ત્રણ મેચની સિરીઝની પ્રથમ T20 મેચમાં ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડીઝને 21 રનથી હરાવ્યું. ટીમે સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. વિકેટકીપર-બેટર જોસ બટલરે 96 રન બનાવ્યા. ઓલરાઉન્ડર લિયામ ડોસને 4 વિકેટ લીધી. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. શુક્રવારે ચેસ્ટર લે સ્ટ્રીટના રિવરસાઇડ ગ્રાઉન્ડ પર રમાયેલી મેચમાં, ઇંગ્લેન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા. જવાબમાં, વેસ્ટ ઇન્ડીઝની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 167 રન જ બનાવી શકી. બટલરે 96 રનની ઇનિંગ રમી
ઇંગ્લેન્ડ તરફથી જોસ બટલરે 59 બોલમાં 96 રનની શાનદાર ઇનિંગ રમી. બટલર ઉપરાંત જેમી સ્મિથે 38 અને જેકબ બેથેલે અણનમ 23 રન બનાવ્યા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડે 2 વિકેટ લીધી. અલ્ઝારી જોસેફ, રોસ્ટન ચેઝ અને આન્દ્રે રસેલે 1-1 વિકેટ લીધી. ડોસને 4 વિકેટ લીધી
જવાબમાં, વેસ્ટ ઈન્ડિઝ તરફથી કોઈ પણ ખેલાડી મોટી ઇનિંગ રમી શક્યો નહીં. એવિન લુઈસે સૌથી વધુ 39 રન બનાવ્યા. તેમના સિવાય રોસ્ટન ચેઝે 24, જોહ્ન્સન ચાર્લ્સે 18, રોમારિયો શેફર્ડ અને જેસન હોલ્ડરે 16-16 રન બનાવ્યા. ઇંગ્લેન્ડ તરફથી લિયામ ડોસને 20 રન આપીને સૌથી વધુ 4 વિકેટ લીધી. ઇંગ્લેન્ડે વન-ડે સિરીઝ 3-0 થી ક્લીન સ્વીપ કરી હતી
T20 શ્રેણી પહેલા, બંને ટીમ વચ્ચે એક ODI શ્રેણી રમાઈ હતી. જેમાં ઇંગ્લેન્ડે 3-0થી જીત મેળવી હતી. ODI સિરીઝમાં જો રૂટને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.