ગુજરાતના વડોદરામાં જન્મેલ કર્નલ સોફિયા કુરેશી ‘ઓપરેશન સિંદૂર’ને કારણે દરેક જગ્યાએ ચર્ચામાં છે. ભારતીય સેનાના ‘કોર્પ્સ ઓફ સિગ્નલ્સ’ સાથે સંકળાયેલી સોફિયા, એ બે મહિલા અધિકારીઓમાંની એક હતી જેમણે 7 મે (બુધવાર) ના રોજ ભારતની સફળ લશ્કરી કાર્યવાહી વિશે વિશ્વને માહિતી આપી હતી. હવે કર્નલ સોફિયાની ટ્વિન્સ બહેન ડૉ. શાયના સુનસારાની પણ ચર્ચા થઈ રહી છે. શાયના સોશિયલ મીડિયા ખૂબ જ ફેમસ છે. ઓપરેશન સિંદૂર દરમિયાન સોફિયાએ દેશને ગૌરવ અપાવ્યું હતું, જ્યારે શાયનાએ પણ પોતાની મહેનત અને જુસ્સાથી ઘણું બધું હાંસલ કર્યું છે. શાયના અને સોફિયા બંનેનો જન્મ વડોદરાના એક આર્મી પરિવારમાં થયો હતો. તેમના પિતાએ 1971ના બાંગ્લાદેશ યુદ્ધમાં ભાગ લીધો હતો અને તેમના દાદા અને પરદાદા પણ લશ્કરમાં હતા. તેમના કાકા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માં ફરજ બજાવી ચૂક્યા હતા અને તેમની દાદી ઘણીવાર તેમને તેમના પૂર્વજો વિશે કહેતા હતા જેમણે ઝાંસીની રાણી સાથે 1857ની ક્રાંતિમાં ભાગ લીધો હતો. આવી સ્થિતિમાં, સોફિયાએ ભારતીય સેનામાં પોતાનું સ્થાન બનાવ્યું અને કર્નલના પદ સુધી પહોંચી, જ્યારે શાયનાનો રસ્તો કંઈક અલગ હતો. શાયનાએ ઘણા ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવી છે
સોફિયાની જુડવા બહેન શાયનાએ ઘણા જુદા-જુદા ક્ષેત્રોમાં પોતાની ઓળખ બનાવી છે. તે એક અર્થશાસ્ત્રી, પર્યાવરણવાદી, ફેશન ડિઝાઇનર, પૂર્વ આર્મી કેડેટ અને ગોલ્ડ મેડલ વિનર રાઇફલ શૂટિંગ ખેલાડી છે. તેમને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, શાયનાએ ઘણી બ્યૂટી સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો છે અને મિસ ગુજરાત, મિસ ઈન્ડિયા અર્થ 2017 અને મિસ યુનાઈટેડ નેશન્સ 2018 જેવા ખિતાબ જીત્યા છે. તે ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 28 હજારથી વધુ ફોલોઅર્સ છે. તેમણે ગુજરાતમાં 100,000 વૃક્ષો વાવવાની યોજના પણ શરૂ કરી, જેની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા થઈ. આ ઉપરાંત, શાયનાને 2018માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ મળ્યો હતો. શાયનાએ ભલે સેનામાં સેવા આપી ન હતી, પરંતુ તેના જીવનનો હેતુ દેશની સેવા કરવાનો રહ્યો છે. શાયનાને બાળપણથી જ ફેશન ડિઝાઇનિંગનો શોખ હતો
રેડિયો સિટી સાથેના તાજેતરના ઇન્ટરવ્યૂમાં, શાયનાએ તેના બાળપણના સપનાઓ વિશે વાત કરી. શાયનાને બાળપણથી જ ફેશન ડિઝાઇનિંગનો ખૂબ શોખ હતો. સ્કૂલ ટાઈમમાં, શાયનાએ એકવાર તેની માતાની સાડી કાપી ડ્રેસ ડિઝાઇન કર્યો હતો. શાયનાને તેની બહેન કર્નલ સોફિયા કુરેશી પર ગર્વ છે અને તે માને છે કે સોફિયાએ જે કર્યું છે તે ફક્ત પરિવાર માટે જ નહીં પરંતુ દેશ માટે પણ ગર્વની વાત છે.