ગઈકાલે ‘કિંગ કોહલી’એ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી, આજે ક્રિકેટર તેની પત્ની અનુષ્કા શર્મા સાથે પ્રેમાનંદજી મહારાજને મળવા વૃંદાવન પહોંચ્યો હતો. વહેલી સવારે તેમણે કેલી કુંજ આશ્રમની મુલાકાત લીધી હતી. વિરાટ અને અનુષ્કાએ પ્રેમાનંદ મહારાજ સાથે લગભગ 15 મિનિટ વાત કરી. બંને કેલી કુંજ આશ્રમમાં 2 કલાક અને 20 મિનિટ રોકાયા. ક્રિકેટર તેની પત્ની સાથે સવારે 7:20 વાગ્યે ઇનોવા કારમાં પહોંચ્યો હતો. વિરાટ-અનુષ્કા માસ્ક પહેરીને કારમાં બેઠાં હતાં. બંનેએ પ્રેમાનંદ મહારાજના આશ્રમનું કામ જોયું અને સમજ્યું. વિરાટ કોહલીની વૃંદાવનની આ ત્રીજી મુલાકાત હતી. પ્રેમાનંદ મહારાજ સાથે વિરાટ-અનુષ્કાનો સંવાદ
પ્રેમાનંદ મહારાજે વિરાટ-અનુષ્કાને પૂછ્યું – શું તમે ખુશ છો? આ સાંભળી હસતાં-હસતાં વિરાટે કહ્યું- હા. મહારાજે તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું- “ખૂબ ખુશ થાવો અને નામનો જપ કરતા રહો.” આના પર અનુષ્કાએ પૂછ્યું – મહારાજજી, શું નામનો જાપ કરવાથી બધું સિદ્ધ થશે? મહારાજાએ કહ્યું- હા, બધું જ સિદ્ધ થશે. જો તમે રાધા-રાધાનો જાપ કરશો, તો તમે આ જ જીવનમાં ભગવાનને પ્રાપ્ત કરશો. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અગાઉ તેઓ 4 જાન્યુઆરી 2023 અને 10 જાન્યુઆરી 2025ના રોજ વૃંદાવન આવ્યાં હતાં. વિરાટ કોહલીએ સોમવારે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું – ટેસ્ટ ક્રિકેટે મારી કસોટી કરી છે, મને આકાર આપ્યો છે, મને એવા પાઠ શીખવ્યા છે, જે હું જીવનભર યાદ રાખીશ. વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચ રમી છે. તેણે 30 સદી અને 31 અડધી સદી ફટકારી હતી. વિરાટે 7 બેવડી સદી ફટકારી છે. તેમને 2017 અને 2018માં ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. વિરાટ-અનુષ્કાએ પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ લીધા- ‘નિષ્ફળતામાં આપણે કેવી રીતે જીવવું જોઈએ?’
10 જાન્યુઆરી 2025ના રોજ વિરાટ-અનુષ્કા બંને બાળકો સાથે પ્રેમાનંદ મહારાજને મળવા આવ્યાં હતાં. બંનેએ લગભગ 30 મિનિટ સુધી આધ્યાત્મિક ચર્ચા કરી હતી. અનુષ્કાએ પ્રેમાનંદ મહારાજ પાસેથી ભક્તિ માટે આશીર્વાદ માગ્યા હતા. પછી વાતચીત દરમિયાન વિરાટે પૂછ્યું હતું કે- નિષ્ફળતાને કેવી રીતે દૂર કરવી. મહારાજે કહ્યું હતું કે- અભ્યાસ કરતા રહો, વિજય નિશ્ચિત છે. તમારા અભ્યાસને સતત અને નિયંત્રણમાં રાખીને આગળ વધો. જેમ ભગવાનનું નામ લેવું એ મારા માટે એક સાધના છે એમ ક્રિકેટ તમારા માટે એક સાધના છે. વચ્ચે વચ્ચે ભગવાનનું નામ લેતા રહો. અનુષ્કાએ પૂછ્યું હતું – છેલ્લીવાર જ્યારે અમે આવ્યાં હતાં ત્યારે મારા મનમાં કેટલાક પ્રશ્નો હતા, પણ હું પૂછી શકી નહીં. હું મનમાં તમારી સાથે વાત કરી લઉં છું. મારા મનમાં ગમે તે પ્રશ્નો હોય, કોઈ ને કોઈ તેમને પૂછી લેતું હતું. પ્રેમાનંદ મહારાજે કહ્યું-શ્રીજી, એ વ્યવસ્થા કરશે. સૌથી અગત્યનું, આપણે સાધના કરી લોકોને ખુશી આપી રહ્યા છીએ. અનુષ્કાએ કહ્યું- બસ મને પ્રેમ અને ભક્તિ આપો. મહારાજે કહ્યું- મને લાગે છે ભક્તિનો તમારા પર ખાસ પ્રભાવ પડશે. ભક્તિથી પર કંઈ નથી. 4 જાન્યુઆરી 2023ના રોજ પ્રેમાનંદ મહારાજને પણ મળ્યા હતા
વિરાટ અને અનુષ્કા પહેલીવાર 4 જાન્યુઆરી 2023ના રોજ પ્રેમાનંદ મહારાજને મળ્યાં હતાં. આ દરમિયાન તેમની પુત્રી વામિકા પણ તેમની સાથે હતી. વિરાટ 4 જાન્યુઆરીએ પોતાના પરિવાર સાથે અહીં આવ્યો હતો. દીકરી વામિકા અનુષ્કાના ખોળામાં બેઠેલી જોવા મળી. ઇન્સ્ટાગ્રામ પર નિવૃત્તિની જાહેરાત કોહલીએ લખ્યું- ટેસ્ટે મારી કસોટી કરી, મને જીવનના પાઠ શીખવ્યા
વિરાટે લખ્યું, ‘મેં 14 વર્ષ પહેલાં ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર બેગી બ્લૂ જર્સી પહેરી હતી. સાચું કહું તો મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આ ફોર્મેટ મને આવી સફર પર લઈ જશે. તેણે મારી કસોટી કરી, મને વ્યાખ્યાયિત કર્યો અને મને એવા પાઠ શીખવ્યા, જે હું મારા બાકીના જીવન માટે મારી સાથે રાખીશ. વ્હાઇટ જર્સીમાં રમવું એ મારા માટે ખૂબ જ ખાસ અને વ્યક્તિગત અનુભવ છે. મહેનત, લાંબા દિવસો, નાની ક્ષણો જે કોઈ જોતું નથી, પણ એ હંમેશાં તમારી સાથે રહે છે. જેમ જેમ હું આ ફોર્મેટથી દૂર જઈ રહ્યો છું, એ સરળ નથી, પરંતુ હાલમાં એ યોગ્ય લાગે છે. મેં મારું સર્વસ્વ આપી દીધું છે અને તેણે મને મારી અપેક્ષા કરતાં વધુ આપ્યું છે. હું રમત માટે મેદાન પરના લોકો માટે અને આ સફરમાં મને સપોર્ટ આપનારા દરેકનો આભારી છું. હું હંમેશાં મારી ટેસ્ટ કારકિર્દીને સ્મિત સાથે જોઈશ. તેણે આગળ પોતાનો જર્સી નંબર ‘269’ લખ્યો અને ‘સાઇનિંગ ઓફ’ લખ્યું. BCCIએ પોસ્ટર શેર કર્યું અને લખ્યું- થેન્ક યુ કોહલીના બેસ્ટ ફ્રેન્ડ ડી વિલિયર્સે કહ્યું- સાચો લીજેન્ડ
સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સે નિવૃત્તિ પર વિરાટ કોહલીને એક સાચો લીજેન્ડ ગણાવ્યો. એબીડીએ કહ્યું હતું કે કોહલીની કુશળતા હંમેશાં પ્રેરણાદાયક રહી છે. તે કોહલીને પ્રેમથી biscotti કહેતો. આ ઇટાલિયન શબ્દનો અર્થ બિસ્કિટ થાય છે. વિરાટ કોહલીએ ટેસ્ટમાં 9230 રન બનાવ્યા, 30 સેન્ચુરી ટેસ્ટમાં ધોની અને રોહિતથી આગળ વિરાટ; બધી ઘરઆંગણેની સિરીઝ જીતી