P24 News Gujarat

પાકિસ્તાની કલાકારો સામે મ્યૂઝિક કંપનીઓનું કડક વલણ:આલ્બમ કવર પરથી માવરા હોકન, માહિરા ખાન અને ફવાદ ખાનના ફોટો હટાવ્યા

પહેલગામ હુમલો અને ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની અસર હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પણ દેખાઈ રહી છે. ઘણી ભારતીય મ્યૂઝિક કંપનીઓએ તેમના આલ્બમ કવર પરથી પાકિસ્તાની કલાકારોના ફોટા હટાવી દીધા છે. આ પહેલા ભારતમાં પાકિસ્તાની કલાકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ‘સનમ તેરી કસમ’ના પોસ્ટરમાંથી માવરા હોકનનો ફોટો હટાવ્યો
ધ ઈન્ડિયન એક્સપ્રેસ (અખબાર) અનુસાર, ફિલ્મ ‘સનમ તેરી કસમ’ના આલ્બમ કવરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા, તેમાં લીડ એક્ટર્સ હર્ષવર્ધન રાણે અને પાકિસ્તાની એક્ટ્રેસ માવરાનો ફોટો હતો. હવે ફક્ત હર્ષવર્ધન રાણેનો ફોટો જ દેખાય છે. માવરાનો ફોટો સ્પોટિફાઇ અને યુટ્યુબ મ્યૂઝિક જેવા પ્લેટફોર્મ પરથી પણ દૂર કરવામાં આવ્યો છે. ‘રઈસ’ના પોસ્ટરમાં ફેરફાર, માહિરા ખાન ગાયબ
ફક્ત ‘સનમ તેરી કસમ’ જ નહીં પરંતુ શાહરૂખ ખાનની ફિલ્મ ‘રઈસ’નું આલ્બમ કવર પણ બદલાઈ ગયું છે. પહેલા તેમાં શાહરૂખ અને પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાન બંનેના ફોટો હતા. હવે નવા કવર પર ફક્ત શાહરૂખ ખાન જ જોવા મળે છે. ઉપરાંત, બોલિવૂડ ફિલ્મ ‘કપૂર એન્ડ સન્સ’ના આલ્બમમાંથી પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનનો ફોટો પણ દૂર કરવામાં આવ્યો છે. ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટ અને ફવાદ ખાન પર ફિલ્માવવામાં આવેલું ગીત ‘બુદ્ધુ સા મન’ હવે ભારતમાં યુટ્યુબ પર ઉપલબ્ધ નથી. તે સિવાય સ્પોટીફાઇ અને યુટ્યુબ મ્યૂઝિક જેવી મ્યૂઝિક એપ્સ પર ગીતના પોસ્ટર પરથી ફવાદ ખાનનો ફોટો દૂર કરવામાં આવ્યો છે. જોકે, ‘ખૂબસૂરત’ ફિલ્મના કવરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં હજુ પણ સોનમ કપૂર અને ફવાદ ખાનના ફોટો છે. નિર્માતાએ કહ્યું- ‘સરકારનો નિર્ણય સ્વીકારવો પડશે’ જ્યારે એચટી સિટી (અખબાર)એ આ મુદ્દે ‘સનમ તેરી કસમ’ના નિર્માતા સાથે વાત કરી, ત્યારે તેમણે કહ્યું, ‘આ મ્યૂઝિક કંપનીનો નિર્ણય છે. તેમણે મને પૂછ્યું નથી. દરેક વ્યક્તિએ સરકાર જે કહે છે તેનું પાલન કરવું પડશે.’ હર્ષવર્ધન અને માવરા વચ્ચે ‘સનમ તેરી કસમ 2’ અંગે વાગ્યુદ્ધ આ ઘટના પહેલા, ‘સનમ તેરી કસમ’ના મુખ્ય કલાકારો હર્ષવર્ધન રાણે અને માવરા હોકન વચ્ચે સોશિયલ મીડિયા પર ભારે બોલાચાલી થઈ. હકીકતમાં, ‘સનમ તેરી કસમ’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી માવરા હોકને ‘ઓપરેશન સિંદૂર’ને કાયરતાભર્યું ગણાવ્યું હતું. ભારતમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ પાસેથી ભારત વિશે આવા શબ્દો સાંભળીને તેનો કો-એક્ટર હર્ષવર્ધન ગુસ્સે થઈ ગયો. તેણે જાહેર કર્યું કે, જો ‘સનમ તેરી કસમ 2’ માવરા સાથે બનાવવામાં આવશે, તો તે તેનો ભાગ નહીં બને. આ અંગે માવરાએ કહ્યું હતું કે, ‘હર્ષવર્ધન તેનું નામ લઈને હેડલાઇન્સમાં આવવાનો પ્રયાસ કરી રહ્યો છે.’ જે બાદ હર્ષવર્ધને તેને વળતો જવાબ આપ્યો હતો. માવરાની પીઆર સ્ટ્રેટેજી વિશેની કોમેન્ટ પ્રકાશમાં આવ્યા પછી, એક્ટરે લખ્યું હતું કે, ‘આ એક વ્યક્તિગત હુમલો લાગે છે. સદનસીબે, મારામાં આવા પ્રયાસોને અવગણવાની સહનશીલતા છે પરંતુ મારા દેશની ગરિમા પરના કોઈપણ હુમલા માટે હું શૂન્ય સહનશીલતા ધરાવું છું.’ હર્ષવર્ધને આગળ લખ્યું, ‘ખેડૂત પોતાના પાકમાંથી બિનજરૂરી કચરો દૂર કરે છે, આ માટે ખેડૂતને કોઈ પીઆર ટીમની જરૂર નથી. તેને સામાન્ય જ્ઞાન કહેવાય છે. મેં હમણાં જ ભાગ 2 (સનમ તેરી કસમ) માંથી હટવાની વાત કહી. મને એવા લોકો સાથે કામ ન કરવાનો પૂરો અધિકાર છે, જે મારા દેશના કાર્યોને કાયરતાપૂર્ણ કહે છે. તેમની સ્પીચમાં ઘણી બધી નફરત અને વ્યક્તિગત ટિપ્પણીઓ છે. મેં ક્યારેય તેનું નામ લીધું નથી કે તેને ઉપનામથી બોલાવી નથી. એક મહિલા તરીકેની તેની ગરિમા પર હુમલો થયો ન હતો. હું તે ધોરણ જાળવી રાખું છું.’ જાણો વિવાદ કેવી રીતે શરૂ થયો? પાકિસ્તાની એક્ટ્રેસ માવરા હોકને ભારતના ‘ઓપરેશન સિંદૂર’ને કાયર અને શરમજનક ગણાવ્યું હતું. જેના જવાબમાં માવરાના નામનો ઉલ્લેખ કર્યા વિના, હર્ષવર્ધને પોતાની પોસ્ટમાં લખ્યું, ‘હું બધા કલાકારો અને માણસોનો આદર કરું છું. પછી ભલે તે આ દેશનો હોય, કેન્યાનો હોય કે મંગળનો હોય પરંતુ મારા દેશ વિશે આવા અપમાનજનક શબ્દો માફ કરવા યોગ્ય નથી. હું કોઈને મારા ગૌરવ અને ઉછેરને કચડી નાખવાની મંજૂરી આપીશ નહીં. પોતાના દેશ માટે ઊભા રહેવું એ સારી વાત છે પણ બીજા દેશ વિશે નફરતભરી વાતો કરવી અને અપમાનજનક ટિપ્પણીઓ કરવી એ યોગ્ય નથી.’ બીજી પોસ્ટમાં તેણે લખ્યું, ‘વર્તમાન પરિસ્થિતિ અને મારા દેશ વિશે મેં જે પ્રકારની ટિપ્પણીઓ વાંચી છે, તે જોતાં મેં નક્કી કર્યું છે કે, જો મારે ફરીથી અગાઉની કાસ્ટ સાથે કામ કરવું પડશે, તો હું ‘સનમ તેરી કસમ 2’નો ભાગ નહીં રહું. હું ખૂબ જ આદરપૂર્વક ના પાડી દઈશ.’ હર્ષવર્ધનની પોસ્ટના જવાબમાં માવરાએ લખ્યું હતું કે, ‘મને ખબર નથી કે તેને કમનસીબ, દુખદ કે રમુજી કહું… જે વ્યક્તિ પાસેથી મને થોડી સમજણની અપેક્ષા હતી, તે ગાઢ નિંદ્રામાંથી જાગી ગયો છે અને તે પણ એક પીઆર સ્ટ્રેટેજી સાથે. તમારી આસપાસ જુઓ, શું થઈ રહ્યું છે! આપણે બધાએ વિસ્ફોટોના અવાજો સાંભળ્યા છે, મારા દેશમાં નિર્દોષ બાળકો કાયરતાપૂર્ણ અને ગેરકાયદેસર હુમલામાં માર્યા ગયા, નિર્દોષ લોકોના જીવ ગયા. અમે વારંવાર શાંતિ જાળવવાનો પ્રયાસ કર્યો પણ જ્યારે અમારી સેનાએ જવાબ આપ્યો, ત્યારે તમારી બાજુમાં અરાજકતા ફેલાઈ ગઈ. જ્યારે આપણા દેશો યુદ્ધમાં હોય છે, ત્યારે તમારે ફક્ત ધ્યાન ખેંચવા માટે જ PR સ્ટેટમેન્ટ કહેવાનું હોય છે? કેટલી શરમજનક વાત છે!’ માવરાએ આગળ લખ્યું, ‘મેં હંમેશા જેમની સાથે કામ કર્યું છે, તેમનો આદર, પ્રેમ અને આભાર માન્યો છે અને તેમ કરતી રહીશ. મને એક પ્રોજેક્ટ ઓફર કરવામાં આવ્યો અને મેં હા પાડી. હું ક્યારેય તમારી જેમ નફરત નહીં ફેલાવું. આવા નાજુક સમયે આવી જાહેરાતો કરવી એ શરમજનક જ નહીં પણ વિચિત્ર પણ છે, તમારી ભૂખ અને હતાશા સ્પષ્ટપણે દેખાય છે. આપણા દેશો યુદ્ધની સ્થિતિમાં છે, 2 પરમાણુ શક્તિઓ સામસામે છે. આ સમય ફિલ્મોની ચર્ચા કરવાનો, એકબીજાની મજાક ઉડાવવાનો કે કોઈને નીચા બતાવવાનો નથી. આ ફક્ત તમારી અસંવેદનશીલતા અને અજ્ઞાનતા દર્શાવે છે. એવું લાગે છે કે ફક્ત તમારું મીડિયા જ નહીં, પણ તમે પણ તમારા હોશ ગુમાવી દીધા છે.’ માવરાએ કહ્યું હતું કે, ‘જો તમે મારા નામનો ઉપયોગ કરીને અને મારી 9 વર્ષ જૂની ઓળખ અને આદરનો નાશ કરીને હેડલાઇન્સ મેળવી રહ્યા છો, તો કદાચ તમે ખોટા લોકોથી ઘેરાયેલા છો. યુદ્ધ જેવી ગંભીર પરિસ્થિતિનો ઉપયોગ વ્યક્તિગત લાભ માટે કરવો એ બિલકુલ ખોટું છે. ઘણા બધા જીવ ગયા, આ ખૂબ જ નાજુક સમય છે. તમે આ રીતે તમારું ગૌરવ ગુમાવી દીધું. હું મારા દેશના સૈનિકો અને બંને બાજુના નાગરિકો માટે પ્રાર્થના કરી રહી છું અને મારી આગામી ફિલ્મ શું હોવી જોઈએ તે વિશે નથી વિચારતી. ભગવાન બધાને સમજ આપે કે, મારા માટે મારો દેશ પહેલા આવે છે, પાકિસ્તાન ઝિંદાબાદ.’ નોંધનીય છે કે, પાકિસ્તાની એક્ટ્રેસ માવરા હોકને 2016માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સનમ તેરી કસમ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં હર્ષવર્ધન રાણે મુખ્ય ભૂમિકામાં હતો. આ ફિલ્મ ખૂબ જ હિટ રહી. તાજેતરમાં જ મેકર્સે તેની સિક્વલની જાહેરાત કરી છે.

​પહેલગામ હુમલો અને ‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની અસર હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પણ દેખાઈ રહી છે. ઘણી ભારતીય મ્યૂઝિક કંપનીઓએ તેમના આલ્બમ કવર પરથી પાકિસ્તાની કલાકારોના ફોટા હટાવી દીધા છે. આ પહેલા ભારતમાં પાકિસ્તાની કલાકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ‘સનમ તેરી કસમ’ના પોસ્ટરમાંથી માવરા હોકનનો ફોટો હટાવ્યો

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *