P24 News Gujarat

ટ્રમ્પે ફરી પલટી મારી, કહ્યું- ભારત-PAK પરમાણુ યુદ્ધ મેં અટકાવ્યું:મને તેની ક્રેડિટ મળી નહીં; 7 દિવસમાં 6 વખત યુદ્ધવિરામ બાબતે નિવેદનો આપ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે તણાવ એટલો વધી ગયો હતો કે તેઓ પરમાણુ યુદ્ધની ખૂબ નજીક પહોંચી ગયા હતા. શુક્રવારે ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં ટ્રમ્પે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી. આગળનું પગલું શું હોત, ખબર છે… ‘N વર્ડ’. મતલબ ન્યુક્લિયર વોર. વિદેશ નીતિની સફળતાઓ પર ટ્રમ્પે કહ્યું કે ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવવું એ તેમની સૌથી મોટી સફળતાઓમાંની એક હતી. જો કે, તેમને તેની ક્રેડિટ મળી નહીં. ટ્રમ્પે કહ્યું- શાંતિ માટે બિઝનેસનો ઉપયોગ કરી રહ્યા ટ્રમ્પે કહ્યું કે તેમણે બંને દેશોને યુદ્ધ રોકવાના બદલામાં તેમની સાથે વેપાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે હું બિઝનેસનો ઉપયોગ હિસાબ ચુકતો કરવા અને શાંતિ સ્થાપવા માટે કરી રહ્યો છું. ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર ટ્રમ્પના 5 જૂના દાવા પહેલો: 10 મે – યુદ્ધવિરામ અંગેનું પહેલું નિવેદન, યુદ્ધ રોકવાનો દાવો ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે. હું બંને દેશોને એક કોમનસેન્સ અને સમજદારીભર્યો નિર્ણય લેવા બદલ અભિનંદન આપું છું. બીજો: 11 મે – હું કાશ્મીર મુદ્દાનો ઉકેલ કાઢવાનો પ્રયાસ કરીશ મને ભારત અને પાકિસ્તાનના મજબૂત લીડરશિપ પર ખૂબ ગર્વ છે જેમણે તાકાત, સમજદારી અને હિંમત બતાવીને નિર્ણય લીધો કે હવે વર્તમાન તણાવને રોકવાનો સમય છે. આ તણાવ લાખો લોકોના મૃત્યુ અને વિનાશનું કારણ બની શક્યો હોત. ત્રીજો: 12 મે – મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું મેં પરમાણુ યુદ્ધ અટકાવ્યું છે. અમેરિકાએ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાવવામાં મદદ કરી છે. મને ખાતરી છે કે આ યુદ્ધવિરામ કાયમી રહેશે. બંને દેશો પાસે ઘણા પરમાણુ હથિયાર છે, આનાથી વિનાશક પરમાણુ યુદ્ધ થઈ શકતું હતું. ચોથો: 13 મે – યુદ્ધવિરામ માટે બિઝનેસનો ઉપયોગ કર્યો મેં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરવા માટે મોટા પ્રમાણમાં બિઝનેસનો ઉપયોગ કર્યો. મારું સૌથી મોટું સ્વપ્ન શાંતિ સ્થાપિત કરવાનું છે. મને ભાગલા નહીં, એકતા જોઈએ છે. પાંચમો: 15 મે – સીઝફાયર કરાવ્યું નથી, ફક્ત મદદ કરી મેં બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી ન હતી, પણ મેં મદદ કરી હતી. હું એમ નથી કહેતો કે મેં આ કર્યું, પરંતુ એ ચોક્કસ છે કે મેં ગયા અઠવાડિયે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બન્યું તે સમાધાન કરવામાં મદદ કરી. ટ્રમ્પે ફરી કહ્યું- ભારત ટેરિફમાં 100% ઘટાડો કરશે શુક્રવારે ફોક્સ ન્યૂઝ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત અમેરિકન માલ પરના ટેરિફ 100 ટકા ઘટાડવા માટે તૈયાર છે. ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની છે. તેઓ આ બાબતે કોઈ ઉતાવળ કરવાના નથી. ટ્રમ્પે કહ્યું- 150 દેશો અમેરિકા સાથે ડીલ કરવા માંગે છે, દક્ષિણ કોરિયા પણ ડીલ કરવા માંગે છે. અમે બધા સાથે ડીલ કરી શકતા નથી. ટ્રમ્પે ટ્રેડ ડીલ માટે લિમિટ નક્કી કરવાની પણ વાત કરી. ટ્રમ્પે ફરી એકવાર ભારતને દુનિયામાં સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોમાંનો એક ગણાવ્યો. તેમણે કહ્યું કે ભારતમાં વેપાર કરવો લગભગ અશક્ય છે, પરંતુ ભારત અમેરિકા માટે ટેરિફ હટાવવા તૈયાર છે. આ પહેલા ટ્રમ્પે 14 મેના રોજ પણ આવો જ દાવો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું- ભારતે અમેરિકાને ટ્રેડમાં ઝીરો ટેરિફ ડીલની ઓફર કરી છે. ભારત વેપારમાં અમારી પાસેથી કોઈ ચાર્જ નહીં લેવા તૈયાર છે. આના જવાબમાં, ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. આ એક જટિલ ક્રિયા છે. જ્યાં સુધી બધું નક્કી ન થાય ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં.

​અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે તણાવ એટલો વધી ગયો હતો કે તેઓ પરમાણુ યુદ્ધની ખૂબ નજીક પહોંચી ગયા હતા. શુક્રવારે ફોક્સ ન્યૂઝ સાથેની મુલાકાતમાં ટ્રમ્પે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી. આગળનું પગલું શું હોત, ખબર છે… ‘N વર્ડ’. મતલબ ન્યુક્લિયર વોર. વિદેશ નીતિની સફળતાઓ પર ટ્રમ્પે કહ્યું કે ભારત-પાકિસ્તાન યુદ્ધ અટકાવવું એ તેમની સૌથી મોટી સફળતાઓમાંની એક હતી. જો કે, તેમને તેની ક્રેડિટ મળી નહીં. ટ્રમ્પે કહ્યું- શાંતિ માટે બિઝનેસનો ઉપયોગ કરી રહ્યા ટ્રમ્પે કહ્યું કે તેમણે બંને દેશોને યુદ્ધ રોકવાના બદલામાં તેમની સાથે વેપાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે હું બિઝનેસનો ઉપયોગ હિસાબ ચુકતો કરવા અને શાંતિ સ્થાપવા માટે કરી રહ્યો છું. ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પર ટ્રમ્પના 5 જૂના દાવા પહેલો: 10 મે – યુદ્ધવિરામ અંગેનું પહેલું નિવેદન, યુદ્ધ રોકવાનો દાવો ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે. હું બંને દેશોને એક કોમનસેન્સ અને સમજદારીભર્યો નિર્ણય લેવા બદલ અભિનંદન આપું છું. બીજો: 11 મે – હું કાશ્મીર મુદ્દાનો ઉકેલ કાઢવાનો પ્રયાસ કરીશ મને ભારત અને પાકિસ્તાનના મજબૂત લીડરશિપ પર ખૂબ ગર્વ છે જેમણે તાકાત, સમજદારી અને હિંમત બતાવીને નિર્ણય લીધો કે હવે વર્તમાન તણાવને રોકવાનો સમય છે. આ તણાવ લાખો લોકોના મૃત્યુ અને વિનાશનું કારણ બની શક્યો હોત. ત્રીજો: 12 મે – મેં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવ્યું મેં પરમાણુ યુદ્ધ અટકાવ્યું છે. અમેરિકાએ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાવવામાં મદદ કરી છે. મને ખાતરી છે કે આ યુદ્ધવિરામ કાયમી રહેશે. બંને દેશો પાસે ઘણા પરમાણુ હથિયાર છે, આનાથી વિનાશક પરમાણુ યુદ્ધ થઈ શકતું હતું. ચોથો: 13 મે – યુદ્ધવિરામ માટે બિઝનેસનો ઉપયોગ કર્યો મેં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે મધ્યસ્થી કરવા માટે મોટા પ્રમાણમાં બિઝનેસનો ઉપયોગ કર્યો. મારું સૌથી મોટું સ્વપ્ન શાંતિ સ્થાપિત કરવાનું છે. મને ભાગલા નહીં, એકતા જોઈએ છે. પાંચમો: 15 મે – સીઝફાયર કરાવ્યું નથી, ફક્ત મદદ કરી મેં બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી ન હતી, પણ મેં મદદ કરી હતી. હું એમ નથી કહેતો કે મેં આ કર્યું, પરંતુ એ ચોક્કસ છે કે મેં ગયા અઠવાડિયે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે બન્યું તે સમાધાન કરવામાં મદદ કરી. ટ્રમ્પે ફરી કહ્યું- ભારત ટેરિફમાં 100% ઘટાડો કરશે શુક્રવારે ફોક્સ ન્યૂઝ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત અમેરિકન માલ પરના ટેરિફ 100 ટકા ઘટાડવા માટે તૈયાર છે. ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ થવાની છે. તેઓ આ બાબતે કોઈ ઉતાવળ કરવાના નથી. ટ્રમ્પે કહ્યું- 150 દેશો અમેરિકા સાથે ડીલ કરવા માંગે છે, દક્ષિણ કોરિયા પણ ડીલ કરવા માંગે છે. અમે બધા સાથે ડીલ કરી શકતા નથી. ટ્રમ્પે ટ્રેડ ડીલ માટે લિમિટ નક્કી કરવાની પણ વાત કરી. ટ્રમ્પે ફરી એકવાર ભારતને દુનિયામાં સૌથી વધુ ટેરિફ ધરાવતા દેશોમાંનો એક ગણાવ્યો. તેમણે કહ્યું કે ભારતમાં વેપાર કરવો લગભગ અશક્ય છે, પરંતુ ભારત અમેરિકા માટે ટેરિફ હટાવવા તૈયાર છે. આ પહેલા ટ્રમ્પે 14 મેના રોજ પણ આવો જ દાવો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું- ભારતે અમેરિકાને ટ્રેડમાં ઝીરો ટેરિફ ડીલની ઓફર કરી છે. ભારત વેપારમાં અમારી પાસેથી કોઈ ચાર્જ નહીં લેવા તૈયાર છે. આના જવાબમાં, ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટો ચાલી રહી છે. આ એક જટિલ ક્રિયા છે. જ્યાં સુધી બધું નક્કી ન થાય ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *