‘મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ મા તું’- કવિ દલપતરામની આ કૃતિ વિશ્વની દરેક માતાનો પોતાના સંતાન પ્રત્યેનો પ્રેમ અને વાત્સલ્ય દર્શાવે છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં મે મહિનાના બીજા રવિવારને ‘મધર્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે બોલિવૂડ સેલેબ્સે પણ આ ખાસ દિવસે તેમનાં માતા પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. જ્યારે કેટલાક સ્ટાર્સે દેશની સુરક્ષા માટે પોતાનો જીવ આપનારા સૈનિકોનાં માતા પ્રત્યે પોતાની લાગણીઓ શેર કરી. સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર માતા સુશિલા અને હેલન સાથે ફોટો શેર કર્યો અને લખ્યું, ‘થેંક્યૂ પપ્પા, વિશ્વની સૌથી સારી માતાઓ માટે, દુનિયાની સૌથી સુંદર સ્ત્રીઓને, હેપી મધર્સ ડે.’ સુનિલ શેટ્ટીએ ભારત માતા અને દેશની રક્ષા કરી રહેલા સૈનિકોની માતાઓને વંદન કર્યાં, બાદમાં તેણે પોતાની માતા, પત્ની સાથે ફોટો શેર કર્યા. તેમજ દીકરી અથિયા શેટ્ટી સાથે ફોટો શેર કરી લખ્યું, ‘હેપી ફર્સ્ટ મધર્સ ડે’. અથિયા શેટ્ટીએ માતા અને સાસુ સાથેનો ફોટો શેર કર્યો, સાથે જ દેશના સૈનિકોની માતાને પણ વંદન કર્યાં. જ્યારે ક્રિકેટર કે.એલ. રાહુલે દીકરી ઈવારા સાથે અથિયાનો ફોટો શેર કરીને લખ્યું, ‘તને આટલી બધી તાકાત, ગ્રેસ અને ધીરજ સાથે માતૃત્વ નીભાવતા જોઈને મારો તારા પ્રત્યેનો પ્રેમ વધુ વધી ગયો છે. પહેલા મધર્સ ડેની શુભેચ્છાઓ. ઈવારા ખૂબ જ ભાગ્યશાળી છે, કારણકે તું તેની પાસે છે.’ અનન્યા પાંડેએ પોતાની મમ્મી સાથે ફોટો શેર કરીને લખ્યું, ‘જીવનભરની મિત્ર’, સાથે જ શહીદ જવાનોના માતા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી. જાહ્નવી કપૂર અને અર્જુન કપૂર સહિતના સેલેબ્સે સૈનિકોનાં માતા પ્રત્યે આદર વ્યક્ત કર્યો. રિતેશ દેશમુખે પત્ની જેનેલિયાનો વીડિયો શેર કરીને લખ્યું, ‘મિત્ર, ગર્લફ્રેન્ડ, પત્ની અને હવે શ્રેષ્ઠ માતા.’ જ્યારે જેનેલિયાએ માતા અને સાસુમા સાથે ફોટો શેર કરીને લખ્યું, ‘મારું સંપૂર્ણ વિશ્વ, માતૃત્વનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ.’ અનુષ્કા શર્માએ માતા અને સાસુમાનો ફોટો પોસ્ટ કરીને લખ્યું, ‘વિશ્વની દરેક સુંદર માતાઓને મધર્સ ડેની શુભેચ્છાઓ.’ જ્યારે વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા, માતા અને સાસુમાનો ફોટો પોસ્ટ કરીને લખ્યું, ‘દુનિયાની બધી માતાઓને મધર્સ ડેની શુભકામનાઓ. એક જેણે મને જન્મ આપ્યો, એક જેણે મને તેના દીકરાના રૂપમાં સ્વીકાર્યો અને અમારા બાળકો માટે મજબૂત, પાલનપોષણ કરતી, પ્રેમાળ અને રક્ષણ આપતી માતા, અમે તને દરરજ વધુને વધુ પ્રેમ કરીએ છીએ અનુષ્કા.’ મોમ ટુ બી કિયારા અડવાણીએ માતા અને સાસુમા સાથેના ફોટો શેર કર્યા. જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ માતા અને સાસુમા સાથેના ફોટો પોસ્ટ કરીને લખ્યું, ‘બધું તમારાથી શરૂ થાય છે પણ આ મધર્સ ડે થોડો ખાસ લાગે છે. કારણ કે હવે તે ફક્ત તે માતાઓ વિશે જ નથી, જેમની હું પ્રશંસા કરું છું પણ તેની સાથે પણ છે, જેની સાથે હું નવા ચેપ્ટરમાં જોડાઈ રહ્યો છું. મારી મમ્મી, મારા સાસુ અને આ ક્લબની નવી મેમ્બરને મધર્સ ડેની શુભેચ્છાઓ.’ ક્રિતી સેનને માતાને પોતાની તાકાત, સપોર્ટર અને સૌથી મોટી ક્રિટીક, ડ્રામા ક્વીન ગણાવતી એક ક્યૂટ વીડિયો શેર કર્યો અને મધર્સ ડેની શુભેચ્છાઓ પાઠવી. વરુણ ધવને માતા સાથે ફોટો પોસ્ટ કરીને લખ્યું, ‘અમને દરેકને એકબીજા સાથે જોડીને રાખનારી મમ્મીને હેપી મધર્સ ડે.’ દિશા પટનીએ માતાનો ફોટો શેર કરી લખ્યું, ‘તારા દરેક ત્યાગ અને નિઃસ્વાર્થ પ્રેમ બદલ હું આભારી છું.’ સોનમ કપૂરે માતા, સાસુમા અને દીકરા વાયુ સાથેનો ફોટો શેર કર્યો. જ્યારે કરણ જોહરે માતા સાથેનો ફોટો શેર કરી લખ્યું, ‘પ્રેમ, પ્રેમ, પ્રેમ’. બીજી તરફ કરીના કપૂર, કરિશ્મા કપૂર, મોની રોયે પણ મધર્સ ડેની શુભેચ્છાઓ પાઠવી. મિરા રાજપૂતે માતા અને સાસુમા સુપ્રિયા પાઠક સાથે ફોટો શેર કર્યો. એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પોતાના માતા, નાની, સાસુમા સાથે ફોટો શેર કર્યાં, સાથે જ દીકરી સાથે પણ ફોટો શેર કર્યો. જ્યારે રાજકુમાર રાવે પણ માતાનો ફોટો પોસ્ટ કરીને તેમનો આભાર માન્યો. એક્ટ્રેસ નુસરત ભરૂચાએ માતા સાથેનો ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, ‘પહેલા દિવસથી અત્યારસુધી, આ જોડાણ બધાથી અલગ છે.’
’મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ મા તું’- કવિ દલપતરામની આ કૃતિ વિશ્વની દરેક માતાનો પોતાના સંતાન પ્રત્યેનો પ્રેમ અને વાત્સલ્ય દર્શાવે છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં મે મહિનાના બીજા રવિવારને ‘મધર્સ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે બોલિવૂડ સેલેબ્સે પણ આ ખાસ દિવસે તેમનાં માતા પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. જ્યારે કેટલાક સ્ટાર્સે દેશની સુરક્ષા માટે પોતાનો જીવ આપનારા સૈનિકોનાં માતા પ્રત્યે પોતાની લાગણીઓ શેર કરી. સલમાન ખાને ઇન્સ્ટાગ્રામ પર માતા સુશિલા અને હેલન સાથે ફોટો શેર કર્યો અને લખ્યું, ‘થેંક્યૂ પપ્પા, વિશ્વની સૌથી સારી માતાઓ માટે, દુનિયાની સૌથી સુંદર સ્ત્રીઓને, હેપી મધર્સ ડે.’ સુનિલ શેટ્ટીએ ભારત માતા અને દેશની રક્ષા કરી રહેલા સૈનિકોની માતાઓને વંદન કર્યાં, બાદમાં તેણે પોતાની માતા, પત્ની સાથે ફોટો શેર કર્યા. તેમજ દીકરી અથિયા શેટ્ટી સાથે ફોટો શેર કરી લખ્યું, ‘હેપી ફર્સ્ટ મધર્સ ડે’. અથિયા શેટ્ટીએ માતા અને સાસુ સાથેનો ફોટો શેર કર્યો, સાથે જ દેશના સૈનિકોની માતાને પણ વંદન કર્યાં. જ્યારે ક્રિકેટર કે.એલ. રાહુલે દીકરી ઈવારા સાથે અથિયાનો ફોટો શેર કરીને લખ્યું, ‘તને આટલી બધી તાકાત, ગ્રેસ અને ધીરજ સાથે માતૃત્વ નીભાવતા જોઈને મારો તારા પ્રત્યેનો પ્રેમ વધુ વધી ગયો છે. પહેલા મધર્સ ડેની શુભેચ્છાઓ. ઈવારા ખૂબ જ ભાગ્યશાળી છે, કારણકે તું તેની પાસે છે.’ અનન્યા પાંડેએ પોતાની મમ્મી સાથે ફોટો શેર કરીને લખ્યું, ‘જીવનભરની મિત્ર’, સાથે જ શહીદ જવાનોના માતા પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી. જાહ્નવી કપૂર અને અર્જુન કપૂર સહિતના સેલેબ્સે સૈનિકોનાં માતા પ્રત્યે આદર વ્યક્ત કર્યો. રિતેશ દેશમુખે પત્ની જેનેલિયાનો વીડિયો શેર કરીને લખ્યું, ‘મિત્ર, ગર્લફ્રેન્ડ, પત્ની અને હવે શ્રેષ્ઠ માતા.’ જ્યારે જેનેલિયાએ માતા અને સાસુમા સાથે ફોટો શેર કરીને લખ્યું, ‘મારું સંપૂર્ણ વિશ્વ, માતૃત્વનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ.’ અનુષ્કા શર્માએ માતા અને સાસુમાનો ફોટો પોસ્ટ કરીને લખ્યું, ‘વિશ્વની દરેક સુંદર માતાઓને મધર્સ ડેની શુભેચ્છાઓ.’ જ્યારે વિરાટ કોહલીએ અનુષ્કા શર્મા, માતા અને સાસુમાનો ફોટો પોસ્ટ કરીને લખ્યું, ‘દુનિયાની બધી માતાઓને મધર્સ ડેની શુભકામનાઓ. એક જેણે મને જન્મ આપ્યો, એક જેણે મને તેના દીકરાના રૂપમાં સ્વીકાર્યો અને અમારા બાળકો માટે મજબૂત, પાલનપોષણ કરતી, પ્રેમાળ અને રક્ષણ આપતી માતા, અમે તને દરરજ વધુને વધુ પ્રેમ કરીએ છીએ અનુષ્કા.’ મોમ ટુ બી કિયારા અડવાણીએ માતા અને સાસુમા સાથેના ફોટો શેર કર્યા. જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાએ પણ માતા અને સાસુમા સાથેના ફોટો પોસ્ટ કરીને લખ્યું, ‘બધું તમારાથી શરૂ થાય છે પણ આ મધર્સ ડે થોડો ખાસ લાગે છે. કારણ કે હવે તે ફક્ત તે માતાઓ વિશે જ નથી, જેમની હું પ્રશંસા કરું છું પણ તેની સાથે પણ છે, જેની સાથે હું નવા ચેપ્ટરમાં જોડાઈ રહ્યો છું. મારી મમ્મી, મારા સાસુ અને આ ક્લબની નવી મેમ્બરને મધર્સ ડેની શુભેચ્છાઓ.’ ક્રિતી સેનને માતાને પોતાની તાકાત, સપોર્ટર અને સૌથી મોટી ક્રિટીક, ડ્રામા ક્વીન ગણાવતી એક ક્યૂટ વીડિયો શેર કર્યો અને મધર્સ ડેની શુભેચ્છાઓ પાઠવી. વરુણ ધવને માતા સાથે ફોટો પોસ્ટ કરીને લખ્યું, ‘અમને દરેકને એકબીજા સાથે જોડીને રાખનારી મમ્મીને હેપી મધર્સ ડે.’ દિશા પટનીએ માતાનો ફોટો શેર કરી લખ્યું, ‘તારા દરેક ત્યાગ અને નિઃસ્વાર્થ પ્રેમ બદલ હું આભારી છું.’ સોનમ કપૂરે માતા, સાસુમા અને દીકરા વાયુ સાથેનો ફોટો શેર કર્યો. જ્યારે કરણ જોહરે માતા સાથેનો ફોટો શેર કરી લખ્યું, ‘પ્રેમ, પ્રેમ, પ્રેમ’. બીજી તરફ કરીના કપૂર, કરિશ્મા કપૂર, મોની રોયે પણ મધર્સ ડેની શુભેચ્છાઓ પાઠવી. મિરા રાજપૂતે માતા અને સાસુમા સુપ્રિયા પાઠક સાથે ફોટો શેર કર્યો. એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે પોતાના માતા, નાની, સાસુમા સાથે ફોટો શેર કર્યાં, સાથે જ દીકરી સાથે પણ ફોટો શેર કર્યો. જ્યારે રાજકુમાર રાવે પણ માતાનો ફોટો પોસ્ટ કરીને તેમનો આભાર માન્યો. એક્ટ્રેસ નુસરત ભરૂચાએ માતા સાથેનો ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, ‘પહેલા દિવસથી અત્યારસુધી, આ જોડાણ બધાથી અલગ છે.’
