P24 News Gujarat

PM મોદીએ આદમપુર એરબેઝ પર જવાનો સાથે કરી મુલાકાત:મોદીએ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ સૈનિકોને અભિનંદન પાઠવ્યા, PAKએ આ એરબેઝને ઉડાવી દેવાનો દાવો કર્યો હતો

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે અચાનક પંજાબના જલંધરમાં આદમપુર એરબેઝ પહોંચ્યા. અહીં તેમણે એરફોર્સના અધિકારીઓ અને જવાનો સાથે મુલાકાત કરી. તેમણે ઓપરેશન વિશે ચર્ચા કરી હતી. તેમણે સફળ એર સ્ટ્રાઈક માટે જવાનોને અભિનંદન પણ પાઠવ્યા હતા. જવાનોને મળ્યા બાદ, પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, “આજે સવારે મેં એરફોર્સ સ્ટેશન આદમપુરની મુલાકાત લીધી અને આપણા બહાદુર વાયુ યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યા. હિંમત, દૃઢનિશ્ચય અને નિર્ભયતાનું પ્રતીક એવા લોકો સાથે રહેવું ખૂબ જ ખાસ અનુભવ હતો. ભારત આપણા સશસ્ત્ર દળોનું હંમેશા આભારી રહેશે જેઓ આપણા દેશ માટે બધું જ કરે છે.” પીએમ મોદી લગભગ એક કલાક સુધી આદમપુર એરબેઝ પર રોકાયા. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેની સેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં આદમપુર એરબેઝને નુકસાન થયું હતું. એક દિવસ પહેલા, વડાપ્રધાન મોદીએ એર સ્ટ્રાઈક અને યુદ્ધવિરામ અંગે રાષ્ટ્રને સંદેશ આપ્યો હતો. આદમપુર એરબેઝ પર પીએમ મોદી અને જવાનોના ફોટા પાકિસ્તાને કહ્યું હતું- આદમપુર એરબેઝને નુકસાન પહોંચાડ્યું 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પછી, 6-7 મેની રાત્રે, ભારતે ઓપરેશન સિંદૂરના નામે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આ પછી, પાકિસ્તાને પણ ડ્રોન, રોકેટ અને મિસાઇલોથી હુમલા શરૂ કરી દીધા હતા. જોકે, ભારતીય સેનાની એર ડિફેન્સ સિસ્ટમે તેને હવામાં જ નષ્ટ કરી દીધા. જોકે, 10 મેના રોજ, પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેના ફાઇટર જેટ JF-17 માંથી ઝીંકવામાં આવેલી હાઇપરસોનિક મિસાઇલે આદમપુરમાં ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમેને નષ્ટ કરી હતી. જો કે, તે જ દિવસે, કર્નલ સોફિયા કુરેશીએ વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે આ દાવો ખોટો છે. આદમપુર એરબેઝ બીજા ક્રમનું સૌથી મોટું એરફોર્સ સ્ટેશન છે આદમપુર એરફોર્સ સ્ટેશન પંજાબના જલંધરથી લગભગ 21 કિલોમીટર દૂર છે. ઉત્તર ભારતમાં બનેલા લશ્કરી એરબેઝમાં તે બીજા ક્રમનું સૌથી મોટું એરફોર્સ સ્ટેશન છે. ભારત-પાકિસ્તાન સરહદ અહીંથી 100 કિલોમીટર દૂર છે. ભારતીય વાયુસેનાનું 47મું સ્ક્વોડ્રન આદમપુર એરફોર્સ સ્ટેશન પર તહેનાત છે. તેને એરફોર્સના મિગ-29નો બેઝ પણ માનવામાં આવે છે. અહીંની સ્ક્વોડ્રનને બ્લેક આર્ચર તરીકે ઓળખવામાં આવે છે. 1965ના યુદ્ધમાં પાકિસ્તાને કમાન્ડો ઉતાર્યા હતા 1965ના યુદ્ધમાં આદમપુર એરફોર્સ સ્ટેશને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 6 સપ્ટેમ્બર 1965ના રોજ, પાકિસ્તાની એરફોર્સે પંજાબના પઠાણકોટ, આદમપુર અને હલવારા (લુધિયાણા) એરફોર્સ સ્ટેશનો પર હુમલો કર્યો હતો. આદમપુર અને હલવારા વિસ્તારોમાં ભારતીય વાયુસેનાએ આ હુમલાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો હતો. બીજા દિવસે, 7 સપ્ટેમ્બરના રોજ, પાકિસ્તાન વાયુસેનાએ પણ આદમપુર, પઠાણકોટ અને હલવાડામાં તેના 135 ખાસ કમાન્ડોને પેરાશૂટ દ્વારા ઉતાર્યા. ભારતીય સેનાએ સંપૂર્ણ તાકાતથી તેમનો સામનો કર્યો. જેનું પરિણામ એ આવ્યું કે 135 કમાન્ડોમાંથી માત્ર 10 જ પાકિસ્તાન પાછા જઈ શક્યા. બાકીના કમાન્ડો કાં તો માર્યા ગયા હતા અથવા લોકોની મદદથી ભારતીય સેના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. યુદ્ધવિરામના 51 કલાક પછી, પીએમએ 22 મિનિટનું ભાષણ આપ્યું પાકિસ્તાન સાથે યુદ્ધવિરામના 51 કલાક પછી, પીએમ મોદીએ સોમવારે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પોતાના 22 મિનિટના ભાષણમાં, મોદીએ પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર, યુદ્ધવિરામ, આતંકવાદ, સિંધુ જળ સંધિ અને પીઓકે વિશે વાત કરી. મોદીએ કહ્યું હતું કે આપણે તે આતંકવાદીઓને ખતમ કરી દીધા છે જેમણે આપણી માતાઓ અને બહેનોના સિંદૂર લૂછી નાખ્યા હતા. અમારા ઓપરેશનમાં 100થી વધુ ખતરનાક આતંકવાદીઓ માર્યા ગયા છે.

​ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સવારે અચાનક પંજાબના જલંધરમાં આદમપુર એરબેઝ પહોંચ્યા. અહીં તેમણે એરફોર્સના અધિકારીઓ અને જવાનો સાથે મુલાકાત કરી. તેમણે ઓપરેશન વિશે ચર્ચા કરી હતી. તેમણે સફળ એર સ્ટ્રાઈક માટે જવાનોને અભિનંદન પણ પાઠવ્યા હતા. જવાનોને મળ્યા બાદ, પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, “આજે સવારે મેં એરફોર્સ સ્ટેશન આદમપુરની મુલાકાત લીધી અને આપણા બહાદુર વાયુ યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યા. હિંમત, દૃઢનિશ્ચય અને નિર્ભયતાનું પ્રતીક એવા લોકો સાથે રહેવું ખૂબ જ ખાસ અનુભવ હતો. ભારત આપણા સશસ્ત્ર દળોનું હંમેશા આભારી રહેશે જેઓ આપણા દેશ માટે બધું જ કરે છે.” પીએમ મોદી લગભગ એક કલાક સુધી આદમપુર એરબેઝ પર રોકાયા. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેની સેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં આદમપુર એરબેઝને નુકસાન થયું હતું. એક દિવસ પહેલા, વડાપ્રધાન મોદીએ એર સ્ટ્રાઈક અને યુદ્ધવિરામ અંગે રાષ્ટ્રને સંદેશ આપ્યો હતો. આદમપુર એરબેઝ પર પીએમ મોદી અને જવાનોના ફોટા પાકિસ્તાને કહ્યું હતું- આદમપુર એરબેઝને નુકસાન પહોંચાડ્યું 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પછી, 6-7 મેની રાત્રે, ભારતે ઓપરેશન સિંદૂરના નામે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી, જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આ પછી, પાકિસ્તાને પણ ડ્રોન, રોકેટ અને મિસાઇલોથી હુમલા શરૂ કરી દીધા હતા. જોકે, ભારતીય સેનાની એર ડિફેન્સ સિસ્ટમે તેને હવામાં જ નષ્ટ કરી દીધા. જોકે, 10 મેના રોજ, પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેના ફાઇટર જેટ JF-17 માંથી ઝીંકવામાં આવેલી હાઇપરસોનિક મિસાઇલે આદમપુરમાં ભારતની S-400 એર ડિફેન્સ સિસ્ટમેને નષ્ટ કરી હતી. જો કે, તે જ દિવસે, કર્નલ સોફિયા કુરેશીએ વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે આ દાવો ખોટો છે. આદમપુર એરબેઝ બીજા ક્રમનું સૌથી મોટું એરફોર્સ સ્ટેશન છે આદમપુર એરફોર્સ સ્ટેશન પંજાબના જલંધરથી લગભગ 21 કિલોમીટર દૂર છે. ઉત્તર ભારતમાં બનેલા લશ્કરી એરબેઝમાં તે બીજા ક્રમનું સૌથી મોટું એરફોર્સ સ્ટેશન છે. ભારત-પાકિસ્તાન સરહદ અહીંથી 100 કિલોમીટર દૂર છે. ભારતીય વાયુસેનાનું 47મું સ્ક્વોડ્રન આદમપુર એરફોર્સ સ્ટેશન પર તહેનાત છે. તેને એરફોર્સના મિગ-29નો બેઝ પણ માનવામાં આવે છે. અહીંની સ્ક્વોડ્રનને બ્લેક આર્ચર તરીકે ઓળખવામાં આવે છે. 1965ના યુદ્ધમાં પાકિસ્તાને કમાન્ડો ઉતાર્યા હતા 1965ના યુદ્ધમાં આદમપુર એરફોર્સ સ્ટેશને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 6 સપ્ટેમ્બર 1965ના રોજ, પાકિસ્તાની એરફોર્સે પંજાબના પઠાણકોટ, આદમપુર અને હલવારા (લુધિયાણા) એરફોર્સ સ્ટેશનો પર હુમલો કર્યો હતો. આદમપુર અને હલવારા વિસ્તારોમાં ભારતીય વાયુસેનાએ આ હુમલાને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો હતો. બીજા દિવસે, 7 સપ્ટેમ્બરના રોજ, પાકિસ્તાન વાયુસેનાએ પણ આદમપુર, પઠાણકોટ અને હલવાડામાં તેના 135 ખાસ કમાન્ડોને પેરાશૂટ દ્વારા ઉતાર્યા. ભારતીય સેનાએ સંપૂર્ણ તાકાતથી તેમનો સામનો કર્યો. જેનું પરિણામ એ આવ્યું કે 135 કમાન્ડોમાંથી માત્ર 10 જ પાકિસ્તાન પાછા જઈ શક્યા. બાકીના કમાન્ડો કાં તો માર્યા ગયા હતા અથવા લોકોની મદદથી ભારતીય સેના દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. યુદ્ધવિરામના 51 કલાક પછી, પીએમએ 22 મિનિટનું ભાષણ આપ્યું પાકિસ્તાન સાથે યુદ્ધવિરામના 51 કલાક પછી, પીએમ મોદીએ સોમવારે રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પોતાના 22 મિનિટના ભાષણમાં, મોદીએ પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર, યુદ્ધવિરામ, આતંકવાદ, સિંધુ જળ સંધિ અને પીઓકે વિશે વાત કરી. મોદીએ કહ્યું હતું કે આપણે તે આતંકવાદીઓને ખતમ કરી દીધા છે જેમણે આપણી માતાઓ અને બહેનોના સિંદૂર લૂછી નાખ્યા હતા. અમારા ઓપરેશનમાં 100થી વધુ ખતરનાક આતંકવાદીઓ માર્યા ગયા છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *