સોમવારે રાત્રે રાજસ્થાનના સરહદી જિલ્લા બાડમેરના એક ગામમાં ડ્રોન જોવા મળ્યા હતા, જેને ભારતીય વાયુ સંરક્ષણ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. અહીં ડ્રોનનું ટોળું જોવા મળ્યું, જેને સ્વોર્મ એટેક કહેવામાં આવે છે. તે જ સમયે, ઝુંઝુનુ જિલ્લાના ચિદિવા, પિલાની, સિંઘાના, બુહાના અને આસપાસના વિસ્તારોમાં આકાશમાં શંકાસ્પદ વસ્તુ જોવા મળી હોવાની માહિતી મળી હતી. કલેક્ટરના આદેશથી, થોડા સમય માટે બ્લેકઆઉટ લાદવામાં આવ્યું. આ બધા વચ્ચે, એર ઇન્ડિયાએ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી અને 13 મે માટે જોધપુરની ફ્લાઇટ સેવા રદ કરી હતી. ઇન્ડિગો એરલાઇન્સે પણ કેટલાક શહેરોની ફ્લાઇટ્સ રદ કરી છે, પરંતુ રાજસ્થાનના શહેરોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. બીજી તરફ, શ્રીગંગાનગર જિલ્લામાં પણ સોમવારે સાંજે 7 વાગ્યે બજારો બંધ થઈ ગયા હતા. જિલ્લા વહીવટીતંત્રે લોકોને સ્વૈચ્છિક રીતે બ્લેકઆઉટ કરવાની અપીલ કરી હતી. આ ઉપરાંત, કલેક્ટર ડૉ. મંજુએ જિલ્લાના કોઈપણ વિસ્તારમાં પાકિસ્તાની સિમના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. જોધપુર, જેસલમેર, કિશનગઢ, બિકાનેર એરપોર્ટ 15 મે સુધી બંધ છે. કોઈપણ પ્રકારની ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું નથી. બીજી તરફ, ગઈકાલે (રવિવારે) જેસલમેરમાં સાંજે 7.30થી સવારે 6 વાગ્યા સુધી બિકાનેરમાં સાંજે 7 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી, શ્રીગંગાનગરમાં સાંજે 7 વાગ્યાથી સૂર્યોદય સુધી અને બાડમેરમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અંધારપટ રહ્યો હતો. જોધપુરમાં કોઈ બ્લેકઆઉટ નહોતું. શાળાઓ અને કોલેજો બંધ થવાની સાથે અહીંની પરીક્ષાઓ પણ હાલપૂરતી મુલતવી રાખવામાં આવશે. હનુમાનગઢમાં પણ બ્લેકઆઉટના આદેશો પાછા ખેંચી લેવામાં આવ્યા છે. બજારો ખૂલી ગયાં, પરિસ્થિતિ સામાન્ય દેખાઈ
રવિવારે સવારે રાજસ્થાનના સરહદી જિલ્લાઓ જેસલમેર, બાડમેર, શ્રીગંગાનગર, બિકાનેર, જોધપુરમાં બજારો ખૂલી ગયાં હતાં. અહીં સામાન્ય દિવસોની જેમ જ ચહલપહલ હતી. બાડમેર જિલ્લાના ભૂર્તિયા ગામમાં રવિવારે સવારે 4:27 વાગ્યે એક ધડાકાથી લોકો જાગી ગયા. અચાનક આકાશમાંથી એક શંકાસ્પદ વસ્તુ પડી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. માહિતી મળતાં જ સેના અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને શંકાસ્પદ વસ્તુને પોતાના કબજામાં લીધી.