P24 News Gujarat

આમિર ખાનની ‘સિતારે જમીન પર’નું ટ્રેલર રિલીઝ:ટિંગુ બાસ્કેટબોલ કોચ અને તેના 10 તોફાની સિતારાઓની જર્ની પેટ પકડીને હસવા મજબૂર કરી દેશે

આમિર ખાન હાલમાં ફિલ્મ ‘સિતારે જમીન પર’ને લઈને ચર્ચામાં છે. ‘તારે જમીન પર’ ફિલ્મની સિક્વલની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે. ત્યારે આમિર ખાન પ્રોડક્શન્સે આજે મંગળવારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું છે. એક સ્પેશિયલ મેસેજ સાથે આવી રહેલી ફિલ્મનું ટ્રેલર અંત સુધી જકડી રાખે છે. ટિંગુ બાસ્કેટબોલ કોચ અને તેના 10 તોફાની સિતારાઓની આ જર્ની પેટ પકડીને હસવા પર મજબૂર કરી દેશે. આ કોમેડી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મમાં આમિર ખાન એક ગુસ્સામાં રહેતા બાસ્કેટબોલ કોચની ભૂમિકા ભજવી રહ્યો છે. ટ્રેલરની શરૂઆત નેશનલ બાસ્કેટબોલ લીગના ફાઈનલ મેચથી થાય છે. બેકગ્રાઉન્ડમાં આમિર ખેલાડીઓને પ્રોત્સાહન આપતો હોય તેવો અવાજ સંભળાય છે અને અચાનક વાર્તા પાછળ જાય છે અને મનોદિવ્યાંગ ખેલાડી બોલને પગથી કિક કરીને બાસ્કેટમાં નાખવા જાય છે પણ તે બોલ ટ્યૂબલાઈટ સાથે અથડાય છે અને કોચ (આમિર)ની માથે પડતાં પડતાં રહી જાય છે. કોચ (આમિર) પૂછે છે કે આ શું છે? ત્યારે ખેલાડી જવાબ આપે છે કે સિક્સર…આ ક્ષણે તમે પોતાને હસતા રોકી નહીં શકો. ટ્રેલરમાં આમિર ખાન પોતાના સિનિયર સાથે હોબાળો મચાવતો જોવા મળે છે. તેમજ પોલીસ સાથે ઝઘડો કરતો જોવા મળે છે. પરિણામે તે જેલમાં પહોંચે છે અને જજ તેને ત્રણ મહિના સુધી ઇન્ટેલેક્ચુઅલી ડિસેબલ (મનોદિવ્યાંગ) લોકોની એક બાસ્કેટબોલ ટીમના કોચ બનવાની સજા આપે છે. ત્યારથી શરૂ થાય છે ટિંગુ બાસ્કેટબોલ કોચ અને 10 તોફાની સિતારાઓની મસ્તી, ધમાલ અને વાર્તા… ‘સબકા અપના અપના નોર્મલ હોતા હે’ ‘નવો કોચ ગધેડો છે’, ‘ટિંગુને ટિંગુ ન કહો’, ‘તુમ લડકી હો?’ જેવા નાના નાના ડાયલોગ્સ ફિલ્મને વધુ કોમેડી બનાવે છે. જ્યારે ‘સબ અપને અપને નોર્મલ પર ટીકે બેઠે હે કોચ સાહબ, સબકા અપના અપના નોર્મલ હોતા હે, આપકા નોર્મલ આપકા, ઉનકા નોર્મલ ઉનકા’​​​​​​​ જેવા ડાયલોગ પરિસ્થિતિઓને અલગ રીતે વિચારવાનો દૃષ્ટિકોણ આપે છે. ફિલ્મમાં જેનેલિયા દેશમુખે આમિરની પત્નીની ભૂમિકા ભજવી છે. આમિરની માતા અને તેની પત્ની બંને તેને આ ટીમને ગાઈડન્સ આપવા માટે પ્રોત્સાહિત કરે છે. 