P24 News Gujarat

20 દિવસ બાદ ‘બિગ બી’એ પહેલગામ મુદ્દે મૌન તોડ્યું:ઓપરેશન સિંદૂરના વખાણ કરતા તેમણે સેનાને સલામ કરી, કહ્યું- ‘જય હિંદ, કર શપથ, કર શપથ! અગ્નિ પથ!’

પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પોતાની બહાદુરી દર્શાવી અને ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું અને હુમલાનો બદલો લીધો. 10 મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની પણ જાહેરાત કરવામાં આવી છે અને દેશ ભારતીય સેનાને સલામ કરી રહ્યો છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સે પણ સેનાને ટેકો આપ્યો અને તેમને પ્રોત્સાહન આપ્યું. આટલા દિવસ મૌન રહ્યા બાદ હવે અમિતાભ બચ્ચન ટ્વિટ કર્યું છે. 20 દિવસ પહેલા પહેલગામ હુમલા મામલે ‘બિગ બી’એ ખાલી નંબરની પોસ્ટ શેર કરી હતી, જે કોઈને સમજમાં આવી નહોતી. પરંતુ હવે તેમણે વિગતવાર એક ભાવનાત્મક અને દેશભક્તિપૂર્ણ પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં તેમણે ઓપરેશન સિંદૂર દ્વારા ભારત દ્વારા પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલા હુમલાઓની પ્રશંસા કરી હતી. પોસ્ટ દ્વારા તેમણે આતંકવાદની ક્રૂરતા અને સેનાની હિંમત વિશે વાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી ‘બિગ બી’એ પહેલગામ હુમલાની ઘટનાનું દુ:ખદ વર્ણન કર્યું હતું. તેમણે લખ્યું કે જ્યારે પત્ની આજીજી કરતી રહી ત્યારે આતંકવાદીઓએ પતિની નિર્દયતાથી હત્યા કરી. અમિતાભે પોતાના પિતા હરિવંશ રાય બચ્ચનની કવિતાની એક પંક્તિ ટાકી એક વિધવાની પીડા વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે આ હુમલાને “એવી ઘટના તરીકે વર્ણવી જે તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં”. ઓપરેશન સિંદૂરના વખાણ કર્યા
ભારત દ્વારા 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર જવાબી હુમલો કરવામાં આવ્યો હતો. અમિતાભે આ ઓપરેશનને “અદભુત” ગણાવ્યું અને સેનાની બહાદુરીને સલામ કરી. તેમણે લખ્યું કે- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાનો જવાબ સિંદૂરના પ્રતીકથી આપ્યો, જે આદર અને રક્ષણનું પ્રતીક છે. છેલ્લે આ પોસ્ટનો અંત કરતા તેઓ લખે છે કે- ‘જય હિંદ, જય હિંદ કી સેના, તમે ક્યારેય અટકશો નહીં; તમે ક્યારેય પાછા ફરશો નહીં; તમે ક્યારેય ઝૂકશો નહીં, કર શપથ, કર શપથ, કર શપથ! અગ્નિ પથ! અગ્નિ પથ! અગ્નિ પથ!!! સોશિયલ મીડિયા પર ‘બિગ બી’ને ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા
આ પોસ્ટ પહેલા બોલિવૂડના દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. તેનું કારણ તેમનું સતત મૌન હતું. પહેલગામ આતંકવાદી હુમલો 22 એપ્રિલના રોજ થયો હતો, જેના પછી દેશભરમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આના જવાબમાં, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો, પરંતુ અમિતાભ બચ્ચને 10 મે સુધી કંઈ કહ્યું નહીં.
22 એપ્રિલથી, અમિતાભ બચ્ચન X (પહેલાનું ટ્વિટર) પર દરરોજ ટ્વિટ કરી રહ્યા હતા, પરંતુ આ ટ્વિટ્સમાં ફક્ત એક જ નંબર લખાયેલો હતો – જેમ કે 5370, 5371 વગેરે. કોઈ શબ્દો નહીં, કોઈ ઇમોજી નહીં, કોઈ અભિવ્યક્તિ નહીં. પહેલા તો લોકોને લાગ્યું કે કદાચ આ કોઈ ટેકનિકલ ખામી હશે કે મજાક હશે, પરંતુ જ્યારે આ 15-20 દિવસ સુધી ચાલુ રહ્યું, ત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ. ખાસ કરીને જ્યારે અન્ય બોલિવૂડ સ્ટાર્સે સેનાના સમર્થનમાં પોસ્ટ કરી હતી, ત્યારે અમિતાભ બચ્ચને પણ તેના વિશે ટ્વિટ કર્યું ન હતું. એક યુઝરે લખ્યું હતું કે, ‘સાહેબ, કદાચ BSE રેટ જણાવી રહ્યા છે.’ તો કોઈએ કહ્યું, ‘જો તમે હજુ પણ કંઈ નહીં કહો તો ઇતિહાસ તમને માફ નહીં કરે.’ ઘણા લોકો એવું પણ પૂછવા લાગ્યા કે આ ટ્વીટ્સનો અર્થ શું છે? એક યુઝરે કહ્યું હતું કે, ‘સાહેબ, કૃપા કરીને દેશની સેના માટે કંઈક કહો. આપણા સૈનિકો ફક્ત આપણા માટે લડી રહ્યા છે.’

​પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ પોતાની બહાદુરી દર્શાવી અને ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધર્યું અને હુમલાનો બદલો લીધો. 10 મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામની પણ જાહેરાત કરવામાં આવી છે અને દેશ ભારતીય સેનાને સલામ કરી રહ્યો છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સે પણ સેનાને ટેકો આપ્યો અને તેમને પ્રોત્સાહન આપ્યું. આટલા દિવસ મૌન રહ્યા બાદ હવે અમિતાભ બચ્ચન ટ્વિટ કર્યું છે. 20 દિવસ પહેલા પહેલગામ હુમલા મામલે ‘બિગ બી’એ ખાલી નંબરની પોસ્ટ શેર કરી હતી, જે કોઈને સમજમાં આવી નહોતી. પરંતુ હવે તેમણે વિગતવાર એક ભાવનાત્મક અને દેશભક્તિપૂર્ણ પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં તેમણે ઓપરેશન સિંદૂર દ્વારા ભારત દ્વારા પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલા હુમલાઓની પ્રશંસા કરી હતી. પોસ્ટ દ્વારા તેમણે આતંકવાદની ક્રૂરતા અને સેનાની હિંમત વિશે વાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી ‘બિગ બી’એ પહેલગામ હુમલાની ઘટનાનું દુ:ખદ વર્ણન કર્યું હતું. તેમણે લખ્યું કે જ્યારે પત્ની આજીજી કરતી રહી ત્યારે આતંકવાદીઓએ પતિની નિર્દયતાથી હત્યા કરી. અમિતાભે પોતાના પિતા હરિવંશ રાય બચ્ચનની કવિતાની એક પંક્તિ ટાકી એક વિધવાની પીડા વ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે આ હુમલાને “એવી ઘટના તરીકે વર્ણવી જે તેઓ ક્યારેય ભૂલી શકશે નહીં”. ઓપરેશન સિંદૂરના વખાણ કર્યા
ભારત દ્વારા 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર જવાબી હુમલો કરવામાં આવ્યો હતો. અમિતાભે આ ઓપરેશનને “અદભુત” ગણાવ્યું અને સેનાની બહાદુરીને સલામ કરી. તેમણે લખ્યું કે- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હુમલાનો જવાબ સિંદૂરના પ્રતીકથી આપ્યો, જે આદર અને રક્ષણનું પ્રતીક છે. છેલ્લે આ પોસ્ટનો અંત કરતા તેઓ લખે છે કે- ‘જય હિંદ, જય હિંદ કી સેના, તમે ક્યારેય અટકશો નહીં; તમે ક્યારેય પાછા ફરશો નહીં; તમે ક્યારેય ઝૂકશો નહીં, કર શપથ, કર શપથ, કર શપથ! અગ્નિ પથ! અગ્નિ પથ! અગ્નિ પથ!!! સોશિયલ મીડિયા પર ‘બિગ બી’ને ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા
આ પોસ્ટ પહેલા બોલિવૂડના દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. તેનું કારણ તેમનું સતત મૌન હતું. પહેલગામ આતંકવાદી હુમલો 22 એપ્રિલના રોજ થયો હતો, જેના પછી દેશભરમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આના જવાબમાં, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો, પરંતુ અમિતાભ બચ્ચને 10 મે સુધી કંઈ કહ્યું નહીં.
22 એપ્રિલથી, અમિતાભ બચ્ચન X (પહેલાનું ટ્વિટર) પર દરરોજ ટ્વિટ કરી રહ્યા હતા, પરંતુ આ ટ્વિટ્સમાં ફક્ત એક જ નંબર લખાયેલો હતો – જેમ કે 5370, 5371 વગેરે. કોઈ શબ્દો નહીં, કોઈ ઇમોજી નહીં, કોઈ અભિવ્યક્તિ નહીં. પહેલા તો લોકોને લાગ્યું કે કદાચ આ કોઈ ટેકનિકલ ખામી હશે કે મજાક હશે, પરંતુ જ્યારે આ 15-20 દિવસ સુધી ચાલુ રહ્યું, ત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ. ખાસ કરીને જ્યારે અન્ય બોલિવૂડ સ્ટાર્સે સેનાના સમર્થનમાં પોસ્ટ કરી હતી, ત્યારે અમિતાભ બચ્ચને પણ તેના વિશે ટ્વિટ કર્યું ન હતું. એક યુઝરે લખ્યું હતું કે, ‘સાહેબ, કદાચ BSE રેટ જણાવી રહ્યા છે.’ તો કોઈએ કહ્યું, ‘જો તમે હજુ પણ કંઈ નહીં કહો તો ઇતિહાસ તમને માફ નહીં કરે.’ ઘણા લોકો એવું પણ પૂછવા લાગ્યા કે આ ટ્વીટ્સનો અર્થ શું છે? એક યુઝરે કહ્યું હતું કે, ‘સાહેબ, કૃપા કરીને દેશની સેના માટે કંઈક કહો. આપણા સૈનિકો ફક્ત આપણા માટે લડી રહ્યા છે.’ 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *