ભારત-પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ તણાવની સ્થિતિ રહ્યા બાદ હવે યુદ્ધવિરામની જાહેરાત થઈ ગઈ છે. એક્સ આર્મી ઓફિસર અને એક્ટ્રેસ દિશા પાટનીની બહેન ખુશ્બૂએ આતંકીઓને સાફ કરવા ચલાવેલ ભારતના ‘ઓપરેશન સિંદૂર’ના વખાણ કર્યા છે, તેમજ સરકારનો આભાર માનવાની સાથે સાથે તેમણે સૈનિકોનો જુસ્સો પણ વધાર્યો છે. બ્રહ્મોસે કર્યો કમાલ!
ખુશ્બૂએ એક ઇન્સ્ટા વીડિયો શેર કરીને પોતાના વિચારો વ્યક્ત છે. ખુશ્બુએ કહ્યું- બધાને જય હિન્દ! તમે કદાચ બ્રહ્મોસ અને યુદ્ધવિરામ વિશેના સમાચાર સાંભળ્યા હશે. તેની હજુ સુધી એટલી ચર્ચા થઈ નથી. આપણે બધા તેના વિશે ફક્ત અનુમાન લગાવી શકીએ છીએ. પણ ભારતે શું ગેમ રમી છે યાર? ‘ઓપરેશન સિંદૂર’ પછી, ઘણા પાકિસ્તાની નાગરિકો કહી રહ્યા હતા કે ‘ઓપરેશન સુહાગરાત’ થશે, પરંતુ હવે એવું લાગે છે કે ભારતે પાકિસ્તાન સાથે સુહાગરાત મનાવી લીધી છે અને લગ્નની પહેલી રાત્રે મોકલવામાં આવતાં દૂધ અને હળદરને બ્રહ્મોસના રૂપમાં મોકલ્યું છે. યોગી આદિત્યનાથજીએ કહ્યું હતું કે- ‘જો તમારે બ્રહ્મોસનો સ્વાદ જાણવો હોય તો પાકિસ્તાનને પૂછો. હું એવું માનીને ચાલી રહી છું કે- ભારતે બ્રહ્મોસ લોન્ચ કર્યું હોય તેવો આ પહેલો પ્રસંગ છે. મને આશા છે કે પાકિસ્તાનને આ હળદરવાળું દૂધ ગમ્યુ હશે. ભારત સરકારની નીતિઓ અને નિર્ણયો પર એટલી બધી શંકાઓ ઊભી થાય છે કે જે ન કરવી જોઈએ. પાકિસ્તાન ઘૂંટણિયે આવી ગયું!
તેણે આગળ કહ્યું કે- આટલી ઝડપથી યુદ્ધવિરામ થયો હતો, તો તમને નથી લાગતું કે તેમણે ભીખ માંગી હશે? ભારતમાં બધું પોતાની મરજી મુજબ ચાલી રહ્યું છે. ભારતે પોતાની સમજદારી દાખવી દેખાડી દીધું કે તે શું કરી શકે છે. ખુશ્બૂએ કહ્યું કે- આ યુદ્ધવિરામ અમેરિકાનો પ્રચાર હોઈ શકે છે. ભલે તે તેમના દ્વારા કહેવામાં આવ્યું હોય. પાકિસ્તાન એટલી હદે તણાવમાં આવી ગયું કે અમેરિકા વિના તે કંઈ કરી શકે તેમ નહોતું. કોણ છે ખુશ્બૂ પાટની?
ખુશ્બૂ પાટની બોલિવૂડ એક્ટ્રેસ દિશા પાટનીની બહેન છે. તેણે 12 વર્ષ સુધી આર્મીમાં સેવા આપી છે. નિવૃત્તિ પછી, ખુશ્બૂ દરેકને ફિટ રહેવા અને પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું તે અંગે ટિપ્સ આપતી રહે છે.