રવિવારે સવારે હૈદરાબાદમાં ચારમિનાર નજીક ગુલઝાર હાઉસની એક ઇમારતમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે, જેમાં કેટલાક બાળકો પણ સામેલ છે. ફાયર વિભાગને સવારે લગભગ 6:30 વાગ્યે માહિતી મળી, ત્યારબાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. ઘણા લોકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને લગભગ 20 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી. કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી અને AIMIM ધારાસભ્ય મુમતાઝ અહેમદ ખાન પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. મુખ્યમંત્રી કાર્યાલયે ઘાયલોને તાત્કાલિક સારવાર પૂરી પાડવાના નિર્દેશો આપ્યા છે. અકસ્માત સંબંધિત તસવીરો જુઓ… સમાચાર અપડેટ થઈ રહ્યા છે…