P24 News Gujarat

ઓછી સીટ, પર્યાવરણની સેવા અને લાખોની કમાણીવાળા કોર્સ:એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ અને વોટર મેનેજમેન્ટ કોર્સ! બે મિનિટમાં ક્રાઈટેરિયા, કોલેજો, ફી, પ્લેસમેન્ટ, સેલેરીની A to Z વિગતો

હું આપનો કરિયર ગુરુ આજે એવા બે કોર્સ લઈને આવ્યો છું જેમાં તમને ત્રણ વસ્તુ મળશે: પર્યાવરણની સેવા, સારી નોકરી અને જબરદસ્ત કમાણી! હા, તમે બરાબર સાંભળ્યું. આજના આ બે કોર્સ એવા છે જે તમારા ભવિષ્યને સુરક્ષિત અને ઉજ્જવળ બનાવી શકે છે. આ કોર્સ છે: ચાલો, સૌથી પહેલા વાત કરીએ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગની. તમે ધોરણ 12 સાયન્સ પાસ કરો ત્યારે તમારા મનમાં હશે કે કયો કોર્સ પસંદ કરવો? શું ભવિષ્યમાં કામ લાગશે? તો સાંભળો, એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ એ એન્જિનિયરિંગની એક એવી બ્રાન્ચ છે જે અત્યારે અને ભવિષ્યમાં પણ ખૂબ જ ડિમાન્ડમાં રહેવાની છે. પુલકિત ઓઝા, વિષય નિષ્ણાત આ વિશે જણાવે છે કે, તમે વિચારશો કે આ કોર્સ શા માટે આટલો મહત્વનો છે? સાવ સાદી રીતેમાં કહીએ તો, દુનિયામાં અત્યારે પ્રદુષણ, પાણીની અછત, અને કચરાનો પ્રશ્ન બહુ મોટો છે. આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે એન્વાયર્નમેન્ટલ એન્જિનિયર્સની જરૂર પડે છે. પુલકિત ઓઝા વધુમાં જણાવે છે કે, કોઈ પણ ઈન્ડસ્ટ્રીની અંદર જો તમે પ્રદુષણ કન્ટ્રોલ ન કર્યું હોય તો સરકાર દ્વારા કડક પગલાં લેવાય છે. એટલે જ દરેક ઈન્ડસ્ટ્રી, ફેક્ટરી, અને મોટા પ્રોજેક્ટ્સમાં એન્વાયર્નમેન્ટ એન્જિનિયરિંગની જરૂર છે. તેઓ સુનિશ્ચિત કરે છે કે પ્રદુષણ ન ફેલાય અને પર્યાવરણને નુકસાન ન થાય. કોર્સ ક્યાં, કેવી રીતે અને કેટલામાં થાય?
હવે પ્રેક્ટિકલ વાત કરીએ. આ કોર્સ તમે ક્યાંથી કરી શકો છો, કેવી રીતે એડમિશન મળે અને એનો ખર્ચ કેટલો થાય? જગદીશ બાદલ, કરિયર કાઉન્સેલર આ વિશે માહિતી આપતા કહે છે કે, “BE/B.Tech એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ માટે ધોરણ 12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ (PCM) વિષયો સાથે ઓછામાં ઓછા 45% માર્ક્સ (જનરલ કેટેગરી માટે) અને 40% માર્ક્સ (અનામત કેટેગરી માટે) હોવા જરૂરી છે.” ગુજરાતની કઈ કોલેજોમાં આ કોર્સ ઉપલબ્ધ છે?
ગુજરાતમાં તમે નિરમા યુનિવર્સિટી (અમદાવાદ), એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ (અમદાવાદ), અને એમ.એસ. યુનિવર્સિટી (વડોદરા) જેવી પ્રખ્યાત સંસ્થાઓમાંથી આ કોર્સ કરી શકો છો. કોર્સની ફી કેટલી હોય છે?
સરકારી કોલેજો જેવી કે એલ.ડી. કોલેજ અને એમ.એસ. યુનિવર્સિટીમાં વાર્ષિક ફી સામાન્ય રીતે સરેરાશ ₹1,500 થી ₹5,000 જેટલી ઓછી હોય છે. જ્યારે નિર્મા યુનિવર્સિટી જેવી ખાનગી યુનિવર્સિટીમાં વાર્ષિક ફી ₹1.5 લાખ થી ₹2.5 લાખ સુધીની હોઈ શકે છે. જોકે, રોકાણ સામે વળતર ખૂબ જ સારું મળે છે. કોર્સ કર્યા પછી શું બની શકાય અને ક્યાં નોકરી મળે?
પુલકિત ઓઝા જણાવે છે કે, “ગવર્નમેન્ટમાં તો તમને ક્રાઈટેરિયા મુજબ પેકેજ મળવાનું જ છે પણ પ્રાઈવેટની અંદર 8થી 25 લાખ સુધીનું પેકેજ એન્વાયર્નમેન્ટ એન્જિનિયરને મળતું હોય છે. શરૂઆતમાં 3-4 લાખનું પેકેજ સામાન્ય હોય છે, જે અનુભવ વધતા લાખોમાં પહોંચી શકે છે.” શું બની શકાય?
આ કોર્સ કર્યા પછી તમે એન્વાયર્નમેન્ટલ એન્જિનિયર, પોલ્યુશન કંટ્રોલ ઓફિસર, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મેનેજર, વેસ્ટ મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, કન્સલ્ટન્ટ, રિસર્ચ સાયન્ટિસ્ટ વગેરે બની શકો છો. ક્યાં નોકરી મળે?
નોકરીની તકો સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં ઉપલબ્ધ છે. સરકારી વિભાગો જેમ કે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (GPCB), મ્યુનિસિપલ કોર્પોરેશનો (અમદાવાદ, સુરત, વડોદરા), ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB), અને કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (CPCB) માં નોકરી મળી શકે છે. ખાનગી ક્ષેત્રે મોટી ઈન્ડસ્ટ્રીઝ (જેમ કે કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઈલ, રીફાઈનરી), કન્સલ્ટિંગ ફર્મ્સ (જેમ કે AECOM, Jacobs, Tetra Tech), અને પર્યાવરણીય પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપનીઓ માં પણ સારી નોકરીઓ ઉપલબ્ધ છે. પ્લેસમેન્ટ રેટ:
આ કોર્સનો પ્લેસમેન્ટ રેટ ગુજરાતની ટોચની કોલેજોમાં સામાન્ય રીતે 70-85% જેટલો ઊંચો હોય છે. ઘણા વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા જ નોકરી મળી જાય છે. વોટર વેસ્ટ મેનેજમેન્ટ: એક અનોખો અને વિશિષ્ટ કોર્સ
આજનો આપણો બીજો કોર્સ છે વોટર વેસ્ટ મેનેજમેન્ટ. આ કોર્સ એટલો વિશિષ્ટ છે અને એમાં સીટ એટલી ઓછી છે કે તમે કહી શકો કે આમાં હરીફાઈ જ નથી! પુલકિત ઓઝા પાસેથી જ આ વિશે વધુ જાણીએ: કોર્સની A થી Z ડિટેઈલ
ચાલો, આ કોર્સની સંપૂર્ણ માહિતી પણ જાણી લઈએ: જગદીશ બાદલ, કરિયર કાઉન્સેલર વિગતે જણાવે છે કે, ધોરણ 12 સાયન્સમાં PCM (ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ) સાથે 50% માર્ક્સ (અથવા નિયમોનુસાર) સાથે તમે BE/B.Tech વોટર મેનેજમેન્ટ કોર્સ કરી શકો છો. એડમિશન GUJCET અને JEE Main ના મેરિટના આધારે થાય છે. આ કોર્સ ફક્ત એમ.એસ. યુનિવર્સિટી, વડોદરામાં જ ઉપલબ્ધ છે, જ્યાં 38 સીટ સાથે આ 4 વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ છે. કોર્સની ફી કેટલી હોય છે?
“આ કોર્સની ફી દરવર્ષે અંદાજે ₹10,000 જેટલી ઓછી છે, કારણ કે તે એક સરકારી યુનિવર્સિટીનો કોર્સ છે.” કોર્સ કર્યા પછી શું બની શકાય અને ક્યાં નોકરી મળે?
અભ્યાસ પછી સારા પ્લેસમેન્ટ સાથે ઓપરેટર, એન્જિનિયર, સરકારી અધિકારી (જળ બોર્ડમાં), વોટર ક્વોલિટી કંટ્રોલર, વોટર રિસાયક્લિંગ એન્જિનિયર જેવી નોકરીઓ મળી શકે છે. શરૂઆતમાં વાર્ષિક પેકેજ ₹2.5 લાખ જેટલું હોય છે, અને અનુભવ બાદ ₹6-8 લાખ સુધી પણ જઈ શકે. ક્યાં નોકરી મળે?
આ કોર્સ પછી તમે મુખ્યત્વે જળ શુદ્ધિકરણ પ્લાન્ટ્સ, ગંદા પાણીના ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STP/ETP), મ્યુનિસિપલ કોર્પોરેશનોના જળ વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB), ઔદ્યોગિક એકમો (જેમને પાણીના વ્યવસ્થાપનની જરૂર હોય), અને કન્સલ્ટિંગ ફર્મ્સ માં નોકરી મેળવી શકો છો. પ્લેસમેન્ટ રેટ:
એમ.એસ. યુનિવર્સિટીમાં આ વિશિષ્ટ કોર્સનો પ્લેસમેન્ટ રેટ સારો હોય છે, કારણ કે નિષ્ણાતોની ઓછી ઉપલબ્ધતાને કારણે ડિમાન્ડ વધારે છે. આશરે 70-80% વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળે છે. આ કોર્સ કેમ કરવો જોઈએ?
આપણા દેશમાં, ખાસ કરીને ગુજરાતમાં, પાણીની અછત અને ગંદા પાણીના નિકાલની સમસ્યા મોટી છે. આ કોર્સ તમને આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ટેકનિકલ જ્ઞાન આપશે. તમે જળ સંરક્ષણ, રિસાયક્લિંગ અને પુનઃઉપયોગના પ્રોજેક્ટ્સમાં સીધા જોડાઈ શકો છો. આ ફિલ્ડમાં નિષ્ણાતોની ખૂબ જ જરૂર છે. તો, જો તમે અને તમારા બાળકો પર્યાવરણને બચાવવા માંગો છો, ભવિષ્યમાં સુરક્ષિત કારકિર્દી બનાવવા માંગો છો અને સારા પૈસા કમાવવા માંગો છો, તો એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ અને વોટર વેસ્ટ મેનેજમેન્ટ જેવા કોર્સ વિશે ચોક્કસ વિચારજો. આ એવા ક્ષેત્રો છે જ્યાં તમે સમાજ માટે કંઈક સારું કરી શકો છો અને સાથે સાથે પોતાનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવી શકો છો. વધુ માહિતીના સ્ત્રોત તરીકે તમે શૈક્ષણિક વેબસાઇટ્સ, સરકારી પોર્ટલ, ઉદ્યોગ અહેવાલો અને શૈક્ષણિક સંસ્થાઓની માહિતીનો ઉપયોગ કરી શકો છો. છતાં, કોઈપણ કોર્સમાં પ્રવેશ લેતા પહેલા સંબંધિત સંસ્થા અને અભ્યાસક્રમ વિશે વિગતવાર તપાસ કરવી હિતાવહ છે. નીચેની લિંક પર ક્લિક કરશો તો કરિયર ગુરુ આપશે વધુ કરિયર ઓપ્શન્સ ધો. 10 પછી ડિપ્લોમા કરી લાખો કમાવો: એક્સપર્ટે જણાવ્યા 3 બેસ્ટ ડિપ્લોમા કોર્સ; જાણો સીટ, આવડત અને પગારની A to Z વિગતો
કોમર્સ પછીના આ 4 કોર્સ લાખોમાં કમાણી કરાવશે: એક્સપર્ટે જણાવી કોર્સ, સીટ, આવડત અને પગારની A to Z વિગતો; ભીડથી બચવા વિદ્યાર્થી-વાલીઓએ જાણવું જોઈએ એન્જિનિયરિંગનાં 4 ‘ફ્યુચરિસ્ટિક ફિલ્ડ’ની A to Z ફાયર ડિટેઇલ્સ! મરીન-મેકાટ્રોનિક્સ-EV-AI-MLનો કોર્સ કરી લાખો કમાઓ; જાણો ક્રાઇટેરિયા, કોલેજ, સીટ, ફી, પ્લેસમેન્ટની માહિતી કોમર્સ પછી ડોલરિયા સપનાં જોવા આ 4 કોર્સ કરો! કોમર્સ પછી ITમાં જવા શું કરવું? US CPA, ACCA, US CMA, US EAની કમ્પ્લીટ ગાઇડ
“સોમનાથ યુનિ.થી ધર્મના માર્ગે કારકિર્દી બનાવો ” ટેમ્પલ મેનેજમેન્ટ (ડિપ્લોમા): મંદિરમાં ડિજિટલ દર્શનથી PR સુધી, પરીક્ષાથી શું બની શકાય જેવી A to Z વિગતો

​હું આપનો કરિયર ગુરુ આજે એવા બે કોર્સ લઈને આવ્યો છું જેમાં તમને ત્રણ વસ્તુ મળશે: પર્યાવરણની સેવા, સારી નોકરી અને જબરદસ્ત કમાણી! હા, તમે બરાબર સાંભળ્યું. આજના આ બે કોર્સ એવા છે જે તમારા ભવિષ્યને સુરક્ષિત અને ઉજ્જવળ બનાવી શકે છે. આ કોર્સ છે: ચાલો, સૌથી પહેલા વાત કરીએ એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગની. તમે ધોરણ 12 સાયન્સ પાસ કરો ત્યારે તમારા મનમાં હશે કે કયો કોર્સ પસંદ કરવો? શું ભવિષ્યમાં કામ લાગશે? તો સાંભળો, એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ એ એન્જિનિયરિંગની એક એવી બ્રાન્ચ છે જે અત્યારે અને ભવિષ્યમાં પણ ખૂબ જ ડિમાન્ડમાં રહેવાની છે. પુલકિત ઓઝા, વિષય નિષ્ણાત આ વિશે જણાવે છે કે, તમે વિચારશો કે આ કોર્સ શા માટે આટલો મહત્વનો છે? સાવ સાદી રીતેમાં કહીએ તો, દુનિયામાં અત્યારે પ્રદુષણ, પાણીની અછત, અને કચરાનો પ્રશ્ન બહુ મોટો છે. આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે એન્વાયર્નમેન્ટલ એન્જિનિયર્સની જરૂર પડે છે. પુલકિત ઓઝા વધુમાં જણાવે છે કે, કોઈ પણ ઈન્ડસ્ટ્રીની અંદર જો તમે પ્રદુષણ કન્ટ્રોલ ન કર્યું હોય તો સરકાર દ્વારા કડક પગલાં લેવાય છે. એટલે જ દરેક ઈન્ડસ્ટ્રી, ફેક્ટરી, અને મોટા પ્રોજેક્ટ્સમાં એન્વાયર્નમેન્ટ એન્જિનિયરિંગની જરૂર છે. તેઓ સુનિશ્ચિત કરે છે કે પ્રદુષણ ન ફેલાય અને પર્યાવરણને નુકસાન ન થાય. કોર્સ ક્યાં, કેવી રીતે અને કેટલામાં થાય?
હવે પ્રેક્ટિકલ વાત કરીએ. આ કોર્સ તમે ક્યાંથી કરી શકો છો, કેવી રીતે એડમિશન મળે અને એનો ખર્ચ કેટલો થાય? જગદીશ બાદલ, કરિયર કાઉન્સેલર આ વિશે માહિતી આપતા કહે છે કે, “BE/B.Tech એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ માટે ધોરણ 12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ (PCM) વિષયો સાથે ઓછામાં ઓછા 45% માર્ક્સ (જનરલ કેટેગરી માટે) અને 40% માર્ક્સ (અનામત કેટેગરી માટે) હોવા જરૂરી છે.” ગુજરાતની કઈ કોલેજોમાં આ કોર્સ ઉપલબ્ધ છે?
ગુજરાતમાં તમે નિરમા યુનિવર્સિટી (અમદાવાદ), એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ (અમદાવાદ), અને એમ.એસ. યુનિવર્સિટી (વડોદરા) જેવી પ્રખ્યાત સંસ્થાઓમાંથી આ કોર્સ કરી શકો છો. કોર્સની ફી કેટલી હોય છે?
સરકારી કોલેજો જેવી કે એલ.ડી. કોલેજ અને એમ.એસ. યુનિવર્સિટીમાં વાર્ષિક ફી સામાન્ય રીતે સરેરાશ ₹1,500 થી ₹5,000 જેટલી ઓછી હોય છે. જ્યારે નિર્મા યુનિવર્સિટી જેવી ખાનગી યુનિવર્સિટીમાં વાર્ષિક ફી ₹1.5 લાખ થી ₹2.5 લાખ સુધીની હોઈ શકે છે. જોકે, રોકાણ સામે વળતર ખૂબ જ સારું મળે છે. કોર્સ કર્યા પછી શું બની શકાય અને ક્યાં નોકરી મળે?
પુલકિત ઓઝા જણાવે છે કે, “ગવર્નમેન્ટમાં તો તમને ક્રાઈટેરિયા મુજબ પેકેજ મળવાનું જ છે પણ પ્રાઈવેટની અંદર 8થી 25 લાખ સુધીનું પેકેજ એન્વાયર્નમેન્ટ એન્જિનિયરને મળતું હોય છે. શરૂઆતમાં 3-4 લાખનું પેકેજ સામાન્ય હોય છે, જે અનુભવ વધતા લાખોમાં પહોંચી શકે છે.” શું બની શકાય?
આ કોર્સ કર્યા પછી તમે એન્વાયર્નમેન્ટલ એન્જિનિયર, પોલ્યુશન કંટ્રોલ ઓફિસર, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ મેનેજર, વેસ્ટ મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, કન્સલ્ટન્ટ, રિસર્ચ સાયન્ટિસ્ટ વગેરે બની શકો છો. ક્યાં નોકરી મળે?
નોકરીની તકો સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં ઉપલબ્ધ છે. સરકારી વિભાગો જેમ કે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (GPCB), મ્યુનિસિપલ કોર્પોરેશનો (અમદાવાદ, સુરત, વડોદરા), ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB), અને કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (CPCB) માં નોકરી મળી શકે છે. ખાનગી ક્ષેત્રે મોટી ઈન્ડસ્ટ્રીઝ (જેમ કે કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઈલ, રીફાઈનરી), કન્સલ્ટિંગ ફર્મ્સ (જેમ કે AECOM, Jacobs, Tetra Tech), અને પર્યાવરણીય પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપનીઓ માં પણ સારી નોકરીઓ ઉપલબ્ધ છે. પ્લેસમેન્ટ રેટ:
આ કોર્સનો પ્લેસમેન્ટ રેટ ગુજરાતની ટોચની કોલેજોમાં સામાન્ય રીતે 70-85% જેટલો ઊંચો હોય છે. ઘણા વિદ્યાર્થીઓને કેમ્પસ પ્લેસમેન્ટ દ્વારા જ નોકરી મળી જાય છે. વોટર વેસ્ટ મેનેજમેન્ટ: એક અનોખો અને વિશિષ્ટ કોર્સ
આજનો આપણો બીજો કોર્સ છે વોટર વેસ્ટ મેનેજમેન્ટ. આ કોર્સ એટલો વિશિષ્ટ છે અને એમાં સીટ એટલી ઓછી છે કે તમે કહી શકો કે આમાં હરીફાઈ જ નથી! પુલકિત ઓઝા પાસેથી જ આ વિશે વધુ જાણીએ: કોર્સની A થી Z ડિટેઈલ
ચાલો, આ કોર્સની સંપૂર્ણ માહિતી પણ જાણી લઈએ: જગદીશ બાદલ, કરિયર કાઉન્સેલર વિગતે જણાવે છે કે, ધોરણ 12 સાયન્સમાં PCM (ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ) સાથે 50% માર્ક્સ (અથવા નિયમોનુસાર) સાથે તમે BE/B.Tech વોટર મેનેજમેન્ટ કોર્સ કરી શકો છો. એડમિશન GUJCET અને JEE Main ના મેરિટના આધારે થાય છે. આ કોર્સ ફક્ત એમ.એસ. યુનિવર્સિટી, વડોદરામાં જ ઉપલબ્ધ છે, જ્યાં 38 સીટ સાથે આ 4 વર્ષનો ગ્રેજ્યુએશન કોર્સ છે. કોર્સની ફી કેટલી હોય છે?
“આ કોર્સની ફી દરવર્ષે અંદાજે ₹10,000 જેટલી ઓછી છે, કારણ કે તે એક સરકારી યુનિવર્સિટીનો કોર્સ છે.” કોર્સ કર્યા પછી શું બની શકાય અને ક્યાં નોકરી મળે?
અભ્યાસ પછી સારા પ્લેસમેન્ટ સાથે ઓપરેટર, એન્જિનિયર, સરકારી અધિકારી (જળ બોર્ડમાં), વોટર ક્વોલિટી કંટ્રોલર, વોટર રિસાયક્લિંગ એન્જિનિયર જેવી નોકરીઓ મળી શકે છે. શરૂઆતમાં વાર્ષિક પેકેજ ₹2.5 લાખ જેટલું હોય છે, અને અનુભવ બાદ ₹6-8 લાખ સુધી પણ જઈ શકે. ક્યાં નોકરી મળે?
આ કોર્સ પછી તમે મુખ્યત્વે જળ શુદ્ધિકરણ પ્લાન્ટ્સ, ગંદા પાણીના ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (STP/ETP), મ્યુનિસિપલ કોર્પોરેશનોના જળ વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB), ઔદ્યોગિક એકમો (જેમને પાણીના વ્યવસ્થાપનની જરૂર હોય), અને કન્સલ્ટિંગ ફર્મ્સ માં નોકરી મેળવી શકો છો. પ્લેસમેન્ટ રેટ:
એમ.એસ. યુનિવર્સિટીમાં આ વિશિષ્ટ કોર્સનો પ્લેસમેન્ટ રેટ સારો હોય છે, કારણ કે નિષ્ણાતોની ઓછી ઉપલબ્ધતાને કારણે ડિમાન્ડ વધારે છે. આશરે 70-80% વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળે છે. આ કોર્સ કેમ કરવો જોઈએ?
આપણા દેશમાં, ખાસ કરીને ગુજરાતમાં, પાણીની અછત અને ગંદા પાણીના નિકાલની સમસ્યા મોટી છે. આ કોર્સ તમને આ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે ટેકનિકલ જ્ઞાન આપશે. તમે જળ સંરક્ષણ, રિસાયક્લિંગ અને પુનઃઉપયોગના પ્રોજેક્ટ્સમાં સીધા જોડાઈ શકો છો. આ ફિલ્ડમાં નિષ્ણાતોની ખૂબ જ જરૂર છે. તો, જો તમે અને તમારા બાળકો પર્યાવરણને બચાવવા માંગો છો, ભવિષ્યમાં સુરક્ષિત કારકિર્દી બનાવવા માંગો છો અને સારા પૈસા કમાવવા માંગો છો, તો એન્વાયર્નમેન્ટલ એન્જિનિયરિંગ અને વોટર વેસ્ટ મેનેજમેન્ટ જેવા કોર્સ વિશે ચોક્કસ વિચારજો. આ એવા ક્ષેત્રો છે જ્યાં તમે સમાજ માટે કંઈક સારું કરી શકો છો અને સાથે સાથે પોતાનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવી શકો છો. વધુ માહિતીના સ્ત્રોત તરીકે તમે શૈક્ષણિક વેબસાઇટ્સ, સરકારી પોર્ટલ, ઉદ્યોગ અહેવાલો અને શૈક્ષણિક સંસ્થાઓની માહિતીનો ઉપયોગ કરી શકો છો. છતાં, કોઈપણ કોર્સમાં પ્રવેશ લેતા પહેલા સંબંધિત સંસ્થા અને અભ્યાસક્રમ વિશે વિગતવાર તપાસ કરવી હિતાવહ છે. નીચેની લિંક પર ક્લિક કરશો તો કરિયર ગુરુ આપશે વધુ કરિયર ઓપ્શન્સ ધો. 10 પછી ડિપ્લોમા કરી લાખો કમાવો: એક્સપર્ટે જણાવ્યા 3 બેસ્ટ ડિપ્લોમા કોર્સ; જાણો સીટ, આવડત અને પગારની A to Z વિગતો
કોમર્સ પછીના આ 4 કોર્સ લાખોમાં કમાણી કરાવશે: એક્સપર્ટે જણાવી કોર્સ, સીટ, આવડત અને પગારની A to Z વિગતો; ભીડથી બચવા વિદ્યાર્થી-વાલીઓએ જાણવું જોઈએ એન્જિનિયરિંગનાં 4 ‘ફ્યુચરિસ્ટિક ફિલ્ડ’ની A to Z ફાયર ડિટેઇલ્સ! મરીન-મેકાટ્રોનિક્સ-EV-AI-MLનો કોર્સ કરી લાખો કમાઓ; જાણો ક્રાઇટેરિયા, કોલેજ, સીટ, ફી, પ્લેસમેન્ટની માહિતી કોમર્સ પછી ડોલરિયા સપનાં જોવા આ 4 કોર્સ કરો! કોમર્સ પછી ITમાં જવા શું કરવું? US CPA, ACCA, US CMA, US EAની કમ્પ્લીટ ગાઇડ
“સોમનાથ યુનિ.થી ધર્મના માર્ગે કારકિર્દી બનાવો ” ટેમ્પલ મેનેજમેન્ટ (ડિપ્લોમા): મંદિરમાં ડિજિટલ દર્શનથી PR સુધી, પરીક્ષાથી શું બની શકાય જેવી A to Z વિગતો 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *