ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર ઇંગ્લેન્ડથી ભારત પરત ફર્યા છે. ANI અનુસાર, ગંભીર એક પારિવારિક ઈમરજન્સીના કારણે ઇંગ્લેન્ડથી ભારત પરત ફર્યા છે. ભારતીય ટીમ હાલમાં ઇંગ્લેન્ડના પ્રવાસે છે. ટીમને ત્યાં પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. ગંભીર 6 જૂને ટીમના બાકીના ખેલાડીઓ સાથે ઇંગ્લેન્ડ જવા રવાના થયો હતો. પહેલી ટેસ્ટ 20 જૂને લીડ્સમાં રમાશે
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચ રમાશે. પહેલી ટેસ્ટ 20 જૂનથી લીડ્સમાં શરૂ થશે, જ્યારે છેલ્લી ટેસ્ટ 31 જુલાઈથી લંડનના ઓવલ ખાતે રમાશે. ભારતે 2007 પછી ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી જીતી નથી. આવી સ્થિતિમાં, ટીમ શ્રેણી જીતવા પર નજર રાખશે. ટીમ ઇન્ડિયા અને ઇન્ડિયા-એ વચ્ચે આજથી ઇન્ટ્રા-સ્ક્વોડ મેચ
ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલાં, સિનિયર ટીમ આજથી બેકનહામના કેન્ટ કાઉન્ટી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ચાર દિવસીય ઇન્ટ્રા-સ્ક્વોડ મેચમાં ઇન્ડિયા-A સામે ટકરાશે. આ મેચ બપોરે 3 વાગ્યે શરૂ થશે. આ મેચ ઇન્ડિયા-Aની ઇંગ્લેન્ડ લાયન્સ સામેની બે મેચની બિનસત્તાવાર ટેસ્ટ સિરીઝ પછી છે. બંને મેચ ડ્રો રહી હતી. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 પ્લેયર્સની ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈસ્વરન, કરુણ નાયર, રિષભ પંત (વાઈસ-કેપ્ટન), ધ્રુવ જુરેલ, નીતિશ રેડ્ડી, શાર્દુલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ. નવી ટ્રોફીની જાહેરાત
આ વખતે ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીના વિજેતાને એક નવી ટ્રોફી આપવામાં આવશે, જેનું નામ સચિન તેંડુલકર અને જેમ્સ એન્ડરસનના નામ પર રાખવામાં આવશે. આ બંને દિગ્ગજ ખેલાડીઓના માનમાં એક નવી પહેલ છે. તેંડુલકર અને એન્ડરસન બંને 11 જૂનથી શરૂ થનારી WTC ફાઇનલ દરમિયાન લોર્ડ્સમાં ટ્રોફીનું અનાવરણ કરશે.