P24 News Gujarat

IPLની ક્લોઝિંગ સેરેમની ‘ઓપરેશન સિંદૂર’ની થીમ પર આધારિત:શંકર મહાદેવન પોતાના પુત્રો સાથે પરફોર્મ કરશે; સ્ટેડિયમને તિરંગાની લાઇટથી શણગારવામાં આવશે

IPLની ફાઈનલ મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની મેચ પહેલાં ક્લોઝિંગ સેરેમની યોજાશે, જેની થીમ ‘ઓપરેશન સિંદૂર’ છે. કાર્યક્રમમાં ત્રણેય સેનાઓના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, જોકે હજુ સુધી તેમની હાજરીની પુષ્ટિ થઈ નથી. આખું સ્ટેડિયમ તિરંગાની લાઇટથી શણગારવામાં આવશે અને આ દરમિયાન સિંગરક શંકર મહાદેવનનું લાઇવ કોન્સર્ટ યોજાશે. શંકર મહાદેવન પરફોર્મ કરશે
ક્લોઝિંગ સેરેમનીમાં પ્રખ્યાત ગાયક શંકર મહાદેવન ભારતીય સશસ્ત્ર દળો માટે ગીત ગાઈને શ્રદ્ધાંજલિ આપશે. મંગળવારે શંકર તેમના પુત્રો સિદ્ધાર્થ મહાદેવન અને શિવમ મહાદેવન સાથે પરફોર્મ કરશે. શંકરનું પરફોર્મન્સ ‘ઓપરેશન સિંદૂર’માં સામેલ બહાદુર સૈનિકોનું સન્માન કરશે અને પહેલગામ હુમલામાં પોતાનો જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપશે. નીચે 3 સવાલોમાં ક્લોઝિંગ સેરેમની વિશે જાણો… BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું: ઓપરેશન સિંદૂર’ની સફળતાનો ઉત્સવ ઉજવવા માટે અમે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ તેમજ અન્ય સેના પ્રમુખો, અધિકારીઓ અને જવાનોને અમદાવાદમાં IPL ફાઈનલ મેચ જોવા માટે આમંત્રણ આપ્યું છે. સૈકિયાએ કહ્યું- ક્લોઝિંગ સેરેમની આપણા સૈનિકોને સમર્પિત
BCCI દેશના સશસ્ત્ર દળોની બહાદુરી, સાહસ અને નિઃસ્વાર્થ સેવાને સલામ કરે છે. સેના પ્રત્યે કૃતજ્ઞતાના પ્રતીક તરીકે અમે સમાપન સમારોહને સશસ્ત્ર દળોને સમર્પિત કરવાનો નિર્ણય લીધો છે. આમાં અમારા નાયકોનું સન્માન પણ કરવામાં આવશે. ભલે ક્રિકેટ રાષ્ટ્રીય જુનૂન હોય, પરંતુ અમારા રાષ્ટ્રની સાર્વભૌમત્વ, અખંડતા અને સુરક્ષા કરતાં કંઈ જ મોટું નથી.

​IPLની ફાઈનલ મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની મેચ પહેલાં ક્લોઝિંગ સેરેમની યોજાશે, જેની થીમ ‘ઓપરેશન સિંદૂર’ છે. કાર્યક્રમમાં ત્રણેય સેનાઓના વડાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે, જોકે હજુ સુધી તેમની હાજરીની પુષ્ટિ થઈ નથી. આખું સ્ટેડિયમ તિરંગાની લાઇટથી શણગારવામાં આવશે અને આ દરમિયાન સિંગરક શંકર મહાદેવનનું લાઇવ કોન્સર્ટ યોજાશે. શંકર મહાદેવન પરફોર્મ કરશે
ક્લોઝિંગ સેરેમનીમાં પ્રખ્યાત ગાયક શંકર મહાદેવન ભારતીય સશસ્ત્ર દળો માટે ગીત ગાઈને શ્રદ્ધાંજલિ આપશે. મંગળવારે શંકર તેમના પુત્રો સિદ્ધાર્થ મહાદેવન અને શિવમ મહાદેવન સાથે પરફોર્મ કરશે. શંકરનું પરફોર્મન્સ ‘ઓપરેશન સિંદૂર’માં સામેલ બહાદુર સૈનિકોનું સન્માન કરશે અને પહેલગામ હુમલામાં પોતાનો જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપશે. નીચે 3 સવાલોમાં ક્લોઝિંગ સેરેમની વિશે જાણો… BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ કહ્યું: ઓપરેશન સિંદૂર’ની સફળતાનો ઉત્સવ ઉજવવા માટે અમે સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નૌસેના પ્રમુખ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ તેમજ અન્ય સેના પ્રમુખો, અધિકારીઓ અને જવાનોને અમદાવાદમાં IPL ફાઈનલ મેચ જોવા માટે આમંત્રણ આપ્યું છે. સૈકિયાએ કહ્યું- ક્લોઝિંગ સેરેમની આપણા સૈનિકોને સમર્પિત
BCCI દેશના સશસ્ત્ર દળોની બહાદુરી, સાહસ અને નિઃસ્વાર્થ સેવાને સલામ કરે છે. સેના પ્રત્યે કૃતજ્ઞતાના પ્રતીક તરીકે અમે સમાપન સમારોહને સશસ્ત્ર દળોને સમર્પિત કરવાનો નિર્ણય લીધો છે. આમાં અમારા નાયકોનું સન્માન પણ કરવામાં આવશે. ભલે ક્રિકેટ રાષ્ટ્રીય જુનૂન હોય, પરંતુ અમારા રાષ્ટ્રની સાર્વભૌમત્વ, અખંડતા અને સુરક્ષા કરતાં કંઈ જ મોટું નથી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *