P24 News Gujarat

ન્યૂ યોર્કના રોડ પર અમદાવાદીની જાન, જોતી રહી ગઈ દુનિયા:’વોલ સ્ટ્રીટમાં માતાજીનાં ડાકલાં પર 400 જાનૈયા ઝૂમ્યા’, વિશ્વમાં છવાઈ ગયેલા ગુજરાતી વરરાજા કોણ?

થોડા સમય પહેલાં જ ન્યૂ યોર્કની વોલ સ્ટ્રીટમાં નીકળેલી જાનની ચર્ચા માત્ર અમેરિકામાં જ નહીં, આખી દુનિયામાં થઈ. નવાઈની વાત એ છે કે એક ગુજરાતીએ પોતાની જાન માટે ન્યૂ યોર્કની સૌથી બિઝી રહેતી સ્ટ્રીટને એક કલાક સુધી બંધ કરાવી ત્યારે ન્યૂ યોર્કના સ્થાનિકો અચરજમાં મુકાયા. આટલું જ નહીં, ન્યૂ યોર્ક મેયર ઑફિસે આ જાનને એક્સ્ટ્રા લાર્જ ઇવેન્ટ તો સ્થાનિકો ઐતિહાસિક ક્ષણ ગણાવી રહ્યા છે. જ્યારે વીડિયો વાઇરલ થયો ત્યારે આખી દુનિયા આ જાનને જોતી જ રહી ગઈ. ન્યૂ યોર્કમાં વેલકમ બ્રન્ચ ને ચા સાથે સેલિબ્રેશનની શરૂઆત
જાનમાં મૂળ ગુજરાતી ને મુંબઈમાં રહેતા DJ AJ એટલે કે અર્જુન શાહે પર્ફોર્મ કર્યું હતું. આ ઉપરાંત લગ્નમાં કલાકારોની વ્યવસ્થા અમદાવાદના ટ્રૂઇવેન્ટ્સના ઑનર જયદીપ મહેતાએ કરી હતી. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા એક્ટર દેવર્ષિ શાહ પણ આ લગ્નમાં હાજર રહ્યા હતા. મૂળ અમદાવાદીને વર્ષોથી બોસ્ટનમાં રહેતા વરુણ નાવાણી ને અમાન્ડા સોલે પોતાનાં લગ્નમાં કંઈક યુનિક કરવાનું નક્કી કર્યું હતું. 23 મેના રોજ ન્યૂ યોર્કની કોનાર્ડ હોટલમાં વેલકમ બ્રન્ચ ને ચા સાથે સેલિબ્રેશનની શરૂઆત થઈ. ત્યારબાદ ન્યૂયોર્કમાં ધ ગ્લાસહાઉસ હોટલમાં લૅવિશ સંગીત સેરેમની યોજાઈ હતી. વરુણના લગ્નમાં ગુજરાતી, સુરતી ને કાઠિયાવાડી ભોજન ખાસ પીરસાયું હતું. આટલું જ નહીં, ગુજરાતી મીઠાઈ માટે ગુજરાતથી બે ખાસ શૅફ પણ અમેરિકા ગયા હતા. ‘છ મહિના પહેલાં લગ્ન અંગે જાણ થઈ’
જયદીપભાઈ મહેતાએ આ લગ્નની તૈયારીમાં મહત્ત્વનો રોલ પ્લે કર્યો હતો. વાતચીત કરતાં તેઓ જણાવે છે, ‘મને છ મહિના પહેલાં એટલે કે નવેમ્બર-ડિસેમ્બર 2024માં વરુણનાં લગ્નની જાણ થઈ હતી. વરરાજાને એવું હતું કે તેણે યુનિક રીતે વરઘોડો કાઢવો છે. સામાન્ય રીતે અમેરિકામાં હોટલની લૉબીમાં અથવા તો બેન્ક્વેટ હોલમાં વરઘોડો કાઢવાનો અને પછી વરરાજા મંડપમાં જઈને લગ્ન કરે, પણ વરુણ પોતાના લગ્નમાં કંઈક અલગ કરવા માગતો હતો. વોલ સ્ટ્રીટમાં જાન કાઢવાનો વિચાર વરુણનો પોતાનો જ હતો.’ ‘કલાકારોને લાવવાની જવાબદારી મારી હતી’
વાતને આગળ વધારતાં જયદીપભાઈ કહે છે, ‘ઇન્ડિયામાં મોટાભાગે એક જ એજન્સી પર બધી જવાબદારી રહેતી હોય છે, પરંતુ અમેરિકામાં અલગ-અલગ કામો માટે અલગ-અલગ એજન્સી હોય અને એ રીતે વરુણનાં લગ્નમાં 18 એજન્સી હતી અને તેમાં હું એક હતો. મારું કામ લગ્નમાં અલગ-અલગ આર્ટિસ્ટને લાવવાના હતા. લગ્નમાં DJથી લઈને ઢોલી, સિંગર્સ-આર્ટિસ્ટ તમામની વ્યવસ્થા મેં કરી હતી. DJ અર્જુન શાહ, ‘ઇન્ડિયન આઇડલ’ ફૅમ મોહમ્મદ દાનિશ, મમતા ભારદ્વાજ તથા લગ્નગીતો સ્મિતા શાહે ગાયાં હતાં. અમેરિકામાંથી જ જાણીતો ઢોલી બોલાવવામાં આવ્યો હતો.’ ‘દરેક ફંક્શન ભવ્ય રીતે સેલિબ્રેટ કર્યા’
દેવર્ષિ શાહે કહ્યું હતું, ‘ફેમિલી વેડિંગ હોવાથી હું ગયો હતો. જ્યારે ખબર પડી કે વોલ સ્ટ્રીટમાં જાન નીકળવાની છે તો બધાની જેમ જ મને પણ ઘણું જ એક્સાઇટમેન્ટ હતું. લગ્નનાં દરેક ફંક્શન ભવ્ય રીતે કરવામાં આવ્યાં હતાં અને તેમાંથી વોલ સ્ટ્રીટની વાત યુનિક હતી. આનો દરેકને આનંદ-ઉત્સાહ હતો.’ ‘સંગીત સેરેમનીમાં સ્પેશિયલ ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું’
અમેરિકન્સને જાહેરમાં ડાન્સ કરવાની શરમ આવી હતી કે નહીં? તે સવાલના જવાબમાં દેવર્ષિ કહે છે, ‘જ્યારે આસપાસ ઉલ્લાસ ને ઉમંગનું વાતાવરણ હોય ત્યારે દરેક પર તેનો રંગ છવાઇ જાય એટલે એ લોકો પણ આજુબાજુની પરવા કર્યા વગર જે-તે કલ્ચરમાં મિક્સ થઈ જાય. અમે સંગીત સેરેમનીમાં કઝિન્સ ને ફ્રેન્ડ્સે ભેગા થઈને એક ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું હતું. ‘શાનદાર’, ‘ઇશ્ક તેરા તડપાવે…’ સહિતનાં અલગ-અલગ સોંગ્સ ભેગા કરીને એક સેગમેન્ટ તૈયાર કર્યું હતું. પર્ફોર્મન્સના બે અઠવાડિયાં પહેલાં અમે ઓનલાઇન પ્રેક્ટિસ શરૂ કરી હતી.’ ‘વોલ સ્ટ્રીટમાં પર્ફોર્મ કરવા અંગે એક્સાઇટેડ હતો’
DJ AJએ વરુણ નાવાણી ને અમાન્ડા સોલનાં વેડિંગનાં ચાર અલગ-અલગ ફંક્શનમાં પર્ફોર્મ કર્યું, જેમાં સંગીત, વેડિંગ, જાન ને રિસેપ્શન સામેલ છે. DJએ વાતચીતની શરૂઆત કરતાં કહ્યું, ‘ન્યૂ યોર્કમાં પર્ફોર્મ કરવાની જાણ દસેક દિવસ પહેલાં થઈ, ત્યારે એ ખ્યાલ નહોતો કે મારે વોલ સ્ટ્રીટમાં પર્ફોર્મ કરવાનું છે. તેની જાણ તો મને પર્ફોર્મ કરવાના પાંચેક દિવસ અગાઉ જ થઈ હતી. જ્યારે ખબર પડી કે મારે ત્યાં પર્ફોર્મ કરવાનું છે તો મને ઘણું જ એટલે ઘણું જ એક્સાઇટમેન્ટ હતું. જાન નીકળવાની 30 મિનિટ પહેલા પહોંચ્યો ને પેન ડ્રાઇવ મારી સાથે હતી તો બસ જઈને મારે તો ખાલી પ્લગ-ઇન કરવાનું હતું.’ ‘ગુજરાતીપણું દરેક ફંક્શનમાં જાળવ્યું’
જયદીપભાઈ મહેતા જણાવે છે, ‘ફંક્શનની વાત કરું તો, મહેંદી સેરેમની ને મંડપ મુહૂર્ત બોસ્ટનમાં થયાં, જ્યારે ત્રણ ફંક્શન ન્યૂ યોર્કમાં થયાં હતાં, જેમાં 24 મેના રોજ ન્યૂ યોર્ક સિપ્રિયાની હોટલમાં લગ્ન ને રિસેપ્શન થયું. 25 મેના રોજ યહૂદી વિધિથી લગ્ન ને પછી પાર્ટી યોજાઈ હતી. 26મીએ ફેરવેલ બ્રન્ચ સાથે મહેમાનોએ વિદાય લીધી. વરુણના લગ્નમાં ગુજરાતીપણું દરેક ફંક્શનમાં ઊડીને આંખે વળગ્યું હતું. જમવાની વાત કરું તો, ઇન્ડિયન, ગુજરાતી, કાઠિયાવાડી, શ્રીલંકન, અમેરિકન, મલેશિયન, ઇટાલિયન સહિત દુનિયાભરનું જમવાનું હતું. ગુજરાતી ફૂડનું સ્પેશિયલ કાઉન્ટર હતું અને તેમાં ગુજરાતની તમામે તમામ વાનગીઓ સર્વ કરવામાં આવી હતી.’ ‘વોલ સ્ટ્રીટની ફાઇનાન્સ ડિસ્ટ્રિક્ટમાં નોર્થથી સાઉથ જાન નીકળી’
જયદીપભાઈ કહે છે, ‘હવે વોલ સ્ટ્રીટની વાત કરું તો, ફાઇનાન્સ ડિસ્ટ્રિક્ટમાં નોર્થથી સાઉથ (અંદાજે 3.2 કિમી) સુધી જાન નીકળી હતી. 24 મે, પહેલાં હું વ્યવસ્થા જોવા માટે પાંચથી છવાર વોલ સ્ટ્રીટ ગયો હતો. જાન નીકળી ત્યારે પોલીસ સાદા ડ્રેસમાં ચોક્કસ અંતરે ઊભી રહી હતી અને આ જ કારણે મહેમાનો તથા જોનારાંઓને કોઈ જાતની અગવડ પડી નહોતી. આ ઉપરાંત સ્વયંસેવકો પણ હતા. જાન બપોરના સાડા ત્રણ વાગ્યે નીકળવાની હતી, પરંતુ હોટલ પર 12 વાગ્યાથી જ કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. વોલ સ્ટ્રીટ પર પાર્કિંગની વ્યવસ્થા નથી, તે સ્ટ્રીટ સતત ચાલતી રહે એટલે તેને બંધ કરાવવી મુશ્કેલ છે. DJની ગાડી હોટલ પર સવા ત્રણ વાગ્યે તૈયાર કરીને રાખવામાં આવી હતી અને સાડા ત્રણે ત્યાં પહોંચી ગયા હતા અને સાડા ચાર એટલે કે એક કલાક બાદ જાન હોટલ સિપ્રિયાની પહોંચી હતી.’ ‘ઇન્ડિયન-ગુજરાતી સાથે અંગ્રેજી ક્લાસિક મ્યૂઝિક મિક્સ કર્યું’
DJ મ્યૂઝિકની વાત કરતાં જણાવે છે, ‘નાવાણી પરિવારને મારા પર પૂરો વિશ્વાસ હતો એટલે તેમણે સોંગ સિલેક્શનમાં એક પણ સૂચનો આપ્યાં નહોતાં એટલે મેં મારી રીતે આખું પ્લે લિસ્ટ તૈયાર કર્યું હતું. આટલું જ નહીં, વરરાજા કે દુલ્હને પણ કોઈ સ્પેશિયલ સોંગની ડિમાન્ડ કરી નહોતી. મને સારી રીતે ખ્યાલ હતો કે ન્યૂ યોર્કમાં વેડિંગ છે તો મહેમાનોમાં માત્ર ગુજરાતી ના જ હોય એટલે ઇન્ડિયન-ગુજરાતી મ્યૂઝિકની સાથે સાથે અંગ્રેજી ક્લાસિક પણ મિક્સ કર્યું હતું.’ ‘વોલ સ્ટ્રીટમાં માતાજીનાં ડાકલાં વાગ્યાં’
‘વોલ સ્ટ્રીટમાં ‘માતાજીનાં ડાકલાં’ ને ‘ઓઢણી ઓઢું ને ઊડી ઊડી જાય…’ આ બે ગુજરાતી સોંગ પર મહેમાનો ગરબા રમ્યાં હતાં. આ ઉપરાંત ‘લડકી બડી અન્જાની…’ સહિત બોલિવૂડનાં ફેમસ સોંગ્સ હતાં. મહેમાનોમાં ગુજરાતી, અમેરિકન, બ્રાઇડ યહુદી છે એટલે તેમના મહેમાનો એ રીતે હતાં. વોલ સ્ટ્રીટમાં બધા જ એટલે 400 એ 400 જાનૈયાઓ હેવી ઇન્ડિયન આઉટફિટ ને જ્વેલરી સાથે હતાં. લોકોને આ રીતે જોઈને જ અમેરિકન્સ હેબતાઈ ગયા હતા’, તેમ જયદીપભાઈએ ઉમેર્યું હતું. ‘તેનુ લેકે’ પર આખું વોલ સ્ટ્રીટ ઝૂમ્યું’
વોલ સ્ટ્રીટમાં પ્લે કરેલા ગીતો અંગે DJ AJ કહે છે, ‘રંગીલો મારો ઢોલના’ પર જાનૈયાઓ પુષ્કળ નાચ્યા હતા. આ ઉપરાંત ‘ગલ્લાં ગુડિયાં…’, ‘બચના એ હસીનો…’, ‘બલમ પિચકારી..’, ‘શાવા શાવા…’, ‘સૌદા ખરા ખરા…’ સહિત 30-40 સોંગ્સ પ્લે કર્યાં હતાં. ‘તેનુ લેકે…’ સોંગ પર તો આખું વોલ સ્ટ્રીટ ઝૂમી ઊઠ્યું હોય તેવો માહોલ હતો. આ સોંગમાં અલગ જ એનર્જી જોવા મળી. સોંગ્સમાં બોલિવૂડ-પંજાબી ફેમસ પાર્ટી સોંગ્સ હતાં.’ રિહર્સલ કર્યું હતું કે નહીં તે અંગે અર્જુન શાહે કહ્યું, ‘સાચું કહું તો એવું કોઈ રિહર્સલ કર્યું નહોતું. હું તો આમ પણ વન મેન આર્મી છું અને રેગ્યુલર આ કામ કરતો હોઉં એટલે મારા માટે એવું નહોતું. મારે બસ ઢોલવાળા સાથે બીટ્સ મેચ કરવાની હતી.’ ‘દુલ્હને ગરબા ને ડાન્સ શીખવા ક્લાસિસ કર્યા’
જયદીપભાઈ જણાવે છે, ‘આટલું જ નહીં, જાનમાં નાચવા માટે દુલ્હન અમાન્ડાએ ભાંગડા-ગરબાના ક્લાસિસ પણ કર્યા હતા. માત્ર બ્રાઇડ જ નહીં, ઘણા અમેરિકન્સ મહેમાનોએ ક્લાસમાં જઈને ગરબા-ભાંગડા શીખ્યા હતા. વોલ સ્ટ્રીટમાં લોકો આ જાન જોઈને ગાંડા ગાંડા થઈ ગયા હતા. ખરી રીતે તો આને લગ્ન ઊજવ્યું જ કહેવાય. મહેમાનો ને લોકોએ ઘણી જ મજા કરી. સાચું કહું તો અમેરિકાના લોકોને આ રીતની જાન જોઈને જ નવાઈ લાગી હતી. તેમને ઇન્ડિયન કલ્ચર ઘણું જ ગમ્યું. જાનનો વીડિયો જ્યારે વાઇરલ થયો ત્યારે દુનિયાભરમાંથી મેસેજની ભરમાર થઈ. મોટાભાગના લોકોએ એક જ વાત કરી કે ભારતીયો માટે ગર્વની ક્ષણ છે.’ ‘400 લોકોને નાચતા જોવા એક લ્હાવો છે’
ગુજરાતમાં તો જાનૈયાઓ ડાન્સ કરવાનું ચાલુ કરે એટલે મંડપમાં આવતાં વાર જ લગાડે, અમેરિકામાં આવું કંઈ હતું કે નહીં તે અંગે DJ જણાવે છે, ‘ના…ના.. ત્યાં તો બધું જ ઓર્ગેનાઇઝ્ડ કલ્ચર જોવા મળે. જે ટાઇમ હોય તે પ્રમાણે જ બધું થાય. ત્યાં તો એક મિનિટ મોડું કે વહેલું જોવા ના મળે. આસપાસના માહોલની વાત કરું તો, તમામ જગ્યાએ યોગ્ય ડિસ્ટન્સમાં બેરિકેડ્સ લગાવવામાં આવ્યા હતા. તેની પાછળ લોકો લાઇનબદ્ધ ઊભાં હતાં. જ્યારે જાન નીકળી તો શરૂઆતમાં તેમને લાગ્યું કે આ કોઈ કાર્નિવલ કે પરેડ છે, પરંતુ થોડીક ક્ષણોમાં ખ્યાલ આવી ગયો કે આ ઇન્ડિયન બારાત છે. જોનારાં આ ક્ષણને ફોનમાં ક્લિક કરવા આતુર હતા. દરેક આ ક્ષણને માણી રહ્યું હતું. કેટલાક ડાન્સ કરતા તો કેટલાંક બિગ સ્માઇલ સાથે મ્યૂઝિક પર તાળીઓ પાડતા. તેમના ચહેરા પર પણ ખુશી જોવા મળતી. ખરી રીતે તો આ ક્ષણને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ છે. જાનમાં તો 400 લોકો હતા અને તમામે તમામ મજાક મસ્તી સાથે ડાન્સ કરતા. એ લોકોની એનર્જી ને ઉત્સાહ તો કમાલના હતા. બ્રાઇડ ને ગ્રુમ મારા પર્ફોર્મન્સથી ઘણાં જ ખુશ હતા.’ ‘વીડિયો વાઇરલ થયો ત્યારે તો હું સૂતો હતો’
DJ AJ વોલ સ્ટ્રીટની યાદગાર ક્ષણને યાદ કરતાં કહે છે, ‘જાનમાં એક સોંગ પર 400 લોકોને બે હાથ ઊંચા કરવાનું કહ્યું ત્યારે એક સાથે 800 હાથ જોવા મળ્યા તે ક્ષણ ખરેખર અદભુત ને અવિસ્મરણીય હતી. મને તો આ વીડિયો વાઇરલ થયો તેની જાણ બહુ પછીથી થઈ. મેં તો જસ્ટ સો.મીડિયામાં વીડિયો અપલોડ કર્યો અને પછી સૂઈ ગયો. જ્યારે સો.મીડિયા ઓપન કર્યું ત્યારે ઢગલો કમેન્ટ્સ હતી અને મને થયું કે યાર…. આ શું છે? કમેન્ટ્સની વાત કરું તો અમેઝિંગ, પ્રાઉડ, ગુજરાતીઓ મજા કરી, ઐતિહાસિક ક્ષણ… એવી બધી જ હતી.’ ‘સપનેય ખ્યાલ નહોતો કે વીડિયો વાઇરલ થશે’
દેવર્ષિએ જાન અંગે જણાવ્યું, ‘વોલ સ્ટ્રીટમાં DJ ને મ્યૂઝિક હોય પછી તો પૂછવું જ શું? પરિવાર મન મૂકીને જાનમાં નાચ્યો છે. અમને ભાંગડાથી લઈને ગરબા રમવાની મજા આવી. માત્ર ઇન્ડિયન્સ જ નહીં, અમેરિકન્સ પણ મનમૂકીને ગરબા રમ્યાં. અમે બધા પોત-પોતાની મસ્તીમાં જ હતાં. અમારામાંથી કોઈને એ સપનેય ખ્યાલ નહોતો કે આ વીડિયો આ રીતે વાઇરલ થશે. અમારા મનમાં એ વિચાર પણ ત્યારે નહોતો કે અમે વોલ સ્ટ્રીટમાં નાચીએ છીએ. આપણે જે રીતે ગુજરાતમાં વરઘોડો કાઢીએ ને મસ્તી કરીએ તે જ રીતે અમે ત્યાં કરી હતી. અમાન્ડા ને વરુણની એન્ટ્રી હતી તે બેસ્ટ મોમેન્ટ હતી. લગ્નનો આખો પ્રોગ્રામ બે અઠવાડિયાંનો હતો અને મામેરું, હલ્દી, મહેંદી, મોસાળું, મંડપ મુહૂર્ત સહિતની તમામે તમામ ગુજરાતી વિધિ કરવામાં આવી હતી. આખા ફંક્શનની બેસ્ટ મોમેન્ટ કહું તો સંગીત સેરેમનીમાં વરુણના પિતાએ ફાધર-સન અંગે સ્પીચ આપી હતી. મારા માટે આ ઇમોશનલ ક્ષણ હતી.’ ‘પરમિશન લેવા ગયા તો હેડે કહ્યું, તમારા લોકો જાહેરમાં નાચશે, શરમાશે નહીં?’
જયદીપભાઈ જણાવે છે, ‘સૌથી રસપ્રદ વાત કરું તો, જ્યારે ન્યૂ યોર્કમાં વોલ સ્ટ્રીટ માટેની પરમિશન લેવા ગયા ત્યારે ત્યાંના ડિપાર્ટમેન્ટ હેડને પહેલાં તો નવાઈ લાગી. પછી તેણે એવું પૂછ્યું કે તમને લાગે છે કે લોકો રસ્તા પર ડાન્સ કરશે? અમારા લોકો હોટલ કે હોલ કે પછી રૂમમાં ડાન્સ કરે. આ રીતે જાહેરમાં ડાન્સ કરે જ નહીં. તેમનો તો શરમ આવે. ત્યારે અમે જવાબ આપ્યો હતો કે અમે ભારતીયો છીએ અને તમે જ્યારે જાન નીકળે ત્યારે જોજો કે શું થાય છે? ને સાચે જ જ્યારે જાનમાં બધાને આ રીતે નાચતા જોયા ત્યારે માત્ર ન્યૂ યોર્ક જ નહીં, આખું અમેરિકા મોંમાં આંગળાં નાખી ગયું. સો.મીડિયામાં પણ આ લગ્નને પોઝિટિવ રીતે લેવામાં આવ્યા અને અમેરિકન્સને ખ્યાલ આવ્યો કે ઇન્ડિયન કલ્ચર શું છે અને તે કેવી રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે. ભારતીયોની વાત કરું તો તેમને એ વાત બહુ જ ગમી કે આપણે આખી વોલ સ્ટ્રીટ કલાક માટે બંધ કરાવી દીધી.’ ‘લગ્નમાં ‘ઇડરિયો ગઢ જીત્યા..’ પર મહેમાનો ઝૂમ્યાં’
વાતને આગળ વધારતાં જયદીપભાઈ બોલ્યા, ‘લગ્ન ન્યૂ યોર્કની સિપ્રિયાની હોટલમાં થયાં હતાં. લગ્નગીતમાં અલગ-અલગ ગુજરાતી ગીતો ગવાયાં હતાં, પરંતુ ‘અમે ઈડરિયો ગઢ જીત્યા, આનંદ ભયો…’ ગીત પર મહેમાનો ઝૂમ્યા હતા. સપ્તપદી પહેલાં ગુજરાતીમાં અને પછી અંગ્રેજીમાં સમજાવવામાં આવ્યું કે ઇન્ડિયન વેડિંગમાં કેમ ચાર ફેરા ને સાત વચનો હોય છે. નોન ઇન્ડિયન્સને આ ખ્યાલ જ ના હોય એટલે તેમના માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.’ વોલ સ્ટ્રીટ બંધ કરાવવા લાખો ખર્ચ્યા
વોલ સ્ટ્રીટ કલાક સુધી બંધ કરાવવી એ બચ્ચાના ખેલ નથી. વરુણ નાવાણીએ વોલ સ્ટ્રીટમાં જાન કાઢવા માટે એક-બે નહીં, પરંતુ 28 અલગ-અલગ પરમિટ લીધી હતી. માત્ર વોલ સ્ટ્રીટ બંધ કરાવવા માટે લોકેશન દીઠ એટલે કે એક લોકેશન પાછળ 25થી 66 હજાર ડૉલર (અંદાજે, 21 લાખથી 56 લાખ રૂપિયા)નો ખર્ચ કર્યો. વર-વધૂ કોણ છે?
જાનમાં વરુણ આઇવરી શેરવાની તથા અમાન્ડા ભારતના જાણીતા ફેશન ડિઝાઇનર સબ્યાસાચીએ ડિઝાઇન કરેલા રેડ લહેંગામાં જોવા મળી હતી. વરુણે જાનમાં વ્હાઇટ ફેટોન એક્સક્લુબર કારમાં ધમાકેદાર એન્ટ્રી મારી હતી. વરુણ નાવાણી અમેરિકાના બોસ્ટનમાં રહે છે. વરુણ AI પ્લેટફોર્મ રોલાઇના CEO છે. આ પ્લેટફોર્મ લોકોને ડેટા સાયન્સ તથા મશીન લર્નિંગ શીખવે છે. 2023માં બોસ્ટનની ફોર્બ્સ એડિશનમાં વરુણ નાવાણી અન્ડર 30માં સામેલ હતા. અમાન્ડાની વાત કરીએ તો તે માસ્ટરકાર્ડમાં લીગલ કમ્પ્લાયન્સ એન્ડ રિસ્ક મેનેજમેન્ટમાં ડિરેક્ટર છે. ગુજરાતી મીઠાઈ માટે ગુજરાતથી શૅફ બોલાવવામાં આવ્યા
શૅફ વિપુલ ગુપ્તાએ અલગ-અલગ ફંક્શનના જમણવાર અંગે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, ‘લગ્ન માટે 80 જેટલા શૅફ વર્ષ પહેલાં બુક કરીને રાખવામાં આવ્યા હતા. વરુણનો પરિવાર ગુજરાતી ને અમાન્ડા અમેરિકન યહુદી છે એટલે બંનેના ટેસ્ટ પ્રમાણે વાનગીઓ રાખવામાં આવી હતી. લગ્નમાં પ્યોર વેજિટેરિયન ફૂડ સર્વ કરવામાં આવ્યું હતું. આ એક લગ્નમાં 80-100 શૅફે આખું અઠવાડિયું કામ કર્યું છે. મિયામી, ટેક્સાસ, મેક્સિકો, ફ્રાંસ, ઇટલી, ઇન્ડિયા તથા એશિયામાંથી શૅફ બોલાવવામાં આવ્યા હતા. ફૂડમાં પંજાબી, હિમાચલી, સુરતી, કાઠિયાવાડી, રાજસ્થાની તથા બિહારી ફૂડ સૌથી વધુ હાઇલાઇટ થયું હતું. બધાને પંજાબી ફૂડ વધારે ભાવ્યું. મીઠાઈની વાત કરું તો ગુજરાતનું હલવાસન, સુતરફેણી ખાસ બનાવવામાં આવી હતી. આ બંને સ્વીટ્સ માટે મને બહુ જ બધા કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા. સુતરફેણી-હલવાસન તથા અન્ય ગુજરાતી મીઠાઇ માટે હું ગુજરાતથી બે શૅફ લઈને અમેરિકા ગયો હતો.’

​થોડા સમય પહેલાં જ ન્યૂ યોર્કની વોલ સ્ટ્રીટમાં નીકળેલી જાનની ચર્ચા માત્ર અમેરિકામાં જ નહીં, આખી દુનિયામાં થઈ. નવાઈની વાત એ છે કે એક ગુજરાતીએ પોતાની જાન માટે ન્યૂ યોર્કની સૌથી બિઝી રહેતી સ્ટ્રીટને એક કલાક સુધી બંધ કરાવી ત્યારે ન્યૂ યોર્કના સ્થાનિકો અચરજમાં મુકાયા. આટલું જ નહીં, ન્યૂ યોર્ક મેયર ઑફિસે આ જાનને એક્સ્ટ્રા લાર્જ ઇવેન્ટ તો સ્થાનિકો ઐતિહાસિક ક્ષણ ગણાવી રહ્યા છે. જ્યારે વીડિયો વાઇરલ થયો ત્યારે આખી દુનિયા આ જાનને જોતી જ રહી ગઈ. ન્યૂ યોર્કમાં વેલકમ બ્રન્ચ ને ચા સાથે સેલિબ્રેશનની શરૂઆત

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *