સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દોહિત્રી અને શ્વેતા બચ્ચન અને નિખિલ નંદાની દીકરી નવ્યા પ્રીમિયર બિઝનેસ સ્કૂલ IIM અમદાવાદમાં અભ્યાસ કરી રહી છે. હાલ તેણે IIM કેમ્પસની સુંદર તસવીરો અને મિત્રો સાથે કેન્ટીનની મજા માણતી કેટલીક તસવીરો શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા બચ્ચન પરિવારની લાડલીએ લખ્યું કે- ‘અમદાવાદ મારા માટે બીજું ઘર છે!’ નવ્યાએ BPGP કોર્સમાં એડમિશન લીધું છે
અગાઉ બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (BPGP) નામના કોર્સમાં એડમિશન મેળવ્યું ત્યારે કેટલીક તસવીરો શેર કરી હતી. તે સમયે તેને કેપ્શન આપ્યું હતું કે, “સપનું સાકાર થયું છે!!!!!! આગામી 2 વર્ષ… શ્રેષ્ઠ લોકો અને શિક્ષકો સાથે રહીશ! બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (BPGP) 2026ની બેચ”. આ પોસ્ટ જોયા બાદ અનન્યા પાંડે, શ્વેતા બચ્ચન, કરિશ્મા કપૂર અને સુહાના ખાને કમેન્ટ્સમાં પ્રતિક્રિયા આપી હતી. કચ્છની તસવીરો
ચાર મહિના પહેલા નવ્યા તેની માતા શ્વેતા બચ્ચન નંદા અને નાની જયા બચ્ચન સાથે કચ્છનું સફેદ રણ જોવા ગઈ હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર ઘણીબધી તસવીરો પોસ્ટ પણ કરી હતી. જોકે, નવ્યા દ્વારા પોસ્ટ કરાયેલી તસવીરોમાં તે એકલી જોવા મળી હતી. એટલા માટે શ્વેતા બચ્ચન સોશિયલ મીડિયા પર જ તેની દીકરીને પ્રેમથી વઢી હતી. કોમેન્ટ પર મા-દીકરીની વાતચીત
નવ્યાની આ પોસ્ટ પર જોતાં જ તેની માતા શ્વેતા નંદાએ કોમેન્ટ કરીને પૂછ્યું કે-શું તું એકલી ગઈ હતી? આના પર નવ્યાએ હસ્તા ઇમોજી શેર કર્યા. આ પછી શ્વેતા ફરીથી પૂછે છે, ના…મને જવાબ આપ. આ પ્રકારી કોમેન્ટ એટલે કરી હશે કારણ કે મમ્મી અને નાની સાથે ફરવા ગયેલી નવ્યાએ ઈનસ્ટા પર માત્ર એકલીના જ ફોટો શેર કર્યા હતા. આ માટે તેની માતા તેને પ્રેમથી ખીજાઈ હતી. ફેન્સને પણ માતા-પુત્રી વચ્ચેની આ વાતચીત વાંચવાની મજા આવી હતી. નવ્યાએ ફિલ્મી દુનિયાથી દૂરી બનાવી છે
નવ્યા નવેલી નંદા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જ્યારે યુટ્યૂબ પર તેનો એક શો પણ આવે છે, જેમાં તે ઘણીવાર તેની નાની (જયા બચ્ચન) અને માતા (શ્વેતા બચ્ચન) સાથે વાત કરતી જોવા મળે છે. જોકે, તેનો અત્યારે ફિલ્મી દુનિયામાં આવવાનો કોઈ ઈરાદો નથી. જ્યારે તેમના ભાઈ અગસ્ત્ય નંદા ‘ધ આર્ચીઝ’ સાથે અભિનયની દુનિયામાં એન્ટ્રી કરી છે. નવ્યા શું કામ કરે છે?
નવ્યા પ્રોજેક્ટ નવેલી નામનો એક NGO ચલાવે છે. આ ઉપરાંત, તે તેના પિતાને તેમના બિઝનેસમાં પણ મદદ કરે છે. આ ઉપરાંત, તે ‘વોટ ધ હેલ નવ્યા’ નામનો પોડકાસ્ટ પણ ચલાવે છે, જેણે બે સીઝન પૂર્ણ કરી છે. સાથે-સાથે તે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને વધારવા માટેનું આરોગ્યસંભાળ પ્લેટફોર્મ, આરા હેલ્થની કો-ફાઉન્ડર પણ છે.