2007માં આવેલી ‘તારે જમીન પર’ ફિલ્મની સિક્વલ ‘સિતારે જમીન પર’ ફિલ્મ આમિરની 2007માં આવેલી ‘તારે જમીન પર’ ફિલ્મની સિક્વલ છે. ‘તારે જમીન પર’ માત્ર 12 કરોડ રૂપિયામાં બની હતી અને 98 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે ‘સિતારે જમીન પર’ ફિલ્મ 374 કરોડ રૂપિયાના ખર્ચે બની રહી છે. આ ફિલ્મથી આમિર ખાન પ્રોડક્શન્સે આરુષ દત્તા, ગોપી કૃષ્ણ વર્મા, સંવિત દેસાઈ, વેદાંત શર્મા, આયુષ ભણસાલી, આશિષ પેંડસે, ઋષિ શહાની, ઋષભ જૈન, નમન મિશ્રા અને સિમરન મંગેશકર નામના 10 નવા કલાકારોને રજૂ કર્યાં છે. આ ફિલ્મનું ડિરેક્શન આર.એસ. પ્રસન્ના દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પહેલી વખત જેનેલિયા દેશમુખ આમિર ખાન સાથે જોવા મળશે. પહેલગામ હુમલા બાદ ફિલ્મનું ટ્રેલર પોસ્ટપોન કરાયું હતું ‘સિતારે જમીન પર’ ફિલ્મનું ટ્રેલર અગાઉ 8 મેના રોજ રિલીઝ કરવાનું જાહેર કરાયું હતું. પરંતુ પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પછી વધી રહેલા તણાવના કારણે ફિલ્મનું ટ્રેલર મોકૂફ રાખવામાં આવ્યું હતું. ‘સિતારે જમીન પર’ સ્પેનિશ વાર્તાની હિન્દી રિમેક
ફિલ્મ અંગે આમિરે જણાવ્યું કે, તેની નવી ફિલ્મ સ્પેનિશ ફિલ્મ ‘ચેમ્પિયન્સ’ની હિન્દી રિમેક છે. 2018માં રિલીઝ થયેલી ‘ચેમ્પિયન્સ’ સ્પેનની એડરેસ બાસ્કેટબોલ ટીમના વાસ્તવિક જીવન પર આધારિત વાર્તા હતી. આ ફિલ્મ અગાઉ હોલિવૂડમાં રિમેક કરવામાં આવી હતી, જેમાં વુડી હેરેલસને કમ્યૂનિટી સર્વિસ કરતા ગુસ્સે ભરાયેલા કોચની મુખ્ય ભૂમિકા ભજવી હતી.

​આમિર ખાન હાલમાં ફિલ્મ ‘સિતારે જમીન પર’ને લઈને ચર્ચામાં છે. ‘તારે જમીન પર’ ફિલ્મની સિક્વલની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે. ત્યારે આમિર ખાન પ્રોડક્શન્સે આજે મંગળવારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું છે. એક સ્પેશિયલ મેસેજ સાથે આવી રહેલી ફિલ્મનું ટ્રેલર અંત સુધી જકડી રાખે છે. ટિંગુ બાસ્કેટબોલ કોચ અને તેના 10 તોફાની સિતારાઓની આ જર્ની પેટ પકડીને હસવા પર મજબૂર કરી દેશે. આ કોમેડી સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મમાં આમિર ખાન એક ગુસ્સામાં રહેતા બાસ્કેટબોલ કોચની ભૂમિકા ભજવી રહ્યો છે. ટ્રેલરની શરૂઆત નેશનલ બાસ્કેટબોલ લીગના ફાઈનલ મેચથી થાય છે. બેકગ્રાઉન્ડમાં આમિર ખેલાડીઓને પ્રોત્સાહન આપતો હોય તેવો અવાજ સંભળાય છે અને અચાનક વાર્તા પાછળ જાય છે અને મનોદિવ્યાંગ ખેલાડી બોલને પગથી કિક કરીને બાસ્કેટમાં નાખવા જાય છે પણ તે બોલ ટ્યૂબલાઈટ સાથે અથડાય છે અને કોચ (આમિર)ની માથે પડતાં પડતાં રહી જાય છે. કોચ (આમિર) પૂછે છે કે આ શું છે? ત્યારે ખેલાડી જવાબ આપે છે કે સિક્સર…આ ક્ષણે તમે પોતાને હસતા રોકી નહીં શકો. ટ્રેલરમાં આમિર ખાન પોતાના સિનિયર સાથે