P24 News Gujarat

ગુજરાતની એકમાત્ર સૌથી વધુ કલેકશન ધરાવતી લાઇબ્રેરી:1600 વિદ્યાર્થીઓ એકસાથે વાંચી શકે તેવી વ્યવસ્થા; 9 લાખથી વધુ પુસ્તકો; 13 હજારથી વધુ જર્નલ્સ

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીને 29મી રશિયન લાઇબ્રેરી કોંગ્રેસમાં પ્રેઝન્ટેશન કરવા માટેનું આમંત્રણ મળ્યું છે. ગુજરાતની એકમાત્ર અને દેશની ત્રીજા નંબરની સૌથી વધુ કલેકશનમાં નામના ધરાવતી હંસા મહેતા લાઇબ્રેરીમાં 17મી સદીથી લઈ આજ સુધીના 9 લાખથી વધુ પુસ્તકોના સંગ્રહ થયો છે. અહીંયા 13 હજારથી વધુ જર્નલ્સનો સંગ્રહ છે જે રિસર્ચ માટે ખૂબ ઉપયોગી હોય છે અને તેમાં પણ 30થી પણ વધુ ઇન્ટરનેશનલ પબ્લિશર્સના જર્નલ્સનો સંગ્રહ છે. અહીંયા સયાજીરાવ ગાયકવાડ દ્વારા અપાયેલા 25 હજારથી વધુ પુસ્તકોમાં કેટલાક પુસ્તકો ગોલ્ડન અને સિલ્વર રીમ પુસ્તકો પણ છે. 29મી રશિયન લાઇબ્રેરી કોંગ્રેસમાં પ્રતિનિધિત્વ કરવાનો ચાન્સ
આ અંગે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયન અને આગામી દિવસોમાં રશિયન સ્ટેટ લાઇબ્રેરી દ્વારા આયોજિત રશિયન લાઇબ્રેરી કોંગ્રેસમાં પ્રતિનિધિત્વ કરનાર લાઇબ્રેરિયન ડૉ.મયંક ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 29મી રશિયન લાઇબ્રેરી કોંગ્રેસમાં મને હંસા મહેતા લાઇબ્રેરી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વિશે પ્રેઝન્ટેશન કરવા માટેનું આમંત્રણ મળ્યું છે તે એક યુનિવર્સિટી અને ગુજરાત માટે ગૌરવની બાબત છે. આપણી યુનિવર્સિટી એક રેસિડન્શિયલ યુનિવર્સિટી છે અને યુનિવર્સિટીમાં આપણે કેજીથી PHD સુધીના તમામ પ્રકારના પ્રોગ્રામ ઓફર કરવામાં આવે છે. 30 હજાર જેટલી હસ્તપ્રતોનો સંગ્રહ
વધુમાં કહ્યું કે, લાઇબ્રેરીમાં સમગ્ર સ્કૂલ શિક્ષણથી માંડીને PHD સુધીના અને હાયર એજ્યુકેશન સુધીના તમામ વિદ્યાર્થીઓની સંભાળ લેવામાં આવી છે. આપણી લાઇબ્રેરીમાં તમામ પ્રકારની ફેકલ્ટી, તમામ પ્રકારના વિષયોને આવરી લઈને તમામ પ્રકારનું કલેક્શન છે અને એટલા માટે આપણી યુનિવર્સિટીની પસંદગી કરવામાં આવી છે. જેમાં હું આપણી યુનિવર્સિટીની લાઇબ્રેરી તમામ રિસોર્સિસ, સર્વિસીસ તેમજ આપણી યુનિવર્સિટીની ખાસિયત શું છે તેનું હું પ્રેઝન્ટેશન કરીશ. આપણી લાઇબ્રેરીમાં ખૂબ મોટું કલેક્શન કે જેમાં હસ્તપ્રતોનું છે, જેમાં ઓરિએન્ટલ લાઇબ્રેરીમાં 30 હજાર જેટલી હસ્તપ્રતો (Manuscripts)નો સંગ્રહ છે. આ તમામને ઓનલાઈન કરવામાં આવી છે અને લોકો તેને ઍક્સેસ પણ કરી શકે છે અને આ અમૂલ્ય કહી શકાય તેવી હસ્તપ્રતો છે. જગ્યા બચાવવા માટે ઓલ્ડ રેક્સને મોબાઇલ રેક્સમાં કન્વર્ટ કર્યા
વધુમાં કહ્યું કે, હંસા મહેતા લાઇબ્રેરીમાં બરોડા સ્ટેટ કલેક્શન છે. જેમાં ગોલ્ડન અને સિલ્વર રીમ વાળી પુસ્તકો આવેલી છે. અહીંયા ઘણા જૂના એટલે કે 17મી સદીના પણ પુસ્તકો લાઇબ્રેરીના સંદર્ભે વિભાગમાં રાખવામાં આવ્યા છે. અહીંયા ખુબજ આકર્ષક અને મહત્ત્વનું સંગ્રહ હોય તો તે બાઉન્ડ વોલ્યુમ છે. કારણ કે બાઉન્ડ વોલ્યુમ્સને સંગ્રહ કરવો દરેક લાઇબ્રેરી માટે ખુબજ મુશ્કેલ કામ છે. લાઇબ્રેરીમાં જગ્યાનો અભાવ હોય છે, જેથી જગ્યાનો અભાવ ન પડે તે માટે અમે જુના રેક્સ હતા એને મોબાઈલ રેકમાં કન્વર્ટ કર્યા છે. જેથી કરીને બાઉન્ડ વોલ્યુમ્સને ડસ્ટિંગ ન લાગે અને જગ્યાનો બચાવ પણ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા બાઉન્ડ વોલ્યુમ દોઢ લાખથી વધુ હશે. આ લાઇબ્રેરીમાં 9 લાખથી વધુ પુસ્તકો આવેલા છે. ‘પ્રિન્ટ બુક વાંચન આપણા મગજમાં વધુ સંગ્રહિત થાય’
વધુમાં કહ્યું કે, જર્નલ્સની વાત કરવામાં આવે તો ONOS એટલે (વન નેશન વન સબસ્ક્રિશન) હેઠળ આપણી યુનિવર્સિટીના આખા કેમ્પસ પર 30થી વધુ ઇન્ટરનેશનલ પબ્લિશરના જર્નલ્સ કે જે રિસર્ચ માટે ખૂબ જરૂરી હોય છે. તેવા 13 હજારથી વધુ જર્નલ્સનો ઍક્સેસ તમામ વાચકો અને રિસર્ચ કોલરને મળી રહ્યો છે. તેમજ આ જર્નલ્સનો ઍક્સેસ ટ્રાવેલિંગ દરિમયાન મળી રહે તે માટે રિમોટ ઍક્સેસની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં બોન્ડ ડિજિટલ કન્ટેન્ટ આવી ગયું છે જેને લઇ એવું લગી રહ્યું છે કે વાચકો ઓછા થઈ રહ્યા છે અને ફિઝિકલ યૂઝર ઓછા આવી રહ્યા છે, પરંતુ સામે વર્ચ્યુઅલ યુઝર્સ પણ વધી રહ્યા છે. આમ છતાં હું ચોક્કસપણે માનું છું કે પ્રિન્ટ અને ડિજિટલ વાંચન વાંચો તો હું માનું છું ત્યાં સુધી પ્રિન્ટ બુક વાંચન આપણા મગજમાં વધુ સંગ્રહિત રહેતું હોય છે. 1600થી વધુ વિદ્યાર્થી એકસાથે વાંચી શકે તેવી વ્યવસ્થા
વાચકો વધારવા માટે વર્ષ 1991માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે લાઇબ્રેરી મૂવમેન્ટની શરૂઆત વડોદરાથી કરા હતી તે જ રીતે અત્યારે પોતે હું એવું માનું છું કે અત્યારે સમયની જરૂરિયાત એ છે કે રીડ ઈન્ડિયા મૂવમેન્ટ એટલે કે વાંચે ભારત એવું મૂવમેન્ટ શરૂઆત કરવામાં આવે અને તેની શરૂઆત વડોદરાથી થાય. તેને વૈશ્વિક સ્તરે મુકવાનો મારો વિચાર છે. કારણ કે આ સમસ્યા ભારતની લાઇબ્રેરીનો નહીં પરંતુ વિશ્વની તમામ લાઇબ્રેરીનો છે. આ સાથે બીજો મુદ્દો કે જે 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવે છે. ત્યારે લાઇબ્રેરીમાં પણ આ એક્ટિવિટીને શરૂઆત થાય તે સૂચન કરવાનો છું. આ લાઇબ્રેરીમાં ખૂબ મોટો વાચક રૂમ આવેલો છે. અહીંયા 1600થી વધુ વિદ્યાર્થી એકસાથે બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે અન્ય 14 ફેકલ્ટી લાઇબ્રેરી પણ આવેલી છે. ત્યાં પણ વિવિધ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા બરોડા કલેક્શન, એડમિનિસ્ટ્રિટિવ રિપોર્ટ, ફોરેન રિસર્ચ, ગાયકવાડ પરિવાર જીવન ચરિત્ર, રેફરન્સ અને રેર બુક સહિતનું સંગ્રહ આવેલો છે. લાઇબ્રેરીનું નામ અને સ્થાપના
હંસા મહેતા લાઇબ્રેરીની સ્થાપના વર્ષ 1950માં કરવામાં આવી હતી. લાઇબ્રેરીનું નામ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના પત્ની હંસા મહેતાના નામે રાખવામાં આવ્યું હતું. તેઓ ભારતની સહ શૈક્ષણિક યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ સૌ પ્રથમવાર નિયુક્ત થયા હતા. તેઓએ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પંચમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સમાજસેવા તેમજ યોગદાનની માન્યતા આપતા હંસા મહેતાને પદ્મભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. સાથે જ અલ્હાબાદ યુનિવર્સિટી અને બરોડાની એમએસ યુનિવર્સિટી દ્વારા માનદ ડી.લીટ અને યુકેની લીડ્સ યુનિવર્સિટી દ્વારા ડોક્ટરની પદવી એનાયત કરવામાં આવી હતી.

​વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીને 29મી રશિયન લાઇબ્રેરી કોંગ્રેસમાં પ્રેઝન્ટેશન કરવા માટેનું આમંત્રણ મળ્યું છે. ગુજરાતની એકમાત્ર અને દેશની ત્રીજા નંબરની સૌથી વધુ કલેકશનમાં નામના ધરાવતી હંસા મહેતા લાઇબ્રેરીમાં 17મી સદીથી લઈ આજ સુધીના 9 લાખથી વધુ પુસ્તકોના સંગ્રહ થયો છે. અહીંયા 13 હજારથી વધુ જર્નલ્સનો સંગ્રહ છે જે રિસર્ચ માટે ખૂબ ઉપયોગી હોય છે અને તેમાં પણ 30થી પણ વધુ ઇન્ટરનેશનલ પબ્લિશર્સના જર્નલ્સનો સંગ્રહ છે. અહીંયા સયાજીરાવ ગાયકવાડ દ્વારા અપાયેલા 25 હજારથી વધુ પુસ્તકોમાં કેટલાક પુસ્તકો ગોલ્ડન અને સિલ્વર રીમ પુસ્તકો પણ છે. 29મી રશિયન લાઇબ્રેરી કોંગ્રેસમાં પ્રતિનિધિત્વ કરવાનો ચાન્સ
આ અંગે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીમાં લાઇબ્રેરિયન અને આગામી દિવસોમાં રશિયન સ્ટેટ લાઇબ્રેરી દ્વારા આયોજિત રશિયન લાઇબ્રેરી કોંગ્રેસમાં પ્રતિનિધિત્વ કરનાર લાઇબ્રેરિયન ડૉ.મયંક ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 29મી રશિયન લાઇબ્રેરી કોંગ્રેસમાં મને હંસા મહેતા લાઇબ્રેરી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વિશે પ્રેઝન્ટેશન કરવા માટેનું આમંત્રણ મળ્યું છે તે એક યુનિવર્સિટી અને ગુજરાત માટે ગૌરવની બાબત છે. આપણી યુનિવર્સિટી એક રેસિડન્શિયલ યુનિવર્સિટી છે અને યુનિવર્સિટીમાં આપણે કેજીથી PHD સુધીના તમામ પ્રકારના પ્રોગ્રામ ઓફર કરવામાં આવે છે. 30 હજાર જેટલી હસ્તપ્રતોનો સંગ્રહ
વધુમાં કહ્યું કે, લાઇબ્રેરીમાં સમગ્ર સ્કૂલ શિક્ષણથી માંડીને PHD સુધીના અને હાયર એજ્યુકેશન સુધીના તમામ વિદ્યાર્થીઓની સંભાળ લેવામાં આવી છે. આપણી લાઇબ્રેરીમાં તમામ પ્રકારની ફેકલ્ટી, તમામ પ્રકારના વિષયોને આવરી લઈને તમામ પ્રકારનું કલેક્શન છે અને એટલા માટે આપણી યુનિવર્સિટીની પસંદગી કરવામાં આવી છે. જેમાં હું આપણી યુનિવર્સિટીની લાઇબ્રેરી તમામ રિસોર્સિસ, સર્વિસીસ તેમજ આપણી યુનિવર્સિટીની ખાસિયત શું છે તેનું હું પ્રેઝન્ટેશન કરીશ. આપણી લાઇબ્રેરીમાં ખૂબ મોટું કલેક્શન કે જેમાં હસ્તપ્રતોનું છે, જેમાં ઓરિએન્ટલ લાઇબ્રેરીમાં 30 હજાર જેટલી હસ્તપ્રતો (Manuscripts)નો સંગ્રહ છે. આ તમામને ઓનલાઈન કરવામાં આવી છે અને લોકો તેને ઍક્સેસ પણ કરી શકે છે અને આ અમૂલ્ય કહી શકાય તેવી હસ્તપ્રતો છે. જગ્યા બચાવવા માટે ઓલ્ડ રેક્સને મોબાઇલ રેક્સમાં કન્વર્ટ કર્યા
વધુમાં કહ્યું કે, હંસા મહેતા લાઇબ્રેરીમાં બરોડા સ્ટેટ કલેક્શન છે. જેમાં ગોલ્ડન અને સિલ્વર રીમ વાળી પુસ્તકો આવેલી છે. અહીંયા ઘણા જૂના એટલે કે 17મી સદીના પણ પુસ્તકો લાઇબ્રેરીના સંદર્ભે વિભાગમાં રાખવામાં આવ્યા છે. અહીંયા ખુબજ આકર્ષક અને મહત્ત્વનું સંગ્રહ હોય તો તે બાઉન્ડ વોલ્યુમ છે. કારણ કે બાઉન્ડ વોલ્યુમ્સને સંગ્રહ કરવો દરેક લાઇબ્રેરી માટે ખુબજ મુશ્કેલ કામ છે. લાઇબ્રેરીમાં જગ્યાનો અભાવ હોય છે, જેથી જગ્યાનો અભાવ ન પડે તે માટે અમે જુના રેક્સ હતા એને મોબાઈલ રેકમાં કન્વર્ટ કર્યા છે. જેથી કરીને બાઉન્ડ વોલ્યુમ્સને ડસ્ટિંગ ન લાગે અને જગ્યાનો બચાવ પણ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા બાઉન્ડ વોલ્યુમ દોઢ લાખથી વધુ હશે. આ લાઇબ્રેરીમાં 9 લાખથી વધુ પુસ્તકો આવેલા છે. ‘પ્રિન્ટ બુક વાંચન આપણા મગજમાં વધુ સંગ્રહિત થાય’
વધુમાં કહ્યું કે, જર્નલ્સની વાત કરવામાં આવે તો ONOS એટલે (વન નેશન વન સબસ્ક્રિશન) હેઠળ આપણી યુનિવર્સિટીના આખા કેમ્પસ પર 30થી વધુ ઇન્ટરનેશનલ પબ્લિશરના જર્નલ્સ કે જે રિસર્ચ માટે ખૂબ જરૂરી હોય છે. તેવા 13 હજારથી વધુ જર્નલ્સનો ઍક્સેસ તમામ વાચકો અને રિસર્ચ કોલરને મળી રહ્યો છે. તેમજ આ જર્નલ્સનો ઍક્સેસ ટ્રાવેલિંગ દરિમયાન મળી રહે તે માટે રિમોટ ઍક્સેસની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં બોન્ડ ડિજિટલ કન્ટેન્ટ આવી ગયું છે જેને લઇ એવું લગી રહ્યું છે કે વાચકો ઓછા થઈ રહ્યા છે અને ફિઝિકલ યૂઝર ઓછા આવી રહ્યા છે, પરંતુ સામે વર્ચ્યુઅલ યુઝર્સ પણ વધી રહ્યા છે. આમ છતાં હું ચોક્કસપણે માનું છું કે પ્રિન્ટ અને ડિજિટલ વાંચન વાંચો તો હું માનું છું ત્યાં સુધી પ્રિન્ટ બુક વાંચન આપણા મગજમાં વધુ સંગ્રહિત રહેતું હોય છે. 1600થી વધુ વિદ્યાર્થી એકસાથે વાંચી શકે તેવી વ્યવસ્થા
વાચકો વધારવા માટે વર્ષ 1991માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે લાઇબ્રેરી મૂવમેન્ટની શરૂઆત વડોદરાથી કરા હતી તે જ રીતે અત્યારે પોતે હું એવું માનું છું કે અત્યારે સમયની જરૂરિયાત એ છે કે રીડ ઈન્ડિયા મૂવમેન્ટ એટલે કે વાંચે ભારત એવું મૂવમેન્ટ શરૂઆત કરવામાં આવે અને તેની શરૂઆત વડોદરાથી થાય. તેને વૈશ્વિક સ્તરે મુકવાનો મારો વિચાર છે. કારણ કે આ સમસ્યા ભારતની લાઇબ્રેરીનો નહીં પરંતુ વિશ્વની તમામ લાઇબ્રેરીનો છે. આ સાથે બીજો મુદ્દો કે જે 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવે છે. ત્યારે લાઇબ્રેરીમાં પણ આ એક્ટિવિટીને શરૂઆત થાય તે સૂચન કરવાનો છું. આ લાઇબ્રેરીમાં ખૂબ મોટો વાચક રૂમ આવેલો છે. અહીંયા 1600થી વધુ વિદ્યાર્થી એકસાથે બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે અન્ય 14 ફેકલ્ટી લાઇબ્રેરી પણ આવેલી છે. ત્યાં પણ વિવિધ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા બરોડા કલેક્શન, એડમિનિસ્ટ્રિટિવ રિપોર્ટ, ફોરેન રિસર્ચ, ગાયકવાડ પરિવાર જીવન ચરિત્ર, રેફરન્સ અને રેર બુક સહિતનું સંગ્રહ આવેલો છે. લાઇબ્રેરીનું નામ અને સ્થાપના
હંસા મહેતા લાઇબ્રેરીની સ્થાપના વર્ષ 1950માં કરવામાં આવી હતી. લાઇબ્રેરીનું નામ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના પત્ની હંસા મહેતાના નામે રાખવામાં આવ્યું હતું. તેઓ ભારતની સહ શૈક્ષણિક યુનિવર્સિટીના કુલપતિ તરીકે પણ સૌ પ્રથમવાર નિયુક્ત થયા હતા. તેઓએ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પંચમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સમાજસેવા તેમજ યોગદાનની માન્યતા આપતા હંસા મહેતાને પદ્મભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. સાથે જ અલ્હાબાદ યુનિવર્સિટી અને બરોડાની એમએસ યુનિવર્સિટી દ્વારા માનદ ડી.લીટ અને યુકેની લીડ્સ યુનિવર્સિટી દ્વારા ડોક્ટરની પદવી એનાયત કરવામાં આવી હતી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *