P24 News Gujarat

દીપિકા પાદુકોણ બોલિવૂડની સૌથી મોંધી હિરોઈન બની!:આલિયા ભટ્ટનો રેકોર્ડ તોડ્યો, ‘સ્પિરિટ’ માટે 20 કરોડ રૂપિયા ફી લીધી

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલ માતૃત્વનો આનંદ માણી રહી છે અને મોટા પડદાથી દૂર છે. પરંતુ એક્ટ્રેસ આગામી એક્શન ફિલ્મ ‘સ્પિરિટ’માં પ્રભાસ સાથે કમબેક કરવા જઈ રહી છે. ફિલ્મની ખાસ ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે આ ફિલ્મ માટે દીપિકાએ 20 કરોડ રૂપિયા ફી લીધી છે. ભારતીય સિનેમાની સૌથી મોંઘી હિરોઈન બની દીપિકા
ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ‘સ્પિરિટ’ના નિર્માતાઓએ દીપિકા પાદુકોણને સાઈન કરવા માટે 20 કરોડ રૂપિયા ફી ચૂકવવાનું નક્કી કર્યું છે. માતા બન્યા પછી આ ફિલ્મ દીપિકાના કરિયરની સૌથી મોટી ફિલ્મ હશે, જેના માટે તેણે સૌથી વધુ ફી લીધી છે. દીપિકા બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસ છે, પરંતુ અત્યાર સુધી તેણે કોઈ ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા ચાર્જ કર્યા નથી. આ ફિલ્મ દીપિકાને મળેલી અત્યાર સુધીની સૌથી મોટી પે-ચેક હશે. દીપિકા પાદુકોણ એક એક્ટિવ એક્ટ્રેસ છે. પોતાની મહેનત અને પ્રતિભાના બળે તેણે દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. લગ્ન અને માતૃત્વ પછી પણ દીપિકાની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. ફેન્સ તેને જોવા માટે ખૂબ જ ઉત્સુક છે, જેના કારણે નોર્થથી સાઉથ સુધી ભારતના નિર્માતાઓ તેની સાથે ફિલ્મો સાઈન કરવામાં ખચકાતાં નથી. ‘સ્પિરિટ’ પછી દીપિકા ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી એક્ટ્રેસ બની જશે. હાલમાં કોઈ અન્ય એક્ટ્રેસે એક ફિલ્મ માટે આટલી મોટી રકમ ચાર્જ કરતી નથી. દીપિકાએ આલિયા ભટ્ટનો રેકોર્ડ તોડ્યો
અગાઉ સૌથી મોંઘી એક્ટ્રેસનો ખિતાબ આલિયા ભટ્ટ પાસે હતો, પરંતુ હવે દીપિકાએ તે રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે સમગ્ર દેશમાં દીપિકા કરતાં વધુ ફી લેનારી કોઈ હિરોઈન નથી. એક્ટ્રેસની ફી હંમેશાં એક્ટર કરતાં ઓછી રહી છે, પરંતુ દીપિકાએ ઘણા મોટા એક્ટરને પણ ફીની બાબતમાં પાછળ છોડી દીધા છે. ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેમને એક ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા પણ મળતા નથી. દીપિકા પાદુકોણની આગામી ફિલ્મો
દીપિકાના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો, તે ‘પઠાણ 2’, ‘ફાઈટર 2’, ‘બ્રહ્માસ્ત્ર 2’, ‘કલ્કી 2898 AD’નો બીજો ભાગ અને ‘ધ ઈન્ટર્ન’માં જોવા મળશે.

​બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ હાલ માતૃત્વનો આનંદ માણી રહી છે અને મોટા પડદાથી દૂર છે. પરંતુ એક્ટ્રેસ આગામી એક્શન ફિલ્મ ‘સ્પિરિટ’માં પ્રભાસ સાથે કમબેક કરવા જઈ રહી છે. ફિલ્મની ખાસ ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે આ ફિલ્મ માટે દીપિકાએ 20 કરોડ રૂપિયા ફી લીધી છે. ભારતીય સિનેમાની સૌથી મોંઘી હિરોઈન બની દીપિકા
ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ‘સ્પિરિટ’ના નિર્માતાઓએ દીપિકા પાદુકોણને સાઈન કરવા માટે 20 કરોડ રૂપિયા ફી ચૂકવવાનું નક્કી કર્યું છે. માતા બન્યા પછી આ ફિલ્મ દીપિકાના કરિયરની સૌથી મોટી ફિલ્મ હશે, જેના માટે તેણે સૌથી વધુ ફી લીધી છે. દીપિકા બોલિવૂડની સૌથી વધુ કમાણી કરનારી એક્ટ્રેસ છે, પરંતુ અત્યાર સુધી તેણે કોઈ ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા ચાર્જ કર્યા નથી. આ ફિલ્મ દીપિકાને મળેલી અત્યાર સુધીની સૌથી મોટી પે-ચેક હશે. દીપિકા પાદુકોણ એક એક્ટિવ એક્ટ્રેસ છે. પોતાની મહેનત અને પ્રતિભાના બળે તેણે દર્શકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. લગ્ન અને માતૃત્વ પછી પણ દીપિકાની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. ફેન્સ તેને જોવા માટે ખૂબ જ ઉત્સુક છે, જેના કારણે નોર્થથી સાઉથ સુધી ભારતના નિર્માતાઓ તેની સાથે ફિલ્મો સાઈન કરવામાં ખચકાતાં નથી. ‘સ્પિરિટ’ પછી દીપિકા ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી એક્ટ્રેસ બની જશે. હાલમાં કોઈ અન્ય એક્ટ્રેસે એક ફિલ્મ માટે આટલી મોટી રકમ ચાર્જ કરતી નથી. દીપિકાએ આલિયા ભટ્ટનો રેકોર્ડ તોડ્યો
અગાઉ સૌથી મોંઘી એક્ટ્રેસનો ખિતાબ આલિયા ભટ્ટ પાસે હતો, પરંતુ હવે દીપિકાએ તે રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે સમગ્ર દેશમાં દીપિકા કરતાં વધુ ફી લેનારી કોઈ હિરોઈન નથી. એક્ટ્રેસની ફી હંમેશાં એક્ટર કરતાં ઓછી રહી છે, પરંતુ દીપિકાએ ઘણા મોટા એક્ટરને પણ ફીની બાબતમાં પાછળ છોડી દીધા છે. ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેમને એક ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા પણ મળતા નથી. દીપિકા પાદુકોણની આગામી ફિલ્મો
દીપિકાના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો, તે ‘પઠાણ 2’, ‘ફાઈટર 2’, ‘બ્રહ્માસ્ત્ર 2’, ‘કલ્કી 2898 AD’નો બીજો ભાગ અને ‘ધ ઈન્ટર્ન’માં જોવા મળશે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *