P24 News Gujarat

અકાય-વામિકાને નાનીએ લાડ લડાવ્યાં!:અનુષ્કા વિરાટ સાથે ઉનાળું વેકેશન મનાવવા પિયર પહોંચી, સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ

ભારતના સૌથી પોપ્યુલર સેલિબ્રિટી કપલમાંથી એક વિરાટ કોહલી-અનુષ્કા હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેરાત કરી અને ત્યારબાદ તેણે વૃંદાવનના કેલી કુંજ આશ્રમની મુલાકાત લીધી હતી. આધ્યાત્મિક શાંતિ માટે કપલે પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ લીધા. હવે એક્ટ્રેસનો તેમના પરિવાર સાથેનો એક ક્યૂટ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં અનુષ્કાની માતા તેમના દોહિત્રા-દોહિત્રીને લાડ લડાવે છે. અકાય-વામિકાને નાનીએ લાડ લડાવ્યાં!
આ વીડિયોમાં અનુષ્કા શર્મા તેની માતાને ગળે લગાડે છે. એક્ટ્રેસની માતા અકાયને જોઈને ખુશીથી ઝૂમી ઊઠે છે. તેઓ તરત જ અનુષ્કાના ખોળામાંથી અકાયને તેડી લે અને લાડ લડાવવા લાગે છે. આ સમયે વામિકા તેની બાજુમાં ઊભી હોય છે અને તેના નાના ભાઈને જોઈ રહી છે. બ્રાઉન ટી-શર્ટમાં વિરાટ પણ બેકગ્રાઉન્ડમાં જોવા મળે છે. અનુષ્કા શર્મા પણ મોસાળ જતાં જ ખીલી ઉઠે છે. અનુષ્કાએ પોતાના પુત્રની પહેલી ઝલક બતાવી
અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલીના જન્મદિવસ પર પુત્ર અકાયની પ્રથમ ઝલક શેર કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોમાં વિરાટ કોહલી તેનાં બે બાળકો સાથે જોવા મળ્યો હતો. જો કે આ ફોટામાં તેનાં બંને બાળકોના ચહેરા દેખાતા ન હતા. 2017માં લગ્ન કર્યાં હતા
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 11 ડિસેમ્બરે 2017માં ઇટલીમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતા. તેમના રિસેપ્શનમાં વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી હતી. લોકડાઉન દરમ્યાન કપલે ઘરે સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. અનુષ્કાએ 11 જાન્યુઆરી 2021ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો અને અનુષ્કાએ 15 ફેબ્રુઆરી 2024એ પુત્ર અકાયને જન્મ આપ્યો હતો. વિરાટ અનુષ્કા બાળકોની પ્રાઇવસીને લઈને કડક છે
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને તેમનાં બાળકોની તસવીરો પોસ્ટ કરવી પસંદ નથી અને ન તો તેઓ તેમનાં બાળકોની તસવીરો ક્લિક કરાવવાનું પસંદ કરે છે. જાન્યુઆરી 2022માં ભારત-દક્ષિણ આફ્રિકા સિરીઝ દરમિયાન સ્ટેડિયમમાંથી વામિકાની તસવીરો સામે આવી હતી. તસવીરો વાઇરલ થયા બાદ અનુષ્કા અને વિરાટ ગુસ્સામાં આવી ગયાં અને તસવીરો હટાવવાની માગ કરી. શા માટે વિરાટ-અનુષ્કા પોતાનાં બાળકોને દુનિયાની નજરથી દૂર રાખે છે?
વિરાટ કોહલીએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી તેની દીકરી સમજદાર નહીં બને ત્યાં સુધી તે તેને સોશિયલ મીડિયા અને કેમેરાથી દૂર રાખશે, તેથી આજ સુધી તેણે ક્યારેય વામિકાની કોઈ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી નથી. એટલું જ નહીં, તેણે એવી પણ વિનંતી કરી હતી કે કોઈએ વામિકાનો ફોટો ન લેવો જોઈએ. એ જ રીતે દંપતી પણ તેમના પુત્ર અકાયને દુનિયાની નજરથી દૂર રાખે છે.

​ભારતના સૌથી પોપ્યુલર સેલિબ્રિટી કપલમાંથી એક વિરાટ કોહલી-અનુષ્કા હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેરાત કરી અને ત્યારબાદ તેણે વૃંદાવનના કેલી કુંજ આશ્રમની મુલાકાત લીધી હતી. આધ્યાત્મિક શાંતિ માટે કપલે પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ લીધા. હવે એક્ટ્રેસનો તેમના પરિવાર સાથેનો એક ક્યૂટ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં અનુષ્કાની માતા તેમના દોહિત્રા-દોહિત્રીને લાડ લડાવે છે. અકાય-વામિકાને નાનીએ લાડ લડાવ્યાં!
આ વીડિયોમાં અનુષ્કા શર્મા તેની માતાને ગળે લગાડે છે. એક્ટ્રેસની માતા અકાયને જોઈને ખુશીથી ઝૂમી ઊઠે છે. તેઓ તરત જ અનુષ્કાના ખોળામાંથી અકાયને તેડી લે અને લાડ લડાવવા લાગે છે. આ સમયે વામિકા તેની બાજુમાં ઊભી હોય છે અને તેના નાના ભાઈને જોઈ રહી છે. બ્રાઉન ટી-શર્ટમાં વિરાટ પણ બેકગ્રાઉન્ડમાં જોવા મળે છે. અનુષ્કા શર્મા પણ મોસાળ જતાં જ ખીલી ઉઠે છે. અનુષ્કાએ પોતાના પુત્રની પહેલી ઝલક બતાવી
અનુષ્કા શર્માએ પતિ વિરાટ કોહલીના જન્મદિવસ પર પુત્ર અકાયની પ્રથમ ઝલક શેર કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર શેર કરેલા ફોટોમાં વિરાટ કોહલી તેનાં બે બાળકો સાથે જોવા મળ્યો હતો. જો કે આ ફોટામાં તેનાં બંને બાળકોના ચહેરા દેખાતા ન હતા. 2017માં લગ્ન કર્યાં હતા
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 11 ડિસેમ્બરે 2017માં ઇટલીમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યાં હતા. તેમના રિસેપ્શનમાં વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી હતી. લોકડાઉન દરમ્યાન કપલે ઘરે સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. અનુષ્કાએ 11 જાન્યુઆરી 2021ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો અને અનુષ્કાએ 15 ફેબ્રુઆરી 2024એ પુત્ર અકાયને જન્મ આપ્યો હતો. વિરાટ અનુષ્કા બાળકોની પ્રાઇવસીને લઈને કડક છે
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને તેમનાં બાળકોની તસવીરો પોસ્ટ કરવી પસંદ નથી અને ન તો તેઓ તેમનાં બાળકોની તસવીરો ક્લિક કરાવવાનું પસંદ કરે છે. જાન્યુઆરી 2022માં ભારત-દક્ષિણ આફ્રિકા સિરીઝ દરમિયાન સ્ટેડિયમમાંથી વામિકાની તસવીરો સામે આવી હતી. તસવીરો વાઇરલ થયા બાદ અનુષ્કા અને વિરાટ ગુસ્સામાં આવી ગયાં અને તસવીરો હટાવવાની માગ કરી. શા માટે વિરાટ-અનુષ્કા પોતાનાં બાળકોને દુનિયાની નજરથી દૂર રાખે છે?
વિરાટ કોહલીએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી તેની દીકરી સમજદાર નહીં બને ત્યાં સુધી તે તેને સોશિયલ મીડિયા અને કેમેરાથી દૂર રાખશે, તેથી આજ સુધી તેણે ક્યારેય વામિકાની કોઈ તસવીર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી નથી. એટલું જ નહીં, તેણે એવી પણ વિનંતી કરી હતી કે કોઈએ વામિકાનો ફોટો ન લેવો જોઈએ. એ જ રીતે દંપતી પણ તેમના પુત્ર અકાયને દુનિયાની નજરથી દૂર રાખે છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *