P24 News Gujarat

‘અપને તો અપને હોતે હે’:ધર્મેન્દ્રએ પ્રથમ પત્ની પ્રકાશ કૌર સાથે પૌત્ર રાજવીરનો જન્મદિવસ ઉજવ્યો

તાજેતરમાં પીઢ એક્ટર ધર્મેન્દ્ર પોતાની પહેલી પત્ની પ્રકાશ કૌર, દીકરા બોબી દેઓલ અને પૌત્ર કરણ અને રાજવીર દેઓલ સાથે જોવા મળ્યા હતા. એક્ટર સની દેઓલના દીકરા રાજવીરના જન્મદિવસે દાદા ધર્મેન્દ્ર અને દાદી પ્રકાશ કૌર એકસાથે જોવા મળ્યાં હતાં. એક્ટર બોબી દેઓલે ભત્રીજા રાજવીરના જન્મદિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યા હતા. જેમાં દેઓલ પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. બોબી દેઓલે શેર કરેલા ફોટોમાં તે ભત્રીજા રાજવીરને ભેટતો જોવા મળી રહ્યો છે. દરેક ફોટોમાં કાકા-ભત્રીજાનું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. તેણે ફોટોના કેપ્શનમાં લખ્યું, ‘જન્મદિવસની શુભેચ્છાઓ દીકરા, આઈ લવ યુ’. જ્યારે એક્ટર સની દેઓલે પણ દીકરાનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. એક્ટરે બે ફોટો શેર કર્યા હતા, જેમાં પહેલા ફોટોમાં રાજવીર અને દાદી પ્રકાશ કૌર જોવા મળી રહ્યાં છે, જ્યારે બીજા ફોટોમાં સની દેઓલ દીકરા સાથે બેસીને ચા પી રહ્યો છે. આ ફોટોમાં પિતા-પુત્ર વચ્ચેનો પ્રેમ દેખાઈ રહ્યો છે. એક્ટરે પોસ્ટના કેપ્શનમાં દિલવાળા ઈમોજી સાથે દીકરાને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. ઉપરાંત રાજવીરના ભાઈ કરણે પણ તેનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, ‘જન્મદિવસની શુભેચ્છાઓ, રાજવીર! બાળપણની યાદોથી લઈને જીવનની સૌથી મોટી ક્ષણો સુધી, તું મારી સાથે છે તે મારા માટે અગત્યનું છે. તું જે માણસ બની રહ્યો છે, તેના પર મને ખૂબ ગર્વ છે અને હું હંમેશા તને પ્રોત્સાહન આપવા માટે અહીં રહીશ, ભલે ગમે તે હોય. આજે અને હંમેશા તને પ્રેમ કરું છું.’

​તાજેતરમાં પીઢ એક્ટર ધર્મેન્દ્ર પોતાની પહેલી પત્ની પ્રકાશ કૌર, દીકરા બોબી દેઓલ અને પૌત્ર કરણ અને રાજવીર દેઓલ સાથે જોવા મળ્યા હતા. એક્ટર સની દેઓલના દીકરા રાજવીરના જન્મદિવસે દાદા ધર્મેન્દ્ર અને દાદી પ્રકાશ કૌર એકસાથે જોવા મળ્યાં હતાં. એક્ટર બોબી દેઓલે ભત્રીજા રાજવીરના જન્મદિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યા હતા. જેમાં દેઓલ પરિવાર એકસાથે જોવા મળ્યો હતો. બોબી દેઓલે શેર કરેલા ફોટોમાં તે ભત્રીજા રાજવીરને ભેટતો જોવા મળી રહ્યો છે. દરેક ફોટોમાં કાકા-ભત્રીજાનું બોન્ડિંગ જોવા મળી રહ્યું છે. તેણે ફોટોના કેપ્શનમાં લખ્યું, ‘જન્મદિવસની શુભેચ્છાઓ દીકરા, આઈ લવ યુ’. જ્યારે એક્ટર સની દેઓલે પણ દીકરાનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. એક્ટરે બે ફોટો શેર કર્યા હતા, જેમાં પહેલા ફોટોમાં રાજવીર અને દાદી પ્રકાશ કૌર જોવા મળી રહ્યાં છે, જ્યારે બીજા ફોટોમાં સની દેઓલ દીકરા સાથે બેસીને ચા પી રહ્યો છે. આ ફોટોમાં પિતા-પુત્ર વચ્ચેનો પ્રેમ દેખાઈ રહ્યો છે. એક્ટરે પોસ્ટના કેપ્શનમાં દિલવાળા ઈમોજી સાથે દીકરાને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. ઉપરાંત રાજવીરના ભાઈ કરણે પણ તેનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, ‘જન્મદિવસની શુભેચ્છાઓ, રાજવીર! બાળપણની યાદોથી લઈને જીવનની સૌથી મોટી ક્ષણો સુધી, તું મારી સાથે છે તે મારા માટે અગત્યનું છે. તું જે માણસ બની રહ્યો છે, તેના પર મને ખૂબ ગર્વ છે અને હું હંમેશા તને પ્રોત્સાહન આપવા માટે અહીં રહીશ, ભલે ગમે તે હોય. આજે અને હંમેશા તને પ્રેમ કરું છું.’ 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *