એક્ટ્રેસ જિયા ખાનના મૃત્યુ પર તેના કથિત બોયફ્રેન્ડ સૂરજ પંચોલીની માતા ઝરીના વહાબે મોટો દાવો કર્યો છે. ઝરીનાએ દાવો કર્યો કે, જિયાના મૃત્યુના એક મહિના પહેલા સૂરજનું તેની સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. જે દિવસે તેણે આત્મહત્યા કરી, તે દિવસે તેને સાઉથની એક ફિલ્મમાંથી રિજેક્ટ કરવામાં આવી હતી, જેનાથી તે પરેશાન હતી. પિંકવિલા સાથેના તાજેતરના ઇન્ટરવ્યૂમાં, ઝરીના વહાબે કહ્યું, ‘હું આજે આ વાત સ્પષ્ટ કરવા માંગુ છું, જ્યારે તે બંને (જિયા-સૂરજ) મિત્રો હતાં અથવા કંઈપણ, તે સમયે સલમાન તેને (સૂરજ) લોન્ચ કરવાનો હતો. તો મેં તેને કહ્યું કે, આવું ના કરે. તો તેણે જઈને (જિયા) ને કહ્યું કે, મારા માતા-પિતા ઇચ્છતા નથી કે આપણે બંને મળીએ અને તારી માતા પણ નથી ઈચ્છતી કે આપણે મળીએ, તેથી બ્રેકઅપ કરી લઈએ. તો તેણે કહ્યું ઠીક છે, પણ શું હું ક્યારેક તને મળવા આવી શકું છું. સૂજરે કહ્યું કે તું મને મિત્ર તરીકે મળવા આવી શકે છે પણ ગર્લફ્રેન્ડ તરીકે નહીં.’ ઝરીનાએ વધુમાં કહ્યું કે, ‘તેના (જિયા) અકસ્માતના એક મહિના પહેલા જ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું. આ વાતની કોઈને ખબર નથી. તેણીએ (જિયાએ) કહ્યું કે, હું સાઉથમાં પ્રયત્ન કરીશ. તે 1 કે 2 જૂને ત્યાં ગઈ હતી. ત્યાં તેને સ્થળ પર જ નકારી કાઢવામાં આવી, તે ખૂબ જ હતાશ હતી. તે સૂરજને ફોન કરવાનો પ્રયાસ કરી રહી હતી અને સૂરજના શૂટિંગને કારણે કેટલાક ક્લાસિસ ચાલી રહ્યા હતા, તેથી તે ફોન ઉપાડી શક્યો નહીં. રાત્રે ઘરે પહોંચ્યા પછી તેણે તે જોયું અને મેસેજ કર્યો કે હવે હું ફ્રી છું, જો તું ઇચ્છે તો મને ફોન કરી શકે છે. ત્યાં સુધીમાં તે જતી રહી હતી.’ ઝરીના વહાબએ આગળ કહ્યું, ‘બધા કહે છે કે આ વ્યક્તિએ આ કર્યું, તે વ્યક્તિએ તે કર્યું, તે કેટલું ખોટું છે. બિચારી છોકરી, મેં સાંભળ્યું છે કે તે ખૂબ જ સારી છોકરી હતી, ફક્ત ભગવાન જ જાણે છે કે તેનું શું થયું. કદાચ તે સાઉથમાં મળેલા રિજેક્શનનો સામનો કરી શકી નહીં. તેણે વિચાર્યું કે મુંબઈમાં ફિલ્મો ન મળતી હોવાથી તેણે સાઉથમાં પ્રયાસ કરવો જોઈએ પરંતુ તેલુગુમાં તેને ઓન ધ સ્પોટ રિજેક્ટ કરી દીધી. તે ફિલ્મ ગોપીચંદની હતી, જેમાં રકુલ પ્રીતને પાછળથી કાસ્ટ કરવામાં આવી હતી.’ નોંધનીય છે કે, જિયા ખાને 3 જૂન 2013ના રોજ આત્મહત્યા કરી હતી. તે સમયે સૂરજ પંચોલી તેની સાથે રિલેશનશિપમાં હતો. જિયાના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં તેણે સૂરજ પર અનેક આરોપો લગાવ્યાં હતાં. સૂરજ પંચોલી પર જિયાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો. આ કેસ 10 વર્ષથી કોર્ટમાં હતો, પરંતુ હવે સૂરજને ક્લીનચીટ મળી ગઈ છે.