સાઉથ આફ્રિકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવાથી માત્ર 50 રન દૂર છે. 282 રનનો ટાર્ગેટ ચેઝ કરતા ટીમે બીજી ઇનિંગમાં ત્રણ વિકેટે 232 રન બનાવ્યા છે. એડન માર્કરામ 115 અને ટ્રિસ્ટન સ્ટબ્સ 4 રન પર રમી રહ્યા છે. કેપ્ટન ટેમ્બા બાવુમા 66 રન બનાવીને આઉટ થયા હતા. પેટ કમિન્સે વિકેટ લઈને મોટી પાર્ટનરશિપ તોડી છે. લંડનના લોર્ડ્સ સ્ટેડિયમ ખાતે શનિવારે ચોથા દિવસે, આફ્રિકાએ 213/2ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું. માર્કરામ 102 અને બાવુમા 65 રન સાથે ઇનિંગને આગળ ધપાવી. બુધવારે, સાઉથ આફ્રિકાએ બોલિંગ કરવાનું પસંદ કર્યું. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગમાં 212 અને દક્ષિણ આફ્રિકાએ 138 રન બનાવ્યા. કાંગારૂ ટીમને 74 રનની લીડ મળી, ત્યારબાદ ટીમે બીજા ઇનિંગમાં 218 રન બનાવ્યા. તેથી, આફ્રિકાને 282 રનનો ટાર્ગેટ મળ્યો છે.