P24 News Gujarat

‘મને ઇન્ડસ્ટ્રીમાંથી આવવાનો કોઈ ફાયદો મળ્યો નથી’:નીલ નીતિન મુકેશે કહ્યું, ‘મુકેશના પૌત્ર હોવાને કારણે પ્રેમ અને આદર મળ્યો પણ કરિયર માટે ખૂબ સંઘર્ષ કર્યો’

બોલિવૂડ એક્ટર નીલ નીતિન મુકેશ ટૂંક સમયમાં એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડીઝ સાથે વેબ સિરીઝ ‘હે જુનૂન’માં જોવા મળશે. આ વાર્તા માત્ર સંગીત અને સૂરોની દુનિયાની ઝલક જ આપતી નથી પરંતુ આજની યુવા પેઢી જે સંઘર્ષ અને સ્પર્ધામાંથી પસાર થઈ રહી છે, તેને પણ સામે લાવે છે. આ સિરીઝમાં નીલ નીતિન મુકેશ અને જેકલીન ફર્નાન્ડીઝ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે સુમેધ મુદગલકર, સિદ્ધાર્થ નિગમ, યુક્તિ થરેજા અને બોમન ઈરાની પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ દરમિયાન વેબ સિરીઝની સ્ટાર કાસ્ટે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી. ‘હે જુનૂન’માં તમારા પાત્ર વિશે એવી કોઈ ખાસ વાત જણાવો, જે તમારા વાસ્તવિક જીવનથી તદ્દન અલગ હતું અને જે ભજવવું ખૂબ મુશ્કેલ હતું? નીલઃ આમાં મારું પાત્ર ગગન આહૂજાનું છે, જે પોતાના પેશન પ્રત્યે ખૂબ જ ઉત્સાહી છે. કદાચ હું મારી જાતને તે સ્તરે જોતો નથી. ટીઝરમાં એક દ્રશ્ય છે, જ્યાં હું ગિટાર તોડી નાખું છું. ભલે તે ડમી ગિટાર હોય પણ મેં તે દ્રશ્ય કરતા પહેલા ખરેખર હાથ જોડી લીધા, કારણ કે હું એવા પરિવારમાંથી આવું છું, જ્યાં સંગીતનાં સાધનોને ખૂબ જ આદર અને પ્રેમથી જોવામાં આવે છે. તે સમયે મારા મનમાં ઘણા પ્રશ્નો હતા, ખાસ કરીને મારા દાદાના ચાહકો આ દ્રશ્ય જોયા પછી શું વિચારશે. જોકે, એક કલાકાર હોવાને કારણે, ઘણી વખત આપણે એવા દ્રશ્યો કરવા પડે છે, જે આપણા વાસ્તવિક જીવનથી સંપૂર્ણપણે અલગ હોય છે. આ એકમાત્ર દ્રશ્ય હતું, જે મારા સ્વભાવ અને વિચારસરણીથી સંપૂર્ણપણે અલગ હતું. સિદ્ધાર્થ, કરિયરના દૃષ્ટિકોણથી તમારા માટે જુસ્સાનો શું અર્થ થાય છે? સિદ્ધાર્થઃ મને લાગે છે કે, જ્યારથી મેં મારું કરિયર શરૂ કર્યું છે અને આજે હું જે કંઈ પણ કરી રહ્યો છું, તે બધું મારા એ જ જુસ્સાને કારણે છે. મારી આ સફર હજુ પણ ચાલુ છે, કારણ કે જુસ્સો એ શક્તિ રહી છે, જેણે મને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યો. જો મારામાં એ જુસ્સો ન હોત, તો કદાચ મેં જે અસ્વીકારનો સામનો કર્યો છે અથવા જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે તેને દૂર કરવું સરળ ન હોત. શું તમારી સાથે કે બીજા કોઈની સાથે ક્યારેય એવું બન્યું છે કે, જુનૂનની બધી હદો ઓળંગી દીધી હોય? સુમેધઃ ના, મારી સાથે આવું ક્યારેય બન્યું નથી પરંતુ મેં ચોક્કસપણે એવા લોકોને જોયા છે, જેમનો જુસ્સો યોગ્ય દિશામાં નહોતો. જો તે ઇચ્છતા હોત, તો તે પોતાના જુસ્સાનો વધુ સારી રીતે ઉપયોગ કરી શક્યા હોત. જ્યાં સુધી મારી વાત છે, હું મારા કામ પ્રત્યે એટલો ઉત્સાહી છું કે, બાકીનું બધું પાછળ રહી જાય છે. જ્યારે અમે શૂટિંગ કરી રહ્યા હોઈએ છીએ, ત્યારે ઘણી વખત સમયસર જમી શકતા નથી, પૂરતી ઊંઘ લઈ શકતા નથી અને પરિવારના સભ્યો સાથે વાત પણ કરી શકતા નથી. મને લાગે છે કે, આ યોગ્ય નથી. ક્યારેક, કોઈ દ્રશ્યને સંપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતી વખતે, આપણા અંગત જીવન પર પણ અસર પડે છે. આવી સ્થિતિમાં એવું લાગે છે કે હા, જો જુસ્સો મર્યાદા ઓળંગે તો તે થોડું ખોટું થઈ શકે છે. પ્રિયાંક, જ્યારે તમને આ સિરીઝ અને પાત્ર માટે સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તમારી પહેલી પ્રતિક્રિયા શું હતી? પ્રિયાંકઃ મેં આ ભૂમિકા માટે વર્ષ 2021માં ઓડિશન આપ્યું હતું. તે સમયે આ શો થોડો અલગ હતો. સ્ટોરીલાઇન પણ અલગ હતી અને તે એટલી મોટી ફ્રેન્ચાઇઝી નહોતી. શરૂઆતમાં ફક્ત થોડા લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તે સમયે નીલ નીતિન મુકેશ અને જેકલીન પણ તેનો ભાગ નહોતા પરંતુ જેમ જેમ આ મોટા નામો તેની સાથે જોડાતાં ગયાં, તેમ તેમ શોની વિશ્વસનીયતા પણ વધતી ગઈ અને અમને તેના માટે એક અલગ જ જુસ્સો આવી ગયો. શું તમને ક્યારેય આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હોવાનો કોઈ ખાસ લાભ મળ્યો છે? નીલઃ ના, મને આ ઇન્ડસ્ટ્રીમાંથી આવવાનો ક્યારેય કોઈ ખાસ ફાયદો થયો નથી. હા, દાદા મુકેશનો પૌત્ર અને પિતા નીતિન મુકેશનો પુત્ર હોવાને કારણે, મને લોકો તરફથી ચોક્કસ પ્રેમ અને આદર મળ્યો પરંતુ કામ મેળવવા માટે મને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. ઘણીવાર લોકો એવું વિચારે છે કે, જો કોઈ વ્યક્તિ ઇન્ડસ્ટ્રીમાંથી હોય, તો તેને સરળતાથી કામ મળી જશે પરંતુ સત્ય એ છે કે, અમારે પણ એટલી જ મહેનત અને સંઘર્ષ કરવો પડે છે. ઇન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પછી ભલે તે નવો હોય કે મોટા પરિવારમાંથી આવતો હોય. મારા માટે પણ રસ્તો સરળ નહોતો. હું માનું છું કે, સંઘર્ષ વિના કંઈ પ્રાપ્ત થતું નથી. ભલે તે કોઈ પણ હોય, ગમે તેટલો મોટો સ્ટાર હોય, દરેકના જીવનમાં સંઘર્ષ જરૂરી છે. આ સંઘર્ષ આગળ વધવા માટે ખરી શક્તિ આપે છે. તમે શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી છે. તમને ક્યારે ખ્યાલ આવ્યો કે, તમારે આનાથી આગળ વધીને કંઈક નવું કરવું પડશે? સુમેધઃ શરૂઆતથી જ, હું વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવવા માંગતો હતો. પહેલાં, મને ફક્ત એટલું જ લાગતું હતું કે, હું એક્ટર બનીને ટીવી પર આવવા માંગુ છું. પણ જ્યારે મેં આ ફીલ્ડમાં પગ મૂક્યો અને એક્ટિંગ શરૂ કરી, ત્યારે મને સમજાયું કે એક્ટર ખરેખર શું હોય છે. અત્યાર સુધી મેં અનેક પ્રકારના પાત્રો ભજવ્યા છે. નકારાત્મક ભૂમિકાઓ ભજવી છે અને શ્રી કૃષ્ણનું પાત્ર પણ ભજવ્યું છે, પણ મારા મનમાં હંમેશા એવું હતું કે, હું એક નૉર્મલ કેરેક્ટર ભજવવા માંગુ છું, એક સામાન્ય માણસનું, જે લોકો સાથે જોડાયેલો હોય. આ જુસ્સાને કારણે, મને આવું પાત્ર ભજવવાની તક મળી, અને તે મારા માટે એક નવી શરૂઆત જેવું હતું. શું તમે તમારા 20 વર્ષના કરિયરથી સંતુષ્ટ છો? શું કોઈ ડ્રીમ રોલ છે, જે હજુ સુધી ભજવવાની તક મળી નથી? નીલઃ હા, બિલકુલ. હું મારા કરિયરથી ખૂબ જ સંતુષ્ટ છું. અત્યારસુધી મને ઘણા મોટા સુપરસ્ટાર સાથે કામ કરવાની તક મળી છે, જે મારા માટે ગર્વની વાત છે. જ્યાં સુધી ડ્રીમ રોલનો સવાલ છે, તો એવા ઘણા પાત્રો છે, જે હું ભજવવા માંગુ છું, ખાસ કરીને એવા પાત્રો, જે લોકોના વિચાર બદલી શકે છે. મારા દેખાવ વિશે લોકોના મંતવ્યો ઘણીવાર અલગ અલગ હોય છે, પણ હું દિલ અને મનથી સંપૂર્ણપણે દેશી છું. મારું માનવું છે કે, જો કોઈ કલાકારને યોગ્ય તક મળે તો તે કોઈપણ પાત્રમાં પોતાને ઢાળી શકે છે.

​બોલિવૂડ એક્ટર નીલ નીતિન મુકેશ ટૂંક સમયમાં એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડીઝ સાથે વેબ સિરીઝ ‘હે જુનૂન’માં જોવા મળશે. આ વાર્તા માત્ર સંગીત અને સૂરોની દુનિયાની ઝલક જ આપતી નથી પરંતુ આજની યુવા પેઢી જે સંઘર્ષ અને સ્પર્ધામાંથી પસાર થઈ રહી છે, તેને પણ સામે લાવે છે. આ સિરીઝમાં નીલ નીતિન મુકેશ અને જેકલીન ફર્નાન્ડીઝ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે સુમેધ મુદગલકર, સિદ્ધાર્થ નિગમ, યુક્તિ થરેજા અને બોમન ઈરાની પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ દરમિયાન વેબ સિરીઝની સ્ટાર કાસ્ટે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી. ‘હે જુનૂન’માં તમારા પાત્ર વિશે એવી કોઈ ખાસ વાત જણાવો, જે તમારા વાસ્તવિક જીવનથી તદ્દન અલગ હતું અને જે ભજવવું ખૂબ મુશ્કેલ હતું? નીલઃ આમાં મારું પાત્ર ગગન આહૂજાનું છે, જે પોતાના પેશન પ્રત્યે ખૂબ જ ઉત્સાહી છે. કદાચ હું મારી જાતને તે સ્તરે જોતો નથી. ટીઝરમાં એક દ્રશ્ય છે, જ્યાં હું ગિટાર તોડી નાખું છું. ભલે તે ડમી ગિટાર હોય પણ મેં તે દ્રશ્ય કરતા પહેલા ખરેખર હાથ જોડી લીધા, કારણ કે હું એવા પરિવારમાંથી આવું છું, જ્યાં સંગીતનાં સાધનોને ખૂબ જ આદર અને પ્રેમથી જોવામાં આવે છે. તે સમયે મારા મનમાં ઘણા પ્રશ્નો હતા, ખાસ કરીને મારા દાદાના ચાહકો આ દ્રશ્ય જોયા પછી શું વિચારશે. જોકે, એક કલાકાર હોવાને કારણે, ઘણી વખત આપણે એવા દ્રશ્યો કરવા પડે છે, જે આપણા વાસ્તવિક જીવનથી સંપૂર્ણપણે અલગ હોય છે. આ એકમાત્ર દ્રશ્ય હતું, જે મારા સ્વભાવ અને વિચારસરણીથી સંપૂર્ણપણે અલગ હતું. સિદ્ધાર્થ, કરિયરના દૃષ્ટિકોણથી તમારા માટે જુસ્સાનો શું અર્થ થાય છે? સિદ્ધાર્થઃ મને લાગે છે કે, જ્યારથી મેં મારું કરિયર શરૂ કર્યું છે અને આજે હું જે કંઈ પણ કરી રહ્યો છું, તે બધું મારા એ જ જુસ્સાને કારણે છે. મારી આ સફર હજુ પણ ચાલુ છે, કારણ કે જુસ્સો એ શક્તિ રહી છે, જેણે મને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યો. જો મારામાં એ જુસ્સો ન હોત, તો કદાચ મેં જે અસ્વીકારનો સામનો કર્યો છે અથવા જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે તેને દૂર કરવું સરળ ન હોત. શું તમારી સાથે કે બીજા કોઈની સાથે ક્યારેય એવું બન્યું છે કે, જુનૂનની બધી હદો ઓળંગી દીધી હોય? સુમેધઃ ના, મારી સાથે આવું ક્યારેય બન્યું નથી પરંતુ મેં ચોક્કસપણે એવા લોકોને જોયા છે, જેમનો જુસ્સો યોગ્ય દિશામાં નહોતો. જો તે ઇચ્છતા હોત, તો તે પોતાના જુસ્સાનો વધુ સારી રીતે ઉપયોગ કરી શક્યા હોત. જ્યાં સુધી મારી વાત છે, હું મારા કામ પ્રત્યે એટલો ઉત્સાહી છું કે, બાકીનું બધું પાછળ રહી જાય છે. જ્યારે અમે શૂટિંગ કરી રહ્યા હોઈએ છીએ, ત્યારે ઘણી વખત સમયસર જમી શકતા નથી, પૂરતી ઊંઘ લઈ શકતા નથી અને પરિવારના સભ્યો સાથે વાત પણ કરી શકતા નથી. મને લાગે છે કે, આ યોગ્ય નથી. ક્યારેક, કોઈ દ્રશ્યને સંપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરતી વખતે, આપણા અંગત જીવન પર પણ અસર પડે છે. આવી સ્થિતિમાં એવું લાગે છે કે હા, જો જુસ્સો મર્યાદા ઓળંગે તો તે થોડું ખોટું થઈ શકે છે. પ્રિયાંક, જ્યારે તમને આ સિરીઝ અને પાત્ર માટે સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તમારી પહેલી પ્રતિક્રિયા શું હતી? પ્રિયાંકઃ મેં આ ભૂમિકા માટે વર્ષ 2021માં ઓડિશન આપ્યું હતું. તે સમયે આ શો થોડો અલગ હતો. સ્ટોરીલાઇન પણ અલગ હતી અને તે એટલી મોટી ફ્રેન્ચાઇઝી નહોતી. શરૂઆતમાં ફક્ત થોડા લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તે સમયે નીલ નીતિન મુકેશ અને જેકલીન પણ તેનો ભાગ નહોતા પરંતુ જેમ જેમ આ મોટા નામો તેની સાથે જોડાતાં ગયાં, તેમ તેમ શોની વિશ્વસનીયતા પણ વધતી ગઈ અને અમને તેના માટે એક અલગ જ જુસ્સો આવી ગયો. શું તમને ક્યારેય આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા હોવાનો કોઈ ખાસ લાભ મળ્યો છે? નીલઃ ના, મને આ ઇન્ડસ્ટ્રીમાંથી આવવાનો ક્યારેય કોઈ ખાસ ફાયદો થયો નથી. હા, દાદા મુકેશનો પૌત્ર અને પિતા નીતિન મુકેશનો પુત્ર હોવાને કારણે, મને લોકો તરફથી ચોક્કસ પ્રેમ અને આદર મળ્યો પરંતુ કામ મેળવવા માટે મને ઘણો સંઘર્ષ કરવો પડ્યો. ઘણીવાર લોકો એવું વિચારે છે કે, જો કોઈ વ્યક્તિ ઇન્ડસ્ટ્રીમાંથી હોય, તો તેને સરળતાથી કામ મળી જશે પરંતુ સત્ય એ છે કે, અમારે પણ એટલી જ મહેનત અને સંઘર્ષ કરવો પડે છે. ઇન્ડસ્ટ્રીમાં દરેક વ્યક્તિને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પછી ભલે તે નવો હોય કે મોટા પરિવારમાંથી આવતો હોય. મારા માટે પણ રસ્તો સરળ નહોતો. હું માનું છું કે, સંઘર્ષ વિના કંઈ પ્રાપ્ત થતું નથી. ભલે તે કોઈ પણ હોય, ગમે તેટલો મોટો સ્ટાર હોય, દરેકના જીવનમાં સંઘર્ષ જરૂરી છે. આ સંઘર્ષ આગળ વધવા માટે ખરી શક્તિ આપે છે. તમે શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી છે. તમને ક્યારે ખ્યાલ આવ્યો કે, તમારે આનાથી આગળ વધીને કંઈક નવું કરવું પડશે? સુમેધઃ શરૂઆતથી જ, હું વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવવા માંગતો હતો. પહેલાં, મને ફક્ત એટલું જ લાગતું હતું કે, હું એક્ટર બનીને ટીવી પર આવવા માંગુ છું. પણ જ્યારે મેં આ ફીલ્ડમાં પગ મૂક્યો અને એક્ટિંગ શરૂ કરી, ત્યારે મને સમજાયું કે એક્ટર ખરેખર શું હોય છે. અત્યાર સુધી મેં અનેક પ્રકારના પાત્રો ભજવ્યા છે. નકારાત્મક ભૂમિકાઓ ભજવી છે અને શ્રી કૃષ્ણનું પાત્ર પણ ભજવ્યું છે, પણ મારા મનમાં હંમેશા એવું હતું કે, હું એક નૉર્મલ કેરેક્ટર ભજવવા માંગુ છું, એક સામાન્ય માણસનું, જે લોકો સાથે જોડાયેલો હોય. આ જુસ્સાને કારણે, મને આવું પાત્ર ભજવવાની તક મળી, અને તે મારા માટે એક નવી શરૂઆત જેવું હતું. શું તમે તમારા 20 વર્ષના કરિયરથી સંતુષ્ટ છો? શું કોઈ ડ્રીમ રોલ છે, જે હજુ સુધી ભજવવાની તક મળી નથી? નીલઃ હા, બિલકુલ. હું મારા કરિયરથી ખૂબ જ સંતુષ્ટ છું. અત્યારસુધી મને ઘણા મોટા સુપરસ્ટાર સાથે કામ કરવાની તક મળી છે, જે મારા માટે ગર્વની વાત છે. જ્યાં સુધી ડ્રીમ રોલનો સવાલ છે, તો એવા ઘણા પાત્રો છે, જે હું ભજવવા માંગુ છું, ખાસ કરીને એવા પાત્રો, જે લોકોના વિચાર બદલી શકે છે. મારા દેખાવ વિશે લોકોના મંતવ્યો ઘણીવાર અલગ અલગ હોય છે, પણ હું દિલ અને મનથી સંપૂર્ણપણે દેશી છું. મારું માનવું છે કે, જો કોઈ કલાકારને યોગ્ય તક મળે તો તે કોઈપણ પાત્રમાં પોતાને ઢાળી શકે છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *