P24 News Gujarat

બોલિવૂડ પર દાઉદ ઇબ્રાહિમ જેવા લોકોનું રાજ હતું’:’આશિકી’ ફેમ અનુ અગ્રવાલે કર્યો ખુલાસો, કહ્યું- ફિલ્મોમાં રોકાણ માટે પૈસા અંડરવર્લ્ડમાંથી આવતાં

ફિલ્મ ‘આશિકી’થી સ્ટાર બનેલી અનુ અગ્રવાલ છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. તાજેતરમાં, સિનેમાના બદલાતા સમય વિશે વાત કરતી વખતે એક્ટ્રેસે ખુલાસો કર્યો કે- એક સમય હતો જ્યારે દાઉદ ઇબ્રાહિમનું વર્ચસ્વ હતું અને ફિલ્મો બનાવવામાં અંડરવર્લ્ડના પૈસાનો ઉપયોગ થતો હતો. પિંકવિલા સાથેના એક ઇન્ટરવ્યૂમાં, અનુ અગ્રવાલે કહ્યું છે કે- ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક ડર્ટી બિઝનેસ હતો. મને ખબર નથી કે- આજે કેટલો ગંદવાડો છે કારણ કે હું હવે આ ઈન્ડસ્ટ્રીનો​​​ ભાગ નથી. હું કોઈ ફિલ્મ કરું, પછી તમે મારો ઇન્ટરવ્યૂ લેજો અને પછી હું ચોક્કસથી જણાવીશ કે કેટલી ડર્ટી છે. એક્ટ્રેસે વધુમાં કહ્યું કે- તે સમયે, છુપી રીતે અને ગેરકાયદેસર રીતે ડીલ થતી હતી. દાઉદ ઇબ્રાહિમ જેવા લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રી ચલાવતા હતા.ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે પણ પૈસા રોકાયા હતા તે અંડરવર્લ્ડમાંથી આવ્યા હતા. તે સમયે પદ્ધતિ સંપૂર્ણપણે અલગ હતી. વાતચીત દરમિયાન, અનુ અગ્રવાલે તેના શરૂઆતના દિવસો વિશે પણ વાત કરી. એક્ટ્રેસે જણાવ્યું છે કે- તેના મોડેલિંગના દિવસોમાં મુંબઈ જેવા શહેરમાં એકલા રહેવું ખૂબ મુશ્કેલ હતું. મને પીજી મળતું નહોતું. જ્યારે હું તેને કહેતી કે- મમ્મી-પપ્પા દિલ્હીમાં રહે છે અને હું અહીં મોડેલિંગ કરું છું, ત્યારે લોકો સીધો જ દરવાજો બંધ કરી દેતાં. અનુ અગ્રવાલે ફિલ્મ ‘આશિકી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની પહેલી જ ફિલ્મથી સ્ટારડમ મેળવ્યું. તેણે થોડી વધુ ફિલ્મો કરી, પરંતુ પછી 1999માં એક અકસ્માતને કારણે તેમણે પોતાની યાદશક્તિ ગુમાવી દીધી. આ અકસ્માતને કારણે તેમનું શરીર પેરેલાઈઝ થઈ ગયું. તે લગભગ 29 દિવસ કોમામાં પણ રહી. આ પછી, તેણે ફિલ્મોથી દૂરી બનાવી.

​ફિલ્મ ‘આશિકી’થી સ્ટાર બનેલી અનુ અગ્રવાલ છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. તાજેતરમાં, સિનેમાના બદલાતા સમય વિશે વાત કરતી વખતે એક્ટ્રેસે ખુલાસો કર્યો કે- એક સમય હતો જ્યારે દાઉદ ઇબ્રાહિમનું વર્ચસ્વ હતું અને ફિલ્મો બનાવવામાં અંડરવર્લ્ડના પૈસાનો ઉપયોગ થતો હતો. પિંકવિલા સાથેના એક ઇન્ટરવ્યૂમાં, અનુ અગ્રવાલે કહ્યું છે કે- ફિલ્મ ઈન્ડસ્ટ્રી એક ડર્ટી બિઝનેસ હતો. મને ખબર નથી કે- આજે કેટલો ગંદવાડો છે કારણ કે હું હવે આ ઈન્ડસ્ટ્રીનો​​​ ભાગ નથી. હું કોઈ ફિલ્મ કરું, પછી તમે મારો ઇન્ટરવ્યૂ લેજો અને પછી હું ચોક્કસથી જણાવીશ કે કેટલી ડર્ટી છે. એક્ટ્રેસે વધુમાં કહ્યું કે- તે સમયે, છુપી રીતે અને ગેરકાયદેસર રીતે ડીલ થતી હતી. દાઉદ ઇબ્રાહિમ જેવા લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રી ચલાવતા હતા.ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે પણ પૈસા રોકાયા હતા તે અંડરવર્લ્ડમાંથી આવ્યા હતા. તે સમયે પદ્ધતિ સંપૂર્ણપણે અલગ હતી. વાતચીત દરમિયાન, અનુ અગ્રવાલે તેના શરૂઆતના દિવસો વિશે પણ વાત કરી. એક્ટ્રેસે જણાવ્યું છે કે- તેના મોડેલિંગના દિવસોમાં મુંબઈ જેવા શહેરમાં એકલા રહેવું ખૂબ મુશ્કેલ હતું. મને પીજી મળતું નહોતું. જ્યારે હું તેને કહેતી કે- મમ્મી-પપ્પા દિલ્હીમાં રહે છે અને હું અહીં મોડેલિંગ કરું છું, ત્યારે લોકો સીધો જ દરવાજો બંધ કરી દેતાં. અનુ અગ્રવાલે ફિલ્મ ‘આશિકી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે પોતાની પહેલી જ ફિલ્મથી સ્ટારડમ મેળવ્યું. તેણે થોડી વધુ ફિલ્મો કરી, પરંતુ પછી 1999માં એક અકસ્માતને કારણે તેમણે પોતાની યાદશક્તિ ગુમાવી દીધી. આ અકસ્માતને કારણે તેમનું શરીર પેરેલાઈઝ થઈ ગયું. તે લગભગ 29 દિવસ કોમામાં પણ રહી. આ પછી, તેણે ફિલ્મોથી દૂરી બનાવી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *