ભૂતપૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીની નિવૃત્તિ પાછળનું કારણ જાહેર કર્યું છે. શાસ્ત્રીના મતે, ‘કોહલી સતત સાર્વજિક ટીકા-ટિપ્પણીથી માનસિક રીતે થાકી ગયો હતો.’ શાસ્ત્રીએ ICC રિવ્યૂને જણાવ્યું હતું કે નિવૃત્તિનો નિર્ણય જાહેર કરતા પહેલા તેણે કોહલી સાથે વાત કરી હતી. ભૂતપૂર્વ ભારતીય કોચે કહ્યું, ‘મેં તેની સાથે આ વિશે વાત કરી હતી. મને લાગે છે કે નિવૃત્તિની જાહેરાતના એક અઠવાડિયા પહેલા તેમનું મન ખૂબ જ સ્પષ્ટ હતું. તેને કોઈ અફસોસ નથી. વિરાટે મને આશ્ચર્યચકિત કરી દીધો કારણ કે મને લાગ્યું કે ટેસ્ટ ક્રિકેટમાં તેનામાં ઓછામાં ઓછા બે-ત્રણ વર્ષ બાકી છે. જ્યારે તમે માનસિક રીતે થાકેલા હોવ છો, ત્યારે તમારું શરીર તમને આ કહે છે.’ વિરાટ કોહલીએ 12 મેના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. તેણે એક ઇન્સ્ટા પોસ્ટમાં લખ્યું – ‘ટેસ્ટ ક્રિકેટે મારી કસોટી કરી, મને આકાર આપ્યો, મને એવા પાઠ શીખવ્યા જે હું મારા આખા જીવન માટે યાદ રાખીશ.’ કોહલીએ 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યૂ કર્યું હતું. કોહલીની નિવૃત્તિ અંગે રવિ શાસ્ત્રીએ કહ્યું- વિરાટ કોહલીના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિના નિર્ણયથી મને આશ્ચર્ય થયું. કારણ કે મને લાગે છે કે વિરાટ પાસે ટેસ્ટ રમવા માટે હજુ 2-3 વર્ષ બાકી હતા. રવિ શાસ્ત્રીની 4 વાતો- શાસ્ત્રી-કોહલીની જોડી સૌથી સફળ રહી
શાસ્ત્રીએ કોહલી સાથે મળીને ભારતીય ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી સફળ કોચ-કેપ્ટન જોડી બનાવી. આ જોડીએ 2018માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતને ટેસ્ટ શ્રેણી જીતવામાં મદદ કરી. ત્યારs ભારત ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં ટેસ્ટ શ્રેણીમાં હરાવનારી પ્રથમ એશિયન ટીમ બની. એટલું જ નહીં, આ જોડીએ ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પ્રથમ સાયકલની ફાઈનલમાં પણ પહોંચાડી હતી. ઉપરાંત, આ જોડીએ ભારતને 43 મહિના સુધી વિશ્વની નંબર-1 ટેસ્ટ ટીમ તરીકે જાળવી રાખ્યું.