P24 News Gujarat

‘અનુરાગ કશ્યપ ખૂબ દારૂ પીતો હતો’:ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પોલ ખોલી, કહ્યું- સેટ પર તેમને સંભાળવવા મુશ્કેલ થઈ જતાં

ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ અનુરાગ કશ્યપ વિશે મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે- વર્ષો પહેલા જ્યારે તેઓ ફિલ્મ ‘ધન ધના ધન ગોલ’ પર કામ કરી રહ્યા હતા, ત્યારે અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણે તેમની સાથે જોડાયા હતા, પરંતુ અનુરાગની દારૂ પીવાની ટેવને કારણે શૂટિંગ મુશ્કેલ બન્યું. ડિજિટલ કોમેન્ટરી યૂટ્યુબ ચેનલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન, વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે- જ્યારે અમે ફિલ્મ ‘ગોલ’ બનાવી રહ્યા હતા, ત્યારે અનુરાગ કશ્યપ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યા હતા. આ ફિલ્મ ફૂટબોલ પર આધારિત હતી. શરૂઆતમાં, ફિલ્મમાં સૈફ અલી ખાન અને પ્રિયંકા ચોપરાને લેવાની ચર્ચા હતી. બધું લગભગ નક્કી થઈ રહ્યું હતું, પરંતુ સૈફના અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ. આ પછી, ફિલ્મમાં જોન અબ્રાહમ અને બિપાશા બાસુને લેવામાં આવ્યા. ‘અનુરાગ કશ્યપ આખો દિવસ દારૂના નશામાં જ રહેતા હતા’
વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે- અનુરાગ કશ્યપ તે સમયે ખૂબ દારૂ પીતા હતા. આજકાલ શું કરી રહ્યા છે, મને ખબર નથી પણ તે સમયે ટાઈમ અને વર્કનો તેમની પાસે કોઈ હિસાબ નહોતો. ત્યારબાદ અનુરાગ વિક્રમાદિત્ય મોટવાણીને લાવ્યો. તેમણે કહ્યું- ‘મારી પાસે એક નવો છોકરો છે, તે મારી સાથે કામ કરે છે, તે તમને મદદ કરશે. તમે તેને મળતા રહેજો.” ધીરે-ધીરે અનુરાગે બધુ કામ વિક્રમાદિત્યને સોંપી દીધું. વિક્રમાદિત્ય ખૂબ જ પ્રતિભાશાળી છે, તેમાં કોઈ શંકા નથી, પણ હું જે ફિલ્મ બનાવવા માંગતો હતો, મારો વિચાર આ લોકોના વિચારથી અલગ હતો. તેઓ ફિલ્મને અલગ રીતે બનાવવા માંગતા હતા. ‘તેમને સંભાળવવા મુશ્કેલ થઈ જતાં’
વિવેક અગ્નિહોત્રીએ વધુમાં કહ્યું કે- ‘છેલ્લે તો તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી કે હવે શું કરવું અને શું ન કરવું. પછી પ્રોડક્શન હાઉસે પણ અનુરાગ સાથે આ વિશે ઘણી વાતો કરી. તે સમય દરમિયાન ઘણું બધું બન્યું. બાય ધ વે, મારો અનુરાગ સાથે ખૂબ જૂનો સંબંધ રહ્યો છે. એવું નથી કે કોઈ દુશ્મનાવટ છે. અમે જ્યારે પણ મળ્યા ત્યારે મેં તેમની સાથે સારી રીતે વ્યવહાર કર્યો છે, પણ સાચું કહું તો, સેટ પર તેમને સંભાળવવા મુશ્કેલ થઈ જતાં હતાં. તેમણે એમ પણ કહ્યું કે- દારૂ એવી વસ્તુ છે જે ફક્ત તે જ સમજી શકે છે જે પોતે તેમાંથી પસાર થયો હોય. ડ્રગ્સનો વ્યસની વ્યક્તિ જ તેની ભાષા સમજી શકે છે, પરંતુ વ્યાવસાયિક સ્તરે પરિસ્થિતિને સંભાળવી એ એક મોટો પડકાર બની ગયો હતો. આ અનુરાગ અને મારા બંનેનો અનુભવ રહ્યો છે. આ પછી, અચાનક એક દિવસ અનુરાગે સોશિયલ મીડિયા પર મારા વિરુદ્ધ ગાળા-ગાળી શરૂ કરી હતી. આટલું કહી તેઓ અહીં જ ઊભા રહી જાય છે આ મામલે વધારે વાત કરતા નથી.

​ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ અનુરાગ કશ્યપ વિશે મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે- વર્ષો પહેલા જ્યારે તેઓ ફિલ્મ ‘ધન ધના ધન ગોલ’ પર કામ કરી રહ્યા હતા, ત્યારે અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણે તેમની સાથે જોડાયા હતા, પરંતુ અનુરાગની દારૂ પીવાની ટેવને કારણે શૂટિંગ મુશ્કેલ બન્યું. ડિજિટલ કોમેન્ટરી યૂટ્યુબ ચેનલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન, વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે- જ્યારે અમે ફિલ્મ ‘ગોલ’ બનાવી રહ્યા હતા, ત્યારે અનુરાગ કશ્યપ આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યા હતા. આ ફિલ્મ ફૂટબોલ પર આધારિત હતી. શરૂઆતમાં, ફિલ્મમાં સૈફ અલી ખાન અને પ્રિયંકા ચોપરાને લેવાની ચર્ચા હતી. બધું લગભગ નક્કી થઈ રહ્યું હતું, પરંતુ સૈફના અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ. આ પછી, ફિલ્મમાં જોન અબ્રાહમ અને બિપાશા બાસુને લેવામાં આવ્યા. ‘અનુરાગ કશ્યપ આખો દિવસ દારૂના નશામાં જ રહેતા હતા’
વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે- અનુરાગ કશ્યપ તે સમયે ખૂબ દારૂ પીતા હતા. આજકાલ શું કરી રહ્યા છે, મને ખબર નથી પણ તે સમયે ટાઈમ અને વર્કનો તેમની પાસે કોઈ હિસાબ નહોતો. ત્યારબાદ અનુરાગ વિક્રમાદિત્ય મોટવાણીને લાવ્યો. તેમણે કહ્યું- ‘મારી પાસે એક નવો છોકરો છે, તે મારી સાથે કામ કરે છે, તે તમને મદદ કરશે. તમે તેને મળતા રહેજો.” ધીરે-ધીરે અનુરાગે બધુ કામ વિક્રમાદિત્યને સોંપી દીધું. વિક્રમાદિત્ય ખૂબ જ પ્રતિભાશાળી છે, તેમાં કોઈ શંકા નથી, પણ હું જે ફિલ્મ બનાવવા માંગતો હતો, મારો વિચાર આ લોકોના વિચારથી અલગ હતો. તેઓ ફિલ્મને અલગ રીતે બનાવવા માંગતા હતા. ‘તેમને સંભાળવવા મુશ્કેલ થઈ જતાં’
વિવેક અગ્નિહોત્રીએ વધુમાં કહ્યું કે- ‘છેલ્લે તો તેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ હતી કે હવે શું કરવું અને શું ન કરવું. પછી પ્રોડક્શન હાઉસે પણ અનુરાગ સાથે આ વિશે ઘણી વાતો કરી. તે સમય દરમિયાન ઘણું બધું બન્યું. બાય ધ વે, મારો અનુરાગ સાથે ખૂબ જૂનો સંબંધ રહ્યો છે. એવું નથી કે કોઈ દુશ્મનાવટ છે. અમે જ્યારે પણ મળ્યા ત્યારે મેં તેમની સાથે સારી રીતે વ્યવહાર કર્યો છે, પણ સાચું કહું તો, સેટ પર તેમને સંભાળવવા મુશ્કેલ થઈ જતાં હતાં. તેમણે એમ પણ કહ્યું કે- દારૂ એવી વસ્તુ છે જે ફક્ત તે જ સમજી શકે છે જે પોતે તેમાંથી પસાર થયો હોય. ડ્રગ્સનો વ્યસની વ્યક્તિ જ તેની ભાષા સમજી શકે છે, પરંતુ વ્યાવસાયિક સ્તરે પરિસ્થિતિને સંભાળવી એ એક મોટો પડકાર બની ગયો હતો. આ અનુરાગ અને મારા બંનેનો અનુભવ રહ્યો છે. આ પછી, અચાનક એક દિવસ અનુરાગે સોશિયલ મીડિયા પર મારા વિરુદ્ધ ગાળા-ગાળી શરૂ કરી હતી. આટલું કહી તેઓ અહીં જ ઊભા રહી જાય છે આ મામલે વધારે વાત કરતા નથી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *