એક્ટર અને પોલિટિશિયન મિથુન ચક્રવર્તીને તાજેતરમાં BMC (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે. મિથુન ચક્રવર્તીએ મલાડમાં એક પ્લોટ પર ગેરકાયદે બાંધકામ કર્યું હોવાના આરોપો છે. નોટિસમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો મિલકત માલિક તરફથી સંતોષકારક જવાબ નહીં મળે તો ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, મિથુને આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે. 10 મેના રોજ, મહાનગરપાલિકાએ 101 ગેરકાયદે મિલકતોની યાદી તૈયાર કરી છે. આમાં મલાડના એરંગલ ગામમાં હીરા દેવી મંદિર પાસે સ્થિત પ્લોટનો સમાવેશ થાય છે, જે મિથુન ચક્રવર્તીની માલિકીનો છે. BMCનો આરોપ છે કે પરવાનગી વિના તે જગ્યાએ ગ્રાઉન્ડ પ્લસ મેઝેનાઇન ફ્લોરવાળા બે બાંધકામો, એક ગ્રાઉન્ડ ફ્લોર સ્ટ્રક્ચર અને 10 બાય 10ના ત્રણ કામચલાઉ એકમો બનાવવામાં આવ્યા છે. આ એકમોમાં ઈંટો, લાકડાના પાટિયા, કાચની દિવાલો અને એસી શીટની છતનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગેરકાયદે છે. BMC દ્વારા જારી કરાયેલી કાનૂની નોટિસ અનુસાર, જો મિલકત માલિક તરફથી સંતોષકારક જવાબ નહીં મળે, તો તેમની સામે કલમ 475A હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે. ‘અમે કોઈ ગેરકાયદે બાંધકામ કર્યું નથી’
કાનૂની નોટિસ મોકલવામાં આવી રહી હોવાના અહેવાલો વચ્ચે, મિથુન ચક્રવર્તીએ ફ્રી પ્રેસ જર્નલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, “મેં કોઈ ગેરકાયદે બાંધકામ કર્યું નથી અને મારી પાસે કોઈ અનધિકૃત માળખું નથી.” ઘણા લોકોને નોટિસ મોકલવામાં આવી છે અને અમે અમારો જવાબ મોકલી દેશું. મિથુન ચક્રવર્તી કરોડોની સંપત્તિના માલિક છે
બોલિવૂડના ડિસ્કો ડાન્સર તરીકે ફેમસ મિથુન ચક્રવર્તી પાસે ઘણા વૈભવી બંગલા, હોટલ અને ખેતીની જમીન છે. કોલકાતામાં ઘર ઉપરાંત, તેમના મુંબઈમાં 2 બંગલા પણ છે. મિથુને બાંદ્રામાં પોતાનું પહેલું ઘર ખરીદ્યું. જ્યારે તે બોલિવૂડ સ્ટાર બન્યા, ત્યારે તેણે મુંબઈના મડ આઇલેન્ડમાં 1.5 એકર જમીન પર એક આલિશાન બંગલો બનાવ્યો. આજે આ બંગલાની કિંમત 45 કરોડ રૂપિયા છે. મુંબઈ ઉપરાંત, તેમનું ઊટીમાં એક ફાર્મહાઉસ છે. જેની કિંમત કરોડોમાં થાય છે. ઘણી લક્ઝરી હોટલોના માલિક છે મિથુન ચક્રવર્તી
આ સાથે મિથુન એક બિઝનેસમેન પણ છે. તેઓ મોનાર્ક ગ્રુપ ઓફ હોટેલ્સના સીઈઓ છે, જ્યાં તેઓ લક્ઝરી હોટલનો વ્યવસાય ચલાવે છે. ઊટીમાં આવેલી તેમની હોટેલ મોનાર્કમાં 59 રૂમ, ચાર લક્ઝરી સ્યુટ, એક ફિટનેસ સેન્ટર અને એક ઇન્ડોર સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ છે. આ ઉપરાંત, તેમની પાસે તમિલનાડુ અને કર્ણાટકના મોટા શહેરોમાં પણ લક્ઝરી હોટલો છે. મિથુન ચક્રવર્તીનું કાર કલેક્શન
મિથુન દા પાસે 1975ની વિન્ટેજ કાર મર્સિડીઝ બેન્ઝ છે, જેની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે. આ એક રીયર વ્હીલ ડ્રાઇવ કાર છે, જે તેમના સમયમાં ખૂબ જ ઉત્તમ ગણાતી હતી. આ ઉપરાંત, તેમની પાસે ફોર્ડ એન્ડેવર અને ટોયોટા ફોર્ચ્યુનર પણ છે, જેની કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ છે. ગયા વર્ષે 24 ઓગસ્ટના રોજ હૈદરાબાદમાં સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનના ગેરકાયદે કન્વેન્શન સેન્ટરને બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યું હતું. તેમણે રંગારેડ્ડી જિલ્લાના શિલ્પારામમ નજીક માધાપુરમાં હાઇ-ટેક સિટી નજીક આ કેન્દ્ર બનાવ્યું હતું. એક્ટર પર તળાવની જમીન પર ગેરકાયદે રીતે કબજો કરવાનો આરોપ હતો. હૈદરાબાદ ડિઝાસ્ટર રિલીફ એન્ડ પ્રોપર્ટી પ્રોટેક્શન એજન્સી (HYDRA) ની એક ટીમે બાંધકામ તોડી પાડ્યું હતું.