P24 News Gujarat

‘સિરીયલ બ્લાસ્ટ વખતે જેવો સીન હતો તેવા જ દૃશ્યો હતા’:ભયાનકતા વર્ણવતા કોર્પોરેટર રડી પડ્યાં, યુવાન બોલ્યો- પકડ લેવા ગયો અને જીવ બચી ગયો

1988માં અમદાવાદમાં થયેલું પ્લેન ક્રેશ મેં જોયું હતું. એ સમયે પણ મેં લાશો જોઇ હતી અને અત્યારે પણ જોઇ છે.
રડમસ ચહેરે આ બોલાયેલા આ શબ્દો છે 67 વર્ષના દિલીપ પંચાલના. સિરીયલ બ્લાસ્ટ વખતે સિવિલમાં જેવો સીન હતો તેવો જ સીન મેં અત્યારે જોયો હતો.
મીનાબેન પટણીએ ઉપરના શબ્દો દ્વારા ભયાનકતા વર્ણવી. મેં લોકોને કહ્યું કે પ્લેન ક્રેશ થયું છે તો મારી વાત માનવા કોઇ તૈયાર નહોતું.
ટીંકુ શ્રીવાસ્તવે આ શબ્દો કહ્યા. અમદાવાદમાં સર્જાયેલી પ્લેન દુર્ઘટનાના કેટલાય સાક્ષીઓ છે. જેણે જોયું તેણે ભયાનકતા વર્ણવી. કોઇ વાત કહેતાં કહેતાં રડી પડ્યું તો કોઇના ચહેરા પર ભય દેખાયો. એક યુવાન તો એવો મળ્યો કે જે પ્લમ્બિંગ કામ કરતો હતો. જ્યારે દુર્ઘટના સર્જાઇ ત્યારે તે મેડિકલ હોસ્ટેલમાં જ હતો પણ પકડ ભૂલી જતાં ઓફિસે લેવા ગયો અને તેને જીવ બચી ગયો. દિવ્ય ભાસ્કરે આ દુર્ઘટનાને નજરે જોનારા લોકો પાસેથી જાણ્યું કે એ સમયે શું થયું હતું અને કેવો માહોલ હતો? 67 વર્ષના દિલીપ પંચાલ અમદાવાદમાં સર્જાયેલી બન્ને પ્લેન દુર્ઘટનાના સાક્ષી રહ્યા છે. વર્ષ 1988માં જ્યારે કોતરપુર પાસે પ્લેન ક્રેશ થયું હતું ત્યારે તેઓ સિવિલ હોસ્પિટલમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરતાં તેઓ રડમસ થઇ ગયા. 37 વર્ષ પહેલાંની દુર્ઘટનાના સાક્ષીએ બીજી દુર્ઘટના પણ જોઇ
દિલીપ પંચાલે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, 1988માં મેં લાશો પડેલી જોઇ હતી. મેં અહીંયા 30 વર્ષ સુધી હોમગાર્ડ તરીકે નોકરી કરી હતી. આવી બીજી દુર્ઘટના સર્જાઇ છે. મને આ ઘટના વધુ દુઃખદ લાગી. વાત કરતાં-કરતાં કોર્પોરેટર રડી પડ્યાં
મીનાબેન પટણી અસારવાના કોર્પોરેટર છે. પ્લેન ક્રેશ સમયે તેઓ તરત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટનાને યાદ કરતા તેઓ રડી પડ્યા હતા. મીનાબેને કહ્યું કે, હું ઘરે રસોડાંમાંથી જમવાનું કાઢતી હતી. મારા ઘર પાસે મોટો વડ છે ત્યાં વિમાનનું પાંખિયું અડ્યું હતું. મેડિકલ હોસ્ટેલમાં બધા છોકરાઓ જમવા બેઠાં હતા. એ સમયે આ દુર્ઘટના થઇ હતી. કોઇને સપનેય ખ્યાલ નહોતો કે આવું થશે. મેં મારી આંખે બધું જોયેલું છે. મારા છોકરા, ભત્રીજા અને બીજા બધા લોકોએ મળીને મૃતદેહો કાઢ્યા હતા. પથ્થરમાંથી છોકરાઓને બચાવીને બહાર કાઢ્યા છે. છોકરાઓએ ગેસના બાટલા કાઢી લીધા હતા. જો તેમણે ગેસના બાટલા ન કાઢ્યા હોત તો વધુ જાનહાનિ થાત. મેં રિક્ષા, ફાયર બ્રિગેડ, 108ને બોલાવી લીધા હતા. વિજયભાઇનું નામ જાણીને મને ઘણું દુઃખ થયું. કેટલાય ઘર ઉજડી ગયા. મેં કહ્યું કે પ્લેન ક્રેશ થયું છે તો કોઇ માનતું નહોતું
ટીંકુ શ્રીવાસ્તવ નામના યુવાને પ્લેનને ઉપરથી નીચે પડતાં જોયું હતું. જ્યારે દુર્ઘટના સર્જાઇ ત્યારે તે બાઇક પર સવાર થઇને છાશ લેવા જઇ રહ્યો હતો. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ટીંકુએ કહ્યું કે, હું છાશ લેવા જઇ રહ્યો હતો. હું બાઇક પર જઇ રહ્યો હતો ત્યારે મેં જોયું કે વિમાન પહેલાં તો એકદમ નીચું હતું પછી ઊંચાઇ પર ગયું અને પછી પાછું નીચે પડ્યું. જેના કારણે જોરદાર બ્લાસ્ટ થયો અને બધે ધૂમાડાના ગોટેગોટા ફેલાઇ ગયા. લોકોમાં નાસભાગ મચી ગઇ હતી પછી મેં બાઇકને વાળી લીધી. હું મારા ઘર તરફ આવતો રહ્યો. પ્લેન ત્રીજા માળની ઊંચાઇ સુધીથી પસાર થયું હતું એટલે હું સમજી ગયો કે પ્લેન જ ક્રેશ થયું હશે. લોકોએ મને પૂછ્યું કે ક્યાંથી આવે છો તે મેં કહ્યું કે પ્લેન ક્રેશ થયું છે ત્યાંથી આવું છું તો કોઇ મારી વાત માનવા તૈયાર નહોતું. મેં ઘરે આવીને જોયું ત્યારે ખબર પડી કે આટલી મોટી દુર્ઘટના થઇ છે. મેસમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો
કૃણાલ દંતાણીએ મેસમાં રહેલા વિદ્યાર્થીઓને બચાવ્યા હતા. તેઓ જ્યારે વિદ્યાર્થીઓને નીચે ઉતરતા હતા ત્યારે જ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. કૃણાલ દંતાણી કહે છે કે, જેવી અમને ખબર પડી કે અહીંયા પ્લેન ક્રેશ થયું છે કે અમે લોકો તરત જ દોડીને અહીં આવ્યા. લોકોના ટોળા અંદર જઇ રહ્યા હતા ત્યારે પોલીસ કે કોઇ નહોતું. અમે પણ અંદર ગયા અને જઇને જોયું તો પ્લેનનો પાછલો ભાગ પડવાના લીધે બિલ્ડિંગની દીવાલ વિદ્યાર્થીઓ પર પડી ગઇ હતી અને વિદ્યાર્થીઓ દબાઇ ગયા હતા. અમે તે લોકોને બચાવી શકીએ તેટલી તાકાત નહોતી. બીજા લોકો આવ્યા પછી વિદ્યાર્થીઓને બચાવ્યા હતા. પછી અમે ગાદલામાં લઇને નીચે ઉતાર્યા હતા. એ સમયે રોટલી, દાળભાત બધું થાળીમાં જ પડ્યું રહ્યું હતું. પકડ લેવા ગયા અને જીવ બચી ગયો
દીપક સોલંકી મેડિકલ હોસ્ટેલમાં પ્લમ્બિંગ કામ કરી રહ્યા હતા પરંતુ પકડ ભૂલાઇ જતાં તે પકડ લેવા ગયા અને તેમનો જીવ બચી ગયો. તેઓ રાત્રે 12 વાગ્યે ઘરે પહોંચતા જ પરિવારજનો ભાવુક થઇ ગયા હતા. દીપક સોલંકીએ કહ્યું કે, હું ડૉ. મીનાબહેનના ઘરે પ્લમ્બિંગનું કામ કરવા ગયો હતો. હું અહીંયા નીકળીને મારી ઓફિસે પહોંચ્યો ત્યાં સુધીમાં મોટો બ્લાસ્ટ થઇ ગયો હતો. હું 10 મિનિટ વહેલા નીકળી ગયો એટલે મારો જીવ બચી ગયો. એ દૃશ્યો જોઇને જ હું ગભરાઇ ગયો હતો. રાત્રે 12 વાગ્યા સુધી હું ડ્યુટી પર હતો, લાઇટો લગાવવાની હતી, અધિકારીઓ માટે પાણીની સેવા કરી હતી. 12 વાગ્યે હું ઘરે પહોંચ્યો ત્યારે મારા પરિવારજનો મને જોઇને ભાવુક થઇ ગયા હતા. પાછું વળીને જોયું ત્યાં તો પ્લેન ક્રેશ થઇ ગયું હતું
ઉમાકાંત સેલોકર મેડિકલ હોસ્ટેલ પાસે આવેલી ચા-પાનની દુકાનના માલિક છે. જ્યારે આ દુર્ઘટના બની ત્યારે તેઓ ત્યાં હાજર હતા. ઉમાકાંત સેલોકરે જણાવ્યું કે, જ્યારે પ્લેન આવ્યું ત્યારે અવાજ અલગ લાગતો હતો. અમે પાછળ વળીને જોયું ત્યાં સુધીમાં તો પ્લેન બિલ્ડિંગમાં ઘૂસી ગયું હતું. ધડાકાનો અવાજ આવ્યો અને ધૂમાડાના ગોટા જોવા મળ્યા હતા. અમે બેઠાં હતા ત્યાં સુધી વરાળ આવી ગઇ હતી. અમે ભાગીને હોસ્ટેલમાં જતા રહ્યા હતા. અમે ત્યાંથી બીજા છોકરાઓને લઇને મેસમાં વિદ્યાર્થીઓને બચાવવા માટે પહોંચ્યા હતા. ઘાયલોને અમે બહાર લાવ્યા હતા. અમે સિલિન્ડરો કાઢી લીધા હતા
એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે, હું ઘટનાસ્થળથી માત્ર 40 સેકન્ડ દૂર હતો. હું મદદ માટે દોડી ગયો અને મારા મિત્રોને પણ બોલાવ્યા હતા. મેં કાટમાળમાંથી વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢ્યા, જેમાંથી કેટલાક મારા મિત્રો હતા. તે વિદ્યાર્થીઓ બપોરનું ભોજન કરી રહ્યા હતા. વધુ વિસ્ફોટ ન થાય તે માટે અમે સિલિન્ડરો બહાર કાઢ્યા હતા. અમે ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે યોગ્ય રીતે કામ કરી રહ્યા નહોતા. એકદમ ભયાનક દૃશ્ય હતું.

​1988માં અમદાવાદમાં થયેલું પ્લેન ક્રેશ મેં જોયું હતું. એ સમયે પણ મેં લાશો જોઇ હતી અને અત્યારે પણ જોઇ છે.

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *