અમદાવાદ શહેરમાં દિનપ્રતિદિન વસતી અને ટ્રાફિક વધી રહ્યો છે. ત્યારે ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ઠેર-ઠેર ઓવરબ્રિજ અને ફ્લાયઓવરના કામ ચાલી રહ્યા છે. અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર પલ્લવ જંકશન પર નવનિર્મિત ઓવરબ્રિજનું આજે અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાશે. જ્યારે ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજની સમાંતર બનનારા ઓવરબ્રિજ અને સીએન વિદ્યાલયથી લો ગાર્ડન સુધીના ફ્લાયઓવરના કામનું ખાતમુહૂર્ત કરાશે. અમદાવાદમાં અમિત શાહના હસ્તે કુલ 1692 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે. આજનો (18 મે) અમિત શાહનો કાર્યક્રમ
સવારે સોલા સાયન્સ સિટી ખાતે ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા આયોજિત વિકસીત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકાનું મહાસંમેલન યોજવામાં આવશે. બપોરે મહેસાણાના સાદરા અને ગોજારીયા ખાતે વિવિધ લોકાર્પણ કરશે. 18મીએ સાંજે 5:00 વાગ્યે અમદાવાદના નારણપુરા ખાતે આવેલા નવનિર્મિત પલ્લવ બ્રિજનું તેઓ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ 5:30 વાગ્યે પલ્લવ ચાર રસ્તા પાસે આવેલા કોર્પોરેશનના પ્લોટમાં જાહેર સભાને સંબોધશે, જે પહેલા કોર્પોરેશનના 1600 કરોડથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ આવાસ યોજનાના ડ્રો કરશે. ફ્લાયઓવરને કારણે રોજના સરેરાશ દોઢથી બે લાખ વાહનચાલકોને રાહત
પલ્લવ ચારરસ્તા પરના ફ્લાયઓવરનું આજે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકાર્પણ કરશે. પલ્લવ અને પ્રગતિનગર જંક્શન વચ્ચે બનેલા અંદાજે 1 કિલોમીટર લાંબા આ ફ્લાયઓવરને કારણે અખબારનગરથી શિવરંજની કે યુનિવર્સિટી તરફ જવું હોય તો પલ્લવ અને પ્રગતિનગર ચારરસ્તા પર ઊભા રહેવું નહીં પડે. ભારે ટ્રાફિકને કારણે અત્યાર એવી સ્થિતિ છે કે, બંને ચારરસ્તા પર લગભગ 100-120 સેકન્ડના સિગ્નલ બે-બે વખત પૂરા થાય પછી નીકળવાનો વારો આવે છે. આમ આ રૂટ પર જતાં વાહનચાલકોની 4થી 5 મિનિટ બચશે. સ્થાનિકોના કહેવા મુજબ અંકુરથી રન્નાપાર્ક જવા પલ્લવ ચારરસ્તા ક્રોસ કરવા એટલે માથાનો દુ:ખાવો હતો. પિકઅવર્સમાં પલ્લવ જંક્શન પર સિગ્નલની 100થી 120 સેકન્ડની ત્રણ ચેઈન પૂરી થાય પછી વારો આવતો હતો. આમ પિકઅવર્સમાં લોકોની 5થી 6 મિનિટ બચશે. સ્થાનિક કોર્પોરેટર દર્શન શાહના કહેવા મુજબ પલ્લવ ચારરસ્તા પર સવારે 8 વાગ્યાથી જ ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે. રોજના અંદાજે દોઢથી બે લાખ વાહનો અહીંથી પસાર થતા હોય છે. ચીમનભાઈ પટેલ રેલવે ઓવરબ્રિજની સમાંતર નવો થ્રી લેન રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ અંદાજે દોઢ લાખ લોકોને લાભ મળશે. બ્રિજના કારણે લોકોના સમય અને ઈંધણની બચત થશે. લો ગાર્ડનથી સીએન વિદ્યાલય સુધી થ્રુ ફ્લાય ઓવરબ્રિજ
અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનમાં લો ગાર્ડનથી પંચવટી જંકશન થઈ આંબાવાડી જંકશન થઈ શેઠ સી.એન વિધ્યાલય સુધી થ્રુ ફલાયઓવર બ્રિજનું આયોજન કરવામાં આવેલ. સદરહુ બ્રિજ માટે અંદાજીત રકમ રૂ.142.04 કરોડ ના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ છે. સદર બ્રિજના કારણે આંબાવાડી, નહેરુનગર નવરંગપૂરા, સી.જી રોડ, લો ગાર્ડન, વિસ્તારમાં વસતા લોકો, વાણીજ્ય એકમો તેમજ સ્કુલ તેમજ લો ગાર્ડન રુટતરફ જતા યાત્રીઓ મળી આશરે 1,50,000 થી વધુ વાહનચાકલો લાભ મળશે તેમજ ટ્રાફિકની સમસ્યા, સમયનો બગાડ, ઈંધણ તથા પ્રદુષણની સમસ્યાનો હલ આવશે. 1055 આવાસનો ડ્રો કરાશે
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં રોડ, પાણી, ગટર, ઓવરબ્રિજ, પિંક ટોઈલેટ, આંગણવાડી, સ્કૂલ વગેરે જેવા વિવિધ વિકાસના કામો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવે છે. નાગરિકોની સુવિધા વધારતા એવા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત 18 મેના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે. કુલ 1692 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. જેમાં રૂ. 385 કરોડના લોકાર્પણ, રૂ. 1199 કરોડના ખાતમુહૂર્ત અને 108 કરોડના આવાસ યોજનાના મકાનોનો ડ્રો કરવામાં આવશે. આ વિકાસ કાર્યોથી અમદાવાદઓને નવી સુવિધા અને સારી સુવિધા મળી રહેશે. શાસ્ત્રીનગરથી જયમંગલ સુધીનો રોડ સાંજે 4થી બંધ રહેશે
અમિત શાહ આજે નારણપુરા ખાતેના પલ્લવ ઓવર બ્રિજનું ઉદ્દઘાટન કરવાના છે, જેને ધ્યાનમાં રાખીને શાસ્ત્રીનગર ચાર રસ્તાથી જયમંગલ બીઆરટીએસ કટ સુધીનો રસ્તો રવિવારે બપોરે 4 વાગ્યાથી કાર્યક્રમ પૂરો ન થાય ત્યાં સુધી વાહનચાલકો માટે બંધ રહેશે. જેની જગ્યા વાહનચાલકો વૈકલ્પિક રુટ તરીકે શાસ્ત્રીનગર ચાર રસ્તાથી ફોનવાલે કટથી જાબી બાજુ વળી ટેલિફોન એક્ષચેન્જ ચાર રસ્તા થઈને પારસનગર ટી થઈ એઈસીબ્રિજ તરફ અવરજવર કરી શકશે.