આલિયા ભટ્ટને ‘નેપો કિડ’ કહેનારાઓ પર કરન જોહર ગુસ્સે થયો છે. તાજેતરમાં કરન જોહરે ગલાટા પ્લસ સાથે વાત કરી હતી. અહીં ફિલ્મ મેકરે કહ્યું કે- નેપોટિઝ્મ પરની ચર્ચાઓથી હું કંટાળી ગયો છું. આ વાતચીતમાં તેણે આલિયા ભટ્ટને ‘નેપો કિડ’ કહેનારાઓને ફટકાર લગાવી કહ્યું- શું તમે ‘હાઈવે’ જોઈ છે? ‘ઉડતા પંજાબ’, ‘રાઝી’, ‘ગંગુબાઈ’ જેવી ફિલ્મો જોઈ છે? ફક્ત તેની ફિલ્મો જુઓ. જો આ પછી પણ તમે તેને ‘નેપો કિડ’ કહી રહ્યા છો તો તમે આ દુનિયાના સૌથી મૂર્ખ વ્યક્તિ છો સ્ટાર કિડ્સ લોન્ચ કરવા અંગે પણ કરન જોહરે કહ્યું કે- હું સ્ટાર કિડ્સની પ્રતિભામાં વિશ્વાસ રાખતો રહીશ. શું હું બોલિવૂડના નફરતનો ચહેરો છું અને જો હા, તો મને આ ટેગ આપવા બદલ આભાર. પણ શું હું એને લાયક છું? મને નથી લાગતું કે હું આ ટેગને લાયક છું. કરન જોહર અને આલિયા ભટ્ટ વચ્ચેનો સંબંધ ફક્ત પ્રોફેશનલ જ નહિ, પરંતુ તેનાથી પણ ઘણો સારો અને પર્સનલ છે. કરન આલિયાને પોતાની દીકરી માને છે. તેણે જ આલિયાને પહેલી ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’માં કામ કરવાની તક આપી. ETimes સાથેના એક જૂના ઇન્ટરવ્યૂમાં, કરને કહ્યું હતું કે- “તે પહેલી વ્યક્તિ છે જેના પ્રત્યે મને માતા-પિતાની લાગણી થઈ છે. હું તેને પ્રેમ કરું છું, અને દેશ જાણે છે કે તે આપણી પાસે રહેલી શ્રેષ્ઠ એક્ટ્રેસોમાંની એક છે.” આલિયા ભટ્ટે કાનમાં પોતાનો ડેબ્યૂ રદ કર્યો
આલિયા ભટ્ટ 14 મેના રોજ, 78મા કાન ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસે કાનના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરવાની હતી, જોકે, તેણે ડેબ્યૂ રદ કર્યું હતું. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે આલિયાએ આ નિર્ણય લીધો હતો. આ સંવેદનશીલ સમય દરમિયાન કાનમાં ભાગ લેવાનું તેમને યોગ્ય લાગ્યું નહીં.