હોબાળો મચાવતો જોવા મળે છે. તેમજ પોલીસ સાથે ઝઘડો કરતો જોવા મળે છે. પરિણામે તે જેલમાં પહોંચે છે અને જજ તેને ત્રણ મહિના સુધી ઇન્ટેલેક્ચુઅલી ડિસેબલ (મનોદિવ્યાંગ) લોકોની એક બાસ્કેટબોલ ટીમના કોચ બનવાની સજા આપે છે. ત્યારથી શરૂ થાય છે ટિંગુ બાસ્કેટબોલ કોચ અને 10 તોફાની સિતારાઓની મસ્તી, ધમાલ અને વાર્તા… ‘સબકા અપના અપના નોર્મલ હોતા હે’ ‘નવો કોચ ગધેડો છે’, ‘ટિંગુને ટિંગુ ન કહો’, ‘તુમ લડકી હો?’ જેવા નાના નાના ડાયલોગ્સ ફિલ્મને વધુ કોમેડી બનાવે છે. જ્યારે ‘સબ અપને અપને નોર્મલ પર ટીકે બેઠે હે કોચ સાહબ, સબકા અપના અપના નોર્મલ હોતા હે, આપકા નોર્મલ આપકા, ઉનકા નોર્મલ ઉનકા’​​​​​​​ જેવા ડાયલોગ પરિસ્થિતિઓને અલગ રીતે વિચારવાનો દૃષ્ટિકોણ આપે છે. ફિલ્મમાં જેનેલિયા દેશમુખે આમિરની પત્નીની ભૂમિકા ભજવી છે. આમિરની માતા અને તેની પત્ની બંને તેને આ ટીમને ગાઈડન્સ આપવા માટે પ્રોત્સાહિત કરે છે. 2007માં આવેલી ‘તારે જમીન પર’ ફિલ્મની સિક્વલ ‘સિતારે જમીન પર’ ફિલ્મ આમિરની 2007માં આવેલી ‘તારે જમીન પર’ ફિલ્મની સિક્વલ છે. ‘તારે જમીન પર’ માત્ર 12 કરોડ રૂપિયામાં બની હતી અને 98 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે ‘સિતારે જમીન પર’ ફિલ્મ 374 કરોડ રૂપિયાના ખર્ચે બની રહી છે. આ ફિલ્મથી આમિર ખાન પ્રોડક્શન્સે આરુષ દત્તા, ગોપી કૃષ્ણ વર્મા, સંવિત દેસાઈ, વેદાંત શર્મા, આયુષ ભણસાલી, આશિષ પેંડસે, ઋષિ શહાની, ઋષભ જૈન, નમન મિશ્રા અને સિમરન મંગેશકર નામના 10 નવા કલાકારોને રજૂ કર્યાં છે. આ ફિલ્મનું ડિરેક્શન આર.એસ. પ્રસન્ના દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પહેલી વખત જેનેલિયા દેશમુખ આમિર ખાન સાથે જોવા મળશે. પહેલગામ હુમલા બાદ ફિલ્મનું ટ્રેલર પોસ્ટપોન કરાયું હતું ‘સિતારે જમીન પર’ ફિલ્મનું ટ્રેલર અગાઉ 8 મેના રોજ રિલીઝ કરવાનું જાહેર કરાયું હતું. પરંતુ પહેલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પછી વધી રહેલા તણાવના કારણે ફિલ્મનું ટ્રેલર મોકૂફ રાખવામાં આવ્યું હતું. ‘સિતારે જમીન પર’ સ્પેનિશ વાર્તાની હિન્દી રિમેક
ફિલ્મ અંગે આમિરે જણાવ્યું કે, તેની નવી ફિલ્મ સ્પેનિશ ફિલ્મ ‘ચેમ્પિયન્સ’ની હિન્દી રિમેક છે. 2018માં રિલીઝ થયેલી ‘ચેમ્પિયન્સ’ સ્પેનની એડરેસ બાસ્કેટબોલ ટીમના વાસ્તવિક જીવન પર આધારિત વાર્તા હતી. આ ફિલ્મ અગાઉ હોલિવૂડમાં રિમેક કરવામાં આવી હતી, જેમાં વુડી હેરેલસને કમ્યૂનિટી સર્વિસ કરતા ગુસ્સે ભરાયેલા કોચની મુખ્ય ભૂમિકા ભજવી હતી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *