P24 News Gujarat

વધતા કોરોના વચ્ચે અમદાવાદના ઓક્સિજન પ્લાન્ટની હાલત શું છે?:ક્યાંક પ્લાન્ટ ચાલુ તો ક્યાંક બંધ, બહેરામપુરાના પ્લાન્ટને કાટ લાગી ગયો; ટ્રસ્ટમાં ઓક્સિજન સિલિન્ડરની ડિમાન્ડ 15% વધી

2020થી 2022ના ત્રણ વર્ષ ધારીએ તો પણ ભૂલી શકાય તેમ નથી. કોરોનાએ ભલભલાની જિંદગી બદલી નાખી, કોઈની બરબાદ કરી નાખી. માસ્ક બાંધો, સતત હાથ ધોયા કરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો, હાથ મિલાવાના બદલે નમસ્તે કરો, સેનેટાઈઝર કરો, કપૂરની પોટલી બનાવીને સૂંઘો, ઈમ્યુનિટી માટે ઉકાળો પીવો…હોસ્પિટલોમાં જગ્યા નહોતી ને ઓક્સિજનના બાટલા માટે પડાપડી થતી. કોરોનાએ આખી મેડિકલ સિસ્ટમ બદલી નાખી. 2025માં ફરી કોરોના આવ્યો છે. વેરિઅન્ટ અલગ છે. હળવો છે એટલે કોઈ ગંભીરતાથી લેતું નથી પણ વાયરસ વકરે તો ન કરે નારાયણ ને હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવા પડે ને ઓક્સિજનની પણ જરૂરિયાત વધી જાય તો? ત્યારે સવાલ એ છે કે, અમદાવાદમાં ઓક્સિજન પ્લાન્ટ અને ઓક્સિજન બોટલની સ્થિતિ શું છે? કઈ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ ચાલુ છે ને ક્યાં બંધ છે? સરકાર આ બાબતે કેટલી સજ્જ છે? આ તમામ બાબતો જાણવા અમે અમદાવાદની હોસ્પિટલોમાં જઈને જાણ્યું. વાંચો ગ્રાઉન્ડ રિપોર્ટ…. અસારવા સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ સુધી સડસડાટ ઓક્સિજન પહોંચે છે પહેલા અમે એશિયાની સૌથી મોટી અમદાવાદની અસારવાની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા. ત્યાંથી માહિતી મેળવી તો જાણવા મળ્યું કે, આ સિવિલ હોસ્પિટલમાં લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. જ્યારે 2022માં કોરોના ચાલતો હતો ત્યારે નવો વધુ કેપેસિટીવાળો પ્લાન્ટ વિકસાવામાં આવ્યો હતો. જેની કેપેસિટી 20 હજાર લીટર ઓક્સિજનની છે. આવી બે ટેન્ક છે. અત્યારે નવી લહેર આવી છે તે કોરોનાના દર્દી હોસ્પિટલમાં એડમિટ છે. પણ એમની હાલત એટલી ગંભીર નથી કે તેમને ઓક્સિજનની જરૂર પડે. ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં અન્ય વિભાગમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની વ્યવસ્થા છે. ઓપીડી, મહિલા, બાળ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઇમરજન્સીમાં પણ ઓક્સિજન જોઈએ ત્યારે મળી રહે તેમ છે. અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, 2022ના કોરોનાકાળમાં લોકો કહેતા હતા કે ઓક્સિજન બેડ ઓછા પડે છે. એ વખતે પણ પૂરતા પ્રમાણમાં લોકોને ઓક્સિજન બેડ મળી રહે તેના માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્યારે જે કોરોનાની લહેર છે તેમાં હોસ્પિટલમાં એડમિશન રેશિયો ઓછો છે, એટલે દર્દીઓ બહુ દાખલ થતા નથી અને 90-95 ટકા લોકો ઘરે જ હોમ આઇસોલેસનમાં જ સાજા થઈ રહ્યા છે. બાકી, અહીં 1200 બેડની હોસ્પિટલમાં તમામ બેડ ઓક્સિજન સાથે કનેક્ટેડ છે. સરકારે કોરોનાકાળમાં આગોતરું આયોજન કરીને સિવિલ હોસ્પિટલમાં 20 હજાર લીટરની બે લિક્વિડ ઓક્સિજન ટેન્ક શરુ કરી હતી, જે હાલમાં પણ કાર્યરત છે. જો જરૂર પડે તો વધુ માત્રામાં ઓક્સિજન બોટલ પણ છે. ઓક્સિજન જનરેટ થાય તેવા પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યા છે. ગમે તેટલા ઓક્સિજનની જરૂર પડે તો પણ કોઈ ચિંતાની જરૂર નથી. પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હાજર છે. દવાઓ, ડોક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉપલ્બધ છે. જે કોરોનાના દર્દી હોસ્પિટલમાં એડમીટ છે તેમાંથી કોઈને પણ ઓક્સિજનની જરૂર જણાતી નથી અને જો જરૂર હશે તો પુરતા પ્રમાણમાં ઓક્સિજન છે અને તેમાં કોઈ કમી થવાની નથી. યુ.એન.મહેતા હોસ્પિટલ અને SVP હોસ્પિટલે માહિતી આપવાનું ટાળ્યું અસારવાની હોસ્પિટલેથી અમે યુ.એન.મહેતા હોસ્પિટલમાં ગયા. ત્યાં પણ ઓક્સિજન પ્લાન્ટ છે. કેટલી કેપેસિટીનો પ્લાન્ટ છે અને હાલ કેટલા પ્લાન્ટ કાર્યરત છે, તેની વિગતો જાણવા માટે ભાસ્કરની ટીમ હોસ્પિટલની મુલાકાતે પહોંચી ત્યારે હોસ્પિટલના RMO હિતેશ મહેતાએ જણાવ્યું કે અહીંયા બધુ બરાબર છે. જ્યારે અમે ઓક્સિજન પ્લાન્ટ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે, અમે ઓક્સિજન પ્લાન્ટની વિગતો ન આપી શકીએ. વિગતો જોઈતી હોય તો સરકારમાંથી મંજૂરી લઈ આવો. અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી હોસ્પિટલમાં કોરના વખતે સૌથી વધારે દર્દી આ જ હોસ્પિટલમાં એડમિટ હતા અને અનેક દર્દીઓને બેડ પણ મળતા નહોતા. અહીંયા સૌથી વધારે ઓક્સિજનની ખપત થતી હતી અને કોરોનાકાળમાં દર્દીઓને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે તેના માટે ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. કોરોનાકાળ વખતે જે ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યા હતા તે હાલ કાર્યરત છે કે નહીં, તે જાણવા માટે ભાસ્કરની ટીમે એસ.વી.પી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ સંજય ત્રિપાઠી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમણે જવાબ આપ્યો હતો કે, હું મિટિંગમાં છું. કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે તેમના માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ઉપલબ્ધ છે કે નહીં તે પણ એક મહત્વની બાબત છે. જો કોરોનાના કેસો વધે તો તેના માટે હોસ્પિટલ દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે પણ જાણવું જરૂરી બની રહે છે. પણ હોસ્પિટલના અધિકારીઓ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી. 18 માળની એસ.વી.પી હોસ્પિટલમાં અંદાજે 1500 બેડ છે. બે બેઝમેન્ટ છે એટલે અત્યાધુનિક હોવા છતાં પણ હોસ્પિટલના અધિકારીઓ પણ ઓક્સિજનના મુદ્દા પર વાત કરવાનું ટાળી રહ્યા છે. બહેરામપુરાનો AMCનો ઓક્સિજન પ્લાન્ટ ખંઢેર બન્યો ચાર વર્ષ પહેલાં 2021માં AMC દ્વારા બહેરામપુરા ચેપીરોગ હોસ્પિટલ પાસે 13 કિલોલીટરની ઓક્સિજન ટેન્ક લગાવાઈ હતી. યુદ્ધના ધોરણે 10 જ દિવસમાં આ પ્લાન્ટ ઊભો કરાયો હતો. જેમાં રિફિલિંગ, મિકેનિકલ વર્ક, ઈલેક્ટ્રીકલ વર્ક અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રચર તોબડતોબ બનાવાયું હતું. બહેરામપુરાનો આ પ્લાન્ટ બનાવવા પાછળ 1.25 કરોડનો ખર્ચ થયો હતો. આ પ્લાન્ટમાંથી એકસાથે 60 સિલિન્ડર ભરી શકાતા હતા અને રોજના 1000થી 1200 સિલિન્ડર રિફિલ થઈ શકતા હતા. વધતા કોરોના વચ્ચે આ પ્લાન્ટની સ્થિતિ શું છે તે જાણવા દિવ્ય ભાસ્કર બહેરામપુરા પહોંચ્યું હતું. અહીં જોયું તો પ્લાન્ટ લાંબા સમયથી બંધ હાલતમાં હોય તેવી સ્થિતિ જોવા મળી. આસપાસ ઘાસપૂંસ ઊગી ગયા છે. ઓક્સિજન માપવાના મીટર કાટ ખાઈ ગયા છે. પ્લાન્ટ ઉપર પણ વેલા ચડી ગયા છે. અહીં એકાદ ગાર્ડ સિવાય કોઈ નથી. AMCના ઓક્સિજન પ્લાન્ટની જગ્યા અવાવરૂ જેવી બની ગઈ છે. સોલા સિવિલના પાંચ ડોક્ટરને કોરોના, અત્યારે બે ઓક્સિજન પ્લાન્ટ એક્ટિવ આ પછી અમે સોલા સિવિલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટની સ્થિતિનો તાગ મેળવવા પ્રયાસ કર્યો. સોલા સિવિલ હોસ્પિટલમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટની સંભાળ રાખતા અધિકારી ડૉ. વિનોદ ભીમાણી સાથે ભાસ્કરની ટીમે ટેલિફોનિક વાત કરી. ટેલિફોનિક વાતચીતમાં ડૉ.વિનોદ ભીમાણી જણાવે છે કે સોલા સિવિલ હોસ્પિટલમાં બે પ્લાન્ટ કાર્યરત છે જેમાં એક 10,000 કિલોલીટરનો અને બીજો 15,000 કિલોલીટરનો એમ બે પ્લાન્ટ કાર્યરત છે. કોરોનામાં કેટલા પ્લાન્ટ કાર્યરત હતા તેના વિશે પૂછતા ડૉ. ભીમણી જણાવે છે ત્યારે હું ચાર્જમાં નહોતો એટલે મને કોરોનાકાળમાં કેટલા પ્લાન્ટ કાર્યરત હતા તેના વિશે માહિતી નથી. વધુ વિગત મેળવા માટે આર.એમ.ઓનો સંપર્ક કર્યો પણ આર.એમ.ઓ એ કહ્યું હાલ હું કામમાં છું અને જ્યારે પ્રેસ કોન્ફરન્સ બોલવામાં આવે ત્યારે માહિતી આપીશું. હાલ સોલા સિવિલના ડોક્ટર પણ કોરોનાગ્રસ્ત છે જેમાં પાંચ ડોક્ટરને કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. જેમાંથી ચાર ડોક્ટર સ્કીન વિભાગના છે અને એક ડોક્ટર ગાયનેક વિભાગના છે. આ તમામ ડોક્ટર હોમ આઇસોલેસનમાં છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 17 દર્દી દાખલ છે જેમાં 15 મહિલા અને બે બાળક છે. જેમાં મોટાભાગના દર્દીને શ્વાસની ફરિયાદ છે સાથે જ શરદી-ઉધરસના પણ લક્ષણો છે. કોરોના વધુના વકરે તેના માટે લોકોએ સાવચેત રહેવું પડશે. ઓક્સિજન સિલિન્ડરની ડિમાન્ડમાં 15%નો વધારો અમે ખાનગી ઓક્સિજન સિલિન્ડર રાહતદરે આપતી સંસ્થા કરૂણા ટ્રસ્ટની નારણપુરામાં મુલાકાત લીધી હતી. ટ્રસ્ટના મેનેજર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, જ્યારે કોરોના મહામારી હતી ત્યારે લોકો પોતાનું સિલિન્ડર લઈને આવતા હતા તો અમે અહીંયા જ તેને રીફિલ કરીને આપતા હતા. એ સમયે ફક્ત ઓક્સિજનની જ કમી નહોતી પણ સિલિન્ડર માટે જે પક્કડ પાનાંની જરૂર પડતી તે સાધનો પણ લોકો લેવા માટે પણ આવતા હતા. એટલે એવા સાધનોની ય અછત હતી. અમારી પાસે 120 જેટલા ઓક્સિજન સિલિન્ડર હતા. તેમાંથી બધા સિલિન્ડર એક દિવસમાં જ ખાલી થઈ જતાં હતા. અમારે ત્યાંથી થોડા સમય પહેલાં 4-5 ઓક્સિજન સિલિન્ડર જતા હતા. પણ હાલ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે એટલે હમણાંથી ઓક્સિજનના બાટલા વધારે લઈ જાય છે. અત્યારે 4-5 બોટલના બદલે 10થી વધારે ઓક્સિજન સિલિન્ડર લોકો લઈ જાય છે. એમ કહી શકાય કે ઓક્સિજનની ડિમાન્ડમાં 15 ટકાનો વધારો થયો છે.

​2020થી 2022ના ત્રણ વર્ષ ધારીએ તો પણ ભૂલી શકાય તેમ નથી. કોરોનાએ ભલભલાની જિંદગી બદલી નાખી, કોઈની બરબાદ કરી નાખી. માસ્ક બાંધો, સતત હાથ ધોયા કરો, સોશિયલ ડિસ્ટન્સ રાખો, હાથ મિલાવાના બદલે નમસ્તે કરો, સેનેટાઈઝર કરો, કપૂરની પોટલી બનાવીને સૂંઘો, ઈમ્યુનિટી માટે ઉકાળો પીવો…હોસ્પિટલોમાં જગ્યા નહોતી ને ઓક્સિજનના બાટલા માટે પડાપડી થતી. કોરોનાએ આખી મેડિકલ સિસ્ટમ બદલી નાખી. 2025માં ફરી કોરોના આવ્યો છે. વેરિઅન્ટ અલગ છે. હળવો છે એટલે કોઈ ગંભીરતાથી લેતું નથી પણ વાયરસ વકરે તો ન કરે નારાયણ ને હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવા પડે ને ઓક્સિજનની પણ જરૂરિયાત વધી જાય તો? ત્યારે સવાલ એ છે કે, અમદાવાદમાં ઓક્સિજન પ્લાન્ટ અને ઓક્સિજન બોટલની સ્થિતિ શું છે? કઈ હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ ચાલુ છે ને ક્યાં બંધ છે? સરકાર આ બાબતે કેટલી સજ્જ છે? આ તમામ બાબતો જાણવા અમે અમદાવાદની હોસ્પિટલોમાં જઈને જાણ્યું. વાંચો ગ્રાઉન્ડ રિપોર્ટ…. અસારવા સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ સુધી સડસડાટ ઓક્સિજન પહોંચે છે પહેલા અમે એશિયાની સૌથી મોટી અમદાવાદની અસારવાની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા. ત્યાંથી માહિતી મેળવી તો જાણવા મળ્યું કે, આ સિવિલ હોસ્પિટલમાં લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. જ્યારે 2022માં કોરોના ચાલતો હતો ત્યારે નવો વધુ કેપેસિટીવાળો પ્લાન્ટ વિકસાવામાં આવ્યો હતો. જેની કેપેસિટી 20 હજાર લીટર ઓક્સિજનની છે. આવી બે ટેન્ક છે. અત્યારે નવી લહેર આવી છે તે કોરોનાના દર્દી હોસ્પિટલમાં એડમિટ છે. પણ એમની હાલત એટલી ગંભીર નથી કે તેમને ઓક્સિજનની જરૂર પડે. ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં અન્ય વિભાગમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની વ્યવસ્થા છે. ઓપીડી, મહિલા, બાળ અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઇમરજન્સીમાં પણ ઓક્સિજન જોઈએ ત્યારે મળી રહે તેમ છે. અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, 2022ના કોરોનાકાળમાં લોકો કહેતા હતા કે ઓક્સિજન બેડ ઓછા પડે છે. એ વખતે પણ પૂરતા પ્રમાણમાં લોકોને ઓક્સિજન બેડ મળી રહે તેના માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. અત્યારે જે કોરોનાની લહેર છે તેમાં હોસ્પિટલમાં એડમિશન રેશિયો ઓછો છે, એટલે દર્દીઓ બહુ દાખલ થતા નથી અને 90-95 ટકા લોકો ઘરે જ હોમ આઇસોલેસનમાં જ સાજા થઈ રહ્યા છે. બાકી, અહીં 1200 બેડની હોસ્પિટલમાં તમામ બેડ ઓક્સિજન સાથે કનેક્ટેડ છે. સરકારે કોરોનાકાળમાં આગોતરું આયોજન કરીને સિવિલ હોસ્પિટલમાં 20 હજાર લીટરની બે લિક્વિડ ઓક્સિજન ટેન્ક શરુ કરી હતી, જે હાલમાં પણ કાર્યરત છે. જો જરૂર પડે તો વધુ માત્રામાં ઓક્સિજન બોટલ પણ છે. ઓક્સિજન જનરેટ થાય તેવા પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યા છે. ગમે તેટલા ઓક્સિજનની જરૂર પડે તો પણ કોઈ ચિંતાની જરૂર નથી. પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હાજર છે. દવાઓ, ડોક્ટર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉપલ્બધ છે. જે કોરોનાના દર્દી હોસ્પિટલમાં એડમીટ છે તેમાંથી કોઈને પણ ઓક્સિજનની જરૂર જણાતી નથી અને જો જરૂર હશે તો પુરતા પ્રમાણમાં ઓક્સિજન છે અને તેમાં કોઈ કમી થવાની નથી. યુ.એન.મહેતા હોસ્પિટલ અને SVP હોસ્પિટલે માહિતી આપવાનું ટાળ્યું અસારવાની હોસ્પિટલેથી અમે યુ.એન.મહેતા હોસ્પિટલમાં ગયા. ત્યાં પણ ઓક્સિજન પ્લાન્ટ છે. કેટલી કેપેસિટીનો પ્લાન્ટ છે અને હાલ કેટલા પ્લાન્ટ કાર્યરત છે, તેની વિગતો જાણવા માટે ભાસ્કરની ટીમ હોસ્પિટલની મુલાકાતે પહોંચી ત્યારે હોસ્પિટલના RMO હિતેશ મહેતાએ જણાવ્યું કે અહીંયા બધુ બરાબર છે. જ્યારે અમે ઓક્સિજન પ્લાન્ટ વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે, અમે ઓક્સિજન પ્લાન્ટની વિગતો ન આપી શકીએ. વિગતો જોઈતી હોય તો સરકારમાંથી મંજૂરી લઈ આવો. અમદાવાદ મુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી હોસ્પિટલમાં કોરના વખતે સૌથી વધારે દર્દી આ જ હોસ્પિટલમાં એડમિટ હતા અને અનેક દર્દીઓને બેડ પણ મળતા નહોતા. અહીંયા સૌથી વધારે ઓક્સિજનની ખપત થતી હતી અને કોરોનાકાળમાં દર્દીઓને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે તેના માટે ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. કોરોનાકાળ વખતે જે ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં આવ્યા હતા તે હાલ કાર્યરત છે કે નહીં, તે જાણવા માટે ભાસ્કરની ટીમે એસ.વી.પી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ સંજય ત્રિપાઠી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમણે જવાબ આપ્યો હતો કે, હું મિટિંગમાં છું. કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે તેમના માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ઉપલબ્ધ છે કે નહીં તે પણ એક મહત્વની બાબત છે. જો કોરોનાના કેસો વધે તો તેના માટે હોસ્પિટલ દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે પણ જાણવું જરૂરી બની રહે છે. પણ હોસ્પિટલના અધિકારીઓ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી. 18 માળની એસ.વી.પી હોસ્પિટલમાં અંદાજે 1500 બેડ છે. બે બેઝમેન્ટ છે એટલે અત્યાધુનિક હોવા છતાં પણ હોસ્પિટલના અધિકારીઓ પણ ઓક્સિજનના મુદ્દા પર વાત કરવાનું ટાળી રહ્યા છે. બહેરામપુરાનો AMCનો ઓક્સિજન પ્લાન્ટ ખંઢેર બન્યો ચાર વર્ષ પહેલાં 2021માં AMC દ્વારા બહેરામપુરા ચેપીરોગ હોસ્પિટલ પાસે 13 કિલોલીટરની ઓક્સિજન ટેન્ક લગાવાઈ હતી. યુદ્ધના ધોરણે 10 જ દિવસમાં આ પ્લાન્ટ ઊભો કરાયો હતો. જેમાં રિફિલિંગ, મિકેનિકલ વર્ક, ઈલેક્ટ્રીકલ વર્ક અને જરૂરી ઈન્ફ્રાસ્ટ્રચર તોબડતોબ બનાવાયું હતું. બહેરામપુરાનો આ પ્લાન્ટ બનાવવા પાછળ 1.25 કરોડનો ખર્ચ થયો હતો. આ પ્લાન્ટમાંથી એકસાથે 60 સિલિન્ડર ભરી શકાતા હતા અને રોજના 1000થી 1200 સિલિન્ડર રિફિલ થઈ શકતા હતા. વધતા કોરોના વચ્ચે આ પ્લાન્ટની સ્થિતિ શું છે તે જાણવા દિવ્ય ભાસ્કર બહેરામપુરા પહોંચ્યું હતું. અહીં જોયું તો પ્લાન્ટ લાંબા સમયથી બંધ હાલતમાં હોય તેવી સ્થિતિ જોવા મળી. આસપાસ ઘાસપૂંસ ઊગી ગયા છે. ઓક્સિજન માપવાના મીટર કાટ ખાઈ ગયા છે. પ્લાન્ટ ઉપર પણ વેલા ચડી ગયા છે. અહીં એકાદ ગાર્ડ સિવાય કોઈ નથી. AMCના ઓક્સિજન પ્લાન્ટની જગ્યા અવાવરૂ જેવી બની ગઈ છે. સોલા સિવિલના પાંચ ડોક્ટરને કોરોના, અત્યારે બે ઓક્સિજન પ્લાન્ટ એક્ટિવ આ પછી અમે સોલા સિવિલ હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટની સ્થિતિનો તાગ મેળવવા પ્રયાસ કર્યો. સોલા સિવિલ હોસ્પિટલમાં આવેલા ઓક્સિજન પ્લાન્ટની સંભાળ રાખતા અધિકારી ડૉ. વિનોદ ભીમાણી સાથે ભાસ્કરની ટીમે ટેલિફોનિક વાત કરી. ટેલિફોનિક વાતચીતમાં ડૉ.વિનોદ ભીમાણી જણાવે છે કે સોલા સિવિલ હોસ્પિટલમાં બે પ્લાન્ટ કાર્યરત છે જેમાં એક 10,000 કિલોલીટરનો અને બીજો 15,000 કિલોલીટરનો એમ બે પ્લાન્ટ કાર્યરત છે. કોરોનામાં કેટલા પ્લાન્ટ કાર્યરત હતા તેના વિશે પૂછતા ડૉ. ભીમણી જણાવે છે ત્યારે હું ચાર્જમાં નહોતો એટલે મને કોરોનાકાળમાં કેટલા પ્લાન્ટ કાર્યરત હતા તેના વિશે માહિતી નથી. વધુ વિગત મેળવા માટે આર.એમ.ઓનો સંપર્ક કર્યો પણ આર.એમ.ઓ એ કહ્યું હાલ હું કામમાં છું અને જ્યારે પ્રેસ કોન્ફરન્સ બોલવામાં આવે ત્યારે માહિતી આપીશું. હાલ સોલા સિવિલના ડોક્ટર પણ કોરોનાગ્રસ્ત છે જેમાં પાંચ ડોક્ટરને કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. જેમાંથી ચાર ડોક્ટર સ્કીન વિભાગના છે અને એક ડોક્ટર ગાયનેક વિભાગના છે. આ તમામ ડોક્ટર હોમ આઇસોલેસનમાં છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 17 દર્દી દાખલ છે જેમાં 15 મહિલા અને બે બાળક છે. જેમાં મોટાભાગના દર્દીને શ્વાસની ફરિયાદ છે સાથે જ શરદી-ઉધરસના પણ લક્ષણો છે. કોરોના વધુના વકરે તેના માટે લોકોએ સાવચેત રહેવું પડશે. ઓક્સિજન સિલિન્ડરની ડિમાન્ડમાં 15%નો વધારો અમે ખાનગી ઓક્સિજન સિલિન્ડર રાહતદરે આપતી સંસ્થા કરૂણા ટ્રસ્ટની નારણપુરામાં મુલાકાત લીધી હતી. ટ્રસ્ટના મેનેજર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, જ્યારે કોરોના મહામારી હતી ત્યારે લોકો પોતાનું સિલિન્ડર લઈને આવતા હતા તો અમે અહીંયા જ તેને રીફિલ કરીને આપતા હતા. એ સમયે ફક્ત ઓક્સિજનની જ કમી નહોતી પણ સિલિન્ડર માટે જે પક્કડ પાનાંની જરૂર પડતી તે સાધનો પણ લોકો લેવા માટે પણ આવતા હતા. એટલે એવા સાધનોની ય અછત હતી. અમારી પાસે 120 જેટલા ઓક્સિજન સિલિન્ડર હતા. તેમાંથી બધા સિલિન્ડર એક દિવસમાં જ ખાલી થઈ જતાં હતા. અમારે ત્યાંથી થોડા સમય પહેલાં 4-5 ઓક્સિજન સિલિન્ડર જતા હતા. પણ હાલ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે એટલે હમણાંથી ઓક્સિજનના બાટલા વધારે લઈ જાય છે. અત્યારે 4-5 બોટલના બદલે 10થી વધારે ઓક્સિજન સિલિન્ડર લોકો લઈ જાય છે. એમ કહી શકાય કે ઓક્સિજનની ડિમાન્ડમાં 15 ટકાનો વધારો થયો છે. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *