ફેમસ ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કડ આ દિવસોમાં પોતાના સ્વાસ્થ્યને લઈને મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. દીપિકાના પતિ અને એક્ટર શોએબ ઇબ્રાહિમે એક વ્લોગમાં જણાવ્યું હતું કે- દીપિકાને થોડા દિવસોથી પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. શરૂઆતમાં તેને લાગ્યું કે- તે ફક્ત એસિડિટીના કારણે થતો હશે, પરંતુ જ્યારે દુખાવો ઓછો ન થયો ત્યારે તેણે ફેમિલી ડોક્ટર તુષાર શાહનો સંપર્ક કર્યો. શરૂઆતના બ્લડ ટેસ્ટમાં ઈન્ફેક્શન હોવાનું સામે આવ્યું, ત્યારબાદ સીટી સ્કેન કરવામાં આવ્યો. દીપિકાના લીવરના ડાબા ભાગમાં એક મોટી ગાંઠ હતી
જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે દીપિકાના લીવરના ડાબા ભાગમાં એક મોટી ગાંઠ હતી, જે ટેનિસ બોલ જેટલી મોટી હતી. આ સમાચાર સાંભળીને બંને ચોંકી ગયા. ડોક્ટરોએ તેમને જલ્દી હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી છે. શરૂઆતના અહેવાલો અનુસાર, ગાંઠ કદાચ સૌમ્ય (કેન્સર વિનાની) છે, પરંતુ કેટલાક ટેસ્ટ હજુ બાકી છે. દીપિકાનું ઓપરેશન ટૂંક સમયમાં કોકિલાબેન હોસ્પિટલમાં થઈ શકે છે. “સૌથી મોટી ચિંતા રૂહાનની છે”
શોએબે એમ પણ કહ્યું કે- તેનો દીકરો રૂહાન તેની માતાથી દૂર રહેવાનું બિલકુલ પસંદ નથી કરતો. શોએબે કહ્યું કે દીપિકા તેના પુત્ર રૂહાન વિશે સૌથી વધુ ચિંતિત છે. તેમણે કહ્યું, “રૂહાન ક્યારેય તેની માતાથી એક દિવસ પણ દૂર નથી વિતાવ્યો. તે હાલમાં બ્રેસ્ટ ફીડ પર છે. દીપિકાની પહેલી ચિંતા એ હતી કે તે રૂહાનથી કેવી રીતે દૂર રહેશે અને હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે તેને કેવી રીતે ફીડિંગ કરાવશે. “પ્લીઝ દુઆ કરો” – શોએબની ભાવનાત્મક અપીલ
શોએબે વીડિયોમાં બધાને દીપિકા માટે પ્રાર્થના કરવાની અપીલ કરી. તેમણે કહ્યું- “અમારા શુભેચ્છકો હોય કે નફરત કરનારા, દરેક વ્યક્તિએ માનવતાના ધોરણે પ્રાર્થના કરવી જોઈએ કે સર્જરી સફળ થાય અને રિપોર્ટ સારા આવે.” તેમણે એમ પણ કહ્યું, “ખબર નથી ક્યારે કોની દુઆ કામ કરી જાય.” થોડા દિવસો પહેલા દીપિકા અને શોએબ કાશ્મીરમાં હતા ત્યારે પહેલગામમાં આતંકી હુમલો થયો હતો. તે સમયે લોકોએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પર પ્રશ્નો ઊભા કર્યા હતા. શોએબે બાદમાં વીડિયોમાં હુમલાની નિંદા કરતા અને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા સ્પષ્ટતા જારી કરી.