P24 News Gujarat

ઉપલેટામાં 19 વર્ષમાં પાર્સલ બોમ્બના બે બનાવ, બન્નેમાં એક પેટર્ન:25 સાક્ષી અને 51 પુરાવા, છતાં 68 વર્ષના વૃદ્ધ આરોપી નિર્દોષ જાહેર, કોર્ટમાં પોલીસ કેમ ભોંઠી પડી?

રાજકોટના ઉપલેટામાં આવેલી શ્રી કિષ્ના સ્કૂલના પ્રિન્સિપાલ વલ્લભભાઈ ડોબરિયાને કુરિયર મારફતે એક ગિફ્ટનું પાર્સલ મળ્યું હતું. ત્રણ દિવસ સુધી પ્રિન્સિપાલે વ્યસ્તતાના કારણે પાર્સલ ખોલ્યું ન હતું. એક દિવસ જ્યારે તેઓ પોતાની ઓફિસમાં એકલા હતા ત્યારે પાર્સલ ખોલવા લાગ્યા. એ સમયે તેમને થર્મોકોલના બોક્સમાં પડેલા કાણામાંથી વાયર જોવા મળ્યો એટલે શંકા ગઈ. તેમણે તરત જ પાર્સલને સ્કૂલના ખુલ્લા મેદાનમાં મુકી દીધું અને પોલીસને બોલાવી લીધી. બોમ્બ ડિફ્યૂઝ સ્ક્વોડ તેમજ એફએસએલની ટીમે દૂર જઈને સલામતી સાથે પાર્સલ ખોલ્યું અને બોમ્બને ડિફ્યૂઝ કરી દીધો હોવાનો દાવો કર્યો. ઉપલેટામાં આવો જ એક બનાવ બે દાયકા પહેલાં 1999માં બન્યો હતો. ગાંધી ચોક વિસ્તારમાં રહેતા એ સમયના જાણીતા આર્કિટેક્ટ અને કરવેરા સલાહકાર રતિલાલ પાદરિયાને એક પાર્સલ બોમ્બ મળ્યો હતો. તેમણે પાર્સલ ખોલ્યું અને બ્લાસ્ટ થયો. જેમાં તેમનું અને તેમની પાસે બેસેલા કોંગ્રેસના આગેવાન ગિરીશભાઇ સોજીત્રાનું મૃત્યુ થયું હતું. જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. પરંતુ આ કેસ ઉકેલાયો ન હતો. 2018માં પણ આવી જ પેટર્નથી પાર્સલ બોમ્બ આવ્યું પણ પ્રિન્સિપલ બચી ગયા. પણ આ ઘટનાથી સામાન્ય લોકોને જે જૂની વાત યાદ આવી, પોલીસે પણ એ જ બાબતે ગંભીરતા દાખવી. રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી અને જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ પોલીસની પાંચ ટીમ બનાવી અને તપાસ શરૂ કરી જેથી અગાઉની જેમ કેસ વણઉકેલ્યો ન રહે. તપાસ દરમિયાન અમરેલીમાં એક વૃદ્ધ બેગ સાથે દેખાયા અને તેમણે જ પાર્સલ મોકલ્યું હોવાની પોલીસને શંકા હતી. આટલી વિગતો તમે ક્રાઇમ ફાઇલના પહેલા એપિસોડમાં વાંચી. હવે જાણો કે સ્કૂલ બેગ લઈને અમરેલીમાં કુરિયર ઓફિસે પહોંચેલા વૃદ્ધને પોલીસે કેવી રીતે શોધ્યા? વૃદ્ધે શું જવાબ આપ્યા? અને આ કેસ ઉકેલાયા પછી પણ પોલીસ અધિકારીઓ મોંમા આંગળા નાખતા કેમ રહી ગયા? તપાસ ટીમના તમામ સભ્યો સાંજના સમયે મળતા અને કેસમાં શું-શું અપડેટ મળી એ વિશે એકબીજાને જાણકારી આપતા હતા. આવી જ એક સાંજે મિટિંગ થઈ. જેમાં એસઓજી પીઆઈ રાણાએ સીસીટીવી ફૂટેજમાં દેખાયેલા શકમંદ વૃદ્ધ વિશે માહિતી આપી. આ સાથે જ તેમણે બે દાયકા પહેલાના બોમ્બ વિસ્ફોટમાં જે તે સમયે તપાસ અધિકારીએ શકમંદના સ્કેચ બનાવડાવ્યા હોય તો એ સ્કેચને ફૂટેજ સાથે મેચ કરવાની પણ વાત મૂકી. મિટિંગ પૂરી થયા બાદ પોલીસે 1999માં ઉપલેટામાં થયેલા પાર્સલ બોમ્બના કેસની ફાઇલ પરથી ધૂળ ખંખેરી અને એ સમયે કઈ-કઈ દિશામાં તપાસ થઈ હતી? કોને પૂછપરછ માટે બોલાવ્યા હતા? શકમંદોના કેટલા સ્કેચ તૈયાર થયા હતા? એ તમામ વિગતોની ચકાસણી શરૂ કરી દીધી હતી. તપાસમાં જોડાયેલા કર્મચારીઓએ તમામ સ્કેચને બારીકાઈથી જોયા. પછી સીસીટીવી ફૂટેજમાં દેખાયેલા શકમંદ સાથે સરખાવ્યા હતા. જેની કદ-કાઠી, હેરસ્ટાઈલ અને પહેરવેશમાં સામ્યતા જોવા મળી એને અલગ તારવ્યા. પીઆઈ રાણાએ જૂના કેસમાં શકમંદોના નિવેદન વાંચ્યા અને પછી એ તમામ શકમંદની ફરી પૂછપરછ કરવાની મંજૂરી પણ વિભાગ પાસેથી માગી લેવામાં આવી હતી. બીજી તરફ જે પ્રિન્સિપાલની હત્યા કરવાના ઈરાદે બોમ્બ મોકલાયો હતો એ વલ્લભભાઈ ડોબરિયાની પૂછપરછમાં પણ એક મહત્વની કડી મળી હતી. તેમની એક મિલકતનો વિવાદ ચાલતો હતો. જેમાં સામાપક્ષે મૂળ ઉપલેટાના અને બનાવ બન્યો એ સમયે રાજકોટ રહેતા નાથાભાઈ ડોબરિયા હતા. બન્ને પક્ષકારો આ મામલે કોર્ટ સુધી પણ ભૂતકાળમાં પહોંચ્યા હતા. નાથા ડોબરીયા….આ નામ ધ્યાને આવતા જ પીઆઈ રાણાની આંખો ચમકી ગઈ. કારણ કે જ્યારે 1999ના પાર્સલ બ્લાસ્ટ કેસની ફાઇલ ખોલી હતી એમાં પણ આ જ વ્યક્તિનું નામ હતું. પીઆઈએ તાત્કાલિક ધોરણે જૂના કેસની ફાઇલ મંગાવી અને ફરીથી એની વિગતો ચકાસી. નાથાભાઈ ડોબરિયાને પોલીસે એ સમયે પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા. જો કે પૂછપરછ બાદ છોડી મૂકવામાં આવ્યા હતા. નોંધવા જેવી વાત એ હતી કે 1999માં બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા રતિલાલ પાદરિયા અને અત્યારે જેની હત્યાનો પ્રયાસ થયો એ વલ્લભભાઈ ડોબરિયાને એકબીજા સાથે કોઈ લેવાદેવા ન હતા. પણ રતિલાલની હત્યા અને વલ્લભભાઈની હત્યાના પ્રયાસમાં કૉમન નામ નાથાભાઈ ડોબરિયાનું નીકળ્યું. એટલે હવે પોલીસે નાથાભાઈ ડોબરિયાની શોધખોળ શરૂ કરી. એસઓજી પીઆઇ રાણા ટીમ સાથે તરત જ રાજકોટ પહોંચી ગયા. ત્યાં નાના મવા સર્કલ નજીક એક ફ્લેટમાં પુત્ર સાથે નાથાભાઈ ડોબરિયા રહેતા હતા. એ સમયે તેમની ઉંમર 68 વર્ષ હતી. પોલીસ તેમના ઘરના દરવાજે પહોંચી ગઈ. પોલીસને જોતા જ નાથાભાઈએ સવાલ કર્યો, ‘બોલો સાહેબ, કોનું કામ છે?’ પોલીસ સામે હોવા છતાં નાથાભાઈ ડોબરિયાના ચહેરાના હાવ-ભાવમાં જરા પણ ફેર પડ્યો ન હતો. આ વાત પોલીસકર્મીઓએ પણ નોટિસ કરી. વૃદ્ધ જે નિર્દોષ ભાવે પોલીસ સાથે વાત કરી રહ્યા હતા એ જોઇને પોલીસને પણ એકવાર તો સવાલ થયો કે શું આવા વૃદ્ધની પાર્સલ બોમ્બમાં સંડોવણી હશે? જો કે પીઆઇ રાણાને પૂરી શંકા હતી કે પાર્સલ બોમ્બના તાર આ વૃદ્ધ સાથે જ જોડાયેલા છે. પીઆઈ રાણાએ નાથાભાઈ ડોબરિયાને મિલકતના કેસમાં નિવેદન લેવાનું છે તેમ કહીને જીપમાં બેસાડ્યા અને જિલ્લા પોલીસવડાની ઓફિસે લઈ લાવ્યા. ઘણા સમય સુધી પૂછપરછ કરી પણ વૃદ્ધ એકના બે ન થયા. તેમણે સ્વીકાર્યું જ નહીં કે વલ્લભભાઈ ડોબરિયાને પોતે પાર્સલ બોમ્બ મોકલ્યો હતો. થોડીવારમાં તત્કાલીન એસપી બલરામ મીણા, ડીવાયએસણી ભરવાડ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારીની હાજરીમાં જ પીઆઇ રાણાએ નાથાભાઈ ડોબરીયાને પૂછ્યું. આખરે પોલીસે એક મહત્વનું પાસું ફેક્યું અને સીસીટીવી ફૂટેજ બતાવ્યા. અંતે નાથાભાઈએ પાર્સલ બોમ્બ પોતે જ મોકલ્યો હોવાનો પોલીસ સમક્ષ એકરાર કરી લીધો હતો. નાથાભાઈએ રિમાન્ડ દરમિયાન કરેલી કબૂલાત મુજબ, ઉપલેટાની એક મિલકત મામલે સ્કૂલ સંચાલક વલ્લભભાઇ ડોબરિયા સાથે વિવાદ ચાલે છે. મકાન પેટે વલ્લભભાઈ પાસેથી રૂપિયા 6 લાખ લેવાના નીકળે છે. પરંતુ વલ્લભભાઈ પૈસા આપતા નથી. જૂન, 2018માં પૈસાની ઉઘરાણી માટે ક્રિષ્ના સ્કૂલમાં વલ્લભભાઈને મળવા ગયો ત્યારે વલ્લભભાઈએ ગાળો ભાંડી હતી અને અપમાન કરીને કાઢી મૂક્યો હતો. હળહળતા અપમાનનો બદલો લેવા ખોફનાક યોજના ઘડી કાઢી હતી. પાર્સલ બોમ્બ ડિફ્યૂઝ કર્યો એ સમયે પોલીસને ટોટા મળ્યા હતા. જેનો ઉપયોગ કૂવા ગાળવા તથા ક્વોરીમાં બ્લાસ્ટ કરવા માટે થાય છે. ટોટા ક્યાંથી આવ્યા હોઈ શકે? આ સવાલનો જવાબ પોલીસને નાથાભાઈના એક પાડોશી પાસેથી મળ્યો. સીઆરપીસી 164 મુજબ નોંધાવેલા નિવેદનમાં નાથાભાઈના એક પાડોશીએ પોલીસ પૂછપરછમાં એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, એક દિવસ નાથાભાઈ મને ફ્લેટના પાર્કિંગમાં મળ્યા હતા. નાથાભાઈએ મને પૂછ્યું હતું, રસીકભાઈ હમણા કેમ દેખાતા નથી? તો મેં કહ્યું હતું, ખેતીવાડીનું અને કૂવો ગાળવાનું કામ ચાલે છે. ત્યારબાદ તેઓ ફરી મને એકવાર મળ્યા. ત્યારે મને કહ્યું, મારા ગુરૂની જગ્યા જટાશંકર જૂનાગઢ ખાતે પાણી ખૂટી ગયું છે. તો તમારા કોન્ટ્રાકટરને કહો કે કૂવો ગાળવાના પાંચ-સાત ટોટા (ડેટોનેટર) મને આપે. આથી મેં તેમને જણાવ્યું હતું કે, આવી રીતે ટોટા અપાય નહીં અને આ આપણું કામ નથી. આટલી વાત કરીને અમે છુટા પડ્યા હતા. પછી હું મારા ગામ જતો રહ્યો હતો. થોડા દિવસ પછી નાથાભાઈનો મારા ઉપર ફોન આવ્યો હતો. તેમણે મને કહ્યું, રસીકભાઈ ધર્માદાનું કામ છે. તો તમે તમારા કોન્ટ્રાક્ટરને કહો કે અવાજ (ટોટા) આપે. મેં મારા કોન્ટ્રાકટરને આ વાત કરી. ત્યારે કોન્ટ્રાક્ટરે મને કહ્યું હતું કે તમારા જાણીતા અને વિશ્વાસુ હોય તો ટોટા આપું. નહીંતર આપી શકાય નહીં. આથી મેં કહ્યું કે પુણ્યનું કામ છે આપી શકાય તો આપ. છેલ્લે નાથાભાઈ મારી વાડીએ આવીને ટોટા લઈ ગયેલા. તેમણે કોન્ટ્રાક્ટરને આ ટોટા બદલ 500 રૂપિયા મારી હાજરીમાં આપ્યા હતા. હવે પોલીસે તપાસ આગળ વધારી અને પાર્સલની સાથે પ્રિન્ટેડ શુભેચ્છા સંદેશ ક્યાં છપાવવામાં આવ્યો એ શોધી કાઢ્યું. પોલીસે રાજકોટના બાલાજી હોલમાં કોમ્પ્યુટર જોબવર્ક કરતા અનિલ ગોંડલિયાનું પણ સીઆરપીસી 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લીધું. જેમાં અનિલે કહ્યું હતું, તારીખ 5 અથવા 6 ઓક્ટોબર 2018ના રોજ નાથાભાઈ મારી પાસે એક લેટર ટાઇપ કરાવવા માટે આવ્યા હતા. જેમાં તેમણે લખાવ્યું હતું કે હું તમારી સ્કુલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું. હું તમને ગિફ્ટ આપવા માગુ છું. ગિફ્ટ પેકમાં એક મૂર્તિ મોકલાવું છું. આ મૂર્તિ દિવસમાં ત્રણ વખત રંગ બદલશે. આમ, કોમ્પ્યુટર પર લેટર ટાઇપ કરનારે તેને જેટલું લખાણ યાદ હતું એ મેજિસ્ટ્રેટ સમક્ષ કહી દીધું હતું. પોલીસે આવી રીતે 25 સાક્ષીઓના નિવેદન લીધા અને 51 પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. એવું માનવામાં આવી રહ્યું હતું કે 1999માં થયેલી હત્યા અને 2018માં વલ્લભભાઈની હત્યાના પ્રયાસમાં નાથાભાઈ ડોબરિયા કસૂરવાર જાહેર થશે. પરંતુ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ આ કેસમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. ફરિયાદી પક્ષની સામે બચાવ પક્ષે પણ ધારદાર દલીલો, સાક્ષીઓના નિવેદન તથા પુરાવા પર ઉઠાવેલા સવાલના કારણે કેસ પલટાઈ ગયો હતો. આ સમયના ઉપલેટાના તત્કાલીન પીઆઈ એચ. જી. પલ્લાચાર્યએ કરેલા ત્રણ પંચનામા પર સવાલ ઉઠ્યા હતા. જેમાં એક જ તારીખે અને એક જ સમયે આરોપીને સાથે રાખી ત્રણ અલગ-અલગ જગ્યાએ પંચનામા થયા હોવાનું રેકોર્ડ થયું હતું. વળી, પાર્સલ બોમ્બનો જ્યાં નાશ કરવામાં આવ્યો હતો એ જગ્યાએ કોઈ વિસ્ફોટકનાં અંશો મળ્યા હોવાનું કોર્ટમાં સાબિત ન થઈ શક્યું. નાથાભાઈ પાસે નવ નંગ ડેટોનેટર (ટોટા) ક્યાંથી આવ્યા? એ વાત પણ રેકોર્ડ પર સાબિત ન થઈ શકી. છતાં પણ તત્કાલીન કલેક્ટર ડૉ.રાહુલ ગુપ્તાએ એક્સ્પ્લોઝીવ એક્ટની કલમ 4,5 અને 6 લગાવવાની મંજૂરી આપી હતી. પરંતુ આ કલમ લગાવવાનો આધાર-પુરાવો કોર્ટમાં ટકી ન શક્યો. એટલે આરોપી નાથાભાઈને ખોટી રીતે સંડોવી દેવાનું ફલિત થતું હતું. આ કેસમાં ફરીયાદી પક્ષ તથા આરોપી પક્ષ દ્વારા વિસ્તૃત દલીલો કરવામાં આવી હતી. આરોપી પક્ષે સુપ્રીમ કોર્ટ તથા અલગ-અલગ હાઇકોર્ટના અભિપ્રાયો રજૂ કરાયા હતા. નાથાભાઈના વકીલ ચંદુલાલ પટેલની દલીલો ધ્યાને લઈ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે નાથા ડોબરિયાને નિર્દોષ ઠેરવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. પરંતુ ઉપલેટાના 1999 અને 2018માં પાર્સલ બોમ્બનો નક્કર જવાબ હજુ સુધી મળી શક્યો નથી. જ્યારે સ્કૂલ પ્રિન્સિપાલને ગિફ્ટ બોક્સમાં બોમ્બ મોકલ્યો: એક જ ઝાટકે આખા પરિવારને ઉડાવી દેવાનો હતો પ્લાન, 68 વર્ષના વૃદ્ધ માસ્ટરમાઇન્ડ હોવાના પુરાવાએ પોલીસને દોડતી કરી. પાર્ટ-1 વાંચવા માટે અહીં ક્લિક કરો.

​રાજકોટના ઉપલેટામાં આવેલી શ્રી કિષ્ના સ્કૂલના પ્રિન્સિપાલ વલ્લભભાઈ ડોબરિયાને કુરિયર મારફતે એક ગિફ્ટનું પાર્સલ મળ્યું હતું. ત્રણ દિવસ સુધી પ્રિન્સિપાલે વ્યસ્તતાના કારણે પાર્સલ ખોલ્યું ન હતું. એક દિવસ જ્યારે તેઓ પોતાની ઓફિસમાં એકલા હતા ત્યારે પાર્સલ ખોલવા લાગ્યા. એ સમયે તેમને થર્મોકોલના બોક્સમાં પડેલા કાણામાંથી વાયર જોવા મળ્યો એટલે શંકા ગઈ. તેમણે તરત જ પાર્સલને સ્કૂલના ખુલ્લા મેદાનમાં મુકી દીધું અને પોલીસને બોલાવી લીધી. બોમ્બ ડિફ્યૂઝ સ્ક્વોડ તેમજ એફએસએલની ટીમે દૂર જઈને સલામતી સાથે પાર્સલ ખોલ્યું અને બોમ્બને ડિફ્યૂઝ કરી દીધો હોવાનો દાવો કર્યો. ઉપલેટામાં આવો જ એક બનાવ બે દાયકા પહેલાં 1999માં બન્યો હતો. ગાંધી ચોક વિસ્તારમાં રહેતા એ સમયના જાણીતા આર્કિટેક્ટ અને કરવેરા સલાહકાર રતિલાલ પાદરિયાને એક પાર્સલ બોમ્બ મળ્યો હતો. તેમણે પાર્સલ ખોલ્યું અને બ્લાસ્ટ થયો. જેમાં તેમનું અને તેમની પાસે બેસેલા કોંગ્રેસના આગેવાન ગિરીશભાઇ સોજીત્રાનું મૃત્યુ થયું હતું. જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. પરંતુ આ કેસ ઉકેલાયો ન હતો. 2018માં પણ આવી જ પેટર્નથી પાર્સલ બોમ્બ આવ્યું પણ પ્રિન્સિપલ બચી ગયા. પણ આ ઘટનાથી સામાન્ય લોકોને જે જૂની વાત યાદ આવી, પોલીસે પણ એ જ બાબતે ગંભીરતા દાખવી. રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી અને જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ પોલીસની પાંચ ટીમ બનાવી અને તપાસ શરૂ કરી જેથી અગાઉની જેમ કેસ વણઉકેલ્યો ન રહે. તપાસ દરમિયાન અમરેલીમાં એક વૃદ્ધ બેગ સાથે દેખાયા અને તેમણે જ પાર્સલ મોકલ્યું હોવાની પોલીસને શંકા હતી. આટલી વિગતો તમે ક્રાઇમ ફાઇલના પહેલા એપિસોડમાં વાંચી. હવે જાણો કે સ્કૂલ બેગ લઈને અમરેલીમાં કુરિયર ઓફિસે પહોંચેલા વૃદ્ધને પોલીસે કેવી રીતે શોધ્યા? વૃદ્ધે શું જવાબ આપ્યા? અને આ કેસ ઉકેલાયા પછી પણ પોલીસ અધિકારીઓ મોંમા આંગળા નાખતા કેમ રહી ગયા? તપાસ ટીમના તમામ સભ્યો સાંજના સમયે મળતા અને કેસમાં શું-શું અપડેટ મળી એ વિશે એકબીજાને જાણકારી આપતા હતા. આવી જ એક સાંજે મિટિંગ થઈ. જેમાં એસઓજી પીઆઈ રાણાએ સીસીટીવી ફૂટેજમાં દેખાયેલા શકમંદ વૃદ્ધ વિશે માહિતી આપી. આ સાથે જ તેમણે બે દાયકા પહેલાના બોમ્બ વિસ્ફોટમાં જે તે સમયે તપાસ અધિકારીએ શકમંદના સ્કેચ બનાવડાવ્યા હોય તો એ સ્કેચને ફૂટેજ સાથે મેચ કરવાની પણ વાત મૂકી. મિટિંગ પૂરી થયા બાદ પોલીસે 1999માં ઉપલેટામાં થયેલા પાર્સલ બોમ્બના કેસની ફાઇલ પરથી ધૂળ ખંખેરી અને એ સમયે કઈ-કઈ દિશામાં તપાસ થઈ હતી? કોને પૂછપરછ માટે બોલાવ્યા હતા? શકમંદોના કેટલા સ્કેચ તૈયાર થયા હતા? એ તમામ વિગતોની ચકાસણી શરૂ કરી દીધી હતી. તપાસમાં જોડાયેલા કર્મચારીઓએ તમામ સ્કેચને બારીકાઈથી જોયા. પછી સીસીટીવી ફૂટેજમાં દેખાયેલા શકમંદ સાથે સરખાવ્યા હતા. જેની કદ-કાઠી, હેરસ્ટાઈલ અને પહેરવેશમાં સામ્યતા જોવા મળી એને અલગ તારવ્યા. પીઆઈ રાણાએ જૂના કેસમાં શકમંદોના નિવેદન વાંચ્યા અને પછી એ તમામ શકમંદની ફરી પૂછપરછ કરવાની મંજૂરી પણ વિભાગ પાસેથી માગી લેવામાં આવી હતી. બીજી તરફ જે પ્રિન્સિપાલની હત્યા કરવાના ઈરાદે બોમ્બ મોકલાયો હતો એ વલ્લભભાઈ ડોબરિયાની પૂછપરછમાં પણ એક મહત્વની કડી મળી હતી. તેમની એક મિલકતનો વિવાદ ચાલતો હતો. જેમાં સામાપક્ષે મૂળ ઉપલેટાના અને બનાવ બન્યો એ સમયે રાજકોટ રહેતા નાથાભાઈ ડોબરિયા હતા. બન્ને પક્ષકારો આ મામલે કોર્ટ સુધી પણ ભૂતકાળમાં પહોંચ્યા હતા. નાથા ડોબરીયા….આ નામ ધ્યાને આવતા જ પીઆઈ રાણાની આંખો ચમકી ગઈ. કારણ કે જ્યારે 1999ના પાર્સલ બ્લાસ્ટ કેસની ફાઇલ ખોલી હતી એમાં પણ આ જ વ્યક્તિનું નામ હતું. પીઆઈએ તાત્કાલિક ધોરણે જૂના કેસની ફાઇલ મંગાવી અને ફરીથી એની વિગતો ચકાસી. નાથાભાઈ ડોબરિયાને પોલીસે એ સમયે પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા. જો કે પૂછપરછ બાદ છોડી મૂકવામાં આવ્યા હતા. નોંધવા જેવી વાત એ હતી કે 1999માં બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા રતિલાલ પાદરિયા અને અત્યારે જેની હત્યાનો પ્રયાસ થયો એ વલ્લભભાઈ ડોબરિયાને એકબીજા સાથે કોઈ લેવાદેવા ન હતા. પણ રતિલાલની હત્યા અને વલ્લભભાઈની હત્યાના પ્રયાસમાં કૉમન નામ નાથાભાઈ ડોબરિયાનું નીકળ્યું. એટલે હવે પોલીસે નાથાભાઈ ડોબરિયાની શોધખોળ શરૂ કરી. એસઓજી પીઆઇ રાણા ટીમ સાથે તરત જ રાજકોટ પહોંચી ગયા. ત્યાં નાના મવા સર્કલ નજીક એક ફ્લેટમાં પુત્ર સાથે નાથાભાઈ ડોબરિયા રહેતા હતા. એ સમયે તેમની ઉંમર 68 વર્ષ હતી. પોલીસ તેમના ઘરના દરવાજે પહોંચી ગઈ. પોલીસને જોતા જ નાથાભાઈએ સવાલ કર્યો, ‘બોલો સાહેબ, કોનું કામ છે?’ પોલીસ સામે હોવા છતાં નાથાભાઈ ડોબરિયાના ચહેરાના હાવ-ભાવમાં જરા પણ ફેર પડ્યો ન હતો. આ વાત પોલીસકર્મીઓએ પણ નોટિસ કરી. વૃદ્ધ જે નિર્દોષ ભાવે પોલીસ સાથે વાત કરી રહ્યા હતા એ જોઇને પોલીસને પણ એકવાર તો સવાલ થયો કે શું આવા વૃદ્ધની પાર્સલ બોમ્બમાં સંડોવણી હશે? જો કે પીઆઇ રાણાને પૂરી શંકા હતી કે પાર્સલ બોમ્બના તાર આ વૃદ્ધ સાથે જ જોડાયેલા છે. પીઆઈ રાણાએ નાથાભાઈ ડોબરિયાને મિલકતના કેસમાં નિવેદન લેવાનું છે તેમ કહીને જીપમાં બેસાડ્યા અને જિલ્લા પોલીસવડાની ઓફિસે લઈ લાવ્યા. ઘણા સમય સુધી પૂછપરછ કરી પણ વૃદ્ધ એકના બે ન થયા. તેમણે સ્વીકાર્યું જ નહીં કે વલ્લભભાઈ ડોબરિયાને પોતે પાર્સલ બોમ્બ મોકલ્યો હતો. થોડીવારમાં તત્કાલીન એસપી બલરામ મીણા, ડીવાયએસણી ભરવાડ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ઉચ્ચ અધિકારીની હાજરીમાં જ પીઆઇ રાણાએ નાથાભાઈ ડોબરીયાને પૂછ્યું. આખરે પોલીસે એક મહત્વનું પાસું ફેક્યું અને સીસીટીવી ફૂટેજ બતાવ્યા. અંતે નાથાભાઈએ પાર્સલ બોમ્બ પોતે જ મોકલ્યો હોવાનો પોલીસ સમક્ષ એકરાર કરી લીધો હતો. નાથાભાઈએ રિમાન્ડ દરમિયાન કરેલી કબૂલાત મુજબ, ઉપલેટાની એક મિલકત મામલે સ્કૂલ સંચાલક વલ્લભભાઇ ડોબરિયા સાથે વિવાદ ચાલે છે. મકાન પેટે વલ્લભભાઈ પાસેથી રૂપિયા 6 લાખ લેવાના નીકળે છે. પરંતુ વલ્લભભાઈ પૈસા આપતા નથી. જૂન, 2018માં પૈસાની ઉઘરાણી માટે ક્રિષ્ના સ્કૂલમાં વલ્લભભાઈને મળવા ગયો ત્યારે વલ્લભભાઈએ ગાળો ભાંડી હતી અને અપમાન કરીને કાઢી મૂક્યો હતો. હળહળતા અપમાનનો બદલો લેવા ખોફનાક યોજના ઘડી કાઢી હતી. પાર્સલ બોમ્બ ડિફ્યૂઝ કર્યો એ સમયે પોલીસને ટોટા મળ્યા હતા. જેનો ઉપયોગ કૂવા ગાળવા તથા ક્વોરીમાં બ્લાસ્ટ કરવા માટે થાય છે. ટોટા ક્યાંથી આવ્યા હોઈ શકે? આ સવાલનો જવાબ પોલીસને નાથાભાઈના એક પાડોશી પાસેથી મળ્યો. સીઆરપીસી 164 મુજબ નોંધાવેલા નિવેદનમાં નાથાભાઈના એક પાડોશીએ પોલીસ પૂછપરછમાં એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, એક દિવસ નાથાભાઈ મને ફ્લેટના પાર્કિંગમાં મળ્યા હતા. નાથાભાઈએ મને પૂછ્યું હતું, રસીકભાઈ હમણા કેમ દેખાતા નથી? તો મેં કહ્યું હતું, ખેતીવાડીનું અને કૂવો ગાળવાનું કામ ચાલે છે. ત્યારબાદ તેઓ ફરી મને એકવાર મળ્યા. ત્યારે મને કહ્યું, મારા ગુરૂની જગ્યા જટાશંકર જૂનાગઢ ખાતે પાણી ખૂટી ગયું છે. તો તમારા કોન્ટ્રાકટરને કહો કે કૂવો ગાળવાના પાંચ-સાત ટોટા (ડેટોનેટર) મને આપે. આથી મેં તેમને જણાવ્યું હતું કે, આવી રીતે ટોટા અપાય નહીં અને આ આપણું કામ નથી. આટલી વાત કરીને અમે છુટા પડ્યા હતા. પછી હું મારા ગામ જતો રહ્યો હતો. થોડા દિવસ પછી નાથાભાઈનો મારા ઉપર ફોન આવ્યો હતો. તેમણે મને કહ્યું, રસીકભાઈ ધર્માદાનું કામ છે. તો તમે તમારા કોન્ટ્રાક્ટરને કહો કે અવાજ (ટોટા) આપે. મેં મારા કોન્ટ્રાકટરને આ વાત કરી. ત્યારે કોન્ટ્રાક્ટરે મને કહ્યું હતું કે તમારા જાણીતા અને વિશ્વાસુ હોય તો ટોટા આપું. નહીંતર આપી શકાય નહીં. આથી મેં કહ્યું કે પુણ્યનું કામ છે આપી શકાય તો આપ. છેલ્લે નાથાભાઈ મારી વાડીએ આવીને ટોટા લઈ ગયેલા. તેમણે કોન્ટ્રાક્ટરને આ ટોટા બદલ 500 રૂપિયા મારી હાજરીમાં આપ્યા હતા. હવે પોલીસે તપાસ આગળ વધારી અને પાર્સલની સાથે પ્રિન્ટેડ શુભેચ્છા સંદેશ ક્યાં છપાવવામાં આવ્યો એ શોધી કાઢ્યું. પોલીસે રાજકોટના બાલાજી હોલમાં કોમ્પ્યુટર જોબવર્ક કરતા અનિલ ગોંડલિયાનું પણ સીઆરપીસી 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લીધું. જેમાં અનિલે કહ્યું હતું, તારીખ 5 અથવા 6 ઓક્ટોબર 2018ના રોજ નાથાભાઈ મારી પાસે એક લેટર ટાઇપ કરાવવા માટે આવ્યા હતા. જેમાં તેમણે લખાવ્યું હતું કે હું તમારી સ્કુલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું. હું તમને ગિફ્ટ આપવા માગુ છું. ગિફ્ટ પેકમાં એક મૂર્તિ મોકલાવું છું. આ મૂર્તિ દિવસમાં ત્રણ વખત રંગ બદલશે. આમ, કોમ્પ્યુટર પર લેટર ટાઇપ કરનારે તેને જેટલું લખાણ યાદ હતું એ મેજિસ્ટ્રેટ સમક્ષ કહી દીધું હતું. પોલીસે આવી રીતે 25 સાક્ષીઓના નિવેદન લીધા અને 51 પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. એવું માનવામાં આવી રહ્યું હતું કે 1999માં થયેલી હત્યા અને 2018માં વલ્લભભાઈની હત્યાના પ્રયાસમાં નાથાભાઈ ડોબરિયા કસૂરવાર જાહેર થશે. પરંતુ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યા બાદ આ કેસમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા. ફરિયાદી પક્ષની સામે બચાવ પક્ષે પણ ધારદાર દલીલો, સાક્ષીઓના નિવેદન તથા પુરાવા પર ઉઠાવેલા સવાલના કારણે કેસ પલટાઈ ગયો હતો. આ સમયના ઉપલેટાના તત્કાલીન પીઆઈ એચ. જી. પલ્લાચાર્યએ કરેલા ત્રણ પંચનામા પર સવાલ ઉઠ્યા હતા. જેમાં એક જ તારીખે અને એક જ સમયે આરોપીને સાથે રાખી ત્રણ અલગ-અલગ જગ્યાએ પંચનામા થયા હોવાનું રેકોર્ડ થયું હતું. વળી, પાર્સલ બોમ્બનો જ્યાં નાશ કરવામાં આવ્યો હતો એ જગ્યાએ કોઈ વિસ્ફોટકનાં અંશો મળ્યા હોવાનું કોર્ટમાં સાબિત ન થઈ શક્યું. નાથાભાઈ પાસે નવ નંગ ડેટોનેટર (ટોટા) ક્યાંથી આવ્યા? એ વાત પણ રેકોર્ડ પર સાબિત ન થઈ શકી. છતાં પણ તત્કાલીન કલેક્ટર ડૉ.રાહુલ ગુપ્તાએ એક્સ્પ્લોઝીવ એક્ટની કલમ 4,5 અને 6 લગાવવાની મંજૂરી આપી હતી. પરંતુ આ કલમ લગાવવાનો આધાર-પુરાવો કોર્ટમાં ટકી ન શક્યો. એટલે આરોપી નાથાભાઈને ખોટી રીતે સંડોવી દેવાનું ફલિત થતું હતું. આ કેસમાં ફરીયાદી પક્ષ તથા આરોપી પક્ષ દ્વારા વિસ્તૃત દલીલો કરવામાં આવી હતી. આરોપી પક્ષે સુપ્રીમ કોર્ટ તથા અલગ-અલગ હાઇકોર્ટના અભિપ્રાયો રજૂ કરાયા હતા. નાથાભાઈના વકીલ ચંદુલાલ પટેલની દલીલો ધ્યાને લઈ ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે નાથા ડોબરિયાને નિર્દોષ ઠેરવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. પરંતુ ઉપલેટાના 1999 અને 2018માં પાર્સલ બોમ્બનો નક્કર જવાબ હજુ સુધી મળી શક્યો નથી. જ્યારે સ્કૂલ પ્રિન્સિપાલને ગિફ્ટ બોક્સમાં બોમ્બ મોકલ્યો: એક જ ઝાટકે આખા પરિવારને ઉડાવી દેવાનો હતો પ્લાન, 68 વર્ષના વૃદ્ધ માસ્ટરમાઇન્ડ હોવાના પુરાવાએ પોલીસને દોડતી કરી. પાર્ટ-1 વાંચવા માટે અહીં ક્લિક કરો. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *