18 મે, 2025ને રવિવારના રોજ નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા દેશની 23 IITમાં પ્રવેશ માટેની JEE (જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ) એડવાન્સની પરીક્ષા લેવામાં આવી રહી છે. JEE મેઈન્સમાં પાસ થયેલા 14.85 લાખમાંથી ક્વોલિફાય થયેલાં અઢી લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યાં છે. ચાલુ વર્ષની JEE એડવાન્ડની પરીક્ષા IIT કાનપુર દ્વારા લેવામાં આવી રહી છે. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયા હતા અને 7 વાગ્યાથી પરીક્ષા માટે એન્ટ્રી શરૂ કરવામાં આવી હતી. પહેલું પેપર 9:00 વાગ્યાથી 12:00 વાગ્યા સુધી ચાલશે. જ્યારે બપોરના સેશનમાં 1.30થી 5.30 સુધી પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓએ કુલ બે પેપર આપવાના રહેશે. 360 માર્ક અને 108 માર્કના 2 પેપર પૈકી 140 માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓને દેશની સારી આઇઆઇટીમાં એડમિશન મળશે. રાજકોટના બે સેન્ટર પર 400 તો સુરતના સેન્ટર પર 850 જેટલા વિદ્યાર્થીઓ આજે જેઈઈ એડવાન્સની પરીક્ષા આપશે.આ પરીક્ષાનું રિઝલ્ટ 8 જૂને જાહેર કરવામાં આવશે. ત્યારબાદ આઈઆઈટી, એનઆઈટી, ટ્રિપલ આઈટી અને જીએફટીઆઈ માટે કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવશે. કાઉન્સેલિંગના માધ્યમથી જ વિદ્યાર્થીઓને સંબંધિત સંસ્થામાં સીટો એલોટ કરવામાં આવશે. દેશની 23 IIT કઈ-કઈ જગ્યાએ છે?
મુંબઈ, દિલ્હી, કાનપુર, ખરગપુર, મદ્રાસ, ગુવાહાટી, રૂરકી, હૈદરાબાદ, પટના, ભુવનેશ્વર, રોપાર, જોધપુર, ગાંધીનગર, ઇન્દોર, મંડી, વારાણસી, તિરુપતિ, પલક્કડ, ગોવા, જમ્મુ, ધરવડ, ધનબાદ અને ભિલાઈ. રાજકોટના બે સેન્ટર પર 400 વિદ્યાર્થીની પરીક્ષા
રાજકોટ શહેરમાં JEE મેઈન્સમાં પાસ થયેલા અનેક વિદ્યાર્થીઓ પૈકી 400 જેટલા છાત્રોએ પરીક્ષા આપી હતી. શહેરની આત્મીય યુનિવર્સિટી અને મેટોડામાં ખાનગી લેબ ખાતે કોમ્પ્યુટર આધારિત આ પરીક્ષા લેવાઈ રહી છે. આત્મીય યુનિવર્સિટીમાં 180 અને મેટોડા ખાતેની ખાનગી લેબમાં 220 મળીને અંદાજે 400 જેટલા છાત્રો આ પરીક્ષા માટે વહેલી સવારથી આવી પહોંચ્યા હતા. IIT ગોહાટીમાં એડમિશન લેવું તે મારો ટાર્ગેટઃ પ્રાંશુ ઠાકર
પરીક્ષા આપવા આવેલા પ્રાંશુ ઠાકરે દિવ્ય ભાસ્કર સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ભાવનગરથી આ પરીક્ષા આપવા આવ્યો છું. આ પરીક્ષા માટે છેલ્લા બે વર્ષથી ખૂબ તૈયારી કરી હતી. ભાવનગરનાં એક ખાનગી ઇન્સ્ટિટ્યૂટમાં આ માટેનો અભ્યાસ કર્યો હતો. દરરોજ ઓછામાં ઓછી 8-10 કલાકનું વાંચન આ પરીક્ષા માટે કર્યું છે. આગામી સમયમાં IIT ગોહાટીમાં એડમિશન લેવું તે મારો ટાર્ગેટ છે. કારણ કે ત્યાંનુ કેમ્પસ ખૂબ જ સારું છે આગામી સમયમાં ડેટા સાયન્ટિસ્ટ બનવાની ઈચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી. આ પરીક્ષા માટે મેં સોશિયલ મીડિયા વાપરવાનું બંધ કર્યુંઃ શ્રેયા
અન્ય એક વિદ્યાર્થિની શ્રેયા રાજાએ જણાવ્યું હતું કે, આ પરીક્ષા કોઈપણ વિદ્યાર્થીનાં કેરિયર માટે ખૂબ મહત્વની હોય છે, જેને લઈને છેલ્લા બે વર્ષથી મેં ખૂબ જ મહેનત કરી છે. આ પરીક્ષા માટે મેં સોશિયલ મીડિયા સહિતની વસ્તુઓ વાપરવાનું બંધ કર્યું હતું. અને દરરોજ 10 કલાક જેટલું વાંચન કર્યું છે. જોકે આ માટે કોઈપણ ટ્યુશન્સ રાખ્યા નહોતા. સ્કૂલનાં શિક્ષકોની મદદથી તૈયારી કરી હતી, પરંતુ એટલી સચોટ તૈયારી કરી છે કે પરીક્ષામાં સારા ગુણ આવવાની મને પૂરતી આશા છે. મારે રાજ્ય બહાર જવું નથી. માટે IIT ગાંધીનગરમાં જ એડમિશન મેળવવું છે અને આગામી સમયમાં AI એન્જિનિયર બનવાની ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી. આ પણ વાંચો… રાજકોટમાં બેલીફ બનવા 3,957 અને DYSOની પોસ્ટ માટે 1,670 ઉમેદવારો, પરીક્ષાર્થીઓમાં સરળતાથી ઉત્તીર્ણ થવાનો વિશ્વાસ
છાત્રોને માત્ર પારદર્શક પાણીની બોટલ લઈ જવાની મંજૂરી
રાજકોટના બન્ને સેન્ટર પર અંદાજે 400 વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડની સાથે આધાર કાર્ડ, સ્કૂલ ID, ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ અથવા પાનકાર્ડની ઓરિજનલ કોપી સાથે પ્રવેશ અપાયો હતો. છાત્રોને માત્ર પારદર્શક પાણીની બોટલ લઈ જવાની મંજૂરી જ આપવામાં આવી હતી. તેમજ હાથ-પગમાં એક પણ ઘરેણાં પહેરવાની મનાઈ હતી. સાથે જ કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ કે બેગ લઈ જવા દેવામાં આવ્યા નહોતા. 7 વાગ્યે છાત્રોને પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. પહેલુ પેપર 9 વાગ્યાથી શરૂ થઈ જશે. સુરતમાં 850 જેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે
સુરતના ઉન ખાતે આવેલા પ્લેટિનમ પ્લાઝામાં JEE એડવાન્સની પરીક્ષાનું કેન્દ્ર આપવામાં આવ્યું છે. સુરતમાં એક સેન્ટર અને બીજું એક સેન્ટર બારડોલીમાં આપવામાં આવ્યું છે. છેલ્લી ઘડીએ પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચવા માટે દોડતા દેખાયા હતાં. JEEની પરીક્ષાની તૈયારી છેલ્લા ઘણા સમયથી કર્યા બાદ આજે અંતિમ ઘડીએ પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચવાને માત્ર બેથી ત્રણ મિનિટ બાકી હતી, ત્યારે ઘણાં પરીક્ષાર્થીઓ અને તેમના વાલીઓએ રીતસરની દોટ મૂકી હતી. જોકે અંતિમ સમય સુધી મોટાભાગના તમામ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લેતા વાલીઓએ પણ હાશકારો અનુભવ્યો હતો. સુરતમાં વિદ્યાર્થી સાથે આવેલા વાલી ભૂપેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતુ કે, મારા દીકરાએ ત્રણ વર્ષ સુધી ખૂબ જ મહેનત કરી છે. અમે ઈચ્છે છે કે તેનું રિઝલ્ટ પણ સારું આવે. કોઈપણ ટ્રેસ આપ્યા વગર તેની એક્ઝામની તૈયારી અમે કરાવી હતી. બાળકોના ફ્યુચર માટે આ પરીક્ષા ખૂબ જ મહત્વની હોય છે. વધુમાં અંકિતા ધોબીએ જણાવ્યું હતું કે, મારા દીકરાએ છેલ્લા ત્રણ વર્ષથી જેઈઈ પરીક્ષા માટેની તૈયારી કરી છે. આ પરીક્ષાને લઈને અમે પણ ખૂબ જ ઉત્સાહિત છે. મેન્સમાં તેને ખૂબ સારી રીતે તૈયારી કરી હતી. કેમિકલ એન્જિનિયરિંગમાં આગળ અભ્યાસ કરવા માટેની તેની ઈચ્છા છે. આ પરીક્ષા પાસ કર્યા પછી દેશની આઇઆઇટી સંસ્થામાંથી અભ્યાસ કરી શકશે. અમદાવાદ
અમદાવાદના સેન્ટર પર નરોડાથી પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થી ઉત્સવે જણાવ્યું હતું કે, JEE મેઈન્સની એક્ઝામમાં 85 માર્ક્સ હતા. 2 વર્ષથી તૈયારી કરી રહ્યો છું. રોબોટિક્સ સાયન્સમાં જવાનો ગોલ છે. તો ગોતાથી આવેલા વિદ્યાર્થી જેનિસ ચૌધરીએ જણાવ્યું કે, મારો ગોલ IITમાં એડમિશન મેળવવાનો છે. JEE મેઈન્સમાં મારે 99.53 માર્ક્સ હતા. વધુમાં વાપીથી આવેલા મિથિલ દવે નામના વિદ્યાર્થીએ જણાવ્યું કે, મે LN બોડકદેવમાં અભ્યાસ કર્યો છે. આ પરિક્ષા માટે સખત મહેનત કરી છે. મેઈન્સમાં મારે 99.2 માર્ક્સ હતા. પેપર પેટર્ન IIT કાનપુર દ્વારા તૈયાર કરાઈ
આ પરીક્ષા માટે દર વર્ષે અલગ-અલગ એક્ઝામિન બોડી હોય છે. જેમાં અલગ અલગ IIT ને પેપર પેટર્ન ફ્રેમ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવતી હોય છે. આ વખતે વર્ષ 2025ની JEE એડવાન્સ પરીક્ષાની પેપર પેટર્ન તૈયાર કરવાની જવાબદારી IIT કાનપુરને સોંપવામાં આવી છે. JEE એડવાન્સનુ પેપર દુનિયાની તમામ પરીક્ષામા સૌથી અઘરા પેપરોમાનું એક પેપર હોય છે. JEE એડવાન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ એમ 3 વિષયોની પરીક્ષા લેવામાં આવતી હોય છે. સવારે 9 થી 12 અને બપોરે 2.30થી 5.30 વાગ્યા દરમિયાન એમ 2 પેપર લેવામાં આવશે. આ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા હોય છે. આજની પરીક્ષાના આધારે મેરિટ બનશે
પ્રથમ પેપરમાં 54 પ્રશ્નો હશે, જેમાં 18 ફિઝિક્સ, 18 કેમેસ્ટ્રી અને 18 મેથ્સના સવાલો હોય છે. આજ રીતે બીજા પેપરમાં પણ 54 પ્રશ્નો હશે. 108 પ્રશ્નોનું 360 માર્કનુ વેઇટેજ હોય છે, તેમાંથી મળતા માર્ક મૂજબ તેઓનું મેરીટ બનતું હોય છે. જેમાં અમુક પ્રશ્નો એવા હોય છે કે જેમાં જવાબમાં ચાર વિકલ્પ આપવામાં આવ્યા હોય છે. જેમાંથી એક વિકલ્પ સાચો હોય છે. આ ઉપરાંત સામસામે જોડકાં જોડવાના પ્રશ્ર્નો પૂછવામાં આવે છે. આ ઉપરાંત અમુક સવાલો મલ્ટીપલ કરેક્શન પ્રકારના હોય છે કે જેના 2 કે 3 જવાબો પણ સાચા હોય છે. જેમાં પાર્શિયલ માર્કિંગ સિસ્ટમ હોય છે કે જેથી કરીને તે પ્રશ્નનનુ કઠિનતા મૂલ્ય વધારવામાં આવે છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ શું ધ્યાન રાખવું?
1. પેપર પૂર્ણ થયા પછી, સ્ક્રિબલ પેડ નિરીક્ષકને સોંપવું આવશ્યક છે. ત્યારબાદ ઉમેદવારોને એક સમયે એક ઉમેદવાર ક્રમબદ્ધ રીતે પરીક્ષા ખંડમાંથી બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવશે. ઉમેદવારોએ નિરીક્ષકની સૂચનાની રાહ જોવી જોઈએ અને સલાહ ન મળે ત્યાં સુધી તેમની બેઠકો પરથી ઉભા થવું જોઈએ નહીં. ગત વર્ષે 1.45 લાખ વિદ્યાર્થીઓએ જ ફોર્મ ભર્યુ હતુ
ઉલ્લેખનીય છે કે, JEE મેઈન્સની પરીક્ષા 14.85 લાખ વિદ્યાર્થીઓએ આપેલી હતી. જેમાં ક્યારેક વિદ્યાર્થીઓની સંખ્યામાં વધઘટ થઈ શકે છે. ક્યારેક આ સંખ્યા 12, 14 કે 16 લાખ થાય છે, પરંતુ તેમાંથી JEE એડવાન્સ માટે ક્વોલિફાય થતા હોય તેવા અઢી લાખ વિદ્યાર્થીઓ હોય છે. જેમાં ઓપન, SC, ST, OBC, ફિઝિકલી હેન્ડીકેપ અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓ JEE એડવાન્સ માટે ક્વોલિફાય હોય છે. દેશમાં અઢી લાખ વિદ્યાર્થીઓ JEE એડવાન્સની પરીક્ષા આપવા માટે ક્વોલિફાય થયા છે. જોકે બધા જ ક્વોલિફાય વિદ્યાર્થીઓ ફોર્મ ભરે તે જરૂરી નથી. ગત વર્ષે 1.45 લાખ વિદ્યાર્થીઓએ જ ફોર્મ ભર્યુ હતુ. આ એડવાન્સના રિઝલ્ટ પર વિદ્યાર્થીઓનું મેરીટ બહાર પડતું હૉય છે. જેમાં ઓલ ઇન્ડિયા રેન્ક બહાર પડતા હૉય છે અને બાદમા ટોપ IIT માં વિદ્યાર્થીઓના એડમિશન થતા હોય છે.