓને કેમ પસંદ કરે છે? શું તેમની કલા એટલી ખાસ છે કે દેશનું સન્માન દાવ પર લગાવી શકાય? AICWA બોલિવૂડ અને તમામ પ્રાદેશિક ફિલ્મ ઉદ્યોગોને સ્પષ્ટ વલણ અપનાવવા અપીલ કરે છે. ફિલ્મ ઉદ્યોગે દેશ, આપણા સૈનિકો અને સરકાર સાથે ઊભા રહેવું જોઈએ જેઓ આતંકવાદ સામે લડી રહ્યા છે. જો આજે ફિલ્મ ઉદ્યોગ દેશની સાથે નહીં ઊભો રહે, તો આ રાષ્ટ્ર યાદ રાખશે કે તેમણે દેશભક્તિથી ઉપર પૈસા કમાવવાને મહત્ત્વ આપ્યું હતું. AICWA એ વધુમાં કહ્યું કે, ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે. શું તમે ભારત સાથે ઊભા રહેશો કે આતંકવાદને પ્રોત્સાહન આપનારા દેશના સમર્થકો સાથે? આજે જે લોકો મૌન રહે છે તેઓ કાલે તેમના મૌન માટે યાદ કરવામાં આવશે. પાકિસ્તાની કલાકારો પર સંપૂર્ણ પ્રતિબંધ AICWA એ પોતાના નિર્ણયનો પુનરોચ્ચાર કર્યો અને લખ્યું કે, બધા પાકિસ્તાની કલાકારો, ગાયકો, ફિલ્મ નિર્માતાઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આતંકવાદીઓને ટેકો આપનારા અથવા સમર્થકો માટે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં કોઈ સ્થાન નથી. જ્યારે આખો દેશ આતંકવાદ સામે એક થાય છે, ત્યારે AICWA અપેક્ષા રાખે છે કે ભારતીય ફિલ્મ ઉદ્યોગ રાષ્ટ્ર પ્રત્યે આદર દાખવે અને ભારતની સાથે ઊભો રહે. અમે અમારા ઉદ્યોગને ભારત વિરુદ્ધ બોલનારાઓ માટે પ્લેટફોર્મ બનવા દઈશું નહીં.