P24 News Gujarat

મોટો ચમત્કાર! એક પેસેન્જરનો બચાવ:દીવના યુવકે કહ્યું, ‘ઊભો થયો અને દોડ્યો, ચારેય બાજુ લાશો અને વિમાનના ટુકડા જ હતા’

અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં માતમ વચ્ચે ચમત્કાર જેવી ઘટના બની છે. લંડન જઈ રહેલા એક યુવકનો આ દુર્ઘટનામાં આબાદ બચાવ થયો છે. આ યુવક મૂળ દીવનો હોવાની જાણકારી મળી રહી છે. 20 વર્ષથી લંડનમાં રહે છે રમેશ ભાલીયા
રમેશ વિશ્વાસકુમાર ભાલિયા 11A નંબરની સીટ પર બેઠા હતા. ફ્લાઇટ ક્રેશ થઈ ત્યારે આગની જ્વાળાઓ વચ્ચે તે મોતના મુખમાંથી સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. રમેશ ભાલીયા બ્રિટનના નાગરિક છે. તેમણે કહ્યું, મારી આસપાસ મૃતદેહો હતા. મને ડર લાગ્યો. હું ઊભો થયો અને દોડ્યો. ચારેય બાજુ વિમાનના ટુકડા હતા. પ્રાપ્ત વિગત મુજબ આ રમેશ ભાલિયા છેલ્લા 20 વર્ષથી લંડનમાં રહે છે. તેના પરિવારમાં પત્ની અને એક બાળક છે. તેઓ પણ લંડનમાં રહે છે. તેઓ લંડનમાં કન્સ્ટ્રક્શનનનું કામકાજ કરે છે. 6 મહિના પહેલા તેઓ પોતાના ભાઈ અજય ભાલિયા સાથે વતન આવ્યા હતા અને ફરી એકવાર લંડન જવા રવાના થયા હતા. ત્યારે ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ. પ્લેન ક્રેશ થતાં જ બહાર આવેલા રમેશ ભાલિયાના વીડિયોથી આ દુર્ઘટનાનો અંદાજો લગાવી શકાય છે રમેશભાઈ જ્યારે દુર્ઘટનાસ્થળેથી ચાલતા-ચાલતા બહાર આવ્યા ત્યારે આસપાસના લોકોએ તેમને ઘેરી લીધા હતા. તેમની પીઠ અને હાથમાં ઇજાઓ પહોંચી હોવાનું વીડિયોમાં જોવા મળે છે. આગની જ્વાળાઓના કારણે તેમના શરીરનો કેટલોક ભાગ બળી ગયો છે. દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા રમેશ ભાલીયાના પાડોશીએ કહ્યું, દીવથી તેમના બે મિત્રો અમદાવાદ આવવા માટે રવાના થયા છે. વિશ્વાસ સાથે તેમના ભાઈ અજય પણ ફ્લાઇટમાં સવાર હતા. તેમનો કોઈ અતોપતો નથી.

​અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં માતમ વચ્ચે ચમત્કાર જેવી ઘટના બની છે. લંડન જઈ રહેલા એક યુવકનો આ દુર્ઘટનામાં આબાદ બચાવ થયો છે. આ યુવક મૂળ દીવનો હોવાની જાણકારી મળી રહી છે. 20 વર્ષથી લંડનમાં રહે છે રમેશ ભાલીયા
રમેશ વિશ્વાસકુમાર ભાલિયા 11A નંબરની સીટ પર બેઠા હતા. ફ્લાઇટ ક્રેશ થઈ ત્યારે આગની જ્વાળાઓ વચ્ચે તે મોતના મુખમાંથી સલામત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. રમેશ ભાલીયા બ્રિટનના નાગરિક છે. તેમણે કહ્યું, મારી આસપાસ મૃતદેહો હતા. મને ડર લાગ્યો. હું ઊભો થયો અને દોડ્યો. ચારેય બાજુ વિમાનના ટુકડા હતા. પ્રાપ્ત વિગત મુજબ આ રમેશ ભાલિયા છેલ્લા 20 વર્ષથી લંડનમાં રહે છે. તેના પરિવારમાં પત્ની અને એક બાળક છે. તેઓ પણ લંડનમાં રહે છે. તેઓ લંડનમાં કન્સ્ટ્રક્શનનનું કામકાજ કરે છે. 6 મહિના પહેલા તેઓ પોતાના ભાઈ અજય ભાલિયા સાથે વતન આવ્યા હતા અને ફરી એકવાર લંડન જવા રવાના થયા હતા. ત્યારે ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ. પ્લેન ક્રેશ થતાં જ બહાર આવેલા રમેશ ભાલિયાના વીડિયોથી આ દુર્ઘટનાનો અંદાજો લગાવી શકાય છે રમેશભાઈ જ્યારે દુર્ઘટનાસ્થળેથી ચાલતા-ચાલતા બહાર આવ્યા ત્યારે આસપાસના લોકોએ તેમને ઘેરી લીધા હતા. તેમની પીઠ અને હાથમાં ઇજાઓ પહોંચી હોવાનું વીડિયોમાં જોવા મળે છે. આગની જ્વાળાઓના કારણે તેમના શરીરનો કેટલોક ભાગ બળી ગયો છે. દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતા રમેશ ભાલીયાના પાડોશીએ કહ્યું, દીવથી તેમના બે મિત્રો અમદાવાદ આવવા માટે રવાના થયા છે. વિશ્વાસ સાથે તેમના ભાઈ અજય પણ ફ્લાઇટમાં સવાર હતા. તેમનો કોઈ અતોપતો નથી. 

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *