P24 News Gujarat

તમિલ સુપરસ્ટાર વિશાલ સ્ટેજ પર બેભાન થયો:એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગયો હતો, હૉસ્પિટલમાં ખસેડાયા બાદ હાલત સ્થિર

તમિલ સુપરસ્ટાર વિશાલ કૃષ્ણ રેડ્ડી તાજેતરમાં એક કાર્યક્રમમાં ગયો હતો. જોકે, આ કાર્યક્રમમાં વિશાલ અચાનક સ્ટેજ પર બેભાન થઈ જતા હોબાળો મચી ગયો હતો. એક્ટરને તાત્કાલિક સ્ટેજ પરથી નીચે ઉતારીને નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં એક્ટરની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ટ્રાન્સજેન્ડર સમુદાય માટે આયોજિત ‘ટ્રાન્સજેન્ડર બ્યૂટી પેજન્ટ મિસ કૂવગમ 2025’ માટે તમિલ એક્ટર વિશાલ વિલ્લુપુરમ નજીકના કૂવગમ ગામમાં પહોંચ્યો હતો. તે આ કાર્યક્રમનો મુખ્ય મહેમાન હતો, જ્યારે ભૂતપૂર્વ મંત્રી કે. પોનમુડી પણ હાજર હતા. આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે વિશાલ અચાનક બેભાન થઈને પડી ગયો. તેની ટીમ દ્વારા સ્ટેજ પર જ તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. એક્ટર ભાનમાં આવ્યા પછી, તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. એક્ટરની બેભાન અવસ્થામાં તસવીરો વાયરલ થયા પછી, તેમની ટીમે એક ઓફિશિયલ નોટ જાહેર કરી અને તેના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું. તેમાં લખ્યું છે કે, ‘અમે એક્ટર વિશાલના સ્વાસ્થ્ય સંબંધિત તાજેતરના સમાચારો પર સ્પષ્ટતા કરવા માંગીએ છીએ. ટ્રાન્સજેન્ડર સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પહોંચેલા વિશાલને થાક લાગ્યો અને તે બેભાન થઈ ગયા. પછીથી પુષ્ટિ થઈ કે, તેણે બપોરે ભોજન લીધું ન હતું. તેણે ફક્ત જ્યુસ પીધો, જેના કારણે તેની એનર્જી ડાઉન થઈ ગઈ. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમની તપાસ કરી છે. સદનસીબે ચિંતા કરવા કોઈ વાત નથી. મેડિકલ ટીમે પુષ્ટિ આપી છે કે, વિશાલ સ્વસ્થ છે અને તેને નિયમિતપણે જમવાની સલાહ આપવામાં આવી છે. તે આરામ કરી રહ્યા છે અને સ્વસ્થ થઈ રહ્યા છે.’ નોંધનીય છે કે, વિશાલ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે પરેશાન છે. આ વર્ષે જાન્યુઆરીમાં તેને ડેન્ગ્યૂ થયો હતો. ફિલ્મ ‘માધા ગજ રાજા’ના પ્રી-રિલીઝ ઇવેન્ટ દરમિયાન તેને ખૂબ તાવ પણ આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન તેની તબિયત ખરાબ હતી, એક્ટરે ધ્રૂજતા હાથે માઇક પકડેલું હોવાનું જોવા મળ્યું હતું. વિશાલ કૃષ્ણ રેડ્ડી તમિલ સિનેમાનો પ્રખ્યાત એક્ટર છે. તે ‘સત્યમ’, ‘વેદી’, ‘અંબાલા’, ‘એક્શન’, ‘ચક્ર’, ‘વિલન’, ‘રત્નમ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. આ વર્ષે તેની ફિલ્મ ‘માધા ગજ રાજા’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ વર્ષ 2012માં બનાવવામાં આવી હતી, જે 12 વર્ષ પછી 2025માં રિલીઝ થઈ છે. આગામી સમયમાં, એક્ટર ફિલ્મ ‘થુપ્પરીવલમ 2’માં જોવા મળશે, જે 2017ની ફિલ્મ ‘થુપ્પરીવલમ’ની સિક્વલ છે.

​તમિલ સુપરસ્ટાર વિશાલ કૃષ્ણ રેડ્ડી તાજેતરમાં એક કાર્યક્રમમાં ગયો હતો. જોકે, આ કાર્યક્રમમાં વિશાલ અચાનક સ્ટેજ પર બેભાન થઈ જતા હોબાળો મચી ગયો હતો. એક્ટરને તાત્કાલિક સ્ટેજ પરથી નીચે ઉતારીને નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં એક્ટરની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ટ્રાન્સજેન્ડર સમુદાય માટે આયોજિત ‘ટ્રાન્સજેન્ડર બ્યૂટી પેજન્ટ મિસ કૂવગમ 2025’ માટે તમિલ એક્ટર વિશાલ વિલ્લુપુરમ નજીકના કૂવગમ ગામમાં પહોંચ્યો હતો. તે આ કાર્યક્રમનો મુખ્ય મહેમાન હતો, જ્યારે ભૂતપૂર્વ મંત્રી કે. પોનમુડી પણ હાજર હતા. આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે વિશાલ અચાનક બેભાન થઈને પડી ગયો. તેની ટીમ દ્વારા સ્ટેજ પર જ તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. એક્ટર ભાનમાં આવ્યા પછી, તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. એક્ટરની બેભાન અવસ્થામાં તસવીરો વાયરલ થયા પછી, તેમની ટીમે એક ઓફિશિયલ નોટ જાહેર કરી અને તેના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપ્યું. તેમાં લખ્યું છે કે, ‘અમે એક્ટર વિશાલના સ્વાસ્થ્ય સંબંધિત તાજેતરના સમાચારો પર સ્પષ્ટતા કરવા માંગીએ છીએ. ટ્રાન્સજેન્ડર સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પહોંચેલા વિશાલને થાક લાગ્યો અને તે બેભાન થઈ ગયા. પછીથી પુષ્ટિ થઈ કે, તેણે બપોરે ભોજન લીધું ન હતું. તેણે ફક્ત જ્યુસ પીધો, જેના કારણે તેની એનર્જી ડાઉન થઈ ગઈ. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમની તપાસ કરી છે. સદનસીબે ચિંતા કરવા કોઈ વાત નથી. મેડિકલ ટીમે પુષ્ટિ આપી છે કે, વિશાલ સ્વસ્થ છે અને તેને નિયમિતપણે જમવાની સલાહ આપવામાં આવી છે. તે આરામ કરી રહ્યા છે અને સ્વસ્થ થઈ રહ્યા છે.’ નોંધનીય છે કે, વિશાલ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે પરેશાન છે. આ વર્ષે જાન્યુઆરીમાં તેને ડેન્ગ્યૂ થયો હતો. ફિલ્મ ‘માધા ગજ રાજા’ના પ્રી-રિલીઝ ઇવેન્ટ દરમિયાન તેને ખૂબ તાવ પણ આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન તેની તબિયત ખરાબ હતી, એક્ટરે ધ્રૂજતા હાથે માઇક પકડેલું હોવાનું જોવા મળ્યું હતું. વિશાલ કૃષ્ણ રેડ્ડી તમિલ સિનેમાનો પ્રખ્યાત એક્ટર છે. તે ‘સત્યમ’, ‘વેદી’, ‘અંબાલા’, ‘એક્શન’, ‘ચક્ર’, ‘વિલન’, ‘રત્નમ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો છે. આ વર્ષે તેની ફિલ્મ ‘માધા ગજ રાજા’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ વર્ષ 2012માં બનાવવામાં આવી હતી, જે 12 વર્ષ પછી 2025માં રિલીઝ થઈ છે. આગામી સમયમાં, એક્ટર ફિલ્મ ‘થુપ્પરીવલમ 2’માં જોવા મળશે, જે 2017ની ફિલ્મ ‘થુપ્પરીવલમ’ની સિક્વલ છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *