સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાની સેનાએ અમૃતસર પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ દાવાને સાબિત કરવા માટે ઘણા પાકિસ્તાની યુઝર્સ અલગ અલગ વીડિયો શેર કરી રહ્યા છે. ભાસ્કર ફેક્ટ ચેકમાં સત્ય જાણો… પહેલો વિડીયો આ વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર પાર્ક કરેલા ટ્રક પાસે જોરદાર વિસ્ફોટ થાય છે. વિસ્ફોટથી આગના ગોટે ગોટા નીકળે છે. પાકિસ્તાની યુઝર્સ તેને શેર કરીને કહી રહ્યા છે કે તે અમૃતસરનું છે. એક યુઝરે લખ્યું- અમૃતસરનો લાઈવ વીડિયો. ( આર્કાઇવ ) વીડિયોની સત્યતા… મુંબઈના ધારાવીનો આ વીડિયો 24 માર્ચ, 2025નો છે. જ્યારે ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. અમને ઘણા મીડિયા પ્લેટફોર્મ પર આ અકસ્માત સંબંધિત સમાચાર અને અન્ય વીડિયો મળ્યા. સમાચારની લિંક… એ સ્પષ્ટ છે કે વાયરલ વીડિયો સાથે કરવામાં આવી રહેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે. બીજો વીડિયો શહેરી વિસ્તારોમાં થયેલા વિસ્ફોટોનો આ વીડિયો એક પાકિસ્તાની X એકાઉન્ટથી શેર કર્યો હતો અને દાવો કરવામાં આવ્યો હતો કે તે અમૃતસરનો છે. યુઝરે લખ્યું- પાકિસ્તાને અમૃતસરમાં લશ્કરી છાવણી પર હુમલો કર્યો. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ( આર્કાઇવ ) વીડિઓની સત્યતા… આ વીડિયો 2 માર્ચ, 2024 ના રોજ De La Fuente.x નામના યુઝરે શેર કર્યો હતો. પોતાની પોસ્ટમાં, યુઝરે કહ્યું કે આ વીડિયો ટેક્સાસમાં લાગેલી આગનો છે. પોસ્ટની લિંક (આર્કાઇવ કરેલ) એ સ્પષ્ટ છે કે આ વીડિયો સાથે કરવામાં આવી રહેલો દાવો પણ ખોટો છે . આ વીડિયો માર્ચ 2024નો છે. ત્રીજો વીડિયો વિસ્ફોટનો આ વીડિયો પહેલા પણ અલગ અલગ દાવાઓ સાથે વાઇરલ થયો છે. હવે પાકિસ્તાની યુઝર્સ તેને શેર કરીને કહી રહ્યા છે કે તે અમૃતસર એરબેઝનું છે. ( આર્કાઇવ ) વીડિયોની સત્યતા… આ વીડિયો 23 ઓક્ટોબર 2023ના રોજ કાબુલ ન્યૂઝ નામના X હેન્ડલે શેર કર્યો હતો. આ વીડિયોના કેપ્શનમાં ઉર્દૂમાં લખ્યું છે: ઇઝરાયલે ગઈ રાત્રે ગાઝા પર બોમ્બમારો તીવ્ર બનાવ્યો. પેલેસ્ટિનિયન મીડિયાના અહેવાલો અનુસાર, ગઈકાલે રાત્રે થયેલા બોમ્બ વિસ્ફોટમાં મહિલાઓ અને બાળકો સહિત 400 લોકો માર્યા ગયા હતા અને સેંકડો લોકો હજુ પણ ધરાશાયી થયેલી ઇમારતો નીચે ફસાયેલા છે. પોસ્ટની લિંક… એ સ્પષ્ટ છે કે વાઇરલ વીડિયો સાથે કરવામાં આવી રહેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે.