ભારતે પાકિસ્તાન સામે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરીને તેમને યોગ્ય જવાબ આપ્યો છે, જેના કારણે દેશભરમાં ભારે ઉત્સાહ અને ગર્વનો માહોલ છે. આ દરમિયાન, ફિલ્મ નિર્માતા નિક્કી ભગનાનીએ ‘ઓપરેશન સિંદૂર’ પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું, જેના પછી લોકો ગુસ્સે થઈ ગયા અને નિર્માતાઓને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. જોકે, નિક્કી ભગનાનીએ આ મામલે માફી માંગી અને સ્પષ્ટતા કરી કે તેમનો ઈરાદો કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહોતો. જાણો શું છે આખો મામલો નિક્કી-વિકી ભગનાની ફિલ્મ્સ અને કન્ટેન્ટ એન્જિનિયરે મળીને ‘ઓપરેશન સિંદૂર’ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. આનું એક AI પોસ્ટર પણ શેર કરવામાં આવ્યું હતું. જેમાં લખ્યું છે- ભારત માતા કી જય, ઓપરેશન સિંદૂર. ફિલ્મનું પોસ્ટર જોઈને લોકો ગુસ્સે થયા આ ફિલ્મનું પોસ્ટર શેર થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે થઈ ગયા. એકે કહ્યું, ‘શરમ આવવી જોઈએ મિત્ર, યુદ્ધ ફાટી નીકળ્યું છે.’ બીજાએ લખ્યું, ‘જોકે કોઈ એક્ટર આ વિશે વાત કરી રહ્યો નથી, દરેક વ્યક્તિ પોતાના ફાયદા માટે ફિલ્મ બનાવવા માટે નીકળી પડ્યો છે.’ ત્રીજાએ લખ્યું, ‘તમારી જાતને અને તમારા દેશને શરમજનક બનાવવાનું બંધ કરો.’ શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી પણ ગુસ્સે થયા શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ‘ઓપરેશન સિંદૂર’ ટાઇટલ રજિસ્ટ્રેશનની દોડ પર બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ અને પ્રોડક્શન હાઉસની આકરી ટીકા કરી છે. તેમણે એક પોસ્ટ શેર કરી જેમાં લખ્યું હતું- ઘણા પ્રોડક્શન હાઉસે ‘ઓપરેશન સિંદૂર’ના નામે ફિલ્મ બનાવવા માટે ટાઇટલ રજિસ્ટર કરવા માટે અરજી કરી છે. આમાં જોન અબ્રાહમના પ્રોડક્શન હાઉસ તેમજ આદિત્ય ધરના પ્રોડક્શન હાઉસના નામનો સમાવેશ થાય છે. તેના કેપ્શનમાં પ્રિયંકા ચતુર્વેદીએ લખ્યું, ‘બેશરમ ગીધ’ નિક્કી ભગનાનીએ પોસ્ટર ડિલીટ કરી અને માફી માગી નિક્કી ભગનાનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આમાં તેણે લખ્યું, ‘થોડા સમય પહેલા મેં સોશિયલ મીડિયા પર ‘ઓપરેશન સિંદૂર’ નામની એક ફિલ્મની જાહેરાત કરી હતી, જે આપણી સેનાના બહાદુર મિશનથી પ્રેરિત છે. હું સ્પષ્ટ કરવા માગું છું કે, મારો હેતુ કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કે કોઈને દુઃખી કરવાનો બિલકુલ નહોતો. જો કોઈને મારા શબ્દો કે આ જાહેરાતથી ખરાબ લાગ્યું હોય, તો હું દિલથી માફી માંગુ છું.’ ‘એક ફિલ્મ નિર્માતા તરીકે, હું હંમેશા એવી વાર્તાઓ કહેવા માગું છું જે લોકોને પ્રેરણા આપે અને આપણી રાષ્ટ્રભાવના અને બલિદાનને પ્રદર્શિત કરે. આપણા સૈનિકોની બહાદુરી, શિસ્ત અને દેશભક્તિએ મને હંમેશા ખૂબ પ્રભાવિત કર્યો છે.’ઓપરેશન સિંદૂર’ પણ આ વિચાર સાથે શરૂ થયું હતું. આ ફક્ત એક ફિલ્મ નથી પરંતુ દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનારા તમામ બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ છે.’ ‘હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને આપણી સેનાનો હૃદયપૂર્વક આભાર માનું છું, જેઓ આપણા દેશને સુરક્ષિત અને મજબૂત રાખવા માટે દિવસ-રાત સખત મહેનત કરી રહ્યા છે. આ ફિલ્મ કોઈ નામ કે પૈસા માટે નથી બનાવવામાં આવી રહી, પરંતુ દેશ પ્રત્યે આદર, પ્રેમ અને કૃતજ્ઞતાની ભાવના સાથે બનાવાઈ રહી છે.’ ‘અમારી પ્રાર્થના અને આદર હંમેશા શહીદો અને તેમના પરિવારો સાથે રહેશે જેમણે આપણને દરરોજ સુરક્ષિત જીવન આપવા માટે પોતાનો જીવ આપ્યો. જો આ ફિલ્મથી કોઈને દુઃખ થયું હોય અથવા કોઈને અસુવિધા થઈ હોય, તો હું ફરીથી માફી માગું છું અને તમારી સમજણ અને સમર્થન માટે વિનંતી કરું છું.’ દિગ્દર્શક ઉત્તમ મહેશ્વરીએ માફી માગી આ ફિલ્મના ડિરેક્ટર ઉત્તમ મહેશ્વરીએ લોકોની ટીકા બાદ હવે જાહેરમાં માફી માગી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા તેમણે કહ્યું કે, ‘આપણા ભારતીય સૈનિકોની બહાદુરી પર આધારિત ફિલ્મ ‘ઓપરેશન સિંદૂર’ની જાહેરાત બદલ હું દિલથી માફી માગું છું. તેનો હેતુ ક્યારેય કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કે ઉશ્કેરવાનો નહોતો. તેમણે કહ્યું, હું આપણા સૈનિકોની હિંમત, બલિદાન અને શક્તિથી ખૂબ પ્રભાવિત થયો છું અને આ વાર્તા બધાની સામે લાવવા માગતો હતો